Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Abstract

4  

Vijay Shah

Abstract

સપનામાં હવા મહેલ

સપનામાં હવા મહેલ

4 mins
14.3K


એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખૂબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો. સપનું આગળ વધ્યું અને તે નાગની હલચલ બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઈ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી રંગની ઘણી બધી રજકણો હતી. તેણે સપનામાં પડેલી એ સ્વર્ણ રજકણ ભેગી કરી અને ચકાસણી કરાવડાવી તો તે ૨૪ ટકા સોનું હતું. તેનું મન હતું તે તક્ષક નાગને શોધવા પાછું કાર્યરત થયું આ વખતે સ્વપ્ન જરા વિચિત્ર હતું નાના સાપોલીયા તો અસંખ્ય હતા પણ તેમની સાથે એક લીલી નાગણ અને નાગ પણ હતા. અને સ્વર્ણ રજકણની મોટી ઢગલીઓ પણ હતી. નાના તક્ષક નાગોથી તે જગ્યા ભરેલી હતી અને લીલા નાગ દંપતી સૌને ઉછેરતાં હતાં તેમને જરુરી દુગ્ધપાન કરાવતા હતા. નાગ અને નાગણ સ્વર્ણ રજકણો એકઠી કરી ઢગલીઓ પણ કરતી હતી.

સપના જોતા એનાં મને વિચાર કર્યો…આ નાગ અને નાગણને વશમાં કરીયે તો રોજે રોજ સ્વર્ણ રજના ઢગલા મળે. પછી કામ એક જ કરવાનું આ નાગ અને નાગણને વશમાં કરવાનાને?..રોજે રોજ સ્વર્ણ રજ ભેગા કરીને મબલખ પૈસા પેદા કરવા નાગવન કરી એક ફાર્મ બનાવ્યું. અમુક સમયે નાના તક્ષક નાગો બધા પેલા નાગ જેટલા પુખ્ત થયા થયા અને એક કરતા વધુ ફાર્મ થયા નાગ વન, નાગઉપવન, નાગવૃંદાવન, નાગ નંદનવન.

રોજે રોજ સ્વર્ણ રજ વધતી ગઈ. તેમજ તે વાત ફેલાતી ગઈ. અને તેમ તેમ જ ઈર્ષા અને સ્પર્ધા વધતી ગઈ. જેટલા નાગ વન હતા તેટલા નોળીયાવન વધતા ગયા.. નાગમાં ઝેર ઉભરાતા થયા અને સ્વર્ણરજ ઘટતી ગઈ. વિદેશીઓએ ભેળસેળ કરવા માંડી હવે નાગનાં રંગ બદલાવાનાં ઘટવા માંડ્યા અને નાગનું કદ વધવા માંડ્યુ નાગ ફુંફાડા મારતો થયો અને નાના તક્ષક નાગોને ચાંઉ કરી જતો થયો.. ધારતો હતો તેટલો નફો થતો નહોતો.

બહુ શાંતિથી વિચાર્યું તો સમજાયું કે મુખ્ય નાગ અને નાગણ ઘરડા થવા માંડ્યા હતા તેની ચોથી પેઢીએ બદલાવ દેખાતા હતા નાના તક્ષક નાગોમાં એકાદ નાગ વિદ્રોહી થઈ જતો હતો અને તે નાગની આગલી પેઢીઓમાં વિદ્રોહી સ્વભાવ દેખાતો હતો. તેઓ ઝડપથી દ્વિગુણીત થતાં હતાં.

સપનામાં હવા મહેલ ઉભો કર્યો હતો તેના કાંગરા તુટતા જણાયા તેથી પ્રભુને વંદના કરી… હે કૃષ્ણ આ નાગનો નવો ફાલ દુર કરવા આવો અને કાળીયા નાગને જેમ કાબુમાં કર્યો હતોને તેમ કાબુ કરો..

કૃષ્ણ ભગવાન હસ્યા..”મારો ભાગ કેમ નહોંતો નાખ્યો? હું આવીને તારા નાગોને બચાવીશ પણ તારે દરેક નાગ વનનો કર આપવો પડશે.”

”ભલે ભગવાન પણ એવું કરો કે આ ભેળસેળ છુટી પડે અને આ ઇર્ષાથી પિડાતા અને મારા ભાગ્યના કંટકો જેવા નોળીયા વનો અને આ તક્ષક નાગોને ચાંઉ કરી જતા વધેલા ક્દના ફુંફાડા મારતા નાગોને દુર કરો.”

વાત તો કઠીન છે કહી માયા ભર્યુ હાસ્ય પ્રભુ હસ્યા. તેમણે કહ્યું "પેલા વાણીયાની જેમ એક જ વરદાનમાં આખું તારા દુઃખોનો હળ તે શોધી લીધો?”

“પ્રભુ આપ બેવડો કર લેજો પણ આ સ્વર્ણ પ્રસવતા મારા લીલા તક્ષક નાગોને બચાવી લો પ્રભુ…!”

પ્રભુ એ વાંસળી વગાડવા માંડી અને બધા જ મોટા નાગો તેમની પાછળ જવા માંડ્યા. મોટો હાશકારો અનુભવતા પડખું બદલ્યું પણ થોડા સમય પછી વાંસળી બંધ થઈ અને એક ચક્ર ફરતુ આવ્યું તેમાં બધા નાગ ફેણ ફુલાવતા ચક્ર સાથે ફરતા હતા અને તે પીળા રંગનું તીવ્ર ઝેર વરસાવતા હતા…

પાછળ નાગના સુસવાટા સંભળાતા હતા તે પીળું ઝેર નાનકડા તક્ષક નાગો પર પડતું હતું ને તે સર્વ નાના નાગ પીળા થતા જતા હતા તેમનું દ્વિભાજન યંત્રવત રીતે ઝડપી થતું જતું હતું અને સોનેરી ઢગલીઓ જે પહેલા કલાકે દેખાતી તેને બદલે દર દસ મિનિટે દેખાતી હતી આ ઉપાધી હતી કે વરદાન તેને સમજાતુ નહોંતુ તેથી પ્રભુને આહ્વાન કર્યુ..”પ્રભુ આ આશિર્વાદ છે કે શ્રાપ?”

મંદ મંદ હસતા પ્રભુ બોલ્યા “આતો તમારા ઈચ્છાધારક નાગ હાલ તો તમારે માટે સ્વર્ણ રજ બનાવીને તમને માલેતુજાર બનાવી રહ્યા છે.”

“પણ પ્રભુ તમે જાણો છો તેમ આ રીતે સરળતાથી લભ્ય બનતું સોનું પછી જરુરી સમૃધ્ધિ નહી આપે.”

“મનથી રોકો તો જ રોકાશે આ મનની મૌસમ.”

“પ્રભુ આટલા બધા નાગ અને સ્વર્ણ રજ..શું સંબંધ છે મન સાથે?”

“લીલા નાગ એટલે લાલસા અને સ્વર્ણ રજ એટલે લક્ષ્મી….તમે કુબેર બનવા ઈચ્છો છોને?”

“હા પ્રભુ! પણ આ લીલા નાગ અને પીળું ઝેર…અને આપ કહો છો મનની મૌસમ? મને કંઈ સમજાતુ નથી.. અર્જુનની જેમ ઘુંટણીયે પડીને પ્રભુની સામે જોઈને તે બોલ્યો.”

જુઓ લાલસાનું સ્વરૂપ મનથી બદલો અને વિચારો કે સંતોષ…અને જુઓ કમાલ.

તરત જ ખીલી ઉઠ્યા દરેક નાગ બનીને સફેદ ગુલાબ અને સ્વર્ણ રજ બદલાઈ ગઈ બર્ફીલી ચાદરમાં.

મનથી તેણે ઈચ્છ્યુ કંકાસ રહીત જીવન અને બર્ફીલી ચાદરમાં રંગોનું મેઘધનુષ્ય ઉભરાવા લાગ્યુ. પ્રભાતના પક્ષીઓની ચહેકાટ સાથે પૂર્વમાં ઉષાનાં રંગો ઉભરાવા માંડ્યા..જલતરંગ મધુર ગાન ગાતું હતું. તે જરાક સળવળ્યો.. તેને ઠંડી લાગતી હતી ગોદડી ખેંચી અને સપનામાં લપેટાવા તૈયાર થતો હતો અને આંખો ખુલી ગઈ. સપનું તો પુરું થયું હતું…લીલા નાગોએ ભેગી કરેલી સ્વર્ણ રજોની ઢગલીઓ ગાયબ હતી.

એલાર્મ વાગતું હતું.

કૃષ્ણનો ફોટો ગીતાસાર કહેતો હતો…

કર્મનો જ તને અધિકાર. ફળ તો એના સમયે પાકશે તેના ઉપર ના કોઈ તારો અધિકાર.

મનની મૌસમ દ્વારા ઝીલાય સુખ અને દુઃખની અનુભુતિઓ તો શીદને કાબુમાં ન રાખવું મનનું ચલણ?

કાયમનીજ અતૃપ્તિ..

કાયમ જ અસંતોષ

અને કાયમ કશું પામવાની દોડને બદલે,

જે છે તે માણને.

મન અને..તેના રંગોને તો તું ધારે તેમ બદલી શકે છે…

પાછળ વાગતી વાંસળીના મધુર રવે તને લાધ્યું આ જ્ઞાન…

તૃષ્ણાના વનને બદલી નાખ સંતોષના રંગે..

દોટ ના મુક લક્ષ્મી માટે,

જ્યાં હશે વિષ્ણુ ત્યાં લક્ષ્મીનો વાસ છે નિશ્ચિંત.


Rate this content
Log in

Similar gujarati story from Abstract