Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kuldeep Sompura

Others Romance

3  

Kuldeep Sompura

Others Romance

કેટલીકવાર ભાગ -2

કેટલીકવાર ભાગ -2

2 mins
771


આમ તો હું બહુ આશાઓ નથી રાખતો કારણકે તે તૂટવાથી બહુ જ દુઃખ થાય છે, પણ આપણે જોઈએ તો ના રાખેલી આશાઓ જ પૂર્ણ થાય છે. છેલ્લે જ્યારે હું તે વ્યસ્તતાથી બહાર આવ્યો હતો ત્યારે મેં કરેલ એક અલ્હાદક આનંદની અનુભૂતિ માટે ફરી હું તત્પર હતો. મને આશા નહોતી કે તે ફરીવાર મને મળશે પણ આજ ફરી હું એક અજાણી મહેફિલમાં ઉભો હતો.

મહેફિલની એક ખાસિયત હોય છે કે સૌ પોતપોતાનામાં વ્યસ્ત હોય, કોઈ નશામાં ધ્વસ્ત હોય છે, તો કોઈ દિલથી જ મસ્ત હોય, હું તો મારી એકલતાને વળગી ને એક ખૂણામાં પોતાના ખિસ્સામાં હાથ નાખીને ઉભો હતો.

ગળું સુકાતુ હતું અને મન પણ, પાણીની તરસ લાગી હતી અને આનંદની એક પાણીની ટ્રેમાં માત્ર એકજ ગ્લાસ પડ્યો હતો. પાણી ભરેલો ગ્લાસ હું હજી તેને લેવા જઈ રહ્યો હતો ત્યાં જ કોઈ બીજી અજાણ વ્યક્તિએ પણ તે ગ્લાસ લેવા હાથ લંબાવ્યો. તે મારાથી અજાણ હતા અને હું તેમનાથી. કિસ્સો હવે વધુ રંગીન બનવાનો હતો. જ્યારે ગ્લાસને પહેલી ઠેસ તેમનાથી વાગતા ગ્લાસમાનું પાણી મારા કપડાં ઉપર આવીને બેઠું.

આમ તો ગુસ્સાનો પાર ના હતો પણ. હજી કંઈ શબ્દ નીકળે તે પહેલાં તેમનો એક મધુરો અવાજ માફીનો આવ્યો. હવે વારો આવ્યો હતો તે ચહેરા સામે જોવાનો. પ્રથમ નજર તો કદાચ તેમની પડી હતી બાદમાં મેં તે ચહેરા સામે ધ્યાનથી જોયું. તેમના હોઠ પર એક સાથે બહુજ બધા માફીના સુર રેલાઇ રહ્યા હતા. અને મારુ મન હજી વિચારતું હતું કે સુ આ સાચે જ એ છે. જેના લીધે હું એક સમી સાંજે વ્યસ્તતાની બહાર આવ્યો હતો.

ઈટ્સ ઓકે, મેં માફી તો આપી છે. પણ આ સાર્થક મુલાકાત આ, અજાણી મુલાકાત આજે પણ મને યાદ છે.(ક્રમશ:)


Rate this content
Log in