Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Romance Tragedy

4  

Irfan Juneja

Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૧૪

હમ તુમ્હારે હૈ સનમ - ૧૪

7 mins
13.7K


અરમાન સારાની ઘરે આવ્યો હોય છે. બહાર ફળિયામાં આયત અને અરમાન બેઠા હોય છે. ઘરમાં લગ્નની વિધિઓ થતી હોય છે.

"આયત એક વાત પૂછું... પૂછો શું...?"

"હા બોલો શું?"

"તમારો હાથ પકડી ને લઇ જાઉં અહીંથી?"

"ક્યાં લઇ જશો...?"

"મૌલવી સાબના ઘરે... એમને કહીશ નિકાહ પઢાવી દો..."

"મૌલવી સાબ ના કહેશે તો?"

"તો ખુબ આજીજી કરીશ..."

"તમે આજીજી કરશો તો મૌલવી સાબ કહેશે.. બેટા પ્રેમ પર કોઈનો કન્ટ્રોલ ન હોય. પણ નિકાહમાં હાજર રહેવાનો અધિકાર મા બાપનો છે. એમને લઈને આવો પછી જ પઢાવીશ..."

"એવું એમ..."

"અરમાન મને એવું લાગે છે કે તમે હંમેશા સાચું બોલો છો પણ આ ખોટું હતું હેને?"

"આયત વાત તો સાચી હતી પણ દિલથી નથી પૂછ્યું..."

"મને ખબર જ હતી. હું તમને મળી નહોતી ત્યારથી જાણતી હતી કે તમે મારી આબરૂના રખેવાળ છો..."

અરમાન એના આ શબ્દો સાંભળી મનમાં ખુશ થાય છે. એની ખુશી ચહેરા પર સરી આવે છે. આયત પણ એને આમ જોઈને ખુશી અનુભવે છે. આયત પોતાનો હાથ આગળ કરે છે.

"લો અરમાન પકળી લો મારો હાથ.. અને લઈજાઓ તમારે જ્યાં લઇ જવી હોય ત્યાં. મૌલવી સાબ ને ત્યાં કેહસો કે અદાલતમાં હું તમારી સાથે આવીશ.. બસ પછી તમે જાણો અને ખુદા જાણે..."

અરમાન ત્યાં ખાટલા પરથી ઉભો થાય છે. પીપળનું પાન તોડતા બોલે છે.

"અક્રમએ એવું માની લીધું છે કે આપણે કાંતો કોર્ટ મેરેજ કરી લઈએ અને કાંતો મરી જઈએ બીજો કોઈ રસ્તો છે નહિ."

"અરમાન એતો ખુદાની મરજી... અત્યારથી એ વિષે ન વિચારો..."

આટલામા પાછળથી પેલો છોકરો આવે છે જે આયત ગીત ગાયી રહી હોય છે ત્યારે આવ્યો હતો એ...

"તુમ જો આયે જિંદગી મેં બાત બંધ ગઈ... ગાઓ ગાઓ શું ગાતી તું..."

આયત ઉભી થઇ ને અરમાન પાસે આવી જાય છે.

"કોણ છે આ?"

"અરમાન આ સારાનો કઝીન છે. શાદીમાં આવ્યો છે..."

"ઓહો... મેડમ તમે તો માહિતી પણ મેળવી લીધી... નામ પણ પૂછી લેવું હતું ને..." અરમાન એને ગુસ્સાથી જુવે છે.

"આયત સારા ને બોલાવ..."

"ઓય ભાઈ... તને બહુ છોકરીઓ સાથે ગુસલપુસલ કરવાનો શોખ છે... લોકો મને લિયક્ત કહીને બોલાવે છે. મર્દનો બચ્ચો છે તો મારી સાથે વાત કર..."

લિયક્ત બોલતા બોલતા આયત સામે જોતો હોય છે. અરમાન એના હાથથી એક ગાલ પર અંગૂઠો અને બીજા ગાલ પર આંગળી રાખીને મોં દબાવે છે. એટલામાં સારા આવે છે. અરમાન એની નાખ પર જોરથી માથું ભટકાળે છે. લિયક્તની નાકમાંથી લોહી નીકળી જાય છે.

"જો ભાઈ લિયક્ત... આજ પછી આયત બાજુ જોતો નઈ... સારા આને અહીં જ રાખજે. હું આયતને ઘરે મૂકીને આવું છું..."

અરમાન આયતને મૂકવા ઘરે જતો હોય છે.

"અરમાન તમે ના જશો... અને ઝઘડો ના કરતા... એના પપ્પા પોલીસમાં છે. વાંક વગર તમને ફસાવી દેશે..."

"આયત તું આજે કસમ ન આપતી... હું આજે જઈશ... એની પાસે... તને કોઈ જુવે એનો મને વાંધો નથી પણ ગંદી નજરથી જુવે તો એની જોવાની હિંમત કેમ થાય..."

અરમાન આયતને મૂકીને ત્યાં જાય છે. સારા ના ઘરે એના મામા જે પી.એસ.આઈ હોય છે. એ પણ ત્યાં આવી ગયા હોય છે. સારા અને એના અમ્મી કહે છે વાંક લિયક્તનો છે પણ લિયક્તના પિતા ગુસ્સે હોય છે કે મારા છોકરાને માર્યો કેમ.

એટલામાં જ સારાના ઘરની ડેલી ખખડે છે. કોઈ ખોલતું નથી તો અરમાન જોરથી ધક્કો મારીને અંદર આવે છે.

"મારું નામ અરમાન છે. મારે લિયક્તને મળવું છે ક્યાં છે એ..."

"તે લિયક્ત પર હાથ કેમ ઉપાડ્યો?"

"એને પૂછો એને કર્યું છે શું... બહાર લાવો એને ક્યાં છુપાઈને બેઠો છે ?"

"તને ખબર છે હું કોણ છું ?"

"અંકલ તમે મને લિયાકતને સોંપી દો નહિતર હું અહીંથી હલીશ પણ નહિ..."

"ચાલ નીકળ હું એને વઢી લઈશ..."

"ઓય... મિસટર વાત સીધી રીતે કર..."

પોતાનું અપમાન સહન ન થતા લિયક્તના પિતા એ એને બહાર બોલાવ્યો. લિયક્ત ડરતા ડરતા બહાર આવ્યો.

"જો ભાઈ લિયક્ત. કોઈ એમ કહેને કે અમે પ્રેમમાં છીએ તો એમની વચ્ચે ન પડો. એ તમારી આ મતલબી દુનિયાના નથી. એ અલગ જ દુનિયામાં જીવવા વાળા લોકો છે. એમની ઈજ્જત કરો. આજે તો જાઉં છું પણ હવે પછી ક્યારેય આવી ભૂલ ન કરતો..."

અરમાન આટલું કહીને ત્યાંથી નીકળી જાય છે. એ સમજે છે કે સારાના ભાઈના લગ્ન છે તો ઝઘડો મોટો ન થાય. એના જતા જ લિયક્તના પપ્પા એને એક તમાચો મારે છે. આથી લિયક્તના મનમાં અરમાન માટે ઝેર ભરાય છે. અહીં આયત ઘરે બેઠી બેઠી ચિંતા કરી રહી હોય છે. એટલામાં માં આયતના ઘરની ડેલી ખખડે છે. આયત દોડતી આવે છે અને ડેલી ખોલે છે. અરમાન સામે હોય છે.

"તું ડરી ગઈ તી ને કે હું જઈશ તો ઝઘડો કરીશ... હું ઝઘડો નથી કરીને આવ્યો. એને સમજાવીને આવ્યો છું. હવે તો ચિંતા ન કર..."

"તમે અંદર આવી જાઓ ઠંડી બહુ છે..."

"ના હવે હું નીકળીશ..."

"આટલી રાત્રે રાજકોટ જશો...?"

"હા રાજકોટમાં તો અત્યારે દિવસ ઊગશે..."

"સારું તો સાચવીને જજો..."

"હા તું પણ ધ્યાન રાખજે..."

"સાંભળો કાલે ન આવતા..."

"કેમ ?"

"એક દિવસની રજા લઈલો..."

એટલામાં પાછળથી આયતના અમ્મી આવે છે. એના માથામાં ટપલી મારે છે.

"કેટલીવાર બૂમો પાડી કે દરવાજે કોણ છે. જવાબ કેમ નથી આપતી... અને અરમાન તું અંદર આવી જા... આમ અમારી ઈજ્જતનો અડધી રાત્રે તમાશો ના કર..."

"ના માસી હું નઈ આવું અંદર..."

"તો જા ઘરે તારા એમ કરી ને ડેલી બંધ કરી દે છે."

આયત સુવાની કોશિશ કરે છે પણ એને નીંદર નથી આવતી. એ રાત્રે એક વાગે ડેલી ખોલે છે. અરમાન ત્યાં ડેલીની બહાર જ સૂતો હોય છે. આયત એને જોઈ ખુબ દુઃખી થાય છે. એની આંખોમાંથી આંસુ સરી પડે છે.

"અરમાન મને પાપમાં ન પાડો... તમે આમ ન કરો... અંદર આવી જાઓ..."

"આયત અમ્મીએ તને ફરીવાર મારી ?"

"ના નથી મારી..."

"હું એટલે જ રોકાઈ ગયો..."

"અરમાન હવે અમ્મી મારે તો તમે ના રોકાતા પ્લીઝ..."

"આયત અમ્મીને કેજે હવે બીજીવાર મારી સામે તને હાથ ન લગાવે..."

"હા અરમાન નઈ લગાવે. રાતનો દોઢ વાગ્યો છે. અંદર આવી જાઓ ક્યાં જશો...?"

"મને યાદ આવી ગયું આયાત મૌલવી સાબ એ કહ્યું હતું એમને ત્યાં રોકાઈ જાઉં અને ફજરની નમાજ પઢીને નીકળી જાઉં."

"ચાલ આયત હવે હું જાઉં છું તું સુઈ જા..."

અરમાન ત્યાંથી મૌલવી સાબના ઘરે જઈને સૂવે છે. આયતથી અરમાનનું દુઃખ સહન ન થયું એ છત પર જાય છે. ધાબે પોષ મહિનાની ઠંડીમાં કઈ પણ ઓઢયા વગર ખુલ્લામાં બેસે છે.

સવારે ચાર વાગે મૌલવી સાબની આંખ ખુલે છે એ જુવે છે અરમાન ઓરડાની જગ્યાએ ફળિયામાં સૂતો છે કઈ પણ ઓઢયા વગર એ એમની રજાઈ લઈને એને ઓઢાડે છે.

સવારે અજાન બાદ આયતના અબ્બુ સુલેમાન બહારગામથી પાછા ફરે છે. એના અમ્મી આવતા જ ચાલુ થઇ જાય છે.

"એ આવ્યો હતો. તમે ઘરે રેહતા હોય તો..."

"રુખશાના હવે તો એક જ રસ્તો છે કાંતો હું મરી જાઉં ને કાંતો એને ગોળી મારી દઉં... આ શું રોજની લપ... મારે કામે તો જવું પડે ને..."

એટલામાં આયતની નાની બેન નમાજ પઢીને આવે છે.

"અમ્મી દીદી રૂમમાં નથી... રાત્રે નીંદર નહોતી આવતી તો એ જાગીને બાર નીકળી હતી..."

આયતના અમ્મી ઘરમાં બધે એને શોધે છે. એ ક્યાંય નથી દેખાતી. એના નાના બાળકોને મારી મારીને પૂછે છે કે રાત્રે એ ગઈ તો દરવાજો કોને બંધ કર્યો તો. પણ બધા ના પાડે છે.

"સુલેમાન એ લઇ ગયો આપણી દીકરીને... હવે તો બધું લૂંટાઈ ગયું." એમ કરીને ભેંકનો તાણે છે.

"રુખશાના તું ચૂપ થા હું બહાર જોઈને આવું છું..."

સુલેમાન આયતને શોધવા બાર નીકળે છે. અરમાન પણ નમાજ પઢીને રાજકોટ જવા ચોકમાં આવતો હોય છે. સુલેમાન એને જોતાં જ મારવા દોડે છે. અરમાનને ભીતમાં દબાવીને ગાલ પર ચાર-પાંચ થપ્પડ લગાવી દે છે.

"બોલ ક્યાં સંતાડી છે મારી બેટીને?"

"માસા તમે મને મારી લો પણ આવું ન બોલો... એની હું ઈજ્જત અને વિશ્વાસ કરું છું. તમારી તો દીકરી છે તમને નથી વિશ્વાસ...?"

"તે જ ભગાડી છે એને..."

"માસા એ ઘરે જ હશે... ચાલો ઘરે આપણે શોધીએ..."

બંને આયતના ઘરે આવે છે. રુખશાના ભેકળો તાણી રહી હોય છે. અરમાન ને જોતા જ છાતી પીટવા લાગે છે. અરમાન નજર ધાબા તરફ કરે છે. રુખશાના દોડતી ઉપર જાય છે. આયત ધાબે એક ખૂણામાં બેઠી હોય છે.

"આયત કમીની... અહીંયા શું કરે છે..." એમ કહી થપ્પડ મારવા જાય છે.

"અમ્મી ના મારો... તાવ આવી ગયો છે."

એના અમ્મી કપાળ જુવે છે. આયતને ભારે તાવ હોય છે. એને લઈને એ નીચે આવે છે. આયતના આબુ શરમના મારે નીચે જુવે છે. આયત અરમાનને જુવે છે.

"તમે આજે ફરીવાર માર ખાઈને આવ્યા છો? તમારા હોઠ પાસે લોહી છે..."

અરમાન કંઈ જ બોલ્યા વગર પાછો નીકળે છે. આયતના અબ્બુ એને રોકતા બોલે છે.

"બેટા રોકાઈ જા ચા નાસ્તો કરી ને જજે..."

અરમાન કઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે. આયતના અબ્બુ એના અમ્મીને કહે છે.

"મેં બિચારાને વાંક વગર કેટલો માર્યો.. લોહી નીકળી ગયું..."

આટલું સાંભળતા જ આયત જાણીને દરવાજાની ધાર પર પોતાનું મોઢું અથડાવે છે. એને પણ હોઠ પાસે લોહી નીકળે છે. એ આંગળી ફેરવી લોહી જોઈને એક સ્મિત આપે છે.

અહીં અરમાન પેલા રિક્ષાવાળા કાકા સાથે જતો હોય છે. રસ્તામાં એ કહે છે.

"ચાલો કાકા આજે હું ચા પીવડાવું પછી જઈએ આપણે બસ સ્ટેશન..."

"હા ચાલો બેટા..."

રિક્ષાવાળા કાકા અને અરમાન ચા પિતા હોય છે. ત્યાં ચોકમાં એક ઓપન જીપ્સી આવે છે. જીપ્સીમાં પી.એસ.આઈ.નો છોકરો લિયક્ત હોય છે. એ અરમાનને ઘૂરરાઈને જુવે છે. એના મનમાં બદલાની આગે જન્મ લઇ લીધો હોય છે.

(ક્રમશ:....)


Rate this content
Log in

Similar gujarati story from Romance