Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamal Bharakhda

Inspirational

2  

Kamal Bharakhda

Inspirational

અસ્ત્ર

અસ્ત્ર

1 min
7.5K


ખાણમાં ચમકપત્થર તોડવાનું કામ કરતો યુવાન, સવારે મજૂરી કરતો અને રાત્રે પ્રભુનાં ભજનમાં ખોવાઈ જતો. પ્રભુ પ્રત્યેની આદર્શ અને અદ્ભુત કલ્પનાઓને તેઓ ધીરે ધીરે શબ્દોમાં રૂપાંતરિત કરવા લાગ્યા. રોન્ઢે મંડળી ભેગી થાય એટલે સભ્યો પહેલાં જ તે યુવાનને ગોતે, એ અપેક્ષા સાથે કે, "આજે નવાં પદ સાંભળશું."

સમય વિતતો ગયો અને તે યુવાને પોતાનાં ભજન બનાવવા અને પીરસવાનું આદરી દીધું હતું. કોઈ વડીલ કહ્યું કે, "આ ભજનોને એક યાદપોથીમાં ઉતાર!"

જ્યારે પ્રથમ વખત એ યુવાને કલમ પકડી ત્યારે હાથની પહેલી આંગળી અને અંગૂઠો બંને કલમ સાથે ભેગા ન થઇ શકયાં! પણ એમણે મહેનત ન મૂકી.. એ લખતાં શીખ્યાં અને એમ ભજન ને શબ્દોમાં ચીતરવાનું શરુ કર્યું. ધીમે ધીમે પોથીઓ બનતી થઈ અને આધેડ વર્ષની ઉમરે નામના મેળવી... અને એક સમારંભમાં પત્રકાર દ્વારા એમને પૂછવામાં આવ્યું કે, "સાહેબ કેવી રહી સફર અહીં સુધીની?"

નમ્ર હાસ્ય સાથે એમણે કહ્યું, "અસ્ત્ર, હથેળીથી આંગળીઓ પર આવતાં આવતાં ઘરડો થઈ ગયો!" - અજ્ઞાત

- કમલ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational