Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Others

2  

Manisha Joban Desai

Others

પ્રેમનો સ્વીકાર

પ્રેમનો સ્વીકાર

6 mins
6.7K


"શું પપ્પા, આવું છું,"

સવારમાં ઓફિસે જવા પપ્પાએ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દીથી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો.

'અરે દીકરા નાસ્તો તો પૂરો કર."

"મોડું થઇ ગયું છે મમ્મી, ને તે સિંહની ત્રાડ નહીં સાંભળી?"

મમ્મી હસતાં હસતાં, "બાય, રોજ સાંભળું છું." રાજેશભાઈની સમય અને કામ પ્રત્યેની સભાનતા જગજાહેર હતી. આટલા મોટા બિઝનેસને શૂન્યમાંથી સર્જનાર તેઓ શહેરમાં ખૂબ પૈસા અને નામ કમાઈ ચુક્યા હતા.પ્રત્યુશને પણ એ જ રીતે સજ્જ કરવાના પ્રયત્ન. પોતાની જાતને એવી ખોવી નાખી હતી કામમાં અને બસ જાણે સ્વ-સાબિતીની એક ધૂન લાગી હતી. યુવાન દીકરાના બાલીશ વર્તનને ભવિષ્યનાં ખતરા રૂપે ગણતા હતા.

પ્રત્યુશ ઓફીસથી નીકળી ફ્રેન્ડસ સાથે વીકેંડમાં ફાર્મ પર રહે.

"ઓહ, આઈ વીલ બેક ઇન ફ્યુ મિનિટ્સ." કહી ફાર્મથી નીકળ્યો.

નજીકનાં શોપિંગ મોલની મોબાઇલ શોપમાં જતાંની સાથે ડેસ્ક પર એક સુંદર યુવતી હતી.

'હાય, નવા છો અહીં?"

"યા, જસ્ટ જોઈન્ટ બીફોર ૩ ડેઝ."

"પ્રત્યુશ, તમારું નામ?"

"ઈશના"

"નાઇસ નેમ, લાઈક યુ"

"થેન્ક્સ, લેટ મી ચેક યોર મોબઈલ સર."

થોડી વાર પછી ઈશનાએ એક રિપ્લેસ મોબઈલ આપ્યો, "સર, ૨-૩ દિવસ પછી તમારો ફોન ઓકે થાય એટલે રીંગ કરશું."

"ઓકે, ફાઈન ક્યાં રહો છો?"

"નજીકની સોસાયટીમાં જ રહું છું. સ્ટડી ચાલે છે અને પાર્ટ-ટાઈમ આવું છું."

"નાઇસ ટુ મીટ યુ." બહાર નીકળી પ્રત્યુશે ગીત ગણગણતા કાર સ્ટાર્ટ કરી ફાર્મ પર પહોંચ્યો.

"હેઈ ડુડ. બહુ ખુશ છે ને? કોઈ મળી ગયું કે શું?" ફ્રેન્ડે પૂછ્યું.

"ના ના ,એવું કંઈ નથી. "પાર્ટી પછી તો રાતે બસ ઈશનાનાં જ વિચારો. બે દિવસ પણ રાહ નહીં જોવાઈ ને પાછો ફોન કર્યો.

"હેલો, ઈશના કેમ છો? શું થયું મારા ફોનનું?"

"ઓહ, યા પણ હજુ તો ૨ દિવસ પછી આવશે તમે જરા જલ્દી ફોન કર્યો."

"સમજુ છું, પણ શું કરું મારે બહુ જ અરજન્ટ છે. તમે જરા ખાસ ફેવર કરોને?"

"યા સ્યોર."

"વેલ, મારી ક્લબમાંથી મુવીની બે ટિકિટ આવી છે, પણ મારો ફ્રેન્ડ આઉટ ઓફ ટાઉન છે, તમારા મોલનાં થિએટરમાં જ છે, તમે આવો તો બહુ ગમશે. એકલા નહીં તો કોઈ ફ્રેન્ડને પણ લાવી શકો."

"ઓહ સર, થેન્ક્સ પણ..."

"કેમ મારી કંપની નહીં ગમે?"

" આઈ ફીલ સો ગ્રેટફુલ કે તમે કહ્યું, પણ... નહીં અવાશે."

"ઓકે. હું એકલો જોઈ આવીશ. મળવા આવું છું વેઇટ કરજો."

"યુ આર મોસ્ટ વેલકમ સર."

એક કલાક વહેલો ઓફીસથી નીકળ્યો, રસ્તે પપ્પાનો ફોન.

"ક્યાં છે?"

"જરા, મારા ફ્રેન્ડનાં મમ્મી હોસ્પિટલમાં છે તો ખબર લેવા જાઉં છું."

"ઠીક છે."

"હાય ઈશના, નવા કયા મોબાઈલ લોન્ચ થયા છે? અલકમલકની વાતો કરી.

"એકાદ કોફી પીવા તો અવાય."

"સર મારે રિસ્પોન..."

"બસ, જરા આ આસી. સંભાળી લેશે હાફ અવર."

ઈશના સાથે કેફેમાં બેસી કોફી પીતાં પીતાં સામે જ જોઈ રહ્યો.

"તું બહુ જ ગમે છે મને."

'હમ્મ..."

"હમ્મ... એટલે શું સમજુ?"

"હું શું સમજાવું?"

"એ જ કે કેમ ગમે છે?"

"પ્લીઝ, કેમ આમ કરો છો? તમારા મનની વાત મને કેવી રીતે ખબર પડે?

"તો પૂછને?"

ઈશના આંખ ઢાળી બેસી રહી.

"અહીં તને બધા ઓળખતા હશે. બહાર મળવા આવશે?"

"ટ્રાય કરીશ."

"બે દિવસ પછી ફોન કરું. ગૂડ નાઇટ. મારે પિક્ચર સ્ટાર્ટ થવાને વાર છે, ઘરે મૂકી જાઉં?"

'થેન્ક્સ, પણ હું મારી સ્કુટી લઈને આવી છું."

'બગડી ગયું છે,  એમ કહી પાર્કિંગમાં મૂકી દે."

ઈશનાથી હસાઈ ગયું, "ઘરે જૂઠું બોલતાં શીખવો છો?"

"એમાં શું? મેં પણ કેટલા ગપ્પા શરૂ કરી દીધા છે."

ને કારમાં મૂકવાં જતા ખૂબ વાતો કરી, ઈશનાનાં પપ્પાને પેરાલિસિસ થવાને લીધે જોબ છોડવી પડી હતી અને મોટો ભાઈ એન્જિનીઅર થઈ થોડો વખત પહેલા દુબઈ જોબ માટે ગયો હતો. મમ્મી ઘરે ટ્યુશન કરતા હતા. ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા.

"મને બહુ ગમ્યું... તું જે રીતે ઘરમાં સાથે કામ કરી ઉપયોગી થાય છે તે, પણ... તું અહીં કામ કરે છે એને બદલે મારી ઓફીસ જોઈન્ટ કર." પછી થોડું પોતાના વિષે જણાવ્યું. ને લાંબો સમય કારમાં બેસી વાતો કરતા રહ્યા.

"વિચારી લઉં જરા."

અને ઘર પાસે ઉતારતા, હાથ પકડી કહ્યું, "હું તારા પ્રેમમાં છું."

"આટલું જલ્દી? "

"કેમ, પ્રેમ માટે સમયની બધી પરીક્ષા આપવી પડે?"

ના,પણ... છોડોને હાથ... ઓકે... ગુડ નાઇટ."

કહી ઈશના પસીને ભીંજાતી ,ઘરે દોડી ગઈ ."

દૂરથી હાથ હલાવી બાય કરી બંને એકદમ હળવા મૂડમાં છૂટા પડ્યા. ઘરે જઇ સીધો રૂમમાં જઇ સૂઈ ગયો. એકાદ કલાક પછી ફોન જોડ્યો. "ઈશના, તારા વગર શું પિક્ચર જોવાનું..."

પરીક્ષા નજીક આવી રહી હતી, પણ એકદમ વિચારોમાં ખોવાયેલી ઈશનાનું મન પ્ર્ત્યુશના પ્રેમમાં તણાતું જતું હતું. પ્રત્યુશના ઘરે એનાં ગાયબ રહેવા પર પ્રશ્નો થવા લાગ્યા એટલે એક દિવસ મમ્મીને જણાવ્યું.

" જો પ્રતયુશ મારી તો તું ખુશ રહે એવી બધી વાતમાં સંમતિ છે, પણ મારાથી તારા પપ્પાને નહીં સમજાવાય."

પપ્પાને ધીરેથી વાત કરતાં પ્રત્યુશે કહ્યું,

"મારા એક ફ્રેન્ડની કઝિન એમ. બી. એ. કરી રહી છે એને ઓફીસમાં પાર્ટટાઈમ આવવું છે. મારી સાથે ટ્રેઇન કરું. આઈ નીડ આસિસ્ટન્ટ એન્ડ શી ઇસ વેરી બ્રિલિએન્ટ."

"ઓકે."

અને ઈશના ઓફીસમાં આવી ગઈ. ઈશના પ્રત્યેનું આકર્ષણ સ્માર્ટ રાજેશભાઈથી લાંબો સમય છૂપું નહીં રાખી શક્યો પ્રત્યુશ.

ઘરે જતા કારમાં કહ્યું, રાતે શાંતિથી વાત કરવી છે મારે, જમીને રૂમમાં આવી જજે.

"આ શું ચાલી રહ્યું છે બધું?"

"પપ્પા વી આર ઇન લવ."

"શું બકવાસ કરે છે? આ બધું નહિ ચાલે."

ઘણી આર્ગ્યુમેન્ટ બાદ રાજેશભાઈ એનાં ફેમીલીને મળવા તૈયાર થયા.

"બોલાવ એ ઈશના મહેતાનાં પેરેન્ટ્સને, મારે વાત કરવી છે."

"એનાં પપ્પા તો નહીં આવી શકે, મમ્મીને કહીશ."

 

રાજેશભાઈ ઓફીસની કેબિનમાં બેસી ફોન પર વાત પતાવી ત્યાં તો એક અવાજ સંભળાયો ,

"સર આવું કે? મારાં મમ્મી આવ્યા છે."

"હા, મોકલ એમને."

અને એમને જોઈ રાજેશભાઈ,

"ઈશ્મત કુરેશી, તમે અહીં?"

"ઓહ રાજેશભાઈ, દુનિયા ખરેખર બહુ નાની છે. આ રીતે મળશું વિચાર્યું નહોતું. ઈશના મારી અને સંદીપ મહેતાની દીકરી છે."

રાજેશભાઈને આંખ સામે બરોડાની ફાઈન આર્ટમાં ભણતા ત્યારનું મિત્રવર્તુળ, સંદીપ મહેતા કેમિકલ વેપારીનો દીકરો, પ્રખ્યાત ગઝલકાર ઇન્તેખાબ કુરેશીની દીકરી ઈશ્મત સાથેના પ્રેમલગ્ન, અને બધાએ મળી કરેલો સપોર્ટ, ગઝલની મહેફીલો, પોતાનો ગરીબીને કારણે વત્સલા સાથે થયેલો પ્રેમભંગ અને સંદીપ -ઈશ્મતનું હેરાનગતિને કારણે અજાણ્યા શહેરમાં ભાગી જવું, પોતે સૂરત કાકાને ત્યાં આવી જમીનનાં ધંધામાં જોડાયા. આ બધું એક મિનિટમાં આંખ સામે ફરી વળ્યું.

"મારું નામ ઈલા મહેતા છે અને હજુ બાળકોને પણ કઈ જણાવ્યું નથી. હું અનાથાશ્રમમાં હતી અને અમે પ્રેમલગ્ન કર્યા હતા એવું જ કહ્યું છે. તમે શાને માટે બોલાવી હતી? મારી દીકરી બરાબર કામ તો કરે છે ને? અમે પાંચ વર્ષથી જ સુરતમાં સેટ થયા છે. સંદીપનો ગુજરાતની ધરતી માટેનો પ્રેમ અમને ફરીથી અહીં લઇ લાવ્યો. મારું ગુજરાત જ સલામત છે એમ કહે છે. એનાં પેરાલિસિસને લીધે થોડી તકલીફ ચાલી રહી હતી, પણ હવે બધું ઠીક થઇ રહ્યું છે."

"બસ આ તો... આમ જ જરા પ્રત્યુશ અને ઈશના ખૂબ નજીક આવી ગયા છે અને પ્રત્યુશ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હું ના કહીશ તો પણ, એ કોઈ પણ હિસાબે એની સાથે જ લગ્ન કરવા માંગે છે."

"સમજી શકું છું, તમે તમારા દીકરા માટે જોયેલાં સપનાંમાં મારી દીકરીને આડખીલીરૂપ નહીં બનવા દઉં."

"ના ના, એવું નથી વિચારતો. ગઈકાલનાં મારા વિચારોમાં અને આજે ખૂબ પરિવર્તન છે. પ્રેમ માટે આખા જીવનનો તમારો સંઘર્ષ અને પ્રેમ પામ્યા વગરની મારી સફળતા. વિશ્વાસ રાખજો આપણાં બાળકોને આમાનું કંઈ સહન કરવાનું નહીં આવે."

અને ઈશ્મત એટલે કે ઈલા આનંદિત હૃદયે "આભાર" કહી ઝડપથી આંસુ ભરેલી આંખે ઘરે જવા નીકળી ગઈ.

 

 

 

 

 


Rate this content
Log in