Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Tragedy Others

2  

Pramod Mevada

Tragedy Others

એક સબંધ આવો પણ - ભાગ:2

એક સબંધ આવો પણ - ભાગ:2

3 mins
1.6K


સુરીલીએ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી તેની બીજી જ સેકન્ડે ગગનનો મેસેજ ઈનબોક્સમાં આવ્યો. એક સરસ થેન્ક્સ લખેલું પિક્ચર હતું. સૂરીલીએ કોઈ જવાબ ન આપ્યો ને એના કામમાં ખોવાઈ ગઈ. બીજે દિવસ સવારે એણે જોયું તો ગગનનો ગુડ મોર્નિંગ મેસેજ આવેલો જ હતો. એણે સામે ગુડ મોર્નિંગ નો રીપ્લાય આપ્યો. બીજી જ સેકન્ડે એનો રીપ્લાય આવ્યો.

" શુ કરો છો?" 

ઈશા : " સવાર સવારમાં શુ હોય! એઝ રૂટિન જોબ"

ગગન : " ઓહકે ફ્રી થાઓ જોબ પરથી પછી વાત, ટેક કેર સી યુ" 

ઇશાને ઘણા સમય પછી સારું લાગ્યું. એના મનમાં વિચાર આવ્યો. ચલો કોઈક તો છે જેને આમ ફોર્મલ તો ફોર્મલ પણ કહ્યું કહ્યું કે ટેક કેર ! બાકી ક્યાં કોઈને કશી જ પડી છે મારી. આજે ધારણા કરતા ઇશાનો દિવસ સરસ રીતે પસાર થયો. સાંજે જોબ પતાવી જમી ને એણે ફરી મેસેન્જર ચાલુ કર્યું. જાણે કે એના આવવાની જ રાહ જોતો હોય એમ ગગન નો મેસેજ આવ્યો " હાઈ" 

ઇશાએ રીપ્લાય કર્યો "હલો" 

ગગન: "જમી લીધું?" 

ઈશા: " હા ને તમે ?" 

ગગન: "ના બસ હવે જમીશ" 

ઈશા: " ઓહકે જમીલો પછી વાત કરીએ" 

ઈશા ગગનના જમી લેવાની રાહ જોવા લાગી. ખબર નહિ કેમ પણ આમ અજાણ્યા સાથે આટલી જલ્દી એ વાત કરવા લાગે એ એને પોતાને પણ અજુગતું લાગતું હતું. આમ ને આમ બન્ને અજાણ્યા વ્યક્તિ એકબીજાની નિકટ આવતા ગયા. આમ તો કોઈ જ પર્સનલ વાત તેઓ એકબીજા સાથે શેર કરતા ન હતા. હા એક વાત ચોક્ક્સ કે બન્ને એકબીજા સાથે વાત ન કરે ત્યાં સુધી જાણે કે એમને કૈક બાકી હોય એવું લાગતું. એક દિવસ ફેસબુક ઓપન કર્યું ત્યાં ઘણી રિકવેસ્ટમાં એક રિકવેસ્ટ આવી હતી. નામ હતું મિલન. પ્રોફાઈલ કઈક કુદરતી દ્રશ્ય નો હતો. ઇશાએ એની પ્રોફાઈલ ચેક કરી. કશુંય વાંધાજનક ન લાગતા એણે રિકવેસ્ટ એક્સેપ્ટ કરી. એની ધારણા વિરુધ્ધ આ વ્યક્તિએ કોઈ જ થેન્ક્સ ગિવિંગ મેસેજ સુધ્ધાં ન કર્યો! ઇશાને મનમાં લાગ્યું કે કદાચ આ કોઈ ઘમંડી વ્યક્તિ હશે. જે થશે જોયું જશે એમપણ ક્યાં આ તેનું સાચું આઈડી હતું કે તેને ચિંતા કરવાની રહે. 

અચાનક જ ગગનના મેસેજ આવતા બંધ થયા. ઈશા રોજ એના મેસેજની રાહ જોતી. એમ ને એમ લગભગ ચાર પાંચ દિવસ વીતી ગયા પણ ગગન નો કોઈ મેસેજ ન આવ્યો. ઈશા વિચારતી હતી કે કેમ તેનો કોઈ મેસેજ નથી. કેમ તે ઓનલાઈન નથી. ગમે તે હોય હવે તે મેસેજ કરે એટલે તેને પૂછવું જ છે કે કયા હતો એટલો સમય ? કેમ એક મેસેજ સુધ્ધાં નહી કર્યો? બીજે દિવસ ઈશા વિકેન્ડ પર જવાની હતી. રાત્રે સૂતી વખતે તેણે હિંમત કરી ગગનને મેસેજ મૂકી દીધો એને એમ થયું કે એ મેસેજ જોશે એટલે જવાબ આપશે મેસેજ માં એણે લખ્યું હતું કે "હાય ગગન કેમ ચાર પાંચ દિવસથી કોઈ મેસેજ નથી ? ઓનલાઈન પણ દેખાતો નથી ? હવે તું મેસેજ કરીશ પછી જ હું રીપ્લાય આપીશ." 

ઈશા વિકેન્ડ પર તેની ફ્રેન્ડના ઘરે જવા નીકળી. ઈશા તેની ફ્રેન્ડ રિયાના ઘરે પહોંચી ત્યારે તેની સાથે એક છોકરો પણ હતો. તે રિયાનો બોયફ્રેન્ડ હતો.

ઇશાને થોડુંક અજુગતું લાગ્યું પણ તે એક રૂમમાં જઈ બેસી ગઈ. થોડીક વારે રિયાનો ફ્રેન્ડ ગયો એટલે રિયા ઈશા બેઠી હતી તે રૂમમાં આવી તેને કહેવા લાગી. "શુ થયું ઈશા તું કેમ આમ આ રીતે રૂમમાં આવી બેસી ગઈ. જ્યોર્જને કેવું ખરાબ લાગ્યું તને ખબર પણ છે." ઈશા બોલી "મને યોગ્ય ન લાગ્યું એટલે હું અહી આવી બેસી ગઈ. તમે લોકો જે નખરા કરતા હોવ એ મને ન ગમે." રિયા "ઓહઃ એમ વાત છે. હવે સમજી હું મેડમને ગુસ્સો આવવાનું કારણ." ઇશાએ કહ્યું " તારે જે સમજવું હોય સમજ. મારો મુડ ખરાબ છે મને ડિસ્ટર્બ ન કર." રિયાએ કહ્યું "ઓહકે તું આરામ કરી લે થોડીક વાર. હું બહાર જઈ થોડુંક શોપિંગ કરી આવું. સાંજે શુ જમવું છે એ બોલ તો એની તૈયારી માટે પણ કંઈક લેતી આવું." ઇશાએ કહ્યું " તારે જે બનાવવું હોય બનાવજે. હું થોડીક વાર માટે સુઈ જાઉં છું." રિયા શોપિંગ કરવા માટે ઘરની બહાર નીકળી. ઈશા હજુ તો આંખ મીંચાય પણ નહીં હોય ત્યાં ફોન ની રીંગે એને જાગ્રત કરી દીધી. સામે છેડેથી જે કહેવાયું એ સાંભળી...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy