Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Piyush Pandya

Comedy

2  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી અંક-૧, પ્રકરણ (૧)

ચંપક છત્રી અંક-૧, પ્રકરણ (૧)

4 mins
7.3K


સુરત શહેર મસ્તમઝાનું રંગીન શહેર, વિવિધતાથી ભરેલું શહેર, ઉદ્યોગોથી ધમધમતું શહેર, જેવું નામ એવી જ સુરત ધરાવતું અમારું શહેર સુરત. સુરતની વાત આવે એટ્લે સુરતીઓની રહેણીકરણી, ખાણીપીણી, મિજબાની અને મૌજમસ્તીની વાત તો થાય જ, એ સિવાય મોજીલો અને ગમ્મતીયો સ્વભાવ એટ્લે સુરતીઓનો, જેટ્લો ખાવાનો ખજાનો એટ્લો જ મૌજમઝા અને ગમ્મતની છોળો. સુરતીઓ માટે એવું કહેવાય કે હોટલો પણ ખાલી ની મળે અને ફૂથપાટ પણ ખાલી ની મળે. આ તો થઇ સુરતની વાતો.

પણ અમારા સુરતના જોશીલા, ગમ્મતીયાળ, ચંપકલાલ ગમનલાલ ખત્રી ઊર્ફે "ચંપક છત્રી"ની વાત કરીયે, ચંપક છત્રી નામ સાંભળતા જ આશ્ચ્રર્ય લાગે, પણ એટ્લું જ આશ્ચર્ય પમાડવા જેવું જ કેરેક્ટર પણ છે. મનમોજીલો, ગમ્મતીયાળ, જીવનની સાફલ્યતાની કેડી પર ચાલતો ચંપકલાલ ગમનલાલ ખત્રી, મોટો બહોળો પરીવાર પણ, શહેરનાં મહોલ્લાથી માંડી નાનીમોટી દુકાનોમાં એક મોટું નામ "ચંપક છત્રી" યુવાન યુવતીઓથી લઈ મોટા બધાનાં દીલો પર રાજ કરતાં "ચંપક છત્રી." નાના ટેણીયામેણીયાઓ માટેનું તો રમકડું એટ્લે "ચંપક છત્રી" આમ ચંપક છત્રીની તો વાતો કરતા જ ચહેરા પર હાસ્ય જ છલકાઈ જાય, નામ જ એવું લોકોએ પાડ્યું છે ને "ચંપક છત્રી."

ચંપક છત્રી આમ તો ૬૦ વર્ષની ઉંમરના કાકા છે, પણ યુવાનોને શરમાવે એવી યુવાની અને સુરતી અંદાજને કારણે લોકપ્રિય પણ ખરા; ચૂંટણીમાં ઊભા રહે તો ૧૦૦% જીતવાના ચાન્સ પણ ખરા.

ચંપક છત્રી મોજીલા, પોતાની આવડત પ્રમાણે જિંદગી જીવવામાં માહિર, સુરતના પરાવિસ્તારમાં એક ત્રણ માળનાં મકાનમાં એમનો પરીવાર રહે.

પરીવારનાં માણસો પણ મારાહારા ચંપક છત્રી જેવા જ, બધીય નોટો જ ગોતી ના જડે એવી, પણ સ્વભાવ એક્દમ મસ્ત... અસલ સુરતી મિજાજ ખરો ને.

ચંપક છત્રીની બધી જ વાતો નિરાળી એમનો પહેરવેશથી માંડીને એમનો સ્વભાવ.

લેખક જતા હોય છે અને સામેથી આવતા ચંપકકાકાને જોઈ બૂમ પાડે છે...

લેખક : અરે ઓ ચંપકકાકા, આમ ક્યાં લટાર મારવા નીકડ્યા?

ચંપકકાકા : ઓ હો હો... લેખક! કેમ ભાઇ, કઇ કોઠીમાં ભરાણો હતો આટ્લા દીવસથી દેખાતો પણ ન્હોતો? અને તને કેટ્લીવાર કહ્યું કે મને ચંપક છત્રી કહે તો ચાલસે, પણ આમ ચંપકકાકા કરીને રાડો પાડે એ ની પોસાય.

લેખક : અરેરે.. એમાં શું ખોટુ લગાડવાનું, તમે મારી કાકાની ઉંમરના એટલે કીધુ.

ચંપકકાકા: નખ્ખોદીયા, હવે લાકડીથી તારી કેડ ભાંગવી પડસે, જો હવે મને કાકા કીધુ છે તો... (વચે અટ્કાય છે ને ઉપર બારી તરફ ઇશારો કરીને) જો પેલી બારીમાંથી હંસુડી હસે છે, હસતા હસતા એનું છોકઠુય બહાર નીકડી ગયુ... એ હંસુડી, ચાલ જા અંદર, કઇ કામકાજ છે કે નઇ, આ તો નવરો છે.

લેખક: અરે, ચંપકકાકા

ચંપકકાકા: તને કીધુને....ચંપક છત્રી કહેવાનુ

લેખક: ચલો હવેથી તમને ચંપક છત્રીથી જ બોલાવીશ.

ચંપક છત્રી: એ જ બરાબર... હમજ્યો ખરો , બધાએ મને ચંપક છત્રી આટ્લુ સરસ નામ આપ્યુ અને તુ મને કાકા કહીને બોલવે તો જુવાનીમાં જ ઘરડો બનાવી દેય એવુ લાગે... ( જોરથી હસે છે અને લેખકના વાંસે ધબ્બો મારીને) બોલ, શું કામ હતુ?

લેખક: ચંપક છત્રી, મરે તમારી ઉપર એક લેખ લખવો છે.

ચંપક છત્રી: એટ્લે, તુ હવે મને નોટોની જેમ વટાવવાનો એમ જ ને!

પણ મારી પર લખીને તુ કરીશ શું? હું કોઇ એવડો મોટો માણહ નથી ભાઇ મારા.. લખવુ જ હોય તો માધુરી દીક્ષિત પર લખ કે કોઇ ફૂલફટ્ટાક હીરોઇન પર લખ, હું તો મનમોજીલો સીધોસાદો માણહ... મને વેચીને તને શું મળશે, કંટોલો?

લેખક: હું તમને દુનિયા સાથે ઓળખાણ અને મિત્રતા કરાવવા માંગુ છુ.

ચંપક છત્રી: એટલે, તુ મને ઘરડે થયે ઘોડે ચઢાવવાનો એમ જ ને...

લેખક: નારે ના, ચંપક છત્રી, તમને ઘોડે ચઢાવવાનો તો નહીં, પણ શહેરો બાંધીને ફરી પરણાવવાનો તો ખરો જ... હાહાહાહા

ચંપક છત્રી: એ લખોટા, ધીરે બોલ લીલુડી હાંભડી જસે, તો મને ઘરની બહાર નીકડવાનુ પણ બંધ કરી દેસે, તો મારી બધીય બહેનપણીઓનો તને શ્રાપ લાગસે... શ્રાપ.

લેખક: બસ, આજ તમારો મોજીલો સ્વભાવ મને સ્પર્શી ગયો છે. એટ્લે અને બસ એટલે જ હુ તમને સુરતની બહાર પૂરા ગુજરાતનાં ફલક પર પહોચાડવા માંગુ છુ.

ચંપક છત્રી: હાહાહાહા... નરેન્દ્ર મોદીની જગયાએ ચીફ મિનિસ્ટર બનવવાનો! ના ભાઇ ના... એમ મારુ કામ નહી, હું તો મારી હોમ મિનિસ્ટરનો જ પી.એ. બસ(અને મરો કાન ખેંચીને) પીવા દેય તો પી પણ લઇ એ... હાહાહાહા

લેખક: હાહાહા... ચંપક છત્રી, તમે ખરેખર ખૂબ જ દિલચશ્પ માણસ છો. તમ્ને હુ થોડા સમય માટે પણ મળું છું તો મારો આખો દિવસ સુધરી જાય છે.

ચંપક છત્રી: હવે વાયડાય છોડ અને મુળ મુદ્દે આવ, બોલ મારુ શું કામ છે? આટ આટ્લી ખુશામતથી તો શેતાન પણ રાજી થઇ જાય.

લેખક: બસ, ચંપક છત્રી, મારે તમારા બાળપણથી લઇને અત્યારસુધીની સફરનો રોમાંચ માણ્વો છે. અને લોકોને મણાવ્વો છે એટ્લે મને તમારી માહિતી જોઇએ આ ચંપક છત્રી એ કઇ બલાનુ નામ છે એ મારે મારા મિત્રો ને જણાવ્વુ છે.

ચંપક છત્રી: એટ્લે લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે... હાહાહા( જોરથી હસે છે) ભાઇ મારી જિંદગી તો હાસ્યથી ભરપૂર છે.

ચાલ તો એક કામકર, કાલે સવારે ૯‌ વાગે ઘરે આવ તને લીલુડીનાં હાથની મસ્ત મઝાની ફુદીનાવાળી ચાહ પીવડાવીશ, બરાબર્!

લેખક: આ લીલુડી કોણ?

ચંપક છત્રી: અલ્યા ડોબા, મારી પત્નિ અને તારી કાકી.... હાહાહાહા, આ છત્રીનો હાથો...

વધુ આવતા અંકે...


Rate this content
Log in

Similar gujarati story from Comedy