Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Crime Inspirational

3  

Mariyam Dhupli

Crime Inspirational

જહન્નમ

જહન્નમ

11 mins
14.6K


મુન્નીબાઈના હાસ્યથી આખો કોઠો ગુંજી રહ્યો. આ હાસ્યની આ કોઠા નેજ નહીં એની સાથે સંકળાયેલા દરેક માનવીઓ ને ટેવ પડી ચૂકી હતી. કોઠાના સૌથી વિશાળ ખંડની બરાબર મધ્યમાં સજી રહેલું ઝુમ્મર અને આજે એની દરેક ચીમનીમાં પ્રગટી રહેલો પ્રકાશ કોઈ ખાસ ઉજવણના અવસર ની સાબિતી આપી રહ્યું હતું. ખંડની ચારે સીમાઓ પર ટેકી ને ગોઠવેલ વિશિષ્ટ શણગારેલી ગાદીઓ ઉપર ખાસ મહેમાનો ગોઠવાયા હતા. કેટલાક મહેમાનો હાથના કાંડા ઉપર મોગરાની વેણી સજાવી હુક્કાના કસની મજા માણી રહ્યા હતા, તો કેટલાક આજના દિવસ માટે ખાસ તૈયાર કરાયેલ સુંદર મજાના જામોમાંથી મદિરાની બુંદબુંદનો નશો શરીર માં ઉતારી રહ્યા હતા.

એક ખૂણા માં હમણાંજ નૃત્ય સમાપ્ત કરી બિરાજેલ યુવાન નૃત્યાંગનાઓ મહેમાનો માટે સુંદર નાજુક હાથો વડે પાન બનાવવામાં વ્યસ્ત હતી. ચમકી રહેલા ઝુમ્મરની તદ્દન નીચે દસ વર્ષની એક માસુમ બાળકી આંખો ઢાળી ઉભી હતી. ઉભી હતી ? નહીં, એને ઉભી રાખવામાં આવી હતી. આજના ખાસ અવસર માટે એના કુમળા માસુમ શરીરને માથાથી પગ સુધી આકર્ષક, ચુસ્ત લાલ રંગના કપડાઓમાં એ રીતે શણગારવામાં આવ્યું હતું કે એના શરીરના દરેક અંગોનો આકાર અને કદ સામે બેઠેલા પુરુષોને સરળતાથી આકર્ષી લલચાવી શકે. માથા પર લાંબો ટીકો, હીરા જડેલ ઘરેણાં, હાથ-પગ ઉપર લાલ મહેંદીના કુંડાળાઓ, નાકમાં મોટા કદની નથની, નાની પાનીઓમાં મોટા ભારેખમ ઘૂંઘરું. એ ઘૂંઘરું હતા કે પછી એ માસુમ શરીરને , એના નિર્દોષ બાળપણને જકડી રાખેલી બેડીઓ ?

નાનકડું હ્ય્યુ અંદરઅંદર થરથર ધ્રુજી રહ્યું હતું. સામે બેઠા પુરુષોની પશુતાભરી આંખો એના શરીરની માસુમિયતને દરેક તરફથી વીંધી રહી હતી. લાળ ટપકાવતા એ રાક્ષસી ચ્હેરાઓ એના નાજુક તાજા શરીરને મેળવવા તળપાપડ થઇ રહ્યા હતા. એક પછી એક લગાવાતી ઊંચી બોલીઓ મુન્ની બાઈના કોઠાની આન-બાન-શાનને ચાર ચાંદ લગાવતી આગળ વધી રહી હત,દર વરસની પરંપરા ને અચૂક આગળ વધારતી,

"લો શેખ સાહેબ ઇસ બાર ભી આપ હી જીત ગયે."

પોતાના ધારદાર હાસ્ય સાથે મુન્નીબાઈ એ શેખ સાહેબને અભિનંદન પાઠવ્યા. દર વરસની જેમજ આ વર્ષે પણ શેખસાહેબની બોલીજ સૌથી ઊંચી રહી. મુન્નીબાઈની ખુશી ચરમસીમાએ હતી. શા માટે ન હોય ? એક દસ વરસની નાનકડી બાળકીના ભરણપોષણની આજે એને ગગનચુંબી કિંમત મળવાની હતી. હીરાના દાગીનાઓથી ભરેલી શેખ સાહેબના હાથ માની પેટી પર હવે એની સંપૂર્ણ માલિકી હતી.

"શમીમાં કે જાને કી તૈયારી કી જાયે ! "

મુન્ની બાઈ એ હાથના પંજાઓ વડે ત્રણ તાળીઓનો ગડગડાટ કર્યો અને એ તાળીઓ ફરજપૂર્તિ માટેના આદેશની નિશાની હોય એ સારી પેઠે જાણતી યુવતીઓનો સમૂહ બાળકીને વરંડા તરફ પોતાની સાથે દોરી ગઈ.

સિત્તેર વરસ પાસે ની આયુ ધરાવતા શેખ સાહેબે આ ઉંમરે પણ પોતાની તંદુરસ્તી સારી પેઠે જાળવી હતી. ઊંચું, કદાવર હૃષ્ટપૃષ્ટ શરીર આ ઉંમરે પણ કેવું શોખીન ! સફેદ, અતિ લાંબા પારંપરિક પોશાકમાં સજ્જ શેખસાહેબ દર વરસ આજ પ્રમાણે કુમળી આયુવાળા શરીરોને ખરીદી પોતાના દેશ લઇ જતા. એમની પસંદગી ઓછામાં ઓછી આયુ ધરાવતી કન્યાઓ પરજ ઉતરતી. શેખ સાહેબના સ્વાદ થી સારી રીતે પરિચિત મુન્નીબાઈ પણ એમના શોખને અનુરૂપ શરીર એમના આગમન પહેલાજ અલગ તારવી રાખતી. સફળ ધંધાની નિપુર્ણતા અને વરસોના અનુભવના પરિણામ સ્વરૂપ મુન્નીબાઈ સાથે થયેલ દરેક ખરીદી કોઈ પણ પ્રકારના કાયદાકીય અવરોધ કે અડચણ વિનાજ પરદેશ સરળતાથી પહોંચી જતી.

શમીમાં એ એક અંતિમવાર કોઠા ની દીવાલો ને નિહાળી. એનું બાળપણ આ ચાર દીવાલોમાંજ તો ગોંધાઈ વિકસ્યું હતું. 'ઘુંઘરુઓનો શોર અને તબલાઓના તાલ, નૃત્યના થનકાર અને પુરુષોના હવસથી ભર્યા વાહ , વાહના નાદ.' એજ એ અનાથનું વિશ્વ્ હતું ને એજ જીવન અનુભવ. એ સિવાય આ દીવાલોની બહાર પણ કોઈ દુનિયા જીવી રહી હતી એ બાબતથી એનું બાળમાનસ તદ્દન અજાણ હતું. એક વરસની હતી જયારે એનો સોદો મુન્નીબાઈ જોડે થયો હતો. ત્યારથી આ કોઠોજ તો એનું સર્વસ્વ હતું. એક દિવસ આમ અચાનક અહીંથી નીકળી જવું પડશે એવું સ્વ્પ્નમાં પણ વિચાર્યું ન હતું. એની કાળજી, ઉછેર અને સંભાળ પાછળના મુન્નીબાઈના સાતિર ગણિતને સમજી શકવાની એ નિર્દોષ મનની પરિપક્વતા જ ક્યાં હતી ?

થર થર કાંપતા શરીર જોડે એ શેખ સાહેબની પડખે ગોઠવાઈ અને અત્યંત ઝડપ જોડે ટેક્ષી સીધીજ એરપોર્ટની દિશા તરફ ભાગી. ટેક્ષીની બારીમાંથી બહાર ડોકાઈ રહેલી બે માસુમ આંખો પહેલીવાર શહેરની સુંદરતાનો આટલો ભવ્ય નજારો માણી રહી. ઊંચીઊંચી ગગનચુંબી ઇમારતો, પહોળા અને સ્વ્ચ્છ રસ્તાઓ, કદાવર શોપિંગ મોલ, વીજળીની રમત કરતા વિશાળ સાઈન બોર્ડ...પોતે આટલા વરસોથી આજ શહેરમાં રહેતી હતી ? એનું શહેર આટલું સુંદર હશે એવું એણે વિચાર્યું પણ ન હતું ! કાશ એ કોઠા ઉપર રહેતી એની અન્ય સખીઓને પણ આ મનમોહક દ્રશ્ય બતાવી શકે... પણ એ શક્ય ક્યાં હતું ? હવે તો એમના વિનાજ એકલા જીવતા શીખવાનું હતું. અચાનક ટેક્ષી એ બ્રેક લગાવી અને એનું શરીર પડખે ગોઠવાયેલા શેખ સાહેબને સ્પર્શ્યું. એ સ્પર્શ જોડેજ વર્તમાનનો આનંદ કચડાઈ ગયો અને ભવિષ્યનો ડર ફરીથી એ બાળમાનસને ઘેરી વળ્યો. સિત્તેરની આયુ ધરાવતું એ વૃદ્ધ શરીર એના શરીર જોડે જે આનંદની ક્ષણો માણવા આટલી ઊંચી કિંમત ચૂકવી આવ્યું હતું એનો અંદાજ લગાવતાંજ પોતાનું શરીર બેજાન અને નિર્જિવ ભાસી રહ્યું.

એરપોર્ટ આવી ગયું હતું. શેખ સાહેબે ટેક્ષીનું ભાડું ચુકવ્યું અને બાળકીને લઇ ટર્મિનલ તરફ આગળ વધ્યા. સુરક્ષા ચકાસણી કરાવી પહેલીવાર એરપોર્ટ નિહાળી રહેલી શમીમાંનું મોઢું નવાઈ અને અચરજથી ખુલ્લુંજ રહી ગયું. પોતાની સખીઓ જોડે હવાઈજહાજની ઘણી વાતો કરી હતી. માનવીઓ પંખી જેમ હવામાં કઈ રીતે ઉડતા હશે ? ઘણીવાર પોતાની બાળ અનુમાન ક્ષમતાથી એણે વિમાનની અંદર ના નજારાની કલ્પના કરી જોઈ હતી ! પણ આજે તો એ સાચેજ પંખી બની ઉડવાની હતી.

એરપોર્ટ પર ની બધીજ ઔપચારિક પ્રક્રિયાઓ નિહાળવામાં ફરીથી એ બાળ હૃદય એક ક્ષણમાં બધુંજ વિસરી વિસ્મય અને રસપૂર્વક આનંદ મગ્ન બની રહ્યું. ઉપર નીચે જતી આધુનિક દાદરો, સામાન લઇ ફરતી ગોળગોળ પટ્ટીઓ, જૂદી જૂદી વેશભૂષા પરિધાન કરેલા અને અવનવી ભાષાઓ બોલતા મનુષ્યો ! આ સૃષ્ટિ તો એની કલ્પનાની સૃષ્ટિ કરતાં તદ્દન વિશાળ અને ભિન્ન હતી. ચેકઈનનો સમય થયો અને પતંગ જેમ આકાશમાં વિહરવાની ઘડી આવી પહોંચી.

પરી સમાન એરહોસ્ટેસનું સુંદર સ્વરૂપ જોઈ શમીમાં તો અંજાય જ ગઈ ! પોતાની સીટ ઉપર ગોઠવાઈ એ વિમાનની દરેક સગવડ અચંભાથી નિહાળી રહી. સીટની ઉપર તરફની દરેક સ્વિચ અને એની ઉપરના નિશાનોને સમજવા એનું નાનકડું મગજ કસરત કરી રહ્યું. થોડાજ સમયમાં 'ટેક ઓફ'ની ઘોષણા થઇ અને વિમાનની અંદરનો બધોજ પ્રકાશ આલોપ થઇ ગયો . અંધકારમાં ધીરે -ધીરે ગતિ પકડી રહેલા વિમાનની સાથે એની અંદરનો ભય પણ જોર પકડી રહ્યો. ઉડવાનો આ એનો પહેલો વહેલો અનુભવ હતો અને એની સાથેનો ભય પણ. પડખેની સીટ ઉપર ગોઠવાયેલા શેઠને આ ભય અંગે અવગત ક્યાંથી કરી શકે ? સૌથી વધુ ભય તો એમનાથીજ અનુભવાય રહ્યો હતો !

આખરે એ ભયજનક ઘડી પણ પસાર થઇ ગઈ. આકાશમાં સ્થિર થયેલા વિમાનની વીજળી ફરીથી પ્રકાશ પાથરી રહી. શમીમાંના હૃદયના ધબકારા પણ સામાન્ય થયા. એરહોસ્ટેસને સ્ટુઅર્ટ તરફથી પિરસાયેલ સ્વાદિષ્ટ વાનગીઓનો એણે પેટ અને મન ભરી સ્વાદ માણ્યો. એવું સ્વાદિષ્ટ જમણ તો આજ પહેલા ક્યારે પણ ચાખ્યું ન હતું. સામે પડેલા હેડફોન અને નાનકડા ટીવીનો પરદો કઈ રીતે સાંકળી શકાય એની મથામણમાં પડેલી શમીમાંના હાથમાંથી એરહોસ્ટેસે હેડફોન શમીમાંના માથા ઉપર વ્યવસ્થિત ગોઠવી, ટીવીનો પરદો સાંકળી આપ્યો. રિમોટના આંકડાઓ દ્વારા એક પછી એક ચેનલો ફેરવી બતાવી. શમીમાં તો નવાઈથી જોતીજ રહી ગઈ. ટીવીના પરદા ઉપર ફિલ્મ જોતી એની બાળ આંખો થાકથી ક્યારે મીંચાઈ ગઈ એની એને જાણ પણ ન થઇ.

આંખો ઉઘડી ત્યારે વિમાનનો જમીન પર ઉતરવાનો સમય થઇ ચુક્યો હતો અને શમીમાં નો પણ તો સમય થઇ ચુક્યો હતો. વિમાનની અદભુત સ્વ્પ્ન સમાન સૃષ્ટિમાંથી વાસ્તવિકતાની ભૂમિ પર પરત થવાનો. સિત્તેર વરસના વૃદ્ધ શરીર જોડે એ દસ વરસનું શરીર પોતાના ભવિષ્યની હકીકત અંગે સભાન થતું ફરી એક વાર ભયંકર અંધકારભરી કલ્પનામાં ડૂબી ગયું.

વિદેશ ની ધરતી ઉપર પગ પડ્યો અને શમીમાંને લાગ્યું જાણે એ અચાનક સ્વર્ગમાં ઉતરી પડી હોય ! શેખની અતિકિંમતી ગાડીમાં ગોઠવાતી એની નાનકડી આંખો દંગ થઇ પહોળી થઇ રહી. આ ગાડી હતી કે ચાલતુંફરતું ઘર ! ઠંડીઠંડી એસીની હવા માણતી એ નવા દેશ, નવા શહેરને ગાડી ના કાચમાંથી ટગર ટગર જોઈ રહી. એનો નાનકડો પંજો ગાડીના કાચ ઉપર એ રીતે ટેકવાયો જાણે એ પંજો નિહાળી રહેલા દરેક દ્રશ્યની કેમેરા માફક તસ્વીર ખેંચતો હોય ! નવા લોકો, નવી વેશભૂષા, નવી જીવનશૈલી, નવા પ્રકારના રહેઠાણો, બધુજ નવું અને સુંદર હતું. એક ફક્ત એના જુના, ખરાબ ભાગ્ય સિવાય. આ સુંદર શહેરમાં એને ક્યા કાર્ય માટે લવાઈ હતી એ યાદ આવતાજ એ નાનકડો પંજો ફરીથી કાચ પરથી નીચે સરકતો શમીમાંના ગોદમાં નિસહાય જઈ પછડાયો.

થોડાજ સમય પછી ગાડી લાલ સિગ્નલ પર આવી થોભી. સિગ્નલની એક પડખે એક આકર્ષક ઇમારત હતી. શમીમાંની આંખો એ ઇમારત પર જડાઈ. ઇમારતની અંદર તરફના મોટા પ્રાંગણમાં રમતગમતનું વિશાળ મેદાન હતું. શમીમાંની જ ઉંમરની નાની છોકરીઓ એ મેદાન ઉપર રમી રહી હતી. સુંદર શાળાના યુનિફોર્મમાં સજ્જ એ દરેક છોકરીઓ નાનકડી ઢીંગલીઓ સમી દીપી રહી હતી. શમીમાંના ચ્હેરા ઉપર એક મીઠું સ્મિત રેલાઈ ગયું. ચમકતી આંખો જાગતી આંખોથીજ સ્વ્પ્નમાં સરી પડી. પોતે પણ એમના જેવોજ સુંદર યુનિફોર્મ પહેરી એમની સાથે હસતી, દોડતી, રમતી, અત્યંત ખુશ શમીમાંને એ જોઈ રહી.

સિગ્નલ લીલા રંગમાં બદલાયું ને શમીમાંનું સ્વ્પ્ન ફરીથી કડવી વાસ્તવિકતામાં ઢળી પડ્યું. અચાનકજ કોઠાવાળી અમ્માની યાદ આવી રહી. કોઠા પરની દરેક નાની છોકરીની સારસંભાળ લેતી એ વૃદ્ધાનો ચ્હેરો આંખો સામે ઉપસી આવ્યો ને ધડધડ કરતી આંખો મૌનના ડૂસકાંઓમાં ભીંજાઈ રહી. દરરોજ રાત્રે અમ્મા કેવી સરસ મજાની પરીલોકની વાર્તા સંભળાવતા ! એક વાર એવીજ એક રોમાંચક પરીકથા એમણે સંભળાવી હતી.

એક નાનકડી ગરીબ બાળકીને એક પરી જાદુની લાકડી ફેરવી પોતાના પરીલોકમાં લઇ ગઈ હતી અને એકજ ક્ષણમાં એનું જીવન કેવું બદલાઈ ગયું હતું ! એણે અમ્માને પૂછ્યું તો હતું, "વાસ્તવમાં એવી પરીઓ હોય છે ? " પણ અમ્મા એ કઈ જવાબ આપ્યો ન હતો. કોઠાની દીવાલો એકીટસે નિહાળી ખબર નહિ ક્યા ઊંડા વિચારોમાં ઉતરી ગયા હતા ?

પણ આજે શમીમાં સમજી ચૂકી હતી કે પરીઓ તો ફક્ત વાર્તા માં આવે. સાચા જીવનમાં તો શેખસાહેબ જેવા ધનવાન લોકો આવે અને પૈસાની લાકડી ફેરવી જહન્નમ જેવી દુનિયામાં સાથે ઘસડી જાય.

થોડા અંતરે આવેલા એક મોટા કદના શોપિંગ મોલ ઉપર ગાડી થોભી. શેખસાહેબે ઘણી બધી ખરીદી કરી. શમીમાં માટે નવા સુંદર વસ્ત્રો, ઘરેણાં, ચપ્પલ, બુટ અને બીજી પણ રોજ જરૂરિયાતની દરેક વસ્તુઓ . જીવનમાં પહેલી વાર કોઈ માનવી એના માટે આટલી બધી ખરીદી કરી રહ્યું હતું પણ શમીમાંનું મન જરાયે ખુશ ન હતું. ચ્હેરો રંગ વિહીન અને શરીર શબ જેવુ. વિચારોમાં શેખસાહેબનું શયનખંડ અને અતિ કિંમતી પથારી પર પડેલી પોતાની કાયા નિહાળી રહેલી એ માસુમ આંખો ઉંમર પહેલાજ પરિપક્વતાના રંગોમાં ડૂબકીઓ લગાવી રહી હતી.

ખરીદીનો બધોજ સામાન ગાડીમાં ગોઠવાયો ને ગાડી એની મંઝિલ તરફ આગળ વધી રહી. જેમ -જેમ મંઝિલ નજીક આવી રહી હતી તેમ -તેમ શમીમાંનું બાળમન ચિત્ર વિચિત્ર અનુમાનો અને કલ્પનાઓ ઉભી કરી રહ્યું હતું. શેખ સાહેબના પેટમાં તેજ ચાકુ ખૂંપી દેતા એના નાનકડા હાથ, શેખ સાહેબની પથારી પર લોહીમાં લથપથ પોતાનું શબ, શેખ સાહેબનો ભયજનક રાક્ષસી હાસ્ય વાળો ચ્હેરો, સમુદ્રના ઉંડાણો માં ઘૂંટાતો એનો શ્વાસ...

ભયથી મીંચી દીધેલી બન્ને આંખો પર ટકોરા મારતો ગાડીનો દરવાજો ખુલવાનો ધ્વનિ સંભળાયો. શમીમાં એ ધીરે રહી આંખો ઉઘાડી. નીચે ઢાળી દીધેલી પાંપણો સાથે એનું નિર્જિવ શરીર એની નિર્જિવ આત્માને જહન્નમ સમાન જીવનમાં પ્રવેશવા ખેંચી રહ્યું. આંખો એ નિયઁત્રણ ગુમાવ્યું અને ખારો સમુદ્ર ખરખર ખરી ગયો.

નાની બાળકીઓના ખડખડાટ હાસ્યથી એ નાનકડી મૃતઆત્મા ફરીથી સજીવન થઇ ઉઠી. પોતાની કલ્પના સૃષ્ટિના અંધકારમાંથી ધીરે રહી એક ડોકિયું આસપાસની વાસ્તવિકતા ઉપર કર્યું. શું એ ફરીથી એજ સ્વ્પ્ન બીજીવાર નિહાળી રહી હતી ? ફરીથી શાળાની એ જ નાની બાળકીઓ વચ્ચે પ્રાંગણમાં કઈ રીતે આવી ઉભી ? બધીજ નાનકડી બાળકીઓ આ રીતે શેખ સાહેબને પ્રેમથી શા માટે વીંટળાઈ રહી ? પાછળ ચળકતા શાળાના નામના પાટિયા ઉપર શેખસાહેબ ને એમના પરિવારની તસ્વીર શા માટે જડાઈ હતી ?

પાટિયા ઉપર ની તસ્વીર નિહાળવાંમાં ખોવાઈ ચૂકેલી શમીમાં ને શેખ સાહેબનો ઊંચો કદાવર અવાજ પાછળ થી સંભળાયો :

"હમારી બિવિ ઔર બચ્ચી.... દોનો ખુદા કે પાસ હે... આજસે આપ ભી હમારી હી બચ્ચી હે... ઈન સબ કી તરહ... આપ યહાં રહોગે ઈન સબ કે સાથ હમારી બોર્ડિંગ સ્કૂલ 'જન્નત' મેં ...."

શમીમાંની આંખો ચમકી. એણે ફરીને પહેલીવાર વિશ્વાસ જોડે ધ્યાનથી શેખસાહેબનો ચ્હેરો જોયો. અમ્માની વાર્તા વાળી પરી રૂપ બદલીને તો નહિ આવી હોય ? ભીનાયેલી આંખો જોડે એ શેખ સાહેબને વળગી પડી. એનો માસુમ હાથ થામી શેખસાહેબ એને પોતાની બોર્ડિંગ સ્કૂલ 'જન્નત'માં નવી વિદ્યાર્થીની તરીકે ની નોંધણી કરાવવા લઇ ગયા.

ખુદા તો દરેક માનવીને ફરિસ્તાનું સ્વરૂપ આપીજ સૃષ્ટિ પર મોકલાવે છે. પણ મોટાભાગના માનવીઓ એ રૂહાની સ્વરૂપ ત્યજી હેવાનિયત અને દાનવતા નેજ અપનાવે છે. સ્વર્ગ સમી પૃથ્વીને નર્ક બનાવવા જ્યાં ચારોતરફ અગણિત દાનવતા વ્યાપ્તિ જઈ રહી છે, ત્યાં હજી કોઈ અજાણ્યા ખૂણાઓમાં શેખસાહેબ જેવા માનવ કણો એ નર્કમાંથી થોડું ઘણું સ્વર્ગ રચવાં પ્રયત્નશીલ છે અને કદાચ હજી સુધી આ પૃથ્વી જો ટકી રહી છે તો કદાચ એ માનવતાના આ વધેલા અવશેષો સમા નહિવત માનવ અવતારો ને કારણેજ !

પોતાની પત્ની અને બાળકીના મૃત્યુ પછી પોતાની અગણિત ધનસંપત્તિ 'ધર્મ'ની સેવા પાછળ ખર્ચવાનું નક્કી કરી ચૂકેલા શેખસાહેબે વિશ્વ માં ઉપસ્થિત અનંત ધર્મસ્થળોમાં અન્ય ધર્મસ્થળો ઉમેરવાની જગ્યા એ ખુદાની ઉપાસના કરવા આ એક વિશિષ્ટ જ ધર્મસ્થળ રચ્યું છે. દુનિયાના ખૂણે ખૂણેથી એની લાચાર બન્દીઓને કોઈ પણ ધર્મના ભેદભાવ વિના, 'જહન્નમ' સમા જીવનથી છૂટકારો અપાવી એ પોતાની આ 'જન્નત'માં લઇ આવે છે. અને ઈશ્વરના ઘરમાં પોતાનું સ્વર્ગ મેળવવાં આનાથી સુંદર બંદગી થઇ શકે ખરી ?

'માનવધર્મ એજ સાચો ધર્મ '


Rate this content
Log in

Similar gujarati story from Crime