Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Children Crime Others

3  

Vishwadeep Barad

Children Crime Others

દોષીત કોણ ?

દોષીત કોણ ?

5 mins
15.1K


‘ડૉકટર મારી લાડલી દીકરીને બચાવી લ્યો. પૈસાની કોઈ ચિંતા નહી કરતાં, હું મારી જાતને વેંચી નાંખીશ પણ મારી દીકરીને બચાવો.’ કિરણભાઈની આંખમાં દડ દડ આંસુ સરતા હતા. ડૉ.જેફરશન આશ્વાસન આપતાં બોલ્યા:

‘મીસ્ટર પંડ્યા, હું મારાં બધાજ પ્રયાત્નો કરી રહ્યો છે. તમે પણ જાણો છો આ ખતરનાક દર્દનો અંજામ…’

‘ના..ડૉકટર મારી લાડલી રુચાને બચાવી લ્યો .’ કિરણભાઈની પત્નિ કૈલાશ સાડલા વડે આંસું લુછતી લુછતી કરગરી.

‘મૉમ,,ડેડ અહીં આવો પ્લીઝ’ રુચાએ એના રૂમની બહાર ડોકટર સાથે વાત કરતા પેરન્ટ્સને બોલાવ્યા. બન્ને ઉતાવળા રૂમમાં આવ્યા,

’શું છે બેટી, તું ઠીક છે ને ?

‘યસ. મૉમ, ડેડ તમારા આંસું મારાથી નથી જોવાતા. આમાં તમારો શો દોષ છે ? મારા દર્દ માટે હું જ જવાબદાર છું. હું તમને દુ:ખી કરુ છું. તમે તો મને પ્રેમની અખૂટધારા આપી છે. લાડકોડથી ઉછેરી છે. મે તારી મમતા અને પિતાના વાત્સલ્યનો ગેરલાભ…’

‘ના બેટી આવું ના બોલ.. જે ભૂલ થઈ..એ થઈ ગઈ…અમારો પણ દોષ તો ખરો જ ! કુમળી વેલને જેમ ચડાવવી એમ એ ચડે ! અમો પણ વધારે પડતુ…’ કિરણભાઈ આગળ બોલી ના શક્યા.

રુચા, માઈક એન્જલો હોસ્પિટલના એક સ્પેશીયલ રૂમ)માં હતી.. ‘મીસ્ટર પંડ્યા, આપની મુલાકાતનો સમય પુરો થયો છે..પ્લીઝ…’ હોસ્પિટલની નર્સ રૂમ દાખલ થતાં બોલી.

'બેટી, ‘કાલે સવારે મળીએ..તારા માટે કશું લેતી આવું ?..’

'ઓકે..મમ્મી, તું મારા માટે ઢોકળા લેતી આવીશ ? મને તારા જ હાથના બનાવેલા ભાવે છે..’..રુચા માટે અવાર-નવાર કૈલાશ જુદી જુદી વાનગી લેતી આવે પણ રુચા ભાગ્યેજ ચાખવા જેટલું લઈ શકતી હતી. તેણીને ખાવાનું મન બહું થાય પણ કશું ખાઈ ના શકે. તેણીનું વજન ૭૦ પાઉન્ડથી પણ ઓછું થઈ ગયું હતું. શરીર જાણે હડપીંજર !

‘મૉમ, આ ઈન્ડીયન ફુડ ખાઈ, ખાઈને હું કંટાળી ગઈ છું. મારે આજ પીઝા ખાવા છે.’

'બેટી, મેં આટલી મજૂરી કરી દાળ, ભાત અને ઉધીયુંને પુરી બનાવ્યા છે અને હવે..તું..’

’કૈલાસ, રુચા માટે હું પીઝા ઓર્ડર કરી દઉં છું.’

'...વચ્ચેથી રુચાનો પક્ષ લેતા કિરણભાઈ બોલ્યા.

‘તમે તમારી લાડકી દીકરીને બગાડો છો.’ સાસરે જશે તો શું થશે તમારી લાડકીનું ? ‘

‘ત્યારની વાત ત્યારે.’

‘થેન્ક્યું ડેડી. આઈ લવ માય ડેડ!’

રુચા, તેના મા-બાપની એકની એક સંતાન હતી. એ જન્મી ત્યારે સૌ મિત્રોને ભવ્ય પાર્ટી આપી હતી. ઉપરાંત દરેક ફેમીલીને ચાંદીની ડીશ સાથે એક પાઉન્ડ મીઠાઈ ! મમ્મીએ જે બનાવ્યું હોય તેના કરતાં રુચાને કંઈક જુદુ જ ખાવું હોય. કિરણભાઈની આ લાડકી દીકરીને, જો પાણી માંગે તો દૂધ મળે ! કિરણભાઈને પણ લક્ષ્મીનું વરદાન હતું. એમનો કમ્પુટરનો હોલસેલ બીઝનેસ હતો. અઢળક કમાણી ને એમાં એકની એક દીકરી. એમનું બે મિલિયન ડોલરનું છ બેડરૂમનું ઘર શિકાગોના વ્હીલીંગ એરિયામાં હતું. રુચા સોળ વરસની થઈ ત્યારે કિરણભાઈએ બ્રાન્ડ-ન્યૂ લેકસસ બર્થ-ડે ગીફટમાં ભેટમાં આપેલી.

‘બેટી, હું તારા રુમમાં આવી શકું?)’

‘ નો, મૉમ, રાહ જો..).. રુચાએ અડધી કલાક પછી ફોન મૂક્યો.'

‘ મમ્મી, તારે શું કામ છે ?’ રુચા, તાડુકી ને બોલી..

‘બેટા, તું આખો દિવસ ફોન પર રહે છે... તારે કોઈ હોમ-વર્ક નથી કરવાનું હોતું ?’

‘મમ્મી, તું શા માટે ચિંતા કરે છે ? હું હવે કાંઈ નાનું બાળક નથી .’

‘પણ બેટી, હું તને તારી સ્કુલની બુક વાંચતા કે સ્ટડી કરતા જોતી જ નથી.’

‘મૉમ, પ્લીઝ લીવ..તું જતી રહે...કહી બુમાબુમ કરવા લાગી. અંતે કૈલાશબેનને રુમ છોડવો પડ્યો!..

'કિરણ, તમે રુચાને બહું લાડકોડમાં બગાડી દીધી છે, એ મારું તો કશું માનતી જ નથી. સ્કુલેથી આવી, કોક, ચીપ્સ અને થોડો નાસ્તો લઈ એના રુમમાં ઘુસી જાય છે, પછી એ ફોન પર હોય, કાંતો એના રૂમમાં લાઉડ-મ્યુઝીક મૂકી સાંભળતી હોય. એનો રુમ તો તમે જુઓ. બીગ-મેસ ! ઘેર આવી કપડા બદલી ચારે બાજું ફેંકી દે. બધાં ધોવાના કપડાં બેડની નીચ ખોસી દે. કદી સવારના ઉઠી બેડ પણ નથી બનાવતી.’

‘કૈલાશ, આ ઉંમર જ એવી છે, એ જલ્સા નહી કરે તો કોણ કરશે ? આપણી એકની એક ….'

‘હા..આમ જ કહીને તમે બગાડી છે. તમે પુરુષને શું ખબર પડે ? એક દિવસ, એના રૂમમાંથી મેં બર્થ-કન્ટ્રોલની ટેબલેટ જોઈ. મેં પુછ્યું: ‘બેટી..આ કેમ ?’

‘મમ્મી, તને કશી આમાં ખબર ના પડે... હું હવે નાની ગગી નથી રહી ! મને મારી જવાબદારીનું ભાન છે.'

'..કૈલાશ શું કહે છે ? મારે તેની સાથે વાત કરવી પડશે !'

“બેટી ! આ વખતે તું ત્રણ સબ્જેક્ટમાં ફેઈલ થઈ છો. આ ભણવાની ઉંમર છે ભણવામાં ધ્યાન આપ..” કિરણે શાંતીથી સમજાવતા કહ્યું.. ‘ 'ડેડ, ‘તમે પણ બદલાઈ ગયાં છો.. સબ્જેકટ અઘરાં હોય તો હું શું કરું ? તમે મને કેમ બ્લેઈમ કરો છો ? તમે મને કદી સમજી નથી શકવાના ! ઘરમાં બધા મારી અગેઈન્સમાં છે.’ રુચા ગુસ્સે થઈ બોલી..

‘બેટી, અમે તારા સારા માટે કહીએ છીએ..તું..’ એ આગળ બોલે તે પહેલાંજ રુચાએ ધડાંક દઈ જોરથી પોતાનો રુમ બંદ કરી દીધો. અઠવાદીયાબાદ એના રૂમમાં એક ચિઠ્ઠી છોડી જતી રહીં.

‘મૉમ, ડેડ, હવે હું અઢાર વર્ષની થઈ ગઈ છું અને મને મારું જીવન સ્વતંત્ર રીતે જીવવું છે, નહી કે તમારી ગુલામીમાં ! હું મારી બેનપણી એન્જલા સાથે રૂમ-પાર્ટનર તરીકે સાથે રહેવા જાવ છું. મારી કોઈ ચિંતા કરશો નહીં.-રુચા.

કૈલાશ અને કિરણભાઈ તો અવાક થઈ ગયાં. હવે ક્યાં શોધવી ? બે-ત્રણ દિવસ પછી પત્તો મળ્યો, ઘણી સમજાવી પણ એકની બે ના થઈ ! વીલા મોં એ પતિ-પત્નિ ઘેર પાછા ફર્યા !

‘રુચા, આ ગ્રોસરી સ્ટોરમાં જોબ કરવાથી કશું કમાતા નથી. જો તું પણ સારો ડાન્સ કરે છે.અને હું પણ. ચાલ આપણે નાઈટ-ક્લબમાં …’ હો..

'યા કિમિયો સારો છે, પૈસા પણ સારા બનશે.. હું તો તૈયાર છું.'.

નાઈટ-કલબની ધુમ કમાણી, પૈસો વધ્યો, મોજશોખ વધ્યાં…એક્સ્પેન્સીવ કાર લીધી..ખર્ચ વધી ગયો.. નાઈટ-ક્લબના પાછલા ડોર પરથી જતો રસ્તો બહુંજ ખતરનાક હોય છે.

‘મારી સાથે નાઈટ સ્પેન્ટ કરીશ ? એક નાઈટના ૨૦૦૦ ડોલર..

”હે..રુચા !વિચાર ખોટો નથી ! એન્જલાબોલી.

'આ એપાર્ટમેન્ટમાં રહી કંટાળી ગયાં છીએ. મોટું ઘર લેવું હોય તો આ સારામાં સારો રસ્તો! અહીં તો પૈસાની નદીઓ વહે છે !'

એક નાઈટ કરતાં કરતાં અનેક-નાઈટ્સ અજાણાં પુરુષના બાહુપાસમાં ! મોટું કિમતી ઘર લીધું, એક્સ્પેન્સીવ ફર્નિચર આવ્યું, આલિશાન સ્વીમીંગ પુલ..

”એન્જલા, આજે આપણે ઘણાંજ સુખી છીએ. આપણે જે ઈચ્છીએ છીએ તે મળી રહે છે..’

“હા, યાર.. અહી જિંદગી ગુલાબી છે, સુંદર છે !

રુચાને એક-દિવસ ઝાડા, ઉલ્ટી અને તાવના હુમલામાં હોસ્પિટલમાં ઈમરજન્સીમાં લઈ જવામાં આવી. બે-ત્રણ દિવસ કશો ફેર ના પડ્યો. ડોકરટર એક પછી એક નવા, નવા મેડીકલ ટેસ્ટ કરવા લાગ્યા. રુચાને તમે શું જોબ કરો છો ? એવા પ્રાઈવેટ સવાલો પણ પુછાયા ! અને એના આધારે ડોકટરે સ્પેસીયલ બ્લડ ટેસ્ટ કર્યા…

’મીસ રુચા, મને જાણ કરતાં દુ:ખ થાય છે કે તમને “એઈડ્સ” થયો છે. સાંભળતાંજ રુચા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

કદાચ, છ મહિના માંડ જીવી શકો..ડોકટરે ઉમેરતા કહ્યું:..તમે બહુંજ મોડા પડ્યા છો..આ રોગ આખા શરીરમાં ફેલાઈ ગયો છે.’

‘થેંક યુ .’ રુચા માંડ માંડ બોલી શકી..ડોકટર:

“યુ વેલકમ” કહી બીજા દર્દીને તપાસવા જતા રહ્યાં…રુચા એકલી એકલી વિચારોના તોફાને ચડી !

“મમ્મી, ડેડી..મને માફ કરજો. છતી આંખે હું જ અંધ હતી. રંગીન દુનિયાના ચળકળાટના પ્રકાશમાં મારી આંખ અંજાઈ ગઈ. કોને દોષિત ઠરાવું ? મારી જાતને ? સમાજને..કોને..કોને ? વિચારતા વિચારતાંજ આંખ બીડાઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Children