Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Others Tragedy

3  

Alpa DESAI

Others Tragedy

સાધના-૧૫

સાધના-૧૫

4 mins
14.3K


આજે તે ખુબ ખુશ હતી. કેમ ન હોય ? પોતાનું પ્રિય પાત્ર આજે એક પરીક્ષામાં સફળ થઈને આવ્યા છે. તે જલ્દી દરવાજા બંધ કરીને અલાર્મ મુકીને જ તેમની પાસે આવી. માથામાં હાથ ફેરવતા બોલી, "કાલથી હું પણ એક ઓફીસરની પત્ની કહેવાઈશ ને !" ભરત બોલ્યો “કેમ નહી ? તું પણ સરસ સાડી પહેરીને ઓફીસની કોઈ પાર્ટીમાં મારી સાથે આવજે ”પછી તમેં મારી ઓળખાણ કેમ આપશો ? ”હું કહીશ “ લેડીઝ એન્ડ જેન્ટલમેન મીટ માય વાઈફ, મીસીઝ સાધના ભરત જોશી” અને બધા તને તાલીઓના ગડગડાટ થી વધાવી લેશે.

તને કોઈ તારી વાત “શેર” કરવાનું કહેશે તો તું શું કહીશ ?"

સાધના બોલી “કઈ નહિ, હું ફક્ત એટલું જ બોલીશ કે હું હંમેષા ભરતનું

પ્રેરણા સ્તોત્ર બની રહીશ અને તેમની સાથે ખડી રહીશ.” અને ખરેખર ભરત તાલી વગાડવા લાગ્યો. "તું મારી સાથે આજ રીતે ઉભી રહેજે, હું સફળતાના બધા જ શિખરો સર કરી લઈશ.” "ચાલો હવે સુઈ જશું ! મારાથી સવારના વહેલું ઉઠાતું નથી !" અને ભરતે લાઈટ બંધ કરી દીધી.

આજે ભરતનો ઓફિસે જવાનો પહેલો દિવસ હતો તે સફેદ શર્ટ અને ગ્રે કલરના પેન્ટમાં સજ્જ હતો. મમ્મીએ તેને દહીં-સાકાર ખવડાવ્યા,

ભાઈએ મોગરાની સુવાસ વાળું પેર્ફ્યુંમ છાટી આપ્યું,પપ્પા તેના માટે સારી અને મોંઘી પેન લઈને આવ્યા. સાધનાએ તેના મોહક સ્મિત સાથે ભરતને ઓફિસે જવા વિદાઈ આપી.

પપ્પાજી પણ થોડીવારમાં ટીફીન લઈને દુકાને જવા નીકળ્યા. નાનો ભાઈ પણ હાઇસ્કુલમાં જવા રવાના થયો. સાધના તેના કામમાં લાગી

ત્યાજ બાજુવાળા મીતામાસીને ત્યાં રેખાનો દુબઈથી ફોન આવ્યો.

મીતામાસીએ બુમ પાડી ભરતના મમ્મી ! જલ્દી આઓ, તમારી રાધનો ફોન છે દુબઈથી. અને કૈલાશબેન જલ્દી ફોન લેવા ગયા. થોડીવાર માં વાત પૂરી કરીને તે ઘરમાં આવ્યા. તેમની આંખો લાલ હતી. સાધનાએ પૂછ્યું,

“કેમ છે રેખાબેન અને કુમાર ?”

“સારા છે.”કૈલાશબેને ટુકો જ જવાબ આપ્યો .

“ક્યારે આવશે ?કઈ બોલ્યા ?”

"ના, તે બીચારી થોડી એકલી આવી શકે ? મને તેને મળવાનું બહુ મન થાય છે, પણ કેમ જવું ? તેને પણ આહિયા બે વર્ષ પછી આવવા મળશે" અને ફરી તેમની આંખો ભરાઈ આવી. સાધના પાણીનો પ્યાલો લાવી. આજે તેને પણ તેના બાપુ અને ઘરના તમામ યાદ આવી ગયા .

ત્યાજ બપોરના પોસ્ટમેન આવીને બાપુનો પત્ર આપી ગયા.

સાધના એ પત્ર મમ્મીજીના હાથમાં આપ્યો.તેમણે વાંચ્યો અને સાધનાને વાંચવા માટે આપ્યો. સાધનાની આંખો ઝટપટ ફરવા લાગી.

બાપુના પત્રમાં ભરત તેમજ સાધનાને રક્ષાબંધન પર આવવાનું આમંત્રણ આપેલું હતું. કૈલાશબેને પત્ર વાંચીને રેડીયાના સ્ટેન્ડમાં મૂકી દીધો. સાધનાને લાગ્યું કે મમ્મીજી કેમ કઈ બોલ્યા નહિ ?

સાધનાએ વાત બદલીને જમવાનું શું બનાવવાનું છે ? તેની તૈયારી કરવા લાગી. કૈલાશબેન શાકભાજી લેવા નીકળી ગયા. તેને મમ્મીજીનું વર્તન થોડું અજુગતું લાગ્યું પણ મનને મનાવી લીધું. પોતાની દીકરીના વિયોગમાં કોઈ પણ માં થોડી આકુળ-વ્યાકુળ થઇ જાય.

આજે તે ભરતના પહેલા દિવસ માટે વિચારી રહી હતી. પણ તેનું મન દેશમાં તેના પરિવારના લોકો કેમ હશે ? તેની ચિંતા કરતુ હતું. કૈલાશબેન અને સાધના બન્નેના વિચાર મળતા હતા. તે કામ કરી રહી હતી. પણ મન લાગતું ન હતું. ભરત ઓફીસથી આવી ગયો. બાપુએ પહેલા ભરતને પૂછ્યું, “આજના દિવસે શું કામ કર્યું ? તારા બોસ કેવા છે ?"

"બધું બરાબર છે, મારા બોસ પણ ગુજરાતી છે, મને એચ.આર ડીપાર્ટમેન્ટનું કામ આપ્યું છે. તેથી કામ ખુબ રહશે. રજા માટે પણ પૂછવાનું નહી. મારે ફક્ત રવિવારે જ રજા હશે. ત્યાજ કૈલાશબેન બોલ્યા.

"આજે તારે સાસરે થી કાગળ આવ્યો છે. તમને રક્ષા બંધન કરવા તેડાવે છે. પણ તારે નવી નોકરી છે, તો જવાનું બંધ જ રહશે .

અરે ! હા , આજે મારી રેખા નો પણ ફોન હતો, તે મજામાં છે. તમારી સાથે વાત કરવી હતી, પણ કેમ કરે ? તમે ફોને લઇ લો ને ? મારી દીકરી બધા સાથે વાત તો કરી શકે." આટલું બોલતા તેની આંખો ભીની થઈ ગઈ. ભરતને પણ આ વાત સાચી લાગી. ભરતે પપ્પાને ફોન લઇ લેવા માટે સમજાવ્યા. પપ્પા એ કીધું સારું કાલે ફોર્મ લઇ આવજો. હું ભરી લઈશ અને થોડા દિવસોમાં ફોન આવી જશે. બરસો રૂપિયા એડવાન્સ પેટે આપવાના રહે. તો હું ચેક લખી આપીશ. મમ્મીજી તો ખુશ થઇ ગયા. હવે તેમને લાગ્યું કે, તેમની દીકરી નજીક આવી ગઈ છે. ભરત પોતાની રૂમમાં જવા ઉઠ્યો. પાછળ સાધના પણ ગઈ. તે સાધના સાથે જરૂર પુરતી વાત કરીને સુઈ ગયો. પણ સાધનાનું દિમાગ ચકરાવે ચડ્યું. તેને લાગ્યુ કે મમ્મીજી તેને દેશમાં જવા માટે આડકતરી રીતે ના પડી રહ્યા છે. આજે તે ઉદાસ થઈને સુઈ ગઈ.

(ક્રમશ)


Rate this content
Log in