Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Romance Tragedy

0.8  

#DSK #DSK

Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા - ૧

યે રિશ્તા તેરા મેરા - ૧

13 mins
14.9K


(મિત્રો મને લખવું ગમે છે. પણ મને એવું લાગે છે મારી પાસે એ કલા નથી. હું જ્યારે શરૂઆતમાં લખતી ત્યારે કોઈ કવિ કે લેખકની ગઝલના શબ્દો વાક્ય કે તેના શેરના આધારે લખવાનો પ્રયત્ન કરતી એટલે આપ લોકોને મારી કવિતા કોઈ લેખક કે કવિના લખાણ સાથે મળતી લાગશે જે હું હદયથી સ્વીકારું છું.)

...સલામ છે

દોસ્ત તને સલામ છે   

દુશ્મન તને સલામ છે

દોસ્તી ખુબ નિભાવી તે   

તેથી દોસ્ત તને સલામ છે

સમયની સાથે રહ્યો   

દિલને દિલાસો આપ્યો

મનની વાતોમાની તે   

તેથી દોસ્ત તને સલામ છે

ખબર પડી કયામત કેવી છે   

હિમ્મતની જરુર છે

કેટલી મારી આબરૂ છે  

દુશ્મન તેથી તને સલામ છે

વાણીના ઘા સમજ્યા   

વાણીના મરમ સમજ્યા

તલવારના ઘા સમજ્યા   

તેથી દુશ્મન તને સલામ છે

એ ગઇ ગઇ ગઇ. . . એમ થોડી ન જવા દવ તને. તારે મારી સાથે સાતભવ નિભાવવાના છે. જયદિપ એમ બોલ્યો. 

ઓહો. . . . . એમ. . . . સાત ભવ . . . મહેક બોલી. . . કેમ તને? મહેક;વિશ્વાસ અને પ્રેમ બંને છે. આ કાળા વાદળોથી છવાયેલુ આકાશ,આ રીમઝીમ ટપકતો વરસાદ. . . આહ. . . આ વિજળીના ચમકારા. . . . આમ બોલતા જ એક કડાકો થયોને. . . . . મહેક સડસડાટ જયદીપની બાહોમા ભરાય ગઇ (ડરીને બોલી) જયદિપ મને વિજળીથી ખૂબ જ ડર લાગે છે. . . . . જયદિપે એક હાથ તેના ખભ્ભા પર અને બીજો હાથ મહેકના માથા પર મૂકી બોલ્યો ‘હુ છુ ને!!!મહેક?’મહેક માત્ર એટલુ જ બોલી હમમમમ. . થોડીવારના આલિંગન બાદ બંને છુટા પડી બાજુ બાજુમા ઉભા રહ્યા.       ધોધમાર વરસાદ પડી રહ્યો છે, થોડે થોડે અંતરે કોઇને કોઇ જગ્યા શોધી ઉભુ છે. આ બંને પણ એક દિવાલને અટકીને ઉભા છે. જયદિપે મહેકનો હાથ તેના હાથમા લીધો. એક પ્યારી પપ્પી આપી બોલ્યો મહેક આઈ લવ યુ. 

મહેક; લવ યુ ટૂ ઓલ્વેઈઝ. આગળ બોલી. . . મને આ ચોમાસુ, વરસાદ અને હરિયાળી ખૂબ જ ગમે છે. એ કશુ આગળ બોલે એ પેલા જ જયદિપ બોલ્યો ‘’મને આ બધાની સાથે તુ જોઇએ જ’’. મને આ ચોમાસુ,વરસાદ અને હરિયાળી માત્રને માત્ર ‘તુ હોય’ તો જ ગમે છે. મહેક બોલી ‘હુ હંમેશા તારી સાથે જ છુ ડિયર’. 

ત્યાં જ એક સાઇકલવાળો નીકળ્યો અને જતો રહ્યો. તેને જોઇ મહેક બોલી; આટલા ધોધમાર વરસાદમાં કેટલી સરળતાથી સાઇકલ ચલાવી જાય છે. મને પણ તારી સાથે સાઇકલમા ફરવું છે. પણ આટલા ધોધમાર વરસાદમા નહી. ટીમટીમ બારિશમા. . . હો. . . . ? જયદિપ મહેકને તાકી રહ્યો છે હમમમ.

મહેક; શું જુએ છે આમ?જયદિપ;તને?મહેક;તુ તો મને રોજ જુએ છે, તો પછી આજ આમ તાકી... તાકીને ?

જયદિપ; પણ આમ તારી સાથે વરસાદમા હુ પે’લીવાર ભીંજાયો છુ. અને તુ પણ . . . . તું સુંદર તો છો જ પણ. . . . . . .

મહેક; (ધીમેથી બોલી) પણ. . . શું?

જયદિપ; મહેકની નજીક જયને, તેનો હાથ તેના વાળમાં હલાવતા તારા આ કાળાવાળ . . . પછી જેમ જેમ હાથ ફેરવતો ગયો તેમ બોલતો ગયો. . . . . તારી આંખો, તારુ નાક, તારા આ ગાલ, તારા લાલ હોઠ, (મહેક હવે જયદિપને પૂરેપૂરો મહેસુસ કરવા લાગી) તારો આ દુપટ્ટો અને તેની નીચે. . . 

જયદિપ; તારી આ ઉભરાતી. . . . . એમ કહી વળગી પડ્યો મહેકને!

મહેક પણ જયદિપના એહસાસને માણી રહી. જયદિપની કિસનુ હરખ ભેર સ્વાગત કરતી રહી. જયદિપે મહેકને વધારે નજીક ખેચીને અકડુ બની હગ આપ્યું. બંનેનો નજીકનો પ્રથમ એહસાસ, બંને માણી રહ્યા. 

થોડીવારે વરસાદ ધીમો પડ્યો.

મહેક; જયદિપ બસ. . . . . મને છોડ. . . . .

જયદિપ; છોડવા માટે નહી. તને તો આમ પ્રેમ કરવા માટે જ. . . . .

મહેક; દુપટ્ટો સરખો કરી, તેનુ સ્કૂટેર લઇ ઘર તરફ નીકળી ગઇ. જયદિપ પણ જતો રહ્યો. થોડીવારમા જ મહેકના મોબાઇલમા મેસેજ આવ્યો. મહેક કામમા છે તો મેસેજ  રીસિવ્ડ ના કરી શકી. થોડીવાર પછી બીજો. . . ત્રીજો. . . ચોથો. . . . . પૂરા 30 મેસેજ. વ્હોટસેપમાં આવી ચુક્યા. 

મહેક એકલી જ રહે. આથી ઘરનું કામ, રસોઇ, ઓફિસ આ બધું જ જાતે મેંટેઇન કરવુ પડે. કામ કરીને થાકી ગય તો આંખ લાગી ગય. સામે છેડે તેના મેસેજના રીપ્લાયની કોઇ રાહ જોવે છે. મેસેજ પહોચી ગયા. પણ રીડ ન તા થયા. એ વ્યક્તિને નીંદર કેમ આવે જેના 30-30 મેસેજ પહોચી ગયા પણ રીડ ન થયા હોય? ને રીપ્લાય પણ ન આવે તોશું થાય? તેની હિંમત ન ચાલી કે કોલ કરે. તે માત્ર વરસાદી માહોલમાં ગેલેરીમાં બેઠા-બેઠા ઇંતઝાર કરી રહ્યો. 

સાંજના ૫ વાગી ગયા. મહેકે આંખ ખોલી. અધખૂલી આંખો એ મોબાઈલ હાથમાં લીધો. વ્હોટસેપ ઓપન કર્યુ. પૂરા ૩૦ મેસેજ અનરીડ પડ્યા. તેની આંખો ફાટી ગઇ. ગાદલામાં બેઠી થય ગય, શેટીને ટેકો આપી રીડ કરવા લાગી. 1. સોરી

2. સોરી સોરી સોરી સોરી સોરી સોરી સોરી અગેઈન . . . 

3. હું મારી ભૂલ સ્વીકારું છું. 4. ખરેખર મારે થોડો કાબૂ રાખવો જોઇએ પણ. . . 5. સોરી યાર 

6. હવે, હું ધ્યાન રાખીશ. 30. શું તું મને આના માટે માફ કરી શકીશ? હું તને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું. તેમ જ બીજા છોકરાની માફક બોડી. . . . વાળો પ્રેમ નહીં. હું તને ચાહુ છું, તારા વિચારોને ચાહુ છું, તારી સમજણને ચાહુ છું, અને છેલ્લે દરેક પુરુષની માફક તારી ખૂબ સૂરતીને. . . તારા સ્પર્શને. . . તારા એહસાસને. . . . તું મને માફ કરી દેજે સોરી. 

      મહેકે રીપ્લાય આપ્યો;જયદિપ,,,,,,ખરેખર આજે તે મારો વિશ્વાસ તોડ્યો છે તેની કિંમત પણ તારે જ ચુકવવી પડશે. હુ તારી સાથે વાત નહી કરુ. . . . . . bye bye. . . . ફરી ક્યારેય . . . . . પછી મહેકે નેટ બંધ કર્યુ. mobile sweech off. જયદિપની હજાર કોશિશ,એક કલાકની મેહનત,આ બધાની વચ્ચે 6;30 થય ગયા. જયદિપ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેણે જે કર્યુ તેનાથી મહેકને આટલુ બધુ ખોટુ લાગ્યુ. જયદિપની દુનિયામા આ બધુ સામાન્ય છે. તે એક અમીર મા-બાપનુ સંતાન અને અમીર મા-બાપની છોકરીઓ અને છોકરાઓ તો થોડી ઘણી નહી બોવ બધી છુટ લેઈ લે, છોકરીઓ તો પોતાના bf ને ખુશી ખુશી પોતાની જાતને સોપી દે. એવુ પણ જયદિપે ક્યાક જોયેલુ. તેણે તત્કાલ નિર્ણય લીધો. સીધો મહેકના ઘરે. સીધો ત્રીજા માળે, લીપ છે પણ ઉતાવળમા ભુલી ગયો અને કરોડપતિ બાપનો નબીરો ફટાફટ ત્રણ માળ ચડી જાય છે. ડોર બેલ વાગી. . . 

મહેકે દરવાજો ખોલ્યો. જાળીની બીજી બાજુ જયદિપને અંદરની બાજુ મહેક 

હવે,મહેક જાળી ખોલતા જ બોલી અરેરે!!! જયદિપ તું?. . આમ. . . . . ત્યા તો જયદિપે જાળી ખુલી રાખી દરવાજો બંધ કરી દીધો અને બોલવા લાગ્યો. 

મહેક આઈ એમ સોરી હું પણ એ કરોડપતિ બાપના નબીરા જેવો બની ગયો કે તને આ. . . રીતે વરસાદમાં. . . જયદિપ આટલું બોલ્યો પણ પોતાની નજર ઉચી ન કરી શક્યો. મહેક તેના બંને હાથ વડે તેનો ચહેરો ઉંચો કરી બોલી. . . "એ પાગલ. . . હું તો મજાક કરતી હતી. . . . મહેકે તેની ચુની ફેકી દીધીને બોલી એ વરસાદવાળી ઘટનાને તું ફરીવાર. . . . . . જે છોકરા સાથે હું ૫-૫ વર્ષથી છું. જેના પ્રેમમાં છું. હું એકલી છું, છતાંય તેણે મારા ઘર પર આવવાની કોશિશ નથી કરી, ઓફિસમાં એક કેબીનમાં હોવા છતા મારો ઉપયોગ નથી કર્યો, મારા શરીર સાથે કોઇ પણ પ્રકારની છૂટ નથી લીધી, તેની માત્ર આટલી હરકતથી છોડી દઉં. . . . . . . એટલી હું નાદાન નથી. . એટલો તો તારો હક છે. . . અરે. . . તું પણ એક પુરુષ છે ! તું આટલી નાની વાતમાં આટલી મોટી ગીલ્ટી કેમ ફીલ કરે છે?

મને તારા પર વિશ્વાસ છે. . . . જયદિપ. . . મારા શ્વાસ કરતા વધારે. . . ."

જયદિપે ચુની લઇને મહેકેને ઓઢાડી બોલ્યો; ‘’મહેક; મારા પર હંમેશા આટલો જ વિશ્વાસ રાખજે. હું તારી દિલથી ઇજ્જત કરું છું અને આવી મજાક. . . ક્યારેય નહી કરુ બસ; મહેક બોલી તું જમીને જ જે મહેક બોલી જયદિપ; ઓકે મેમ

મહેક; હું જમવાનું બનાવીશ પણ તું મારી હેલ્પ કરીશ તો જ ! જયદિપ; ઓકે મેમ આપ જેમ કહો તેમ.        

જયદિપ અને મહેક રસોય બનાવે છે. જયદિપ અમીર માતા-પિતાનુ સંતાન અને મહેક એક સામાન્ય વર્ગ માથી આવતી એજ્યુકેટેડ અને ગામડાની છોકરી. જયદિપ હંમેશા કોફી જ પીતો પણ મહેકના સંગાથે તે ચાય પીવા લાગ્યો.

મહેક બોલી જયદિપ આપણાં લગ્ન પછી હું ચાય બનાવતી હોય, તું સવાર-સવારમા ન્હાયને બહાર આવે અને મને ખબર ના હોય તેમ પાછળથી જકડી લે અને હું આહ્હ્હ. . . કરું અને તું પૂછે દાઝી ગય. . . . હું કહું ના. . . તેમ છતાંય તું મારી આંગળી પર ફૂક મારે, કિસ કરે. . 

જયદિપ; અચ્છા મે’મ એવું?

મહેક; યસ બોસ, હું અને મમ્મી રસોય બનાવતા હોઇએ અને તું છુપાય છુપાયને મારા ચાળા કરતો હોય. . .

જયદિય; એટલે તું મારા મમ્મી સાથે એક કિચનમાં રસોય બનાવીશ એમ?

આ બધું ફિલ્મમાં હોય પાગલ સાચું તો સાસુ વહુ ભેગા રહે જ નહી. બે માળ હોય તો ઉપર - નીચે,બાજુ -બાજુમાં યા તો થોડા - થોડા દૂર જ રહેતા હોય સમજી. (આ નાદાન છોકરાને શું ખબર કે મહેકની દુનિયામાં તો સાસુને વહુ સાથે જ રહે છે અને અલગ થાય તો ગામના બધા વાતો કરે, ઠેકડી ઉડાવે અને અપ શબ્દ બોલે. . . ) જયદિપ મહેક ઉપર હસે છે. 

મહેક હવે ગુસ્સે ભરાય ગય,હુ તારા મમ્મી-પાપાને નહી રાખુ તો કોણ રાખશે?પછી થોડી સ્વસ્થ થઇને બોલી જો જયદિપ બે છોકરા હોય તો માતા-પિતા નાના છોકરા ભેગા રહે યા તો બંને સાથે થોડો-થોડો સમય રહે, જેને જરુરિયાત વધુ હોય ત્યા રહે એવું હોય. . . . ? બરાબર, પણ તું તો એક જ છે સારું છે એક જ છે મમ્મી-પાપા. . . . . હંમેશા મારી સાથે જ રહેશે. . . ?

જયદિપ વિચારે છે કે આજકાલની છોકરીઓને એકલો છોકરો હોય ત્યાં જ મેરેજ કરવા એટલે કરોડોની સંપતિની માલિક એ એકલી બને ખરેખર અમીર માતા-પિતાના સંતાન જેવા જ આના પણ વિચાર છે પણ થોડી મર્યાદામાં રહે છે. . . . મહેકના પાછળના શબ્દો તો જયદિપે સાંભળ્યા જ નહીં કે સારું મમ્મી-પાપા હંમેશા. . . .

મહેકને એવું લાગ્યુ કે જયદિપનું વાતમાં ધ્યાન નથી એટલે તેણે જોરદાર ધક્કો માર્યો જયદિપને! ને જયદિપ આ ધક્કાથી બે-ત્રણ ડગલા પાછળ ખસી જાય છે . . . . મહેક તેને પકડવા જતા ઓયે. . . ઓયે પડતો નય. . . જયદિપ; ઓકે બોલ શું?

મહેક; સારું, તું એક જ છે. મમ્મી-પાપા હંમેશા મારી સાથે જ રહેશેને? આપણાં બાળકો રાખશે અને હા, પેલો છોકરો આવશે તો પણ આપણે બે સંતાન તો કરવાના જ છે. બીજુ તમારા અમીર લોકોમાં બાળકો માટે અલગ રૂમ હોય છે. એમ આપણાં ઘેર નહીં હોય, એમ થોડા નાના ભૂલકાને એકલા સૂવા દેવાય? રખેને કશું થાય તો? ના, ના એમ નહી; તારા મમ્મી પાપા સાથે જ આપણાં બાળકો સૂઇ જશે. એમ પણ આપણાં બાળકો થાય પછી, શું દાદા-દાદી એકલા એકલા સૂવે? એ થોડું સારું ન લાગે? એટલે આપણા બાળકો મમ્મી-પાપા સાથે ફાઈનલ. 

જયદિપ; એટલે તું તારા બાળકોને મારા મમ્મી-પાપા પાસે સુવા મોકલીશ?

મહેકે ફરીવાર ધક્કો માર્યો, ફરીવાર જયદિપને પડ્તો નહીં કહ્યુને બોલી; તે મારે સવારમાં નાસ્તો, ઓફિસ રસોય અને બાળકો હું તે કાય મશીન છું કે તું ગોળ-ગોળ ફેરવે ને હું ફરું? તારા મમ્મી-પાપાને શું કામ ને જવાબદારી હોય તે આપણા છોકરાં પણ ન રાખી શકે? અને હા હું, મારા બાળકોને પૂરા બે વર્ષ આજુ બાજુ પેટ ભરાવીશ બરાબરને?

જયદિય; બે વર્ષ? પણ આજકાલ તો છોકરીઓ ૬ મહિના જ. . . 

મહેકે ફરીવાર ધક્કો. . . . . . . ને બોલી લે તે કાય તારી મોજ માટે કે મારા શરીર માટે મારા બાળકોને હું પેટ ના ભરાવું એવું નહીં બને હા? અત્યારથી જ કહી દઉં છું આગળ માથાકુટ મને નહીં પોસાય હા. . . . . 

આ બધું સાંભળી જયદિપ બોલ્યો કેટલુ સરસ સ્વપ્ન છે નઇ મહેક?

મહેક; હા અત્યારે તો સપનું છે પણ થોડા સમય પછી હકીકત હશે? મારા પાપા એમ કહે છોકરી ભાગી જાય તેના કરતા એ કહે ત્યા મેરેજ કરી દેવાય. કેમ કે અમારા ગામમાથી ૪-૫ છોકરીઓ ભાગી ગય તો તેના માતા-પિતાને નીચા જોયા જેવુ થયું, પછી મારા પાપા એ ગામ ભેગું કરી વાત કરીને પેલી પરવાનગી મને આપી કે મારે જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરી આપશે. મારા પાપા પાછળ ૮૦% એ છૂટ આપી છે. આ બધું બોલતી મહેકને જયદિપે એટલી જોરથી ખેંચીને વળગી પડ્યો કે મહેકથી ચીસ પડાય ગયને પછી જયદિપે તેના બંન્ને હાથ થોડા લૂઝ કર્યા કેમ કે મહેક જે બોલે છે એ જયદિપે ક્યાંય જોયું ન હતું. અમીર બાપનો દીકરો લગ્ન કરે કે અલગ કે બહાર ધંધા માટે જતો રહે તેના સંતાનો પણ દાદા-દાદી પાસે ન આવવાદે કેમ કે લાડલડાવે તો પાછા જિદ્દી બની જાય કે શાળા એ ન જવા માટે જીદ કરે. આ બધુ તેની મમ્મીને ન પોસાય એટલે એક મેહમાનની માફક બાળકો દાદા-દાદી પાસે જાય ને આવતા રહે. 

જયદિપ; હું પણ તું ઇચ્છે છે એમ જ ઇચ્છું છું મહેક.

૩-૪ કલાક પછી જયદિપ જતો રહે છે આ ઘટનાને એક વીક પછીની વાત છે એક દિવસની. . . જયદિપના ટેબલ પર એક લેટર પડ્યો છે. તે લેટર એ આવીને તરત જ વાંચે છે તે ખૂબ જ ખુશ થય જાય છે. થોડીવારમા મહેક આવે છે કે તે મહેકને કહે ચલો પાર્ટી હો જાયે મેડમજી?

મહેક; કે. . . મ !

જયદિપ; "સિલ્વર યુનિર્વસિટી"માંથી લેટર છે અને તને એક વર્ષના તારા કોર્સનું એડમીશન મળી ગયું છે

મહેક; વાઉ ! જયદિપ, જયદિપ તારી અને તારા મમ્મી પાપાની ઇચ્છા પૂરી થય.

જયદિપને વિચાર આવ્યો; આટલી ખૂશીમાં પણ તેને મારા મમ્મી-પાપા યાદ આવે છે ખરેખર ત્યાં જવાની અને નોલેજ મેળવવાની ઇચ્છા તો તેની પણ છે જ. . . ખરેખર આનાથી વધારે સારી છોકરી મારા વર્ગમાં મને ન મળે એ પાક્કુ. 

જયદિપે તેને ખેચીને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું ને હગ આપ્યું.

થોડા સમયમાં બોવ બધી તૈયારી કરવાની છે. મહેકે તેના પાપાને કહ્યું તે પણ ખુશ થય ગયા અને દીકરીને જોઇતી વસ્તુની તૈયારી કરવા લાગ્યા. મહેક બીજા જ દિવસે ગામડે જતી રહી ત્યાંથી જોઇતી વસ્તુ લીધી, બાકીની તૈયારી જયદિપે અને તેના મમ્મી-પાપા એ કરી. બે દિવસમાં એ પાછી આવી જયદિપે માત્ર ચાર જ દિવસ તેના સાથે મન ભરીને દિલ ભરીને વીતાવ્યા. એ પણ રીસ્પેક્ટથી. . . આખરે મહેકને જવાનો દિવસ આવી જ ગયોને જયદિપ અને તેના મમ્મી-પાપા છોડવા ગયા. ત્યારે જયદિપે કહ્યું, "મહેક હું તને ત્યાં અભ્યાસ માટે મોકલું છું નહીં કે મારી યાદમાં . . . હેરાન થવા. એક વર્ષ આપણાં વચ્ચે કોન્ટેક્ટ નહીં હોય પણ હાર્ટ કનેકશન રહેશે જ. તું જ્યારે સિલ્વરમાંથી અભ્યાસ કરી આવે ત્યારે તારા હાથમાં વિદેશીઓના દેશમાં તારું રાજ એટલે "તારો નંબર ૧થી ૫મા હોવો જોઇએ." મહેક બોલી "ઓકે એમ જ થશે." રડતી આંખો એ તે છું. . . થય ગઇ વાદળાઓના દેશમાં.

જયદિપના શબ્દો યાદ રાખી એ અભ્યાસમાં લાગી ગય. અહીં, જયદિપ બીઝનેસમાં લાગી ગયો, એક વર્ષ જતું રહ્યું. પ્રેમીઓ માટે અઘરું હોય છે આમ દૂર રેહવું. વિયોગ સેહવો અઘરો પડી જાય છે. મહેકને એક્સામ આવી તેને વિચાર આવે છે કે એક કોલ કરીને જયદીપની વિશ મેળવી લે પણ પછી વિચાર આવે ના હું તેને મારા રિઝલ્ટની સરપ્રાઈઝ આપીશ. 

તેણે પરીક્ષા આપી અને રિઝલ્ટ પણ જયદીપને ગમતુ લઇ આવી બીજા નંબર સાથે તેને નવાઝવામાં આવીને પોતાના ડૉક્યુમેનટસ લઇને છૂ ઉડી પડી જયદીપ પાસે સીધી જ "ગોલ્ડનસીટી". જયદીપની ઓફિસ સામે. કોઇ જ સામે જોયા વગર સીધી જ સેકન્ટ ફ્લોર પર જયદીપની એમ નહી, બંનેની કેબીન સામે, ધડામ દઇને દરવાજો ખોલ્યોને ઉભા રહેલા જયદીપને બાથ ભીડી ગય. જયદીપ. . . જયદીપ. . . જયદીપ. . . . . માય રિઝલ્ટ ઈઝ સેકન્ડ નંબર સિલ્વર યુનિવર્સિટિ પાર્ટી હો જાયે. 

જયદીપે ધક્કો મારી મહેકને દૂર કરી. યાદ છે તને . . એ દિવસે તે મને મારેલા બધા જ ધક્કા?

મહેક; હેં ! હું મજાકના મૂડમાં બિલકુલ નથી, હું આવી તેની ખુશીના બદલે ધક્કા યાદ કરે છે પાછી વળગી પડી. પાછો ધક્કો માર્યો જયદીપે, તે મને મારેલા એ બધા જ ધક્કાનો હિસાબ હું લઇશ. 

તે લે જે ને કોણ ના પાડે છે! પણ, અત્યારે મને દિલભરીને તને માણી લેવા દે; મહેક બોલી.

પાછી વળગી પડી. જયદીપે પાછો ધક્કો માર્યોને કહ્યું પ્લીઝ મહેક ડોન્ટ ટ્ચ મચ મી એન્ડ ધી ઈઝ માય ફિયાન્સી નિરવા. . . . . 

મહેક: વ્હોટ? તેના હદયમાં ધ્રાસકો પડ્યો, ધબકારા વધી ગયા, શ્વાસ ચડી ગયો, આંખે અંધારા આવી ગયા, આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, પગ નીચેથી જમીન જાણે ખસી ગય. તેમ છતા એ બોલી બાર મહિનામા તું આટલો બધો બદલાય ગયો કે તે સગાઇ પણ કરી દીધી. પ્રેમ મારી સાથે અને સગાય કોઇ બીજી. . . . . 

જયદીપ; મહેક તે મને પ્રેમ કર્યો એ જ શાયદ, કહી શકાય તારી ભૂલ. આખરે હું પણ કરોડોમાં ઉછરેલો એ છોકરો છું જે મોજ શોખનો દીવાનો છે. છોકરીઓમાં પણ રસ છે. તારી પાસેથી મને ક્યારેય કશું જ ના મળ્યું. જે મારે લગ્ન પેલા જોતું હતું પણ તું તો અસૂલોનું પૂછડું નીકળી. ક્યારેય મારી જરુરિયાત ના સમજી. તારા બાપ પાસે છે શું? તારા અને તારા ભાઇ સિવાય? નિરવાના પાપા ૫ કંપનીના માલિક છે અબજોમાં રમે છે નિરવા. તારા અસૂલો મેરેજ પેલા આ નહીં પેલું નહી. જો આમ કરીએ તો મેરેજ પછી સસ્પેંસ શું રહે જયદીપ. આજે હું ૪-૫ છોકરીઓ સાથે ફરું છું અને એ બધી મારા બેડ સુધી આવે છે અને નિરવાને કોઇ પ્રોબ્લેમ નથી. 

મહેક; બસ. . . . હું વધારે એક શબ્દ પણ સાંભળવા માંગતી નથી. હું સમજી ગય. તું શું કેહવા માંગે છે? જયદીપ આખરે તું પણ. . . . . . . . . બસ ભગવાનનો આભાર માનું છું કે હું તારો શિકાર ન બની. એ રડતી રડતી સીધી જ ઓટોમા સામાન લઇને ઘરે. એ છોકરીની સ્થિતી અકલ્યીય છે, તેના આંસુ, તેનુ દુઃખ અને ૪-૫ છોકરીઓ. . . . . આ વાતે તેનું હદય વખોડી નાખ્યું. "કાચના ટુકડા વેરવિખેર થય જાયને પછી ભેગા કરો તો વાગે; એમ મહેકનું દિલ એક સમયે આંનદ આપતું એ જ ખુચવા લાગ્યું." તેની આંખોમાંથી આંસુ નહીં "લોહીની ધારા" વહી રહી હોય એટલો વલોપાત છે. . ઓટોવાળો બધું જોય રહ્યો કશું જ ન બોલ્યો અને મહેકને જવું છે ત્યાં છોડી આવ્યો. મહેકના બાજુવાળા એ ઘર સાફ રાખેલું તે સીધી જ દુનિયાનો છેડો ઘર એમ પોતાના ઘેર જઇને, બેડ પર પટકી પડી. હદયફાટ રડ્તી રહી. . . . . . . 

(આવતા અંકે આગળ વાંચશો....)


Rate this content
Log in

Similar gujarati story from Romance