Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૫)
એક સાંજનો ઓછાયો (૫)
★★★★★

© Falguni Parikh

Others

4 Minutes   7.4K    8


Content Ranking

પ્રકરણ- ૫

 

'ના દોસ્ત, આપણે જો બિલાડી, કૂતરાં જેવા જાનવરો શોખથી પાળીએ, તો આ તો આપણી જ માનવજાતિનો એક પિંડ છે; તેને કેવી રીતે રસ્તે રઝળતો મૂકાય?' જીવણને રાવજીભાઉએ ઘણું સમજાવ્યું. પણ તેણે તેમની એક વાત ના માની. એ બાળકને પોતાના ઘરે લઈ જશે.

‘ભાઉ તમને ખબર છે ને આ દુનિયામાં હું એકલો છું. આજ પછી હું એકલો નહી રહું. આ મારો દીકરો બનશે, ઘડપણનો સહારો બનશે.’ જીવણની દલીલો આગળ ભાઉ બોલી ના શક્યા. તેમણે તેના હાથમાં બાળકને સોંપી દીધો.

જીવણ બાળકને લઈ ઘરે આવ્યો. એનું ઘર ધારાવીની ઝૂંપડપટ્ટીમાં હતું! આ બાળકની કિસ્મત કેવી હતી? મા તેને આ દુનિયાથી દૂર લઈ ગઈ હતી, કિસ્મત તેને પાછી ત્યાં જ લઈ આવી. તેની જિંદગીનો એક નવો અધ્યાય લખાવાનો શરૂ થયો હતો. જીવણની ઝૂંપડીએ બાળકના રડવાનો અવાજ સાંભળીને પડોશની સ્ત્રીઓ પૂછવા લાગી. જીવણે જ્યારે હકીકત કહી ત્યારે સલાહ એ જ સલાહ આપવામાં આવી જે એના મિત્રએ આપી હતી. પણ જીવણે કોઈની વાત ના માની. તેણ ઠાની લીધું કે તે બાળકને એ મોટું કરશે.

બે દિવસ વીતી ગયા પણ જયા પાછી ના આવી ત્યારે રૂપાએ પૂછપરછ કરવાની શરૂ કરી. છેવટે સવિતાએ સચ્ચાઈ કહેવી પડી. મા દુનિયામાં નથી રહી અને તેના બાળકનો અતોપતો નથી આ બેવડા આઘાતને કારણે રૂપા હચમચી ગઈ. જોકે, સવિતાએ એની અત્યંત કાળજી રાખી. થોડા દિવસો પછી રૂપાએ તેના ઘરે પાછા ફરવાની વાત કરી ત્યારે સવિતા બોલી, ‘બેટા તું એકલી છે અને હું પણ એકલી છું. જયા તો જીવિત નથી પણ, તું અહીં રહે. આપણે બંને એકબીજાનો સહારો બનીને રહીશું.’ રૂપા એમની વાત સાંભળી રડી પડી. તેણે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો.

જીવણે એ બાળકનું નામ રાઘવ પાડયું. ધીરે-ધીરે રાઘવ હવે બોલવા ચાલવા લાગ્યો. એની કાલીઘેલી ભાષામાં એ બાબા કહેતો ત્યારે જીવણને પોતાની જિંદગી સાર્થક થતી લાગતી. જીવણે એને ભણવા માટે ત્યાંની શાળામાં મૂકયો. બાબા નોકરીએ જાય પછી રાઘવ આખો દિવસ મિત્રો સાથે રખડતો અને ધમાલ મસ્તી કરતો. એના તોફાનો ખૂબ વધી ગયા હતાં. એને ભણવામાં રસ નહોતો.

એક દિવસ શાળામાં બાળકો તોફાન મસ્તી કરતા હતાં, ત્યારે એક છોકરાનો ધકકો લાગી જતાં રાઘવ પડી ગયો. તેણે સામે પેલા છોકરાને ધક્કો માર્યો, એટલે એ છોકરો ગુસ્સે થતાં બોલ્યો, ‘હરામી, સાલા, કોણ જાણે કોના પાપની નિશાની છે તું?’

આટલું સાંભળતા રાઘવનો ગુસ્સો આસમાને પહોચી ગયો. તેણ નીચે પડેલો પથ્થર ઊઠાવી એ છોકરાનું માથું ફોડી નાખ્યું અને ત્યાંથી ભાગ્યો. બે દિવસ શાળાએ ના ગયો.

બાબાએ પૂછ્યું તો કહે, ‘શાળામાં રજા છે.’ સાંજે બીજા બાળકોને શાળાએથી પાછા આવતા જોયા ત્યારે જીવણને સમજાયું કે રાઘવ ખોટું બોલ્યો છે. એ વાતને કારણે ખૂબ માર પડયો. બીજા છોકરા મારફત જાણ્યું કે એણે કોઈનું માથું ફોડી નાખ્યું છે ત્યારે પહેલી વખત એને ભાઉની કહેલી વાત યાદ આવી, ‘દોસ્ત, તું ગમે તેટલું લાલન- પાલન કરીશ પણ, યાદ રાખજે એક દિવસ એનું ગંદું લોહી એનો રંગ બતાવીને જ રહેશે.’ તે નિરાશ અને હતાશ થઈ ગયો. રાઘવ પર એનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ના રહ્યું. જીવણ દારૂની લતે ચડી ગયો. હવે એ નોકરીએ જતો નહીં, આખો દિવસ દારૂ પીને પડી રહેતો. ઘરમાં ખાવાના પૈસા ખૂટવા લાગ્યા. રોજ કોણ ખવડાવે? એ માટે રાઘવ મહેનત કરતો, પણ એટલા રૂપિયા મળતા નહીં. બસ, એ પછી એણે મહેનતને તિલાંજલિ આપી અને નાની-મોટી ચોરી કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એનું મિત્ર મંડળ વધાર્યું. તેઓ ટ્રેનોમાં લોકોના પોકેટ મારતાં, પાકિટ ચોરી કરતાં અને જે રૂપિયા મળતાં એનો સરખો ભાગ કરી રાઘવ પોતાના ભાગમાંથી બાબા માટે દારૂ અને ખાવાનું લાવતો. એમને હાથમાં બોટલ પકડાવી એ ઘરની બહાર નીકળી જતો. રાઘવને સમજાય ગયું હતું- દુનિયામાં જો જીવવું હોય તો એ માટે પૈસા ખૂબ જરૂરી છે. એ મહેનત કરવાથી નથી મળતાં, લોકો પાસેથી છીનવી લેવા પડે છે. તો જ તમને જીવવાનો હક્ક મળે છે. જિંદગીની આ ફિલોસોફી તેને જિંદગીએ બહુ નાની ઉંમરે શીખવી.

યુવાન બનતાં તેના સપનાંઓ યુવાન થતાં ગયાં. તેનું સપનું હતું મહેલ જેવું ઘર બનાવી બાબા માટે આખી દુનિયામાંથી પ્રખ્યાત શરાબ મંગાવી તેમને પીવડાવવો. જોકે, બાબા તેને એકલો મૂકી આ ફાની દુનિયા છોડી મૃત્યુ પામ્યા ત્યારે એ ખૂબ રડયો. એ બીજી વખત અનાથ બન્યો હતો. હવે આગળ-પાછળ કોઈ જવાબદારી ના રહેતા તેના સાહસો વધવા લાગ્યા. લૂંટના એક કિસ્સામાં એને પ્રથમ વાર જેલ થઈ. જેલ આમ તો માણસને સુધારવાનું કામ કરે છે. પણ સાચી હકીકત એ છે અહીં માણસ સુધરતો નથી ઊલટું, એ નવો નિશાળિયો ગુનાઓના પાઠ ભણીને એક અઠંગ ગુનેગાર બનીને બહાર આવે છે.

રાઘવને જેલની સજા વખતે ચમન મકરાણી મળી ગયો. જે ચરસ- અફીણની હેરાફેરીમાં ગોવાથી મુંબઈ આવતા પકડાઈ ગયો હતો. જેલમાં તેની સંગત રાઘવ સાથે થઈ ગઈ. એ સંગત ટૂંક સમયમાં ગાઢ દોસ્તીમાં તબદીલ થઈ.

‘રાઘવ, આવી નાની-મોટી ચોરી અને લૂંટફાટ કરવાને બદલે દોસ્ત, તું મારી સાથે ગોવા ચાલ, મારા ધંધામાં ધૂમ પૈસો છે અને પોલીસનો ભય ઓછો રહે છે. બસ, માત્ર તેમને રેગ્યુલર હપ્તા પહોંચાડતા રહેવાનું.’ મિત્રની આ વાત રાઘવને ગળે ખૂબ જલ્દી ઊતરી ગઈ. આ રીતે અજાણતા જ અંધારી આલમના

 

ગુનાઓના રસ્તા પર તે પહેલું કદમ મૂકવા તૈયાર થયો...

ક્રમશઃ

 

પ્રકરણ- (૫)

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..