Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

મા ! તારી અગ્નિ-પરિક્ષા!

મા ! તારી અગ્નિ-પરિક્ષા!

9 mins
14.6K


રૂપેશ મને જે સંજોગ અને પરિસ્થિતીના એક એવા વાવાઝોડના તોફાનમાં એકલી આવી અવસ્થામાં મુકી અચાનક પલાયન થઈ ગયો ત્યારે મને ઘડી ભરતો એવું લાગ્યું કે મને એ સામો મળે તો તોપને ગોળે હું એને ફૂંકી મારું. કશું કારણ દીધા વગર મને મધ-દરીયે તરછોડી દીધી ! હું સતત રડી, બે દિવસ સુધી કશું ખાવાનું પણ ભાવ્યું નહીં અને મારી ઊંઘ પણ હરામ થઈ ગઈ. અમારા લગ્નને માત્ર વરસ માંડ થયું હશે.

લગ્નબાદ હવાઈમાં હનીમુન કરવા ગયાં હતાં જ્યાં જે આનંદ અને મજા કરી છે જે કદી ભુલી ના શકાય ! લગ્નબાદ પણ ઘરના દરેક કામમાં મને મદદ કરતો અને મને કહેતો ‘જતી, મારી જોબ સારી છે અને પૈસા એટલા સારા મળે છે તો તારે જોબ કરવાની શું જરૂર છે ! બસ જલસા કર !’ પણ મારી એકાઉન્ટન્ટની જોબ ઘણી સારી હતી. મેં કહ્યું: ‘હની, આપણાં બન્નેની જોબ સારી છે તો આપણે ટુંક સમયમાં એક મોટું ઘર અને લેક્સસ કાર ખરીદી લઈ એ.અને પછી…’ ‘તું એમ કહેવા માંગે છે ને કે..પછી “Baby-plan” !’ ‘ તમે પુરૂષો સ્ત્રીના મનને બરાબર જાણતા હો છો’.

મારા પ્રેમાળ મા-બાપનું કાર એકસીડેન્ટમાં કરૂણ અવસાનબાદ હું એકલી પડી ગઈ. મારા કાકા, કાકી અને માસી, માસા અને ફોઈનું કુટુંબ સૌ ને મારા મા-બાપે અહીં અમેરિકા સ્પોન્સર કરી અહીં બોલાવ્યા, એ લોકો ત્રણથી ચાર ચાર મહિના અમારી સાથે રહ્યાં એમને જોબ અપાવવામાં મદદ કરી સૌ સેટલ-ડાઉન થયાં. એ સગાં સૌ સગા જ રહ્યાં ! કદી પણ વ્હાલા ના બની શક્યાં ! મા-બાપના મુત્યું સમયે મારી ઉંમર વીસ વરસની હતી. કોલેજમાં હતી. મારે આ ઉંમરે હુંફની જરૂર હતી , હુંફ તો બાજુંમાં રહીં પણ મારા સગાઓએ કદી મને એમના ઘેર એક દિવસ બોલાવી નથી. નસીબદાર હતી કે મા-બાપની મિલકતમાં ટાઉન હાઉસ હતું અને મા-બાપે બચાવેલી થોડી બચતથી મારું ગુજરાન થતું રહ્યું પણ કોલેજની ફી, કારનો ઈન્સ્યુરન્સ, હોમ ઈન્સ્યુરન્સ, મોરગેજ પેમેન્ટને લીધે પાર્ટ ટાઈમ જોબ કરવી પડી.

દિવસે કોલેજ અને રાત્રે જોબ. ઈકોનોમી એટલી ખરાબ હતી મને નાઈટ-ક્લબમાં વેઈટ્ર્સ તરીકે જોબ મળી. પગાર કરતાં ટીપ્સ મને સારી મળતી હતી. સગાઓ એજ મારી ખોટી વાતો ઉડાડી ! .’જતી તો નાઈટ-કલબમાં કોલ-ગર્લ તરીકે જોબ કરે છે. બહું જ ખરાબ રસ્તે ચડી ગઈ છે ! મા બાપનું નામ બોળ્યું!’ મનમાં આવ્યું એ બધું ઝેર ઓકી કાઢ્યું ! પણ એની કશી દરકાર મેં કરી નહી. હું પવિત્ર છું. હું જે કરૂ છું એ કાંઈ ખોટું તો નથી કરતી. અને આમ જુઓ તો નાઈટ-કલબની ડાન્સર્સ પણ મેરીડ હોય છે છતાં પેટને ખાતર જોબ કરવી હોય છે ! ડાન્સરર્સને પણ પોતાનું કેરેકટર હોય છે. તેમજ નાઈટ કલબને સ્ટેટ લૉ ફોલો કરવા પડે. કોઈ માણસ ડાન્સરને ખોટી રીતે હેરાન કે અંગના કોઈભાગને સ્પર્શ ના કરી શકે. પણ આપનાં સમાજમાં’નાઈટ-કલબ”ની વાત આવે એટલે બધા બસ ખરાબ કેરેકટર્સના !

આવી પરિસ્થિતીમાં મેં કોલેજ પુરી કરી અને ત્યારબાદ મને એકાઉન્ટન્ટ તરીકે જોબ મળી. રૂપેશનો સંપર્ક એક સહેલીના મેરેજમાં થયો. એક વરપક્ષ તરફથી જાનમાં આવ્યો હતો. બે-ત્રણ મુલાકાત અને ઈ-મેલ દ્વારા સતત સંપર્કમાં રહ્યાં બાદ મેરેજ કરવાનો પ્લાન કર્યો. બહુંજ સાદાઈથી અમારા લગ્ન થયાં. પિતાના એક મિત્રે મારા મા-બાપ બની કન્યાદાન કર્યું. સગા બધા રિસાઈને દુર બેઠાં, વ્હાલા વગર આમંત્રણે આવી મારો પ્રસંગ દિપાવ્યો ! અમારા લગ્નથી કોઈ સગા હેપ્પી નહોતા ! અમારા સુખી જીવનની ઈર્ષા આવતી હતી. પણ કોણ જાણે કેમ રૂપેશના મનમાં કોઈ એ એવું ઝેર ભર્યું અને એ હતો કાનનો કાચો. ”જતી, કોલેજ કાળમાં બહુંજ ખરાબ રસ્તે ચડી ગઈ હતી. પૈસા માટે એ “કોલ-ગર્લ” તરીકે કામ કરતી હતી. આ વાતની મને પછી ખબર પડી કે કોઈ સગાઓએ મારી પાછલી જિંદગીને ખોટી રીતે વગોવી. રૂપેશને ચડાવી માર્યો. અને એ મુરખનો સરદાર આવી પરિસ્થિતીતીમાં મને મુકી રાતો રાત ભાગી ગયો !

રૂપેશના આવા અમાનુષ પગલાથી હું પાગલ જેવી બની ગઈ હતી. હવે હું ક્યાં જઈશ ? મને આવી પરિસ્થિતીમાં કોણ રાખશે ! જોબ પર કામમાં મારું ધ્યાન નહોતું રહેતું, ઘણી ભુલો કરી બેસતી. મારી કંપનીએ મને છુટી કરી ! આવી કપરી પરિસ્થિતીમાં ન્યુયોર્કમાં રહેતા બેનપણી. સુલોચના મારે વ્હારે આવી. મને કહ્યું: ‘જતી તું અહીં આવતી રહે, બધા રસ્તા નિકળી જશે.’ મારી હુંડી મારી બેનપણીએ રાધા બની સ્વિકારી.એ બેચલર હતી અને એકલી રહેતી હતી એથી ઘણુંજ સરળ બની ગયું. પાંચ વરસ ત્યાં રહી અને એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી પણ મને ત્યાંની ઠંડીમાં ફાવ્યું નહી.અંતે ટેક્ષાસમાં પાછી આવી.

જેફ, આ મારા જીવનની વાસ્તવિકતા છે, ‘જતી, તું ખરેખર મહાન સ્ત્રી છો. મને તારા માટે દુ:ખને..લા ગ..’ "જેફ, ના મારે માટે દયામણાભરી લાગણી નથી જોઈતી. હું આમાથી ઘણું શીખી છું, દુ:ખ અને દર્દે મને ઘડી છે એથી હું હવે કોઈ પણ પરિસ્થિતીનો સામનો કરી શકું છે. તારી મુલાકાત થઈ તારો પરિચય થયો અને તારા માનવતાના વિચારો મને બહુંજ ગમે છે. મને તે મારા ધંધો ચલાવવામાં ઘણીજ મદદ કરી છે.’ વીલોબ્રૂક-મોલમાં મારું “અમેરિકન કુકી” શૉપ આટલું સરસ ચાલે છે એ તારે આભારી છે.’ "જતી, બહું માખણ ના માર" જેફ હસતાં હસ્તા બોલ્યો. જેફને પણ એજ મોલમાં “સી'સ કેન્ડી”ની શૉપ હતી. બન્ને એકબીજાના બહું જ નજીક આવી ગયાં હતાં. જતીએ વિચાર્યું કે મેરેજ કરતાં પહેલાં મારા પાછલા જીવનથી વાકેફ કરી દઉ જેથી રુપેશે ઉભી કરેલી પરિસ્થિતી ફરી ના આવે !

જેફ, એક છેલ્લી વાત !..’jજતી, મને તારા જીવનની બધી ભૂતકાળની વાત કહેવાની જરૂર નથી, બધુ બરાબર જ છે. હું એટલુંજ કહીશ કે..તું જે છે એજ સાચા રૂપમાં હું તને ચાહું છું. બીજું કશું જાણવું નથી. તું એક જાજરમાન સ્ત્રી છો..’ "જેફ, એ તારી મહાનતા છે.. ; તો બસ જતી તું મને મેરેજનો પ્લાન કેવી રીતે કરવો છે એટલું જ કહે..’ ‘પણ તું એક વાત સાંભળ. તને ખ્યાલ છે કે મે તને એક મારી ઉંમરથી ધણીજ નાની એવી મારી બેનપણીની ઓળખાણ તારી શૉપ પર કરાવી હતી..યાદ છે ? "એજ છોકરી કે જે દર વરસે તારે ત્યાં આવે છે અને રહે છે. હું ધારૂ છું કે એ તારા જેવીજ સુંદર અને દેખાવડી છોકરી..યા..તી નામ છે ખરૂ ને ? હા, જેફ એજ..યતી જેને હું મારી “અપરિણીત સાહેલી” બનાવાની છું." "એ ઘણોજ સુંદર નિર્ણય છે, તેણી નમણી, સુંદર અને પ્રેમાળ છોકારી છે. ધણું સારું કહેવાય.

‘જેફ, આપણે સવારના ૮ થી ૯ ભાગમાં તારી ક્રીસચ્યન વિધીથી અને ૧૧ થી ૧૨ આર્યસમાજમાં હિંદુ વિધીથી. આ વિધીમાં માત્ર નજીકના જ મિત્રોને બોલાવા છે. જેફ તું આ બધી વાતમાં સહમત છો ને ?" જેફ હસતાં હસતાં કહ્યું ‘યસ, મેમ’. "જતી તું મેનેજમેન્ટમાં ઘણીજ હોશિંયાર છે એ મને બહુંજ ગમે છે. સાંજે આપણું રીસેપ્શન ૭ વાગે હિલ્ટન હોટેલમાં છે તો ત્યાં જવામાં લીમોની વ્યવસ્થા કરી દીધી છે ને ?" "જેફ, એ બધી વ્યવસ્થા યતી કરવાની છે અને એજ માસ્ટર ઓફ સેરિમની કરવાની છે." "સરસ! યતી એક ઉમદા સ્ત્રી છે, તેણી આપણાં લગ્નમાં સખત કામ કરી રહી છે. "કેમ નહી! તેણી મારી એકદમ નજીકની સખી છે".

હિલ્ટન હોટેલમાં સાંજે ૭ થી ૮.૩૦ સુધી કોક-ટેઈલ અવર્સમાં સૌ ગેસ્ટ સમયસર આવી ગયાં સૌની સરભરા, આવકાર એક મીઠા હાસ્યથી યતી કરી રહી હતી. કોક-ટેઈલ્સમાં સ્કૉચ, વિસ્કી, મેક્સીકન ડ્રીન્ક, બીયર, વાઈન તેમજ વિવિધ જાત સૉફ્ટ ડ્રીન્કસ સાથે એપેટાઈઝર્સમાં, ચીકન, સ્પ્રીગરોલ, સમોસા,સલાડ, ફ્રૂટ્સ, નાચો, ઓનિયન, એવાકાડો ડીપ્સ , મીક્સ નટ્સ, કુકી, ક્રેકર્સ, જેવી ઘણી આઈટમ્સ હતી જેથી વેજીટેરીયન્સને પણ મજા પડી જાય ! યતી સમયને નજરમાં રાખી બધું સંચાલન વેડીંગ-કો ઓર્ડિનેટર લીસાને સાથમાં રાખી કરી રહી હતી. ૮.૩૦ વાગે સૌ ગેસ્ટને રેસેપ્શન હોલમાં જવા યતીએ એનાઉન્સ કર્યું. હોલ બહુંજ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. દરેક ટેબલ પર ૧૨ ગેસ્ટ બેસી શકે એવા ૨૫ ટેબલ્સ, ૧૨ જમણી સાઈડમાં અને ૧૨ ડાબી સાઈડમાં, વચ્ચે ડાન્સીંગ ફલોર. ટબેલ પર પિન્ક, ગુલાબી અને યલો કલરના ફ્લાવર્સ વેસ્ટ સાથે ફ્લૉટીંગ કેન્ડલથી ઝગમગી રહ્યું હતું. ટેબલ પર સૌના નામ પ્રમાણે બેસવાની વ્યવસ્થા કરી હતી. સૌ ગેસ્ટને યતીની ચાર બહેનપણીઓ એસ્કોર્ટ કરી ટેબલ પર લઈ જવામાં મદદ કરી રહી હતી. ગ્રુમ અને બ્રાઈડનું ટેબલ એવું શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું કે ત્યાં સૌની નજર પડયા વગર ના રહે !

"સન્નનારીઓ અને સજ્જનો, નવપરણિત સુંદર યુગલની પધરામણી થાય છે. તાળીઓની ગડગડાટથી વધાવી લો".યતી માઈક પર આનંદમાં આવી બોલી ઉઠી. સૌ પોતપોતાના ટેબલ પર તાળીના ગડગડાટ સાથે ઉભા થઈ નવા યુગલનું સ્વાગત કર્યું. જેફ અને જતી સૌનું અભિવાદન કરતા કરતાં પોતાના ટેબલ પર બેઠા. જેફે બ્લેક ટક્સીડોમાં હેન્ડસમ લાગતો હતો , અને જતી પણ પિન્ક કલરની નાના નાના, ડાઈમન્ડ, મોતી અને ઝરીથી ચકચકાટ સારીમાં પરી જેવી લાગતી હતી. કોઈ એ યતીને પુછ્યું પણ ખરુ કે આ સારી કેટલાની હશે ? યતીએ ટુંકમાં જવાબ આપ્યો, ’૩૦હજારની.’ પહેલાં યુગલનો ફ્ર્સ્ટ ડાન્સ, પછી ચેમ્પેઈન ટૉસ કરવામાં આવ્યો. ચેમ્પે ઈન ગ્લાસ પર સૌ ગેસ્ટો ફોર્કથી ટીન.ટીન કરી અવાજ કપલનું ધ્યાન દોર્યું. જેફે તુરત જતીને કીસ કરી. સૌ ગેસ્ટે તાળીથી વધાવી લીધા.બાદ યતીની ઘણી બેનપણીઓ એ ફિલ્મી સોન્ગ પર આધારિત ત્રણથી ચાર ડાન્સ ભવ્ય રીતે કરી સૌ ગેસ્ટને ખુશ કરી દીધા.

‘મિત્રો, આજે હું અને જેફ બન્ને આપ સૌ અમારા મેરેજમાં આવી શોભમાં અભિવૃદ્ધી કરી બદલ આપનો આભાર વ્યક્ત કરતાં ઘણાં ખુશ છીએ. જતીએ માઈક હાથ લઈ ગળગળા અવાજે બોલી." મિત્રો આજે ખુશીનો દિવસ છે આ ખુશીના છે આંસું. મને જેફ જેવો માયાળું, ઉમદા, વિવેકી અને પ્રેમાળ પતિ મળ્યો એ માટે હે ઈશ્વર તારો પણ ઘણો, ઘણો આભાર માનુ છું. આજ મારા મા-બાપ પણ સ્વર્ગમાંથી નિહાળી રહ્યાં છે એમના આશિર્વાદના આ ફળ છે. બોલતા બોલાતા એક ઉંડો શ્વાસ લઈ એક સેકન્ડ અટકી આગળ બોલી. આજે મારે જે કહેવાનું છે એ સાંભળી નવાઈ ના પામશો." સૌ ગેસ્ટના ચહેરા પર વિસ્મયતાનું મોજુ ફરી વળ્યું! "યતી મારી પાસે આવ." યતી દોડીને જતીને ભેટી પડી ! તેણીના આંખમાં હર્ષના આંસુ હતાં !

"મિત્રો, જેને મેં મારી બેસ્ટ ફ્રેન્ડ માની છે એ કોઈ નથી એ મારી પોતાની દીકરી છે. કહેતાં કહેતાં મા-દીકરી એકબીજાને ફરી ભેટી પડ્યાં. જેફ પણ નવાઈ પામી ગયો ! ગેસ્ટમાં નવાઈ પામી અંદરો-અંદર વાતોએ ચડ્યાં.."શાંતી રાખો, હું તમને સમગ્ર હકિકત ટુંકમાં કહું છું. રુપેશ મને તરછોડી જતો રહ્યો ત્યારે હું પ્રેંગનન્ટ હતી. બે મહિના થયાં હતાં સમાજ કરતાં મારા સગાઓની મને વધારે બીક હતી કે એ લોકો મને બદનામ કરશે અને ખોટી વાત ફેલાવશે એથી હું મારી બહેનપણી સુલોચનાને ત્યાં ન્યુયોર્ક રહેવા જતી રહી. સુલોચના, પ્લીઝ અહીં આવ ! સુલોચના આવી એની ભેટી પડી એ હજુ પણ બેચલર જ હતી. આ મારી બહેનપણી કે જે મારી મા બની મારી ડીલીવરીની વ્યવસ્થા કરી અને ત્યાં ન્યુયોર્કમાં યતીનો જન્મ થયો." સુલોચનાએ કહ્યું: "જતી, આ યતી તારાજ જેવી રુપાળી અને દેખાવડી છે જાણે ડુપ્લીકેટ !". "તેણીને ત્યાં પાંચ વરસ રહી અને યતીને મે પાંચ વરસે બેંગલોરમાં મોન્ટેસરી સ્કૂલ છે ત્યાં મોકલી દીધી. ઘણાં દિવસ સુધી આંખમાંથી આંસુ પડતા રહ્યાં પણ કઠણ દીલ રાખી આ પગલું ભર્યું. હું ટેક્ષાસ પાછી આવી અને વીલોબ્રૂક મોલમાં કુકી સ્ટોરમાં મેનેજર તરીકે જોબ શરૂ કરી. નસીબ સીધા અને મેં એજ કુકી સ્ટોર બાય કરી લીધે જ્યાં એજ મોલમાં જેફનો “સી'સ કેન્ડી શોપ” સ્ટોર હતો, એની સાથે મારો પરિચય ત્યાં થયો.

યતી માટે વરસે વરસે સંપર્ણ ખર્ચ મોકલી આપતી. અને એ પણ સમર વેકેશનમાં મારી મુલાકાત લેતી ત્યારે હું પણ સ્ટોરમાંથી વેકેશન લઈ આઉટ ઓફ સ્ટેટમાં જુદી જુદી જગ્યાએ ફરવા નીકળી પડતાં જેથી સગાઓને કશી ખબર પણ ના પડે અને યતીને મજા પડે. આ સંબંધની માત્ર સુલોચના નેજ ખબર છે. જુઓ આનંદની વાત એ છે કે મારી યતી મીડીકલ કૉલેજના છેલ્લા વરસમાં છે. એ આવતાં વરસે ડોકટર થઈ જશે ! અને પછી એ અમેરિકા પાછી આવી જશે.મારું સ્વપ્ન, મારી ઈચ્છા ..." એકદમ તેણીના આંખમાં આંસુ આવી ગયાં અને ગળે ડુમો ભરાઈ ગયો.. તુરતજ યતીએ માઈક પોતાના હાથમાં લઈ લીધું..

’મિત્રો..આવી મારી સુંદર સખીને “મા” કહું આરાધનાની દેવી કહું કે ભગવાન કહું જે કહું એ ઓછું છે બસ આટલુંજ કહીશ..આ મા..મને જન્મો..જનમ મળે ! મેં મારા પિતાને જોયા નથી ને જોવા પણ નથી. મૉમ, તું સીતા જેવીજ પવિત્ર છે. સતત અગ્નિ વચ્ચે રહીને પણ તારી આરાધના, તપમાં સફળ નિવડી છે,આઈ સેલ્યુટ યુ મારા નામ પાછળ કાયમ “યતી જતી ભટ્ટ રહેશે.”મૉમ, તુંજ મારી દુનિયાની શ્રેષ્ઠ મોમ છે.." એમ કહી હર્ષથી મમ્મીને ભેટી પડી. ગેસ્ટમાંથી કોઈ બોલ્યું..મા-દીકરીની એક સાચી પ્રેમાળ કહાની !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational