Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

4  

Pravina Avinash

Inspirational

એક ડગ ધારા પર પ્રકરણ ૫

એક ડગ ધારા પર પ્રકરણ ૫

5 mins
14.7K


કંકુ - ૫

એક દિવસ તેની સાથે રમતી કંકુ આવી. ખૂબ શાંત જણાતી હતી. શાન તેને પોતાની સાથે ઉપર લઈ ગઈ. કંકુ બન્ને જણ એકલા હતા તેથી, તેનામા હિંમત આવી ને કહે, શાન દીદી હું ચૌદ વર્ષની થઈ મને મારી મા ભણવાની ના પાડે છે. મને ખૂબ ભણવું છે. અમે સુથાર જાતના છીએ. અમારામાં દિકરીઓને બહુ ભણાવે નહીં.

પંદર કે સોળની થાય ત્યાં પરણાવી દે. હજુ તો તેનું બાળપણ ગયું ન હોય ત્યાં બે નાના બાળકની મા થઈ જાય. બાકીની જીંદગી ઘરકામ, પતિ અને બાળકો સાથે પૂરી કરવાની. આજે ૨૧મી સદીમા જ્યાં સ્ત્રી અવકાશમાં જતી હોય, દરેક ક્ષેત્રમાં પ્રવિણતા પામી હોય ત્યાં દીદી મારા હાલ જુઓ.

શાન કંકુની અવિરત વાણી સાંભળીને ચકિત થઈ ગઈ. નાના ગામમા રહેતી કંકુ જગની વાતોથી વિદિત છે. તેને પોતાને પણ કાંઈ કરીને, બનીને જીવવું છે. ઘરના વડીલનેતો સમજાવાય કિંતુ નાના નાની કે દાદા દાદી તોબા રે તોબા. તેમનેતો હળાહળ કળિયુગ દેખાય. કંકુને શાંત કરી પાણી પિવડાવ્યું. આમ પણ શાન હતીજ એવી કે કોઈને પણ તેની પાસે આવીને વાત કરવાનું મન થાય. પરિચય ખૂબ ઝૂઝ હતો. લાગણી અને પ્રેમ

સમયના બંધનમા નથી. જ્યાં દિલના તાર જોડાય ત્યાં સમય ટૂંકો યા લાંબો એ અતિ મહત્વનું નથી. શાન વિચારમાં ડૂબી ગઈ. તેને માટે તો આ એકદમ નવી પરિસ્થિતિ હતી.

કંકુએ પોતાના તથા પોતાના ભાઈના જુદા જુદા નિયમો પંણ ટુંકમા કહી બતાવ્યા. શાન કાપોતો લોહીન નિકળે એવી અવસ્થામા હતી. આમ તો તે પણ બાળક હતી. જુવાનીમા પ્રવેશ કરી ચૂકી હતી. છતાંય આવી વાત સાંભળીને કાંઇ ઉત્તર ન આપતા કંકુને વિશ્વાસમા લીધી. કહે, તું શાંત થા, ઘરે જા આપણે કાલે વાત કરીશું. કંકુ ઘરે ગઈ.

આશા બંધાઈ કે શાન દીદી તેને જરૂર કોઈ માર્ગ બતાવશે.

--

 

કંકુ તો ઘરે ગઈ પણ શાનની નિંદર સાથે લેતી ગઈ. ઘણા પ્રયત્ન કર્યા શાને અને વિચારમા ગરકાવ થઈ ગઈ કે આવું પણ બની શકે. શહેરમાં રહેલી, જન્મેલી, મોટી થયેલી શાનની કલ્પના બહારની વાત હતી. વિચારમાં ને વિચારમાં ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પણ પડી નહીં. રાતના નિંદર મોડી આવી તેથી સ્વાભાવિક છે સવાર પણ મોડી પડી. નાની સવારની ચા પી રહ્યા હતા 'આજે મારી દિકરી ખૂબ શાંતિથી સૂતી છે.' તેમને ક્યાં ખબર હતી કે શાનના દિમાગમાં શું ગડમથલ ચાલે છે.

સવારે ઉઠી મોં સાફ કરીને આવી શાન નાનીના ખોળામા લાડ કરવા આવી. નાનીને અચરઝ તો થયું પણ કાંઈ બોલ્યા વગર તેના માથામા વહાલથી હાથ પસવારવા લાગ્યા. ધીરે રહીને ગરમ કેસર બદામવાળા દૂધનો ગ્લાસ પકડાવ્યો.

દૂધ પીતા શાન કહે હેં નાની પંદર વર્ષની ઉંમરે લગ્ન થાય ખરા? હવે નાની ચમક્યા. શું વાત કરે છે બેટા! હા, કાલે કંકુ કહેતી હતી. હવે તેણે ભણવાનું છોડવું પડશે અને તેના માતા પિતા તેને પરણાવી દેશે. નાની શાનને સમજાવવા લાગ્યા. બેટા સુથાર જાતિમા દિકરીઓને ભણાવે ઓછું. તેઓ દિકરીઓને 'સાપનો ભારો ગણે.' બોલતાતો બોલાઈ ગયું પણ પછી શાનને સમજાવતા નેવના પાણી મોભે ચડ્યા. નાનીને પસ્તાવો થયો પણ તીર કમાનમાંથી છૂટી ગયું. પરિણામ જગજાહેર છે. ખૂબ પ્રેમથી નાની શાનને સમજાવી રહ્યા હતા.

શાન વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. જીવનમા પહેલીવાર તેના ડગ થરક્યા. તે ખૂબ નાની પણ ન હતી તેમ જ મોટી પણ નહી. કિંતુ તેના માનસ પર ઉંડી છાપ પડી. હવે કંકુ ને શું કહી સમજાવવી. નાની કહે બેટા આ તેના ઘરની વાત છે. આપણાથી કાંઈ ન કહેવાય. કિંતુ શાન તે માનવાને તૈયાર ન હતી.

કંકુ આવી તેને શાન ઉપર ભરોસો હતો . શાન દીદી શહેરની છે, સુંદર છે. કુશળ છે. શાન કહે ચાલ ને આપણે તારા માતા પિતા પાસે જઈએ. બંને કંકુને ઘરે આવ્યા. શાનની પ્રતિભા અસરકારક નિવડી. ધીરે ધીરે કંકુની મા જમનાને વિશ્વાસમા લીધી. શહેરની વાતો કરી. વિનમ્રતા અને સાલસતા જમનાને જચી ગયા. શાન પછી શાળાની પોતાની ડોક્ટર બનવાની મહેચ્છા વિગેરે વિગેરે જનાવી રહી હતી. એકદમ જમના પણ બોલી ઉઠી, અરે મારી કંકુને પણ ડોક્ટર થવું છે. બસ શાન સાવધ થઈ ગઈ. હા, માસી કંકુ ભલે નાના ગામમાં રહે છે. પણ ખૂબ હોંશિયાર છે. હવે તો ગામમા પણ કોલેજ શરૂ થઈ ગઈ છે.

વડોદરા તો ૩૦ કિલોમિટર દૂર છે. એસ.ટી. બસની સગવડ છે. હું પણ કદાચ વડોદરા ભણવાની છું.  વાતોનો દોર બંધાતો ગયોને કંકુની મા સ્વપનામાં ડૂબતી ગઈ. તીર નિશાના પર બરાબર લાગ્યું હતું. જમનાને વિશ્વાસમા લીધી. પચાસ ટકા કામ થઈ ગયું.

શાનને ખબર હતી પોતાને ત્યાં મમ્મી પપ્પાને કેવી રીતે પટાવી શકતી હતી. રાતના કંકુના પિતા જગાભાઈ વખારેથી ઘરે આવ્યા. જમનાએ તેમની ભાવતી વાનગી પીરસી. કામકાજ પરવારીને આવીને વત છેડી. આજેતો બાજુવાળા શારદાબહેનની ભાણી આવી હતી. આપણી કંકુને તેની જોડે બેનપણા થઈ ગયા છે. ભણવામા આપણી કંકુ શહેરની છોકરીની બરાબરી કરે તેવી છે. અરે, સાંભળો છો? કંકુને ભણવું છે. શામાટે પરણાવવાની ઉતાવળ કરવી. ટી.વી. માં જુઓ છો ને છોકરી હવે છોકરાઓની હારોહાર બધા કામ કરે છે. ભગવાને આપણને એક છોડી આપી છે. ભલેને તેનું ગમતું કરે. પૈસે ટકે તો આપણે સુખી છીએ. ન્યાતમાં છોડીઉ જલ્દી પરણે તેથી આપણે પણ તેમ કરવું શું જરૂરી છે. તમને પણ હતું ને કે હું બે ચોપડી

વધારે ભણી હોતતો તમને હિસાબ કિતાબમાં સહાય કરત. પણ લગન પછી બાર મહિનામાં કાનો આવ્યો ને બીજે વરહે કંકુડી. તમારી મનની મનમાં રહી ગઈ. એ તો ભગવાને હારો દિ દેખાડ્યો અને આપણે બે પાંદડે થયા.

જગાને જમના પર ખૂબ વહાલ. કેમ ન હોય. કાના ને કંકુ જેવા બે સુંદર બાળકો દીધા હતા. જગાના માબાપને ખૂબ આબરૂભેર સાચવતી. તેને પણ થયું કંકુ દીકરી છે તેથી કાંઇ ગુન્હો કર્યો. ભલેને જીવન પોતાની મરજી મુજબ બનાવતી. જગો નવા જમાનાની હવાથી વાકેફ હતો. તે સમજતો હતો કે સ્ત્રી હવે માત્ર રસોડાની રાણી નથી રહી. તેને પણ અરમાન હોય છે. હિંદી ચલચિત્ર જોતો હતો. જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. પોતાની આવી સુંદર દિકરી ભલેને ભણતી. કહ્યાગરી, ઘરકામમા પાવરધી પણ છે. તેનું હૈયું ઠારીશ તો તના આશીર્વાદ પામીશ. જમનાની કેળવણી અને સંસ્કાર પર તે મુસ્તાક હતો. જમનાને સાતે કોઠે ટાઢક થઈ. સવારે કંકુ ઉઠે ત્યારે સારા સમાચાર આપવા તલપાપડ થઈ રહી અને વિચારમાં આંખો મીંચાઈ ગઈ.

કંકુને તો કાંઈ જ ખબર ન હતી. ભણવા મળશે કે પરણવું પડશે તેની દ્વિધામાં આકાશના તારા ગણતી રહી. શાન ને ઢાઢસ બંધાઈ હતી. તેને વિશ્વાસ હતો કે કંકુની મા જમનામાસી જરૂર કાંઈક કરશે.

----- 

શાનનો આનંદ માતો ન હતો. કંકુના માતાપિતા તેને ભણાવશે તે જાણીને ખુશ હતી. બસ હવે શાળા ખુલવાના બહુ દિવસો બાકી ન હતા તેથી ઘરે જવા ઉંચીનીચી થઈ રહી હતી. નાનીમાને શાને બધી વાત વિસ્તાર પૂર્વક કહી. નાની શાનથી ખૂબ પ્રભાવિત થઈ. કંકુ પણ દિવસ ચડતા આવી પહોંચી. શાનને ગળે

વળગી અને ખુશી વ્યક્ત કરી. આગળ ભણવા મળશે તે વાત તેની કલ્પનાની બહાર હતી. જે શાનના વાક્ચાતુર્યથી હકિકતમાં ફેરવાઈ ગઈ.

આજે શાન પાછી પોતાને ત્યાં જવાની હતી. નાના નાનીને ગળે વળગી. કંકુની આંખો બોલી રહી હતી. આંસુને સંતાડવાની લાખ કોશીશ કરી પણ તે સરી પડ્યા. શાનને વચન આપ્યું કે મહેનત કરીને સારા ગુણાંક મેળવીશ. શાન હવે ઘરે જવા માટે તૈયાર હતી. નાના, નાની અને કંકુની સંગતમા રજાના દિવસો સરસ રીત

પસાર થયા.

ઘરે આવી મમ્મી, પાપા, ભાઈ દાદા, દાદી બધાને મળી ખૂબ ખુશ થઈ. મમ્મીને કંકુની વાત વિગતે જણાવી. મમ્મીના માનવામા ન આવ્યું. વહાલથી શાનને ભેટી તેની આવડતની તારિફ કરી. બસ આજે રવીવાર હતો. કાલથી શાળા શરૂ થવાની હતી. શાળાનું છેલ્લું વર્ષ, સારા ગુણાંક મેળવવા, સારી કોલેજમાં જવું બધા મનસૂબા કરતી શાન સૂઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational