Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

#DSK #DSK

Crime Tragedy

3  

#DSK #DSK

Crime Tragedy

યે રિશ્તા તેરા મેરા - ૯

યે રિશ્તા તેરા મેરા - ૯

8 mins
14.1K


અંશે તેની હોસ્પિટલમાં મહેક આવી ગઇની ખુશીમાં પાર્ટીનુ આયોજન કર્યુ. આ પાર્ટીમા ગોલ્ડેનસીટીના તમામ ડૉક્ટર્સને ઇંવીટેશન આપવામાં આવ્યું. અંશની હોસ્પિટલના હોલમાં આ આયોજન કરવામાં આવ્યું. તમામ સ્ટાફને દર્દીને પણ આમંત્રણ આપવામા આવ્યું. અંશને એક પછી એક અભિનંદન આપવા લાગ્યા.

અંશ બોલ્યો મહેક સામે જોઈને:

"તું છે તો મારી તમામ ખુશી છે,

તું છે તો હું જીવંત છું.

તું છે તો મારી ધડકન બોલે છે,

ને

તું છે તો જ હું છું."

બધાંએ આ પ્રેમને તાળીના ગડગડાટ સાથે બંધાવ્યાને મહેંકે અંશને હગ આપ્યું.

એક દર્દી; [માઇક્રોફોનમાં] સાહેબ, તમે વરસાદના બે દિવસમાં બોવ બધા દર્દીની સેવા કરી છે. એ પણ એવા સમયે જ્યારે ગોલ્ડેન સીટીના કહેવાતા બધા જ દવાખાના બંદ હતા.

બીજુ જે લોકો એમ કહેતા હતા કે સાહેબ કમાણી કરવા માટે હોસ્પિટલ ખુલ્લું રાખ્યું તો હું તેને કહી દઉં સાહેબે આ બે દિવસ કોઇ ફીઝ લીધી નથી. તેણે લાખોપતિ કે અબજોપતિ બનવાના સપનાને જોયા વગર જ આ કામ કર્યું છે.

અંશ; બસ કાકા(પ્રેમથી બોલ્યો) મેં મારી પ્રશંસા માટે આ કામ નથી કર્યુ. મારી ફરજ સમજી છે કાકા.

દર્દી; સાહેબ, પણ એક ડૉ. તમને કહેતા હતા કે તમે પૈસા માટે હોસ્પિટલ ખુલ્લુ રાખ્યુ તો હુ તેને જ જાણ કરુ છુ કે સાહેબે એક પણ રુપિયો લીધો નથી. માટે જ સાહેબની પ્રાર્થના ઇશ્વરે સાંભળીને તેની જિંદગીને સહી-સલામત પાછી મોકલી આપી.

મહેક; કાકા, આ તમે સાચી વાત કરી. અંશ કોઇ ચાહે કંઇ પણ કહે તું માત્ર તારુ કામ કર [ઉપરવાળો ઉપર આંગળી કરીને] રીઝલ્ટ જરુર આપશે.

(બધા એ આ વાતને તાળીના ગડગડાટ સાથે વધાવી લીધીને જમવાનું શરુ થયું. મહેકને અંશ મહેમાનો સાથે વાતોમાં ખોવાઈ ગયા.)

આ બાજુ જયદીપના કહ્યા મુજબ ડી એક પણ બાબત ભુલ્યો નથી. એક્ટીવ કંપનીના માલિક હરી કરતા વધારે ગુસ્સો મહેક પર છે. મહેકે તેની પોલ બહાર પાડી. તે જ્યારે પણ મહેક મળે તેને કંઇક કહેવા કે ધમકાવવા માંગે છે.

એક બાજુ વરસાદ પછી રોગચાળા એ જોર પકડ્યુ અંશને નામનો પણ સમય રહેતો નહીં. મહેક કંપની પરથી આવી થાકી જતી.

એક દિવસની વાત છે મહેક તેનું એકટીવા લઇને જતી હોય છે. એક કારવાળો સહેજ ટક્કર લગાવે છે.

મહેક; એય દેખતો નથી કે.... [એ કારવાળો પાછો પાછો આવ્યો તે મહેકને ઓળખી ગયો આથી જ કારને પાછી પાછી આવવા દીધી. તે બહાર નીકલ્યોને બોલ્યો. આ સમયે મહેક એક્ટીવા સરખું જ કરતી હોય છે...] એય! બોવ બક બક નહીં કર નહીતર... ?

[મહેક ડરી ગઇ... આ તો "ડી!" જયદીપની વાત પર મહેકે મજાક ઉડાવી હતી. આ એ જ "ડી" તેના પર રાક્ષસ બની ઉભો રહ્યો. હાથમાં કશુક કાર્ડ જેવું છે. કમર બેલ્ટ પર ચપ્પુ લગાવેલુ છે.]

મહેક; ઓહ ! સર ત... મે ? મને ખબર ન હતી, નહીંતર થોડી બોલું ? આપ તો મારા પાપાની ઉંમરના છો, મને થયું કોઇ છોકરિયા જેવુ હશે? [ડી થોડીવાર શાંત રહ્યો પછી બોલ્યો...]

ડી; તું તો મરતા-મરતા પાછી આવી?

મહેક; જી સર ઇશ્વર ઇચ્છા મહાબળવાન !

ડી; તું મેનેજર બની ગઇને તારો પગાર અધધધ... 3 લાખ ? પૈસા પૈસા... અંશને તું પૈસા પૈસા...

મહેક; હા, સર! અમારે ભગવાનની દયા છે પણ... સર તમારા કારણે હું ફસાણી. આજે હુ જેટલી મુશ્કેલમાં છું તેનું એકમાત્ર કારણ તમે જ છો!

ડી; લે કેમ?

મહેક; કેમ શું ? મને જબરદસ્તી તમારા જવાથી મેનેજર બનાવી હું કેટલી હેરાન થાવ છું ?

ડી; કેમ વળી ?

મહેક; અંશ ડૉક્ટર, હું મેનેજર. અમને બંન્નેને એકબીજા માટે સમય જ નથી રહેતો. તમે વધારે માફી માંગી હોત નાટક કર્યું હોત તો હું પોસ્ટ પર ન આવેત ને હું અંશ માટે સમય નીકાળી શકી હોત... પણ કાશ... તમે હોત ?

ડી; હા... એ છે મહેક !

મહેક; સર ! આ તમારા હાથમાં શું કાર્ડ જેવું છે ?તમે કોઇ કંપની...?

ડી; ના... ના... આ મારી બેબીના મેરેજનું કાર્ડ છે.

મહેક; ઓહ

ડી; રવિ, મહેકના નામ પર કાર્ડ લખી આપ. લખી આપે છે લે તું ચોક્કસ આવજે હો મહેક.

મહેક; જી સર !

ડી; ચોક્કસ હો મારી લાડલી તારા જેવી જ છે.

મહેક; [મનમાં વિચારી રહી એક દીકરીનો બાપ આવો પણ હોય શકે ?] હા, જી સર પાક્કું.

ડી; શું વિચારે છે?

મહેક; અરે કંઇ નહીં મને અંશે કહ્યું હતું કે હોસ્પિટલ આવજે... પણ હવે સમય...

ડી; મારા જેવા લોકોના ઘેર તમે પ્રોફેશન લોકો ન આવો એમ ?

મહેક; અરે ના સર તમને કહ્યું તો ખરું કે... હું આવીશ જ...

ડી; આજે ડેકોરેશનની રસમ છે તો આવી જ જે.

મહેક; સર કેટલા વાગે ?

ડી; સાંજના પાંચ વાગે.

મહેક; હું આવીશ.

આવજો કહી બંન્ને પોત-પોતાના રસ્તે જતા રહ્યા. [પછી તરત જ કંપની પહોંચીને મહેક અંશને બધી જ વાત કરે છે.]

અંશ; તને "ડી" એ કાર્ડ આપ્યું તેનો સીધો જ અર્થ કે તેને કોઇ વેર-ભાવના નથી. બસ, તું જઇ આવજે જવા ખાતર

મહેક; જી બાય]

[મહેકને વિચાર આવે છે જયદીપે મને ન કહ્યું હોત તો હુ "ડી"ને ગમે તેમ બોલી ગઇ હોત ? પણ પણ એ રહ્યો ગુંડો માણસ, આપણા જેવા "સોફ્ટ પીપલનું" કામ નહીં તેની સામે બાથભીડવાનું. તેમ છતાં હું આવી બાબત માટે જયદીપને માફ ન જ કરી શકું]

સાંજના ૫ વાગી ગયા. હજુ મહેક ઓફિસમાં જ છે. તે સરને ચાલતા-ચાલતા જ બોલતી ગઇ સર મારે કામ છે હું જાવ છું.

તે સીધી જ "ડી"ના ઘેર પહોંચી ગઇ. ત્યા "ડી" અને તેનો પરિવાર વાતોમાં મશગૂલ છે. કોઇ ડેકોરેશન કરે છે, કોઇ સફાઇ, બાળકો રમે છે, સ્ત્રીઓ કોઇ અંદર તો કોઇ બહાર આવે છે, તો કોઇ વાતો કરે છે "ડી" તેની પત્ની દયા, દીકરી પ્રિયા, ઉર્મીફઇ, સીમામામી, સહેવાગમામા આજે ડેકોરેશ અને વહેવાર માટે સાડી લેવા જવાની છે તો તેની વાતો કરે છે. એવામાં "ડી" મહેકને જોઇ ગયો.

ડી; આવ, બેટા આવ.

મહેક; નમસ્તે!

દયાબેન; મનસ્તે બેટા.

ડી; એકટીવ કંપનીમાં મેનેજર છે.

પ્રિયા; ઓહ......

મહેક; હાય

પ્રિયા; હય

દયાબેન; નીલા મેડમને પાણીને ચાય આપ.

પ્રિયા; મહેક, તું આવી તો મને કંપની મળી ગઇ [મહેક ડીના બંગલાને નીહાળી રહીને પ્રિયાને જવાબ આપી રહી. હમમમ

પ્રિયા; આજે ડેકોરેશન અને શોપીંગ ડે છે તું અમારા જોડે આવે છે. એમ પણ સાંજ થઇ ગઇ સો તું આવે જ છે હવે, કોઇ કામ ન હોય એટલે બહાનું નહી ચાલે!

મહેક; પ્રિયા જીદ ન કર, મને સમય નથી.

ડી; મને ખબર જ છે, પણ પ્રિયાની કંપની માટે તારાથી વધારે બેસ્ટ કોઇ નથી. એટલે તારે તો આવવું જ પડશે. "ડી" તરત જ અંશને જાણ કરે છે કે મહેકને ઘેર તે છોડી આવશે એમ કહ્યું.

અંશ; નહીં તમે જ્યાં શોપીંગ જવાના હોય મને જાણ કરી દેજો હું આવીશ.

ડી; બિગ બઝાર મોલ શોપીંગ સેંટર.

અંશ; હું લઇ જઇશ, એમ પણ ડીનર માટે આજે અમે બહાર જવાના છીએ તો...

ડી; ઓકે ડૉ. હુ તમને ના કેવી રીતે પાડી શકું ? [બધાં મોલમાં જાય છે. વહેવાર માટે સાડી બધાં જુએ છે, બધાં એકબીજાની પસંદની સાડી એકબીજાને બતાવે છે કોઇ સાડીના વખાણ તો કોઇ સામે જોઇને મોં મચકોડે છે.

બધી સાડી પસંદ થઇ જાય પછી જ્વેલર્સને ત્યાં જાય છે. પ્રિયાના બધા ઘરેણાની ખરીદી બાકી છે તો મહેકે પ્રિયાને સીલેક્ટ કરવામાં ખૂબજ હેલ્પ કરી. પ્રિયાને તેમજ ઘરનાં લોકોને મહેકની પસંદ ખૂબ જ ગમીને તેના વખાણ કરવા લાગ્યાં.]

પ્રિયા; મહેક, તારી પસંદ લાજવાબ છે.

ઉર્મીફઇ; હા, મહેક તને ઘણી બધી ખબર પડે છે.

દયાબેન; ડાહી પણ એટલી જ છે.

સહદેવમામા; એ તો ડાહી દીકરી દેખાઈ જ આવે છે.

સીમામામી; સાચી વાત.

મહેક; ખરીદી થઇ ગઇ તો હવે અંશ રસ્તામાં જ છે એ મને લઇ જાય.

પ્રિયા; કાલે.... . આવજે

મહેક; પણ.... . મને આખો દિવસ સમય જ નથી.

ડી; ના, મહેક તારે આવવુ જ પડશે.

મહેક; પણ...

ડી; મહેક... આવવું તો ....

મહેક; ઓકે

પ્રિયા; કાલે "ગીફ્ટ ડે" છે તો મારા દોસ્તોને માટેને "યશ" માટે ગીફ્ટ લેવા જવાની છે.

દયાબેન; હા, બેટા. તું આવીશ તો પ્રિયાને કંપની રહેશે.

પ્રિયા; હા, મહેક!

મહેક; ઓકે [અંશ આવી જાય છે.]

ડી; મહેક તારી ગાડી તારા ઘેર પહોંચી જશે તું જતી રહે.

અંશ; હાય, હાથ મેળવીને ઓકે સર બાય જતા રહે છે.

મહેક; અંશ

અંશ; કશું થયું ?

મહેક; બધી જ વાત કરે છે કે ડી અને તેનું ફેમીલી મહેક પાછળ હાથ ધોઇને પડ્યું છે.

***

સીમાબેન ઉર્મીબેન એક રૂમમાં વાતો કરતા હોય છે.

સીમાબેન; ઉર્મીબેન ખોટું ન લગાવતા પણ તમારો ભાઇ...

ઉર્મીબેન; ખોટા કામ કરે છે, મને ખબર જ છે ને એટલા માટે જ હું મારી બે દીકરીઓ નેત્રાને ત્રિશાને મેરેજ કરવા ન લાવી. મામાને ઘેર મેરેજમાં જવા દરેક ભાણકીને શોખ હોય પણ...

સીમામામી; ને હું મારી ચિત્રાને ચેતનાને ન લાવી. મારો દીકરા ચિરાગને પણ ન લાવી. તેના પર ખરાબ અસર પડે.

ઉર્મીબેન; હા, આવેલા તમામ મહેમાન તમે જોયું નહીં બધા નાના છોકરા લાવ્યા જોડે પણ યુવાન દીકરા-દીકરી ઘેર જ રાખ્યા.

સીમામામી; ખબર નહીં પણ ડી જીજૂની ભુલ છે. તેને સુધરી જવું જોઇએ

ઉર્મીફઇ; હા, બેન પણ શું થાય ? મારી પ્રિયાના નસીબ જ "થડ" જેવા છે. મારે તો મા-બાપ પણ નથી. મારો ભાઇ એક જ છે પિયરમાં.

***

અંશ; મહેક, ચિંતા ન કર. ઇશ્વરે તને મોત સામે લડીને મને પાછી આપી છે તો "ડી" તો મનુષ્ય છે. તું શું વિચારે છે. હું વાત કરું છું ને તું તો ખોવાયેલી છે.

સીમામામીને ઉર્મીફઇની ઉપરની વાતનો તે વિચાર કરતી હોય છે. તે આખીય વાત મહેક અંશને કહે છે

અંશ; હા, મહેક આજ દુનિયાનું સત્ય છે. "ડી"ને તેનો પરિવાર પણ સાથ આપતો નથી એ જ સત્ય છે.

મહેક; મને તારી ચિંતા થાય છે

અંશ; મારી ચિંતા ન કર. ચલ હવે શાંતિથી જમી લે. બધું ટેબલ પર આવી જાય છે. "ડી"ની વાતો કરતાં-કરતાં ઘેર પણ પહોંચી જાય છે. બીજા દિવસે મહેક ઓફિસ અને અંશ હોસ્પિટલ પહોંચે છે. સાંજના ૫ વાગે એ પહેલાં પ્રિયાના ૧૦ કોલ મહેકને આવી જાય છે. મહેકને પણ ઓફિસમાં સખત કામ રહે છે, તેની પોસ્ટ જ એવી તો કામ તો રહેવાનું જ.

મહેક; પ્રિયા હું ૫ વાગા પહેલાં કોઇ પણ રીતે નીકળી શકું એમ નથી સોરી.

પ્રિયા; મારે યશ માટે ગિફ્ટ લેવા જવાની...

મહેક; મને ખબર છે પણ સોરી હું ક્યાં ના કહું છું પણ મારે હાલ કામ છે...

પ્રિયા; ગળગળી થઇ જાય છે પણ આવીશ તો ખરીને?

મહેક; હું આવીશ જ બસ.

પ્રિયા; થેંક્સ.

દયાબેન; પ્રિયા ! શું થયું ? દીકરા !

પ્રિયા; મમ્મા શું થાય ?

દયાબેન; એવું ન બોલ ! શું થયુ ?

પ્રિયા; મહેકને કામ છે એ વહેલા નહીં આવે!

દયાબેન; પણ આવશેને સાંજના ?

પ્રિયા; હા, મમ્મા... તેને પાપાના કામની ખબર નથી એટલે એ તો...

દયાબેન; દીકરીને બાથ ભીડી હા દીકરા ત્યાં સુધી આવશે પછી એ પણ...

પ્રિયા; મમ્માને ગળે લાગેલી જ રહીને મમ્મા ખબર છે સીમામામી અને ઉર્મીફઇ દીદીને કેમ ન લાવ્યાં ?

દયાબેન; હા, બેટા.

પ્રિયા; મમ્મા !

દયાબેન; રડતાં-રડતાં જ દીકરીને સાંત્વન આપતા ગયા

પ્રિયા; મમ્મા, યશના ઘેર ખુશી નહીં દુખ રંધાતુ હશે ? કેમ કે પાપા એ તેના જોડે પણ જબરદસ્તી કરી છેને લગ્ન માટે હા પડાવી છે. એ ઘરમાં તો માતમ હશે ! માતમ.

દયાબેન; બસ દીકરા બસ આવું અપશગુન ન બોલ ! તારા આ શબ્દો ક્યાંક તને જ ન ભરકી જાય...

પ્રિયા; શું ફર્ક પડે ? પાપાને તો દીકરો જોઇતો હતો હંમેશાં દીકરોને હું દીકરી થઇને આવી કાશ ભગવાને મને દીકરો બનાવ્યો હોત કાશ ! કાશ ! મમ્મા ! કાશ !કા...શ....

(વધુ આવતા અંકે)


Rate this content
Log in

Similar gujarati story from Crime