Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Tragedy Others Inspirational

3  

Vijay Shah

Tragedy Others Inspirational

આખરે ચેક પાછો આવ્યો

આખરે ચેક પાછો આવ્યો

2 mins
7.7K


૭૦ વર્ષની ઉમરે કરેલી અરજી આમ તો સરળ હતી.. સરકાર ૩૫ વર્ષ પહેલા મૃત્યુ પામેલા પતિનું પેન્શન મળશે કે કેમ?

અરૂણા વિધવા થઈ ત્યારે અરૂણ શિક્ષક હતો. સેમી ગવર્નમેંટ જોબ. નાનો સર્વિસ કાળ.. અને આવા લાભ વિશે અજ્ઞાન. સાસરિયામાં કોઈ જોનારું નહી અને પિયરીયામાં બેનના રોજીંદા કાર્યો જોવામાં આ કામ તરફ કોઈએ ધ્યાન ના દોર્યુ.

જીવન સંઘર્ષોથી ભરેલ રહ્યું અને મુખ્ય પૈસાની જ ખેંચમ તાણ. સીલાઈ કામમાં આવતી આવકો અનિશ્ચિંત ક્યારેક તે બબડી ઉઠતી પેન્શન જેવું કંઈક હાય તો પણ રાહત રહે. મોટો ભાઈ એક દિવસ વાત લાવ્યો “અરૂણા! એક અરજી કરી જોઈએ. બહુ બહુ તો ગવર્ન્મેંટ ના કહેશે પણ ધક્કા ફેરા ને અંતે કદાચ હા પણ પડી જાય.”

તે વખતે અરૂણા ૭૦ વર્ષની હતી. અરજી સાથે ડેથ સર્ટીફીકેટ સામેલ કર્યુ.

૨૫ વર્ષ કરતા જુનું સર્ટીફીકેટ હતું તેથી કોર્ટમાં તેને વેલીડેટ કરીને મોકલો.

ફરી વકીલ કર્યો કોર્ટ્માં તે સર્ટીફીકેટ વેલીડેટ કરવામાં ૬ મહીના અને પાંચ હજાર ઉપર ખર્ચો થયો. છોકરા કહે “મા આ તને શું સુઝ્યુ? ૪૦ વર્ષ પહેલા ના કર્યુ તે હવે થશે તે માનવું ભુલ ભરેલું છે."

સર્ટીફીકેટ મોકલ્યા પછી અરૂણાને શિક્ષણ ખાતામાંથી તમે વારસદાર હોવાનો ખરાઈ હક્ક કરવાની વાત આવી મુંબઈના ધક્કા વકીલની તારીખો ૧૫૦૦૦ રુપિયાના ખર્ચે વરસે ખરાઈનો કાગળ મળ્યો ત્યારે તો અરૂણાનાં ત્રણેય છોકરા કહે મમ્મી આ બંધ કર પૈસા આવતા આવશે તે પહેલા તો તેટલા ખર્ચાઈ જશે.

ખરાઈ હક્કના કાગળો, ડેથ સર્ટીફીકેટ, અને અરજીને પાંચમી વખત જ્યારે તેણે મોકલ્યા ત્યારે તેના મોટાભાઈ કહે હવે મને તો બહુ આશા નથી. શિક્ષણ ખાતાના વિવાદાસ્પદ કલમો અને પેટા કલમોનાં અર્થઘટનો અને ૩૫૦ જેટલા દસ્તાવેજોને અંતે પુરા અઢી વર્ષે આખરે તે ચેક આવ્યો.ત્યારે અરૂણા ૭૫ની થવા આવી હતી.

વ્યાજ એરીયસ સાથે પૂરા બાર લાખ રુપિયાનો અને અને માસિક ૬૮૦૦નું પેન્શન અરૂણા જીવે ત્યાં સુધી.

 

 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy