Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Janakbhai Shah

Inspirational Others

3  

Janakbhai Shah

Inspirational Others

ચેંગ-ફુંગ-સી-૧૭

ચેંગ-ફુંગ-સી-૧૭

3 mins
7.5K


પાર્ટ-૧૭ પોતાના ઘરની સામે સૌથી મોટી દીકરી ચી.યુ. સાથે.

એક દિવસ પ્રિન્સિપાલ તાઈએ પેકિંગની સિનિયર મિડલ સ્કૂલની ઓગણીસમી વર્ષગાંઠ નિમિત્તે વિદ્યાર્થીઓને સંબોધવા મને આમંત્રણ આપ્યું. તેમણે વિદ્યાર્થીઓ સાથે મારી ઓળખાણ કરાવી. ત્યારે હું ખૂબ ખુશી અનુભવતો હતો. તેમણે કહ્યું, ''આજે આપણે શ્રી ચેંગ ફુંગ સીને અહીંયાં બોલાવ્યા છે. આપણે કહી શકીએ કે સ્કૂલ શરૃ થયા પછી કદાચ સૌથી સફળ વિદ્યાર્થી આ શાળાના કોઈ હોય તો તે ચેંગ ફુંગ સી છે.'' તાળીઓના ગડગડાટ સાથે સૌએ મને વધાવી લીધો. હું મારું વક્તવ્ય આપવા મંચ પર ગયો.

''મારા વહાલા વિદ્યાર્થીઓ,' મેં શરૃં કર્યું અને સતત મારા બચપણની, ખેતરમાં ભટકવાની, ગોકળગાય અને મગફળી વીણવાની વાતો કહ્યા કરી. માધ્યમિક સ્કૂલમાં દાખલ થવા માટેની મથામણ, નિશાળની ફી મેળવવાના ફાંફા, પ્રેમ લગ્ન અને શિક્ષકની નોકરી મળી ત્યાં સુધીની વાત મેં કર્યા કરી.

વર્ષો સુધી ઈશ્વરે ગરીબાઈમાં અને અપંગ હાલતમાં મારા સ્નાયુઓની તાકાતની, મારા હાડકાંની અને ભૂખે મરતા મારા શરીરની કસોટી કરી. મારી સામે આવતી દરેક પરિસ્થિતિનો મેં સામનો કર્યાે. કારણ કે મારે સ્વમાની બનવું હતું. મારે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવું હતું. મેં મારી મુઠ્ઠીઓવાળી, દાંત કચકચાવ્યા અને જે કાંઈ મુશ્કેલી મારી સામે આવી તેનો મેં હિંમતથી સામનો કર્યો.

હું તોફાની સમુદ્રમાં તૂટેલ હાલક ડોલક થતા હોડકા જેવો છું. હું ઘણાં તોફાની મોજાંઓનો સામનો કરી તોફાનમાંથી પસાર થયો છું. રાત હજી પણ અંધકારમય છે. હજી પણ આગળ ખડકો છુપાયેલા છે. પણ હું વધુને વધુ હિંમતવાન અને બળવાન બન્યો છું. બીજા લોકો મારી સાથે હોડકામાં છે ત્યારે તો ખાસ કરીને હું મારી સામે જે કાંઈ આવશે તેના પર વિજય જ મેળવીશ. મારી આ સફરમાં હું હંમેશાં આગળ જ હઈશ અને હાર્યા થાક્યા વગર એ સફરમાં હું ક્યારેય પાછો નહિ પડું.

'નોંધ: સને. ૧૯૭૫ની વસંત ઋતુમાં, પોતાની વાર્તા ત્રણ વર્ષથી ઓછા સમયમાં પૂરી કર્યા પછી ચેંગ ફુંગ-સી માંદો પડ્યો. ડૉક્ટરોએ નિદાન કર્યું કે તેને લીવરનું કેન્સર છે. પરંતુ ચી.ચાઓએ તેનાથી આ નિદાન છુપાવ્યું. ચેંગ ફુંગ-સીની અંતિમ ઇચ્છા કોહુ ગામને એક પુસ્તકાલય આપવાની હતી. વરસતા વરસાદમાં ચેંગ ફુંગ સીની અંતિમવિધિ વખતે ગામના પાંચ હજાર માણસો હાજર રહ્યા. ગામના લોકો ચેંગ ફુંગ-સીની યાદમાં એક મંદિર બનાવવા ઇચ્છતા હતા. પરંતુ ચી ચાઓએ તેનો વિરોધ કરતા તેણે કહ્યું, ''ચેંગ ફુંગ-સી ક્યારેય એમ ન ઇચ્છેત કે તેની પૂજા થાય.'' અને ૧૯૭૬ માં 'ચેંગ ફુંગ-સી મેમોરીયલ લાઈબ્રેરી કમિટિ' અને 'ચેંગ ફુંગ-સી કલ્ચરલ એન્ડ ઍજ્યુકેશનલ ફાઉન્ડેશન' સ્થપાયું. આ ફાઉન્ડેશન, શિષ્યવૃત્તિઓ આપશે અને ફુંગ-સીના કાર્યના પ્રકાશન અર્થે ફાળો ભેગો કરશે. આ પુસ્તકાલય ત્રણ માળનું બનાવવાની યોજના છે. જેમાં પુસ્તકાલય, વાંચનાલય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેના ખંડો બાંધવાની યોજના છે.

આજે પુસ્તકાલય બંધાય તેટલો ફાળો એકઠો થયો નથી. પણ ચી. ચાઓ તે માટે સખત મહેનત કરે છે. ચી. યુ. અત્યારે લગભગ નવ વર્ષની છે અને બીજી દીકરી છ વર્ષની છે. ચી. ચાઓ કહે છે, ''ફુંગ સીને મળી તે પહેલાં હું એક સામાન્ય સ્ત્રી હતી. પણ તેને ચાહવામાં અને માનવ તરીકે જીવવામાં મદદ કરતાં મેં કાંઈક મેળવ્યું છે. ફુંગ.સીની લાઈબ્રેરી બાંધવાનું કાર્ય મારું જીવન ધ્યેયછે.''

રીડર્સં ડાયજેસ્ટ - નવેમ્બર - ૧૯૭૮માં પ્રકાશિત ચેંગ-ફુંગ-સીની આત્મકથા

'A Leaky Boat in the Stormy Sea' ના આધારે


Rate this content
Log in

Similar gujarati story from Inspirational