Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Thakkar "યાદે"

Others

3  

Parul Thakkar "યાદે"

Others

નસીબના ખેલ ભાગ ૨૭

નસીબના ખેલ ભાગ ૨૭

1 min
428


ધરાના આ નિર્ણયથી હંસાબેન ખૂબ ખુશ થયા. ધરા હવે ઘરના કામમાં ધ્યાન આપવા લાગી. એ સમય દરમ્યાન શાંતિલાલના ત્રણ દીકરા પૈકી સૌથી નાના દીકરાની પત્નીનું અકાળે અવસાન થયું. એના બાળકો પણ હજી નાના હતા. આ દુઃખદ પ્રસંગમાં શાંતિલાલની નાની દીકરી નિશા પણ આવી. જેણે એક વાર પોતાના દિયર (કેવલ) માટે ધરાનો હાથ માંગ્યો હતો.


અહીં ફરી બધા ભેગા થયા હતા એટલે ફરી એણે એ જ વાત રજુ કરી. ફરી પોતાના દિયરના ગુણગાન ગાવા લાગી. અને આ વખતે જાણે તીર નિશાના પર લાગ્યું. ધીરાજલાલે કહ્યું 'ઠીક છે તું આટલું બધું કહે છે તો એક વાર આવી જાશું તારા ઘરે.'


ધરા કાઈ સમજી ન શકી નહિ કે કેમ પપ્પા એ આ વખતે હા પાડી ? જો કે ધરા એ પણ નોહતી સમજી શકી કે શા માટે નિશાબેન એના બે કુંવારા દિયર પૈકી નાના દિયરની જ વાહ વાહ કેમ કરે છે ? એનાથી મોટા એક દિયર વિશે કેમ કાઈ વાત નથી કરતી ?

ભાવિના ગર્ભમાં શુ છે એ આમ પણ ક્યાં કોઈ જાણી શક્યું છે ?  અને આ તો ધરાનું નસીબ હતું. જે ધરાને લાઈફટાઈમનો ઝટકો આપવા સજ્જ થઈ રહ્યું હતું. જેનાથી ધરા, ધીરજલાલ અને હંસાબેન બધા જ અજાણ હતા.

(ક્રમશઃ)


Rate this content
Log in