Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishnu Bhaliya

Others

4  

Vishnu Bhaliya

Others

જવતલિયો

જવતલિયો

5 mins
14.3K


”માં, મારે આજે ભાઈબીજનો ઉપવાસ છે, એટલે નાસ્તો નઇ બનાવતી.” સાવિત્રીએ ઉઠતાવેંત માંને કહ્યું.” હાં, ભાઇ હાં. પે’લા જી’ના હાંટુ ઉપવાસ રહી છે એને તો ઉઠાડ.” કાળીકાકીનાં અવાજમાં રમુજનો રણકો વરતાયો. જીવન હજી ઘસઘસાટ ઊંઘતો હતો. દિવાળી અને નૂતન વર્ષનો ઉમંગ હજી છલકાતો હતો ત્યાં આજે ભાઈબીજ આવી પોહચીં. આમેય તહેવારોના દિવસોમાં થાક વધુ લાગે, એટલે હંમેશા વહેલા ઊઠવાંની આદતવાળો જીવન આજે હજી ઊંઘતો હતો. કાળીકાકી નાસ્તો બનાવવાંમાં મશગુલ રહ્યાં. સાવિત્રી અને જીવનની ઉંમર વચ્ચે ફરક માત્ર બે વર્ષનો. જીવન, સાવિત્રી કરતાં બે વર્ષ નાનો. જીવનના જન્મ બાદ ત્રણ-ચાર મહિનામાં જ કાળીકાકી વિધવા બનેલા. તે મનહૂસ દિવસ જ્યારે પણ યાદ આવતો ત્યારે કાળીકાકી ચોધાર આંસુએ રડી ઊઠતાં! જોકે, ત્યાર બાદ જીવનના પાલનપોષણમાં જ આયખું ખર્ચી નાખ્યું. સામે દીવાલ પર લટકતી તેમના પતિની તસવીર પર કાળીકાકીની નજર એકાદ ક્ષણ થંભી, તે સાથે જ આંખ થોડી નમ બની ગઈ!

સમગ્ર પરિવાર માછીમારી પર જ નિર્ભર હતો. ખાસ કરીને જીવન હવે વહાણમાં ચઢી ગયો હતો એટલે ખલાસી તરીકેનો બધો પગાર માતાના હાથમાં જ મળતો. બાકી તે સિવાય મા-દીકરી છૂટક મજૂરી કરતાં, તેમાંથી જ ઘરનું ગાડું ચાલતું. કાળીકાકી હંમેશા એક વાતે ખુશ હતા કે, તેના પતિની બે નિશાની સમા સાવિત્રી અને જીવન વચ્ચે અગાઢ પ્રેમ હતો. ભાઈ વગર બહેન બેચેન બની જાય, અને ભાઈ, ઘરમાં પ્રવેશતાવેંત બહેન સાથે દિલ ખોલીને વાતોએ વરગી જાય. આમેય ગામમાં, મજાક-મજાકમાં લોકો કહેતા પણ ખરા કે: ‘જીવનો તો સાવિત્રીની બહેનપણી છે, અને આ સાવિત્રી, જીવનાનો દોસ્તાર’ અને ઉમંગમાં બધાં એકસાથે હસી પડતાં.

આજે રાતે જીવને બહેનના હાથે બનેલું ભોજન જમી, બેનીના આશિર્વાદ લીધાં. સાવિત્રીના હાથમાં સો રૂપિયાની નોટ મુકતાં તેણે કહ્યું. “લે, આજે આનાથી વધું કંઈ નથી. પણ જે દિ’ તારા લગન થાયેને તે દિ’ માંગજે, તારો ભઈલો કોઈ પણ જોગે લાવી દેશે.’’ ભાઈ-બહેન, બંનેની આંખોના ખૂણે આંસુની એકાદ બુંદ ઊપસી આવી. જીવન વહાણે પહોંચ્યો એટલામાં બાકી ખલાસી પણ આવી ગયાં હતાં. ત્રણ-ચાર દિવસના આરામ પછી આજે બધાં જ વહાણો એકસાથે છુટવાંના હતાં. દરેક વહાણમાં કોલાહલ અને દોડધામ મચી હતી. ”ચાલ જીવન, સેરા છોડ ભાઈ જટ.” સુકાની ભાણજીએ ઉતાવરી હાકલ કરી. થોડીવારમાં વહાણ તેની મંજિલ પર ચાલી નીકળ્યું. મોજા સાથે રમત કરતું વહાણ સતત આગળ વધતું રહ્યું. રાતના અંધારા ઘેળા બનતાં રહ્યાં, પવન સુસવાટા કરતો રહ્યો. ભાણજી સુકાન પકડીને બેસી ગયો હતો, બાકી બધાં જ ખલાસી જેમે તેમ ઊંઘતા હતાં. ભાણજી પણ છેલ્લા ત્રણ-ચાર દિવસની દોડધામ અને ત્યોહારને લીધે ખૂબ થાકેલો લાગતો હતો. ઠંડા-ઠંડા પવનની લહેરો વચ્ચે આંખો વારે-વારે ઘેળાવાં લાગી! થોડીવારમાં ભાણજી પર નીંદનું સામ્રાજ્ય છવાય ગયું. વહાણ તેની મરજીમુજબ આગળ વધતું રહ્યું. એકાએક ભયંકર મોજાની પછડાટથી ભાણજીની ઊંઘ ઊડી ગઈ. તેણે થોડીવારમાં જ પોતાની જવાબદારી સંભાળી લીધી. ઉતાવરે આકાશ તરફ નજર કરી ભગવાનનો ઉપકાર પણ માની લીધો. મનમાં ધરપત અનુભવી કે, હાસ! કોઈ હોનારત બને તે પહેલા જ તેની નીંદર ઊડી ગઈ!

આડાઅવળાં, જેમ-તેમ સુતા દરેક ખલાસી પર તેણે નજર ફેરવી લીધી. કાંઈક અજુગતું લાગ્યુ!! જીવન કાંઈ નજરે ન ચઢ્યો. મનમાં ધ્રાસકો પડ્યો. “લાખા, ઓ લાખા. કાના. ઉઠો. જીવન ક્યાં છે?" ભાણજીના અવાજમાં ધ્રુજારી સ્પષ્ટ વર્તાય. બધાં જ સફાળા જાગી ગયાં. દરેકનો જીવ અધ્ધર ચોટી ગયો!! વહાણના ખૂણે ખૂણામાં બધાં ફળી વર્યા, પણ જીવનનો કાંઈ પતો ન લાગ્યો. હવે શું કરવું? અફાટ મહાસાગરમાં તેને કેમ શોધવો? શું બન્યું હશે? તે વહાણમાંથી ક્યારે પડ્યો હશે? વહાણ કઈ દિશા તરફથી આવ્યું હતું? આવા અમંગળ સવાલો મનમાં જ અટવાયને રહી જતાં હતા. વહાણ બંદરમાં પહોચ્યું ત્યારે કાળીકાકી પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ તેવો ઢળી પડ્યાં. વાત સાંભળતાં જ સાવિત્રીના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ! આંખોમાં જળજળીયાં આવી ગયા. ઘડીભરમાં જ તે પણ બેભાન બની, જમીન પર ઢગલો થઈ ગઈ. રડી રડીને, લાલચોર બનેલી આંખો સ્પષ્ટપણે સોજી ગઈ હતી. એકનોએક ભાઈ, જીવન ક્યાં હશે? કેવી હાલતમાં હશે? જીવતો પણ હશે કે નહિ? જીવથી પણ પ્યારા વીરાનું મુખડું પણ હવે જોવા મળશે કે કેમ? આવા સવાલોના હથોડાથી તેનું મગજ બહેર મારી જતું અને અર્ધમરેલી હાલતમાં તે ફરી બેભાન બની જતી.

આજે ત્રણ વર્ષ પછી પણ જ્યારે જ્યારે જીવન યાદ આવતો તો સાવિત્રી બિલકુલ ભાંગી પડતી. ભઈલાના વિયોગથી સાવિત્રીની જિંદગીમાં એકલતા છવાય ગઈ. ભાઈબીજ કે રક્ષાબંધન જેવાં અવસર પર તો સાવિત્રી એકલી ઘરમાં જ પૂરાય રેહતી. આ સમયે તે ઘા ફરી તાજો થઈ જતો અને તે ભઈલાની છબીને વળગી પડતી! “બેટા, આ વરહે તારા લગનની બોલી આવી જાહે, તું હજી આમનેઆમ ક્યાં લગી બેસી રેશ. હમજી જા મારી દિકરી. લગન કરી લે આ વરહે.” આટલું બોલતાં કાળીકાકીને ગળે ડુમો ભરાય આવ્યો. પરંતુ હંમેશની જેમ સાવિત્રી કાંઈ પણ બોલ્યા વગર કામમાં વ્યસ્ત રહી, અને કાળીકાકીને આ વખતે પણ નિરાશ થવું પડ્યું. ગામના આગેવાનો, સગાસંબધી બધાં જ હવે સમજાવીને થાક્યાં, પણ સાવિત્રીના મનમાં તે ઘાવ હજી રૂઝાતો નોહતો. કોઇ વધારે આગ્રહ કરે તો તેનો એક જ ઉત્તર રેહતો.” મારો વિરો જીવન, જવતલિયો બનીને આવશે તવાર જ હું લગન કરીશ.” ત્યારબાદ બધાં લાચાર બની જતાં! પણ આ વખતે જીદ કાળીકાકીએ પકડી. ”જો, આ વરહે તું લગન નહિ કરે તો; આ તારી મા પણ નહિ રહે. હમજી જાજે એટલામાં.” કાળીકાકીનો અવાજ અને તન બંન્ને ધ્રુજતુ લાગ્યું.

આખરે સાવિત્રી, ના છુટકે લગ્ન માટે રાજી થઈ. જીવનની યાદ મનમાં કાયમી ઘર કરી ગયેલી. છતાં સાવિત્રીએ કમને આજે દુલ્હનનો પોશાક પહેર્યો. લગ્નની ધામધૂમ સર્વત્ર છવાય ગઈ. નાનું ઘોલકા જેવડું ઘર જાનૈયાઓથી ભરાય ગયું. વિધિવત્ લગ્ન પ્રસંગ થતાં રહ્યાં. દરેકના ચહેરા આજ ઉમંગથી ખીલેલા લાગ્યા, એકમાત્ર સાવિત્રી સિવાય! વર-વધૂના મંગળફેરા માટેની તૈયારીઓ થઈ. ગોર મહારાજ જવતલ વિધિની તૈયારી કરતા બોલ્યાઃ “ચાલો, કન્યાના ભાઈશ્રીને જવતલ હોમવાં બોલાવો.” બોલતા-બોલતા લગ્નકુંડમાં એક ચમચી ઘી તેમણે હોમી દીધું. એટલામાં સામેથી માસ્તરજી દોડતા આવતા દેખાયા. તેમણે એક હાથમાં અખબારને ટાઈટ રીતે પકડી રાખ્યું હતું. તેમનો શ્વાસ ફુલી ગયો હતો, હાફતાં-હાફતાં તેઓ એકીશ્વાસે બોલી ગયા. ”કાળીબેન...આ છાપામાં લખ્યું છે કે...” એકપળ તેઓ શ્વાસ લેવા ઊભા રહ્યાં અને ફરી ઉતાવરથી બોલ્યાઃ ”લખ્યું છે કે, આપણો જીવનો અત્યાર સુધી પાકિસ્તાનની જૈલમાં બંધ હતો, અને થોડા દિવસોમાં પાકિસ્તાન સરકાર જે પચ્ચાસ માછીમારને છોડવાની છે તે લિસ્ટમાં આપણા જીવનાનું પણ નામ છે.”

બધાંની આંખો ફાટી રહી ગઇ, માસ્તરજીના ઉચ્ચારેલા શબ્દો જાણે ચમત્કાર હોય તેમ લાગ્યું!! સાવિત્રીએ લગ્નમંડપમાંથી દોટ મુકી. વર સાથે બાંધેલી છેડાછેડી તેણે જાતે છોડી નાખી. માસ્તરજીના હાથમાંથી તેણે છાપું આંચકી લીધું. વાંચતા નોહતું આવડતું છતાં, જેમ-તેમ ખોલીને જોઈ લીધું. ઘડીભર છાપાને, છાતી સરસું ચાંપી રાખ્યું. આંખોમાં અનેરી ચમક ઉપસી આવી. ચહેરા પર ઉમંગની રેખાઓ ખીલી ઉઠી. મીઠા આંસુના રેલાઓ ફૂટી, જ્યાં-ત્યાં ચાલી નીક્ળ્યા. અવાજ ગળગળો થઈ ગયો, શબ્દો ગળામાં જ અટવાય જતા લાગ્યા. તે માંડ માંડ એટલું જ બોલી શકીઃ ”હવે તો મારો વિરો, મારો જવતલિયો બની આવશે તે દિ’ જ લગન કરિશ” અને સાવિત્રીએ લગ્નમંડપમાંથી દોટ મૂકી.


Rate this content
Log in