Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Others

4  

Pravina Avinash

Others

ઉમંગનું લોલક 3

ઉમંગનું લોલક 3

7 mins
13.9K


પ્રકરણ : ઉમંગના ઓળા

ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવનિ અને અવિ ચિંતા મુક્ત થયા. આલોકના મુકેશમામા આમ તો ખૂબ વાચાળ હતા. છતાં પણ અજાણી સ્ત્રી સાથે વાત કરતાં ક્ષોભ થાય એ સમજી શકાય. ભલભલા ભડવીર જ્યારે પહેલી વાર કોઈ સ્ત્રીને મળે, જે પાછી જાજ્વલ્યમાન હોય તો ત ત પ પ થઈ જાય. એમાંય જ્યારે વર્ષો થયા ઘર ગૃહસ્થીનો અંદાઝ ન હોય ! સ્ત્રીની સાથે પનારો પડ્યો ન હોય ! અચાનક અજાણી સ્ત્રી સાથે મુલાકાત અને વાતચીતનો પ્રસંગ આવી ચડે! સંકોચ થાય એ સ્વાભાવિક છે ! મુકેશમામા, સુંદર અને સુ્ઘડ અમિતાબહેનને જોઈ ઝંખવાયા. કોઈ પણ સ્ત્રી યા પુરૂષ ગમે તે ઉમરે એકબીજા સમક્ષ આદરભાવથી પેશ આવે જે સમજી શકાય તેવી વાત છે. અમિતાબહેન લેખન કલામાં પારંગત થતા હતાં તેથી તેમનામાં વાચાળતા આવી હતી.

જ્યારે નજર અને નજારો બદલાયો ત્યારે થોડા લજવાઈ ગયા. મુકેશમામાએ પોતાની હિમત એકઠી કરવાનો ઠાલો પ્રયાસ કર્યો. અમિતાબહેને નોંધ લીધી.

બાળકોને ખૂબ ઉમંગ હતો. મમ્મી, પપ્પા વગર એકલી થઈ ગઈ હતી. દાદીમાએ પણ સમય આવ્યે ચાલવા માંડ્યું. અવિ પોતાના ભવિષ્યના સ્વપના જોતો હતો. તેણે સુંદર સાથીની પસંદગી કરી હતી. મમ્મી હજુ માંડ '૫૫' વર્ષની હતી. આ સમય છે, જ્યારે સ્ત્રીને સંગી સાથીની ખોટ સાલે. લેખન કળાએ અમિતાબહેનને ખૂબ સહારો આપ્યો હતો. દીકરી અવનિ, હમેશા મમ્મીની પડખે હોય. તેમને સમજાવવામાં અને મુકેશમામાના પરિચયમાં આવી. તેમની સાથે મુલાકાત ગોઠવવામાં અવનિ અને આલોકનો ફાળો મુખ્ય હતો.

પિતાની લાડલી અવનિ રાતના મમ્મીના વિચારોમાં ખોવાઈ ગઈ. સ્વપનામાં 'પપ્પા, પપ્પા' કરીને ચિલ્લાઈ ઉઠી.' પપ્પા હું તમારી લાડલી, જો ખોટું કરતી હોંઉ તો બે તમાચા ધરી દેજો'!

'બેટા, મને તારા પર ગળા સુધી વિશ્વાસ છે'! પપ્પાની ગેરહાજરી હતી છતાં પણ અવનિને કાનમાં કોઈ કહી ગયું !'પપ્પા, તમે જુઓ છો મમ્મી તમારા ગયા પછી ખૂબ બદલાઈ ગઈ છે, બહારથી કઠણ લાગે છે. ભિતરમાં ખૂબ કુણી થઈ ગઈ છે.' જાણે આ જીવનમાં તે નિઃસહાય ન હોય. મારાથી મમ્મીનું આવું મુખ જોઇ શકાતું નથી. મમ્મીએ તમારી સાથે ખૂબ પ્રેમ ભરી જીંદગી ગુજારી હતી. હું હવે પરણી મારા સંસારમાં મગ્ન છું. પપ્પા, અવિને પણ સુંદર જીવન સગિની મળી ગઈ છે. અવિ અને આશની કૉલેજમાં સાથે ભણે છે. ભવિષ્યના સુનહરા સ્વપના જુએ છે

આ સમયે મને લાગ્યું કે, મમ્મીને પણ કોઈ સાથી મળે તો તેની બાકીની જિંદગી નિરસ ન થાય. પપ્પા એટલે મેં, અવિ અને આલોકે આવુ વિચાર્યું છે.. '

'બેટા તું નહી માને, જતી વખતે મને તારી મમ્મીની ખૂબ ચિંતા હતી. તમારા આ પગલાએ મને ખૂબ શાંતિ આપી છે. મારી ઉમર કાંઇ જવાની ન હતી. પણ એ તો પેલા ચિત્રગુપ્તના હાથમાં છે. તારી મમ્મી, એ મુકેશ મામાની સાથે સુખી થાય. મને ભૂલી શકે તો સારું ! ' તને ખબર છે, મમ્મીને મારા વગર ઘડીભર ચાલતું ન હતું. અમે બન્ને એકેબીજાના પૂરક હતા. મારું કામ ઘર ચલાવવા માટે મહેનત કરવાની અને તારી મમ્મી કુશળતા પૂર્વક વહિવટ કરે. મારી મા, તારી મમ્મીના બે મોઢે વખાણ કરે. હું દીકરો થઈને તેનું ધ્યાન રાખું તેના કરતા વહુ થઈને તેણે દાદીનું ગૌરવ વધાર્યું. તેથી તો મારા અંતિમ શબ્દો હતા, "બાળકો તમારી મમ્મીનું ધ્યાન રાખજો. તેનામાં કાબેલિયત છે. તેની સાથે વાત કરનાર કોઈ રહ્યું નહી" !

અવનિ આમ સ્વપનામાં પપ્પા સાથે ગુફતગુ કરી રહી હતી. સારું હતું કે શનિવાર હતો એટલે રજા હતી. આલોક સાથે બહાર જવાનો વિચાર હતો.

'બેટા અવિ પણ નથી આવવાનો અને તારું પણ નક્કી નથી તો હું રાતના રસોઈ નહી બનાવું'.

અવનિને લાગ્યું તેનો બનાવેલો પ્લાન બરાબર કામ કરશે. અવનિ અને આલોકે નક્કી કર્યું હતું આજની સાંજ મમ્મી, મુકેશમામા સાથે પસાર કરે. સાંજને ટાણે રોજની જેમ અમિતા બહેન સામે બગિચામાં ફરવા નિકળ્યા. સુંદર સંધ્યા ખીલી હોય, આકાશ સુનહરા રંગોથી ઉભરાતું હોય તેની મજા માણવી ગમતી. રોજ બાગમાં ફરવા જતા તેને કારણે બહેનપણીઓ થઈ હતી. તેમની સાથે વાતો કરતાં ચાલવાની મઝા માણે. કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ ન પડે. સુંદર સંધ્યા ખીલી હોય ! તાજી હવા ફેફસામાં ભરી જાણે બીજા દિવસનો ઉમંગ નવી કોઈ વાર્તાનું બીજ જોડે લાવવા હમેશા તત્પર રહેતાં. જો કોઈ કારણસર સાંજના બાગમાં ફરવા ન જઈ શકે તો તેમને બેચેની લાગતી. પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ કેળવ્યો હતો.

દરરોજ સાંજે બગિચામાં ફરવા જવું. નિત્ય ડૂબતા સૂરજને નિહાળી આકાશમાં પથરાયેલા રંગો સાથે દોસ્તી કરવી અમિતાને ખૂબ ગમતું. કયા ઝાડને નવી ડાળ ફૂટી, કયા વૃક્ષને કુંપળ બેઠી બધું નિરિક્ષણ કરતાં. અરે, પક્ષીઓ ઓછા યા વત્તા જણાય તો આજુબાજુ નજર નાખતાં.કુદરત સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. વાદળા દોડા દોડ કરે તો મુખ પર મલકાટ, ગડગડાટ કરે તો ડરી જતી અમિતા કુદરતનું સાન્નિધ્ય માણી ખુશ થતી. એકલતાનો સાથી કુદરત અને તેનો મીઠો સંગ જાણે આદત પડી ગઈ હતી. નિરાશા જનક વિચારોને નજીક ઢુંકવા ન દેતી. હૈયામાં તાજી હવા ભરી મુખને પ્રસન્ન રાખવું ગમતું. તેને ખબર હતી હસવામાં દુનિયા સાથ આપશે, રડવામાં નહી ! બાળકો સુખી હતાં અવનિને સુંદર સાથી મળ્યો હતો. અવિની બહેનપણી ખુબ સુંદર, ઋજુ હતી.

આજે ઘરે જવાની ઉતાવળ ન હતી. ધાર્યા કરતાં વધારે સમય થઈ ગયો. અંધારું અવનીને આલિંગેે તે પહેલાં ઘરે પહોંચવા પગ ઉપાડ્યા. ઘરે પાછા ફરતા હતા ત્યાં આંખો ન માની શકે તેવું દૃશ્ય નજરે પડ્યું. મુકેશમામાને આંગણામાં ઉભેલા જોયા. પહેલાં જરા લજવાયા પછી હિમ્મત એકઠી કરી પોતાની જાત પર કાબૂ મેળવી બોલ્યા,' તમે અંહી ક્યાંથી'?

'ઘરે એકલો હતો. થયું, જો તમને વાંધો ન હોય તો આપણે સાથે બહાર જમવા જઈએ'.

અમિતા બહેનને શું જવાબ આપવો તે તરત સુજ્યું નહી. કિંતુ વિવેક ન ચૂક્યા.

'અરે, તમે અંદર તો આવો. હું બગીચામાં સાંજના સમયે લટાર મારવા ગઈ હતી. સહુ પહેલાં બન્ને જણા બેસીએ અને લીંબુનું શરબત પીએ' !

શું બોલવું તે બન્ને જણને સમજ પડતી નહી. ઉમર હતી '૫૫'ની પણ જાણે એમ લાગતું હતું બન્ને જણા મુગ્ધા અવસ્થામાં ન હોય ? આખરે અમિતાબહેને વાતનો દોર સાંધ્યો. 'મને તો રોજ સાંજના બાગમાં ન જાંઉ તો ચેન ન પડે'.

મુકેશમામા હિંમત કરીને અમિતાબહેનને દ્વારે આવીને ઉભા તો ખરા. તેમને તો 'ભાવતું હતું ને વૈદે કીધું'. જેવી વાત થઈ. મુખ પર ભલે હાસ્ય છલકતું હતું પણ દિલ કાંઈક જુદુ વિચારી રહ્યું હતું. જુવાનીમાં કરેલા તાયફા અને તોફાન નજર સમક્ષ ધસી આવ્યા. એક વખત તો માયા નામની માનુનીએ પ્રસાદ પણ ચખાડ્યો હતો. આ તો હવે ૬૦ મા બે કે ત્રણ બાકી હતાં એટલે સો ચુહા મારીને બિલ્લી હજ કરવા આવી છે. બહેનને તેમની બધી વાતની ખબર ન હોય એ સ્વાભાવિક છે. હવે ખંધઈ કરતાં સમજણ પરિપક્વ થઈ હતી. અમિતા સાથે જો સંબંધ શરૂ કરવો હોય તો તેમા સચ્ચાઈનો રણકો હોવો જરૂરી છે. આવી સુંદર વ્યક્તિત્વવાળી બાઈની આભાથી અંજાયા હતાં. દ્વારે આવીને ઉભા પણ હવે શું કરવું તે સમઝ પડતી ન હતી. શબ્દો મુખમાંથી બહાર નિકળતા ન હતા.

એકલતા સતાવતી હતી જીવનની ઢળતી સંધ્યાએ દિલ હુંફ માંગતું હતું. કોઈ મિત્ર બને તેવી ખેવના હતી. અમિતા બહેનનું આકર્ષક વ્યક્તિત્વ કામણ કરી ગયું. પોતાનો ભૂતકાળ મલિન તેમજ અનાકર્ષક હતો. એ વાત છાની રાખવામાં માલ હતો. અમિતા દિલની સાફ અને ગુણિયલ સ્ત્રી હતી તે કળી ગયા હતાં. દરવાજે ઉભા ઉભા આવા બધા ખ્યાલોને કારણે પગ ઘરમાં મુકતાં સંકોચ થયો. અમિતા બહેન મુખ પર હાસ્ય રેલાવી કહ્યું , 'અંહી સુધી આવ્યા જ છો તો ઘરમાં આવતાં ક્ષોભ શાને કરો છો'. વાતો કરીશું અને મન હશે તો ગરમ ભજીયા અને ચા બનાવીશ. ભજીયાનું નામ પડતાં મુકેશમામાની મ્હોંની ભૂગોળ બદલાઈ ગઈ. ભજીયા તેમની મનભાવન વાનગી હતી. તે પણ કોઈ ખુબ સુંદર સ્ત્રી બનાવે અને ગરમ ખવડાવે તો તેની પાસે સ્વર્ગનું સુખ પણ ફિક્કું લાગે. જેની સાથે અમૃત સમાન આદુ, ફુદિનો અને ઈલાયચીની ચા !

લગભગ કુદકો મારીને મુકેશમામા ઘરમાં પ્રવેશ્યા. તેમના આવા દીદાર જોઈ અમિતાબહેન ખડખડાટ હસી પડ્યા. એક સેકન્ડ મનમાં અમૂલખભાઈ ઝબકી ગયા. વિચાર તરત ખંખેરી નાખ્યો. કોને ખબર કેમ તે પણ આ પળ માણવા ઉત્સુક હતી.

અમિતાને અંદાઝ આવી ગયો હતો. તે તો અનુભવિયણ હતી. શરબત પીવાને બહાને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું. જે મુકેશમાને ગમ્યું. ચાવી દીધેલ પુતળાની માફક તેની પાછળ ઘસડાયા. ખબર નહી કેમ હોશ હવાસ ગુમાવી બેઠા. પોતે ગુમરાહ થયા છે એવું અમિતાને ન લાગે એટલે અચાનક બોલી ઉઠ્યા,'હા ચાલ શરબત પીને આપણે "કૉપર ચીમનીમાં' ડીનર લેવા જઈએ.

અમિતાએ માત્ર એ રેસ્ટોરન્ટનું નામ સાંભળ્યું હતું. અમૂલખના રાજમાં બહાર જવાનું બહુ ઓછું બનતું. સીધું સાદું જમનારો અમૂલખ જ્યારે બહાર જમીને આવતો ત્યારે ઝાડા થઈ જતા. જ્યારે પણ બહાર જવાનું બોલે ત્યારે કહેશે,"તને મહેનત ન કરવી હોય તો ખિચડી બનાવ. દહી તો ઘરમાં છે. હું પાપડ શેકીશ અને ઝીણા કાંદા તેમજ ટમેટાનું સુંદર કચુંબર બનાવીશ. જેને કારણે મારા પેટને ટાઢક વળે. અમિતાને તથા બાને પણ ખુચડી ખૂબ ભાવતી. બાળકો ભલે રવીવારે બહાર જાય તેઓ ઘરમાં બેસી જમતા અને સાંજે ફરવા નિકળતા. ચોપાટીના દરિયા કિનારે આવી બાંકડા પર બેસી આભના તારા ગણતાં.

આજે'કૉપર ચીમનિ'નું નામ સાંભળી અમિતા ચમકી. ભજીયા અને ચહાનું આમંત્રણ આપ્યું છે તો બીજીવાર ખાઈશ. યાદ રાખજે,' મને ભજીયા ખૂબ ભાવે છે. આજે મન થયું છે, પણ ના રવીવારની રાતે રસોડામાં રજા.'

અમિતાને આ વાત ખૂબ ગમી. લીબુનું મજેદાર શરબત બનાવી પીધું. આખા દિલમાં ઠંડક થઈ.

'તમે પાંચ મિનિટ ટી વી જુઓ હું તૈયાર થઈને આવું.'

સારું.'

પાંચ મિનિટમાં સરસ મજાની બૉર્ડર વાળી સાડી પહેરીને અમિતા બહાર આવી. એકીટશે મુકેશમામા તેને જોઈ રહ્યા. આ સ્ત્રી, ભલે આધેડ ઉમરની હોય પણ તેનું વ્યક્તિત્વ ખિલવવામાં કુશળ છે. મનમાં પાકો નિર્ણય કર્યો. બસ આની સાથે સાંબંધ બાંધી બાકીનું જીવન ખૂબ માણીને જીવીશ ! ગાડી તો લાવ્યા ન હતા, અમિતા અંદર હતી ત્યારે 'બ્લ્યુ કેબ' વાળાને ફૉન કરી બોલાવી લીધો હતો.

અમિતાની સામે દિલગીરી પ્રગટ કરતાં મુકેશામામા બોલ્યા," માફ કરજો આજે ગાડી લાવ્યો નથી, ડ્રાઈવર ચાર વાગે જતો રહ્યો. મન થયું એટલે ટેક્સી કરી અંહી આવી ચડ્યો. '

'અરે, કાંઇ વાંધો નથી'.

એના અવાજમાંનો રણકો મુકેશમામાને સ્પર્શી ગયો. કોણ જાણે અમિતાની કોઈ પણ વાત એમેને ખૂબ ગમતી. મનમાં શેખચલ્લીના મહેલ બાંધતા હતાં. પૂર્ણ વિશ્વાસ હતો આ સ્ત્રીના દિલને જીતી મારા હ્રદયની અને ઘરની રાણી બનાવીશ. જુવાનીમાં જે ટ્રેન ચૂકી ગયા હતાં તે અત્યારે સ્ટેશન પર આવીને આહવાન આપી રહી હતી. દાદર ઉતરીને નીચે આવ્યા. ટેક્સીવાળો રાહ જોતો હતો. ઈશારામાં સમજાવી દીધું.' બહાર ખડૅ રહના પૈસા મિલેગા !'

બન્ને જણ 'કોપર ચીમની'માં દાખલ થયા.


Rate this content
Log in