Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Children Classics Inspirational

4  

Vijay Shah

Children Classics Inspirational

દેખું સુર્યાંશ તને આજે

દેખું સુર્યાંશ તને આજે

3 mins
14.5K


નથી હું સુરજ ઊગતા પુરવનો, નથી હું સુરજ આથમતી સાંજનો

નથી હું સુરજ કુણી શી શિશિરનો, સુરજ્મુખી તું મને શું કામ દેખે?

દેખું તને બાળૂડા રોજ સવારે ને, સુવાડું હેતે તને રોજ સમી સાંજે,

કુંતેય તને સમજાવું કે તું નથી રાધેય, હું તેથી તો દેખું સુર્યાંશ તને આજે.

નથી હું સુરજ હીમશી હેમંતનો ,નથી હું સુરજ બળબળતા ગ્રીષ્મનો,

નથી હું સુરજ પૃથ્વીનાં લગાવનો, સુરજ્મુખી તું મને શું કામ દેખે?

બાળુડાં તું તો સોનેરી વાળવાળો, આભાઓ સૌ મારી પંખુડીઓની,

સુરજે સોંપી સૌ જવાબદારી તારી, હું તેથી તો દેખું સુર્યાંશ તને આજે.

ચાહતના છે રુપ અનેક કે જેમાં હોયે એકજ વાત સતત તેથી સાંભળ !

તું સુર્યનો અંશ તેથી સુર્યની જેમજ દેખું હું રોજ તને સવારે ને સાંજે.

ગુડ મોર્નિંગ!

“બા આ સુરજમુખીનું ફુલ મારી સામે જ કેમ જુએ છે ને હસે છે?”

“બેટા તારા વાળ સોનેરી સુરજ જેવા છે ને તેથી!”

“પણ તેણે તો સુરજની સમે જોવાનું હોયને?”

“હા પણ તે સમજે છે સુરજ એક છે પણ સુરજ મુખી તો હજારોની સંખ્યામાં છે તેથી તેણે તેની દોસ્તીના દ્વાર તારે માટે ખુલ્લા રાખ્યા છે અને તને આમંત્રી રહી છે. અને કહે છે ગુડ મોર્નીંગ!”

“હા મારે પણ દોસ્તી કરવી છે પણ તે ક્યાં મને સાંભળે છે?”

“ પણ તારી સામે જુએ તો છે ને?”

“તેવું તો હું પણ તેની સામે જોઉં છું. પણ આ મૈત્રી તેથી આગળ વધે તે માટે શું કરવું જોઈએ?”

“મૈત્રી વાચાળ ત્યારે બને જ્યારે આપણા મિત્ર માટે આપણે કંઇક કરીયે જેમ કે તેની સામે જોઇને હસીયે કે તેને ગમે તેવું કંઇક આપણે કરીયે.”

“હસું તો હું રોજ છું પણ મને ખબર નથી કે બીજું શું કરું તો તેને ગમે?”

“જો શક્ય હોય તો સવારે તેની પાસે જઇને હસ... તેને હેલો કહે...”

“પછી તે હસશે? મને સામે હેલો હાઇ કરશે?”

“થોડો થંભી જા… હજી તેનાં કુંડામાં રોજ સવારે લોટો ભરીને પાણી નાખવાનું છે.”

“બહુ સરસ બા મને તે ગમશે.”

“અને ક્યારેક થોડું ખાતર પણ..”

“ પણ બા એ કહેને તે મારી સાથે વાતો કરશેને?”

“હા. કરશે પણ તેની વાતો જેમ તું નથી સાંભળી શકતો તેમ તે પણ તારી વાતો નથી સાંભળી શકતું”

“બા.. તો મને તેની ભાષા શીખવને?”

“એક દિવસ તે ભગવાન ને ત્યાં જશે. ત્યારે તું રડીશ ના.”

“હેં બા... એટલે તે મરી જશે?”

“ના ના તે જીવતું તો હશે પણ તેનું રૂપ બદલાશે અને તને એકનાં અનેક બીયાં આપશે..”

“બા મને તે બદલાવ ના ગમે તો?”

“તે બદલાવ નથી તે તો ભગવાન પાસે જઈને બનશે કાળા કાળા બીયાં અનેક...”

“પછી?”

“તે સઘળા બી વાવશું અને… પછી તારું સુરજ્મુખી બોલશે...!”

“ખરેખર બા.. તે બોલશે?’

“હા બોલશે અને ખીલવશે અનેક સુરજ્મુખીનાં છોડ.”

“પછી?”

પછી દરેક છોડ ઉપર હશે સુરજમુખીનાં ફુલો અનેક……

“બા! પાછું પાણી પાવાનું ને?”

“હા બેટા અને ખાતર પણ આપવાનું”

“તોય બા મને ના સમજાયું એ ક્યારે મારી સાથે બોલશે?”

“એક ફુલમાંથી અનેક ફુલ થાય અને તે સર્વ ફુલો ઉપર આવે ભમરા હજાર.”

“પણ બા..મારે તો સુરજ્મુખીનાં બૉલ સાંભળવા છે..”

“પવનની લહેરખીએ નાચતા ફુલો સાથે ભમરાઓનું ગુંજન તે તો છે સુરજમુખીનું… હાઇ અને હેલો અને કુંજન…ગુડ મોર્નિંગ!”


Rate this content
Log in

Similar gujarati story from Children