Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

કન્યા પધરાવો

કન્યા પધરાવો

4 mins
7.5K


કન્યા પધરાવો, સાવધાન. નીલ અને નીકી પોતાના દોસ્ત પવનના લગ્નમાં આવ્યા હતાં. પવન હતો દિલ્હીનો અને પમી હતી મુંબઈની. લગ્ન હતાં કેનકુન. સુંદર. વાતાવરણ હતું. દરિયા કિનારે મીઠો વાયુ વાઈ રહ્યો હતો. ડેસ્ટીનેશન વેડિંગ હતાં તેથી કોઈને ક્યાં જવા આવવાનું હતું નહી. બધી અનુકૂળતા ‘રિસોર્ટ” એરિયા પર હતી.

લગ્ન પહેલાનાં પ્રસંગો ખૂબ ભવ્ય રીતે ઉજવાયા હતાં મહેંદીની રસમે રંગ રાખ્યો. અરે, બધા છોકરાઓએ ,નહી મરદોએ મહેંદી મૂકાવવાનો લહાવો માણ્યો. પછી હતાં ગરબા, રાસ અને ભાંગરા અંતે વેસ્ટર્ન ડાન્સ વગર તો અધુરું જ લાગે. બીજે દિવસે ‘કોક્ટેલ’ પાર્ટિ હતી. ડ્રેસ કૉડ હતો ટક્સીડો, શું સુંદર વાતાવરણ હતું. બધી સ્ત્રીઓ અને છોકરીઓએ ફરજીયાત કાળો ડ્રેસ પહેરવાનો હતો.

પૂનમની રાત હતી. દુધે ભરેલી ચાંદની સઘળે રેલાઈ રહી હતી. આહલાદક દૃશ્ય અને મદહોશ કરે તેવું વાતાવરણ. નીલ અને નીકી ખૂબ આનંદ પૂર્વક લગ્નની મઝા માણી રહ્યાં હતાં. બે મહિના પછી તેમના લગ્ન નક્કી હતા.

બંને જણા બધી વિધી અને પ્રસંગોનું બારિકાઈ પૂર્વક નિરિક્ષણ કરી રહ્યા હતાં. નીકી તો જરૂર પડે ત્યાં નોટ્સ લખતી. જેથી જ્યાં ક્ષતિ દેખાય તે પોતાના લગ્નમાં દેખા ન દે.બધા પ્રસંગો પૂરા થ. આજે લગ્નનો દિવસ હતો. પવન તરફથી આવ્યા હતા એટલે જાનમાં જવાનું હતું. નીકીને થયું લાવને પમી તફની વિધી પણ જોવાનો લહાવો લંઉ. પમીને મળવાને બહાને તેના પક્ષ તરફ ગઈ. તેના દાગીના, હાર બધું નિહાળી ખુશ થઈ. પમી તેના માતા પિતાને પ્રણામ કરી ભાઈ બહેન તરફ વળી. સઘળાં વડીલોને નમસ્કાર કર્યા. પમીએ ખાસ નક્કી કર્યું હતું કે તે રડીને વિદાય નહી થાય. તે હસતે મુખડે વિદાય થવા માગતી હતી. હા, મનમાં વિદાયનું દર્દ હતું તો સામે પવન સાથે સુંદર જીવન વિતાવવાનું સ્વપ્ન. જે જીંદગીનો ખૂબ અગત્યનો ભાગ હતો. શામાટે રડીને વિદાય થવું. મન મક્કમ કરી માતા પિતાની મધુરી યાદો હૈયામાં સંઘરી પવન સાથે નવો સંસાર માંડવાની શુભ શરૂઆત કરવા તત્પર હતી.

નીકી પમી બાજુના સઘળાં દૃશ્યો નિહાળી પવન બાજુ ગઈ. પવન હાથી પર બેસીને જવાનો હતો. સુંદર બારાત નીકળી વાજતે ગાજતે કન્યા પક્ષ તરફ વરઘોડો ગયો. પમીની મમ્મીએ જમાઈ બાબુને પોંખ્યા.પમીની મમ્મી નાક ખેંચવા ગઈ તે નીલે સાવધાની વાપરી પળ સાચવી લીધી. પવન સમજ્યો નહી પણ નીલ ઉપર ખુશ થઈ ગયો.

પમી અને પવન લગ્ન મંડપમાં આવી બેઠાં. હવેનું દૃશ્ય જોઈ નીકી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. લગ્નની વિધી કરાવવા પવનના માતા પિતા બેઠાં હતાં. પવનનો નાનો ભાઈ પૂજાની બધી સામગ્રીના ચાર્જમાં હતો. ખૂબ સુંદર રીતે વિધી ચાલી રહી હતી. નીકીએ આંખો ચોળી. જે દૃશ્ય તેની નજર સમક્ષ ખડું હતું તે અદભૂત હતું. મંગળાષ્ટક ગવાયું. હસ્ત મેળાપ થયો. સપ્તપદીના સાત પગલાં સમજીને લીધાં. મંગળ ફેરા ફરાયા. કન્યાના દાન દેવાયા. સેંથીમાં સિંદુર પુરાયું. મંગળ સૂત્ર ગળામાં પવને પમીને પહેરાવ્યું. ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ ના ઉચ્ચાર થયા. લગનની નિશાની ‘વેડીંગ બેંડ” પવને પમીને પ્રેમથી પહેરાવ્યો.

બ્રહ્મણભાઈની ગેરહાજરી કોઈને ન સાલી. દરેકના હાથમાં વિધી વખતના શ્લોકોનું અંગ્રેજીમાં છપાવેલી પત્રિકા હતી. અંતે કન્યાને વિદાય કરી. વર અને કન્યા સહુને પ્રેમે મળવા લાગ્યા. તે પહેલાં બંને પક્ષના વડીલોના શુભ આશિષ મેળવ્યા.

લગ્નની તૈયારી વખતે ચાલતી વાતચીત પરથી પવન એવા નિર્ણય પર પહોંચ્યો કે એક મિનિટ તેના મમ્મી અને પપ્પા વિચારમાં પડી ગયા. બેટા યે કૈસે હો સકતા હૈ. મમ્મી ક્યું નહી હો સકતા. આપ ઔર પપ્પાસે જ્યાદા ખુશી કિસે હોને વાલી હૈ. આપ દોનોંકે આશિર્વાદ હમ પર સદા રહેંગે. મુઝે યે મહારજોં પર કોઈ ભરોસા નહી હૈ! ખૂબ સોચને કે બાદ સબ ને યે બાત પર અપની સમ્મતિ દેદી. પવનને પમી ઔર ઉસકે માતા પિતા કોભી સમઝા લિઆ.

નીકી અને નીલતો આવી સુંદર વિધી જોઈને ખુશ ખુશાલ હતાં. નીકી એ મનમાં કશું નક્કી કર્યું. જે વગર કહે તેની આંખોમાં નીલ વાંચી રહ્યો. રાતના બધા મિત્રોએ બે વાગ્યા સુધી પવન અને પમીને ન છોડ્યાં. અંતે દયા ખાઈને કહ્યું તમારી ‘ફર્સ્ટ નાઈટ’ સ્પોઈલ નથી કરવી.

નીલે પવનના ભાઈને પકડ્યો. પ્રીત મારે તારી સાથે થોડી વાત કરવી છે. પ્રીત જાણતો હતો, ‘શું વાત કરવી છે.’

પ્રીત કહે ચાલ મારી રૂમ પર. નીકી અને નીલ બંને પ્રીતની રૂમ પર ગયા. પ્રીત કહે તમે પૂછો એ પહેલાં જ હું કહી દંઉ આ વિચાર પમી અને પવનનો સંયુક્ત હતો. મારી મમ્મી સંસ્કૃતની પ્રોફેસર છે. પવને કહ્યું મમ્મી આપ હમારી શાદી કરવાઈએ. મમ્મી..કો. યે બાત પસંદ આઈ. પિતાજી ઔર માને બૈઠકે યે સબ પ્રોગ્રામ તય કિયા. વૈસેભી આજકલ કે બ્રાહ્મણોંસે બહોત હી અચ્છી તરહસે મમ્મી પપ્પાને પૂરી રસમ નિભાઈ.

નીકી અને નીલ ખુશ થઈ ગયા. પ્રીતને કાનમાં કહ્યું,———

પ્રીત બોલ્યો,  ‘હાં, મમ્મી, ડેડીકી ઔર સે મૈં હાં કહતા હું.’


Rate this content
Log in