Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Others

2.6  

Shaileshkumar Pandya

Others

રેણુ

રેણુ

1 min
7.1K


‘હાથમાં તિરંગો, મુખમાં ‘ઝંડા ઊંચા રહે હમારા.’ શબ્દો પાગલ રેણુની ઓળખ! સરહદી ગામનાં હનુમાનજીનાં મંદિરનાં ઓટે એનો ડેરો. બાપુએ બે ગોદડી આપી દીધી’તી. કોઈને કોઈ પોતાનાં ઘરેથી રેણુને ખાવાનું આપી જાય. પાગલ હોવા છતાં કદી એણે ગામનાં લોકોને પરેશાન કર્યા નહોતા. એનું પાગલપન માત્ર દેશભક્તિ પૂરતું સીમિત. પાગલ રેણુ જાણે ગામની લાડકી બની ગઈ હતી. અસ્તવ્યસ્ત વાળ, ફાટેલા કપડાં, એક જ ધૂન. “ઝંડા...”

આજ પેલી વખત ગામના મુખી અને શાળાના પ્રિન્સિપાલ મળીને એક સ્તુત્ય પગલું ભર્યું. ૧૫ ઓગસ્ટ, પાગલ રેણુનાં હાથે ધ્વજવંદન. રેણુ નાહી-ધોઈને વ્યવસ્થિત કપડાં પહેરી હાજર. આજે એની દેશભક્તિ ચરમસીમાએ. ધ્વજની દોરી ખેંચાઈ, ઉપરથી પુષ્પ-વૃષ્ટિ, રેણુ ભીંજાઈ ગઈ દેશભક્તિના તાલમાં.

આંખો સામે ૧૫ વર્ષ પહેલાનું દ્રશ્ય.

૧૫ઓગસ્ટ, મેજર જય રાઠોડ, હાથમાં જાસૂદનાં ફૂલ, ખડકની ખાંચ વચ્ચેથી મેજર જાણે શાંતિદૂત. રેણુ સરહદ પાર પાકિસ્તાનની છે, જ્ઞાતિ, ધર્મ બધું જ અલગ. પણ પ્રેમ ક્યાં સરહદ કે ધર્મના વાડામાં બાંધ્યો બંધાયો છે? રેણુ છૂપાઈ છૂપાઈને મેજરને મળતી અને જાસૂદના ફૂલો એનાં કેશ શોભાવતા. આખરે પાકિસ્તાની સૈન્યની નજર શાંતિદૂત પર. ગોળીએ સીમા વળોટી ને આખું આભ રક્તરંજિત! બસ ત્યારથી રેણુ ભારતમાંનાં ખોળે પાગલ બનીને ભટકે છે...

પુષ્પ-વૃષ્ટિ સાથે આંખમાંથી અશ્રુ-વૃષ્ટિ થઇ. મુખમાંથી શબ્દો સરી પડ્યા...

“ઝંડા ઊંચા...”

 

 


Rate this content
Log in