Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayeshkumar Khatsuriya

Children Stories Inspirational Others

4.1  

Jayeshkumar Khatsuriya

Children Stories Inspirational Others

પહેલું સુખ તે જાતે નર્યા

પહેલું સુખ તે જાતે નર્યા

2 mins
244


મારો ખાસ મિત્ર પંકજની વાત છે. પંકજ ખુબજ સમજુ તથા વ્યવહાર કુશળ. ખુશ મિજાજી માણસ. ખાવા નો શોખીન. આમ પણ ગુજરાતી માણસ નવી નવી વાનગીઓ ખાવા માં પાછી પાની ન કરે. પંકજ નાં આવાજ સ્વભાવ ને લીધે ક્યારે તેનું વજન વધીને ૮૯ કિલો થઇ ગયું તેનો અંદાજ ન રહ્યો. બી.એમ. આઇ પણ ખૂબ જ વધારે યાને કે ઓબેસિટી ની કેટેગરી માં મુકાઈ ગયો. કંપનીના વાર્ષિક મેડિકલ પરીક્ષણમાં બ્લડ પ્રેશરની બીમારી આવી. ડાયાબિટસ પણ બોર્ડર પર દસ્તક દેવા લાગ્યું. લોકો નાં કહેવાથી થોડી કસરત ચાલું કરી, ખાવા માં થોડી પણ કચાશ નહિ. વજન નો કાંટો વધારાની સાથે કોલેસ્ટ્રોલ પણ વધારે આવ્યુ. હવે તો ગોઠણ પણ ખૂબ દુઃખવા લાગ્યા. દાક્તરે તો સલાહ આપી કે ગોઠણ નું ઓપરેશન કરવું પડશે. કોઈકે બતાવ્યું કે ગોઠણ નું ઓપરેશન એ કાયમી ઉપાય નથી. કડાસ વારંવાર ઓપરેશન કરવું પડે અને જો ઓપરેશન નિષ્ફળ જાય તો જીવન ભર બેડ રેસ્ટ પણ કરવો પડે. કશું સમજ માં આવતું નહોતું. પણ ગોઠણ માં દુખાવો વધારે દિવસ સહન થાય તેને ન હતો તેથી ન છૂટકે પણ ઓપરેશન માટે નો નિર્ણય લેવામાં આવ્યો. 

દિવસ નક્કી થયા પ્રમાણે હોસ્પિટલ પહોંચ્યા. ઓ પી ડી માં ફાઈલ કઢાવવા માટે ઊભા હતા, ત્યારે એમજ સાથે નાં લોકો સાથે ટાઇમ પાસ વાતચીત ચાલતી હતી, તેમાં એક બહેન જે ડાયટીશયન હતાં તેણે સલાહ આપી કે તમારો પ્રોબ્લેમ ગોઠણ નથી પણ તમારું વજન છે. તેણી ની સલાહ માની ને ઓપરેશનનો નિર્ણય થોડાં સમય ટાળવા માં આવ્યો. તેણી એ ઓબેસીટીનાં જોખમ તથા વજન ઘટાડવા માટે શાકાહારી, પ્રોટીન યુક્ત ડાયટ , પાણી પીવા નું પ્રમાણ તથા ગોઠણ ની સ્થિતિ ને ધ્યાન માં રાખીને ને સાઇક્લિંગ નો પ્લાન બનાવી આપ્યો. થોડા દિવસો માં જ વજન માં ઘટાડો થવા લાગ્યો. તેનો વિશ્વાસ વધવાથી વધારે સુસ્ત રીતે નવી લાઇફ સ્ટાઇલ તથા ફૂડ હેબિટ નું પાલન કરવા લાગ્યો. થોડાં દિવસ પહેલા જ તેનો રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે તેનું ૧૫ કિલો જેટલું વજન ઓછું થઈ ગયું છે. તેનું કોલેસ્ટ્રોલ પણ લિમિટ માં આવી ગયું. બ્લડ પ્રેશરની દવા બંધ થઈ ગઈ અને ખાસ તો તેનાં ગોઠણ નાં ઓપરેશન ની હવે જરૂર નથી. 

થોડી લાઇફ સ્ટાઇલ માં બદલાવ, ફળ અને શાકભાજી આધારિત ખોરાક, પૂરતા પ્રમાણમાં પાણી પીવા નું તથા કમસે કમ અડધી કલાક ની કસરત સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. જો આપણે સ્વસ્થ હોઈએ તો જીવન નું સુખ માણી શકાય.

તેથીજ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા.


Rate this content
Log in