Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સફરના સાથી-૬
સફરના સાથી-૬
★★★★★

© Dr.Riddhi Mehta

Drama Romance

3 Minutes   632    47


Content Ranking

(વિવાન સુહાની ને પ્રપોઝ કરે છે ત્યારે સુહાની સામે જવાબ આપતા રડતા રડતા કહે છે.)

સુહાની કહે છે મારા ઘરેથી ક્યારેય આ મેરેજ માટે તૈયાર નહીં થાય...ખાસ કરીને મારા પપ્પા અને મારો ભાઈ.

તે લવ મેરેજ અને એ પણ આપણા ઈન્ટરકાસ્ટ મેરેજ માટે ક્યારેય નહિ હા પાડે. અને હુ ક્યારેય એમની વિરુદ્ધ ભાગીને મેરેજ કરવા વિચારતી નથી. એટલે જ હુ તને બહુ જ પ્રેમ કરતી હોવા છતાં ક્યારેય તને જતાવ્યુ નથી.

મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે. તે મારી દરેક ઈચ્છા પુરી કરે છે. પણ આ વાત માટે તે ક્યારેય તૈયાર નહીં થાય.કદાચ મને દુઃખી જોઈને તે હા પાડવા ને બદલે એ તને નુકશાન પહોંચાડી શકે એ હુ ક્યારેય નહી સહન કરી શકુ.

તેથી આ વાત ને આપણે અહીં જ ભુલી જઈએ. અને મન ને મનાવી લઈએ.

વિવાન દુઃખી બહુ જ થયો હતો પણ તે સુહાની વધારે દુઃખી જોવા નહોતો માગતો તેથી તે મન કઠણ કરી ને હસવા લાગ્યો. તેને જોકસ કહેવા લાગ્યો.અને સુહાની ને કેન્ટીનમાં નાસ્તો કરવા લઈ ગયો જાણે કાઈ થયું જ ના હોય એમ!!!

વિવાન ની આ આદત તો સુહાની ને બહુ પસંદ હતી તે ભલે ગમે તેટલો દુઃખી હોય પણ સામેવાળાને તો ખુશ કરી ને જ રહે!!!

આ ચક્કર મા તેમના બે લેક્ચર જતાં રહ્યા હતા પછી બાકીના લેક્ચર મુડ ના હોવા છતા ભર્યા.

પછી ધીમે ધીમે એ લોકોએ પોતાની જાત ને બહાર થી તો સમજાવી દીધી. પણ મન નહોતું માનતુ.

થોડા સમયમાં ફાઈનલ એકઝામ હતી એટલે બધા તૈયારી કરવા લાગ્યા.

* * * * *

ફસ્ટ યરની ફાઈનલ એકઝામ પતી ગઈ એટલે વેકેશન પડી ગયું. બધા ઘરે જતાં રહ્યા વિવાન અને સુહાની થોડા દિવસે ફોન પર અને મેસેજ મા વાત કરતા.

થોડા દિવસ માં રિઝલ્ટ આવી ગયું બંને ડિસ્ટિક્સ સાથે પાસ થયા. બસ પછી થોડા દિવસ માં સેકેન્ડ યર ચાલુ થઈ ગયું. પણ એ બંને ની ફેન્ડ શીપ એમ જ હતી .

* * * * *

......બે વર્ષ પછી.... ફાઈનલ યર........

બે મહિના બાકી છે એક્ઝામ ના. બધા ફાઈનલ યર હોવાથી સિરીયસલી મહેનત કરે છે.તેમાથી જેમને માસ્ટર કરવાનુ છે તે બધા એન્ટરન્સ એક્ઝામ ની પણ સાથે તૈયારી કરી રહ્યા છે .

વિવાન પણ એન્ટરન્સ ની તૈયારી કરવા લાગ્યો છે.કારણ કે તેના તો ઘર માં તેની સારી જોબ એ તેના માટે જરૂરી છે એટલે તેને માસ્ટર કરવુ હતું સારી કોલેજમાંથી.

આ બાજુ સુહાની નુ તો કાઈક અલગ જ પ્લાન છે. તેની મોટી બહેન લંડન હોવાથી તેના પપ્પા તેને પણ ત્યાં મોકલવાનો પ્લાન કરે છે તેથી તેનુ સ્ટડી આગળનુ ત્યાં જ થવાનું છે અને કદાચ પરમાનેન્ટ રહેવાનો પ્લાન પણ હોઈ શકે!!

કોલેજમાં રીડિંગ વેકેશન છે પણ અડધા હોસ્ટેલમાં જ વાંચવા રોકાયા છે.

સુહાની અને વિવાન સાથે રોજ સાથે લાઈબ્રેરીમાં બેસી ને વાચે છે. એ લોકો સાથે છે ત્યાં સુધી પોતાનો ટાઈમ ભણવાની સાથે એક બીજા સાથે સ્પેન્ડ કરવા માગે છે કારણ કે એમનુ ભવિષ્ય તો અત્યારે ભગવાન સિવાય કોઈ જાણતુ નથી.

*. *. *. *. *.

........બે મહિના પછી,

આજે બધા ને છેલ્લુ પેપર છે. પેપર પતે એટલે બધા ઘરે જવા માટે તૈયારી સાથે આવ્યા છે.

બધા ને સાથે દુઃખ પણ છે કોલેજ લાઈફ એન્જોયમેન્ટ ની લાઈફ હવે પુરી જશે. અને ફરી હવે બધા ફ્રેન્ડસ ક્યારેય મળશે કે નહી એ પણ કોઈને ખબર નથી.

આ બધા વચ્ચે વિવાન અને તેનું ગૃપ બધા પેપર પુરૂ થાય એટલે મળવાના છે.

પેપર પુરુ થતા બધા મળે છે અને છુટા પડે છે.

છેલ્લે સુહાની અને વિવાન એકલા મળે છે. બંને થોડા અપસેટ હોય છે કારણ કે હવે બે મહિના પછી સુહાની નુ લંડન જવાનું ફિકસ થઈ ગયું છે. જ્યારે વિવાન નુ એન્ટરન્સ એકઝામ આપી ને તેના રિઝલ્ટ પર આગળ નુ ફ્યુચર નક્કી થવાનું છે.

સુહાની વિવાન ને એક વાર હગ કરીને કહે છે કદાચ હવે આપણે લાઈફમાં ક્યારેય મળીશું કે નહી કે આ કદાચ તેમની છેલ્લી મુલાકાત પણ હોય એ તો બંનેમાં થી કોઈનેય ખબર નથી પણ આપણી દોસ્તી લાઈફ ટાઈમ આવી જ રહેશે.

આવી રીતે આંખો માં આંસુ સાથે બંને છુટા પડે છે.......

અને બંને ને ઘરેથી લેવા માટે આવ્યા હોવાથી ઘરે જવા નીકળી જાય છે

શું વિવાન અને સુહાની હવે ફરી ક્યારેય પાછા મળશે કે હંમેશાં માટે અલગ થઈ જશે???

જાણવા માટે વાચતા રહો આગળ નો ભાગ સફરના સાથી ભાગ-૭

love friendship exam

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..