Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Kapadia

Drama Fantasy Others

3  

Megha Kapadia

Drama Fantasy Others

માન્યાની મંઝિલ ચેપ્ટર - 12

માન્યાની મંઝિલ ચેપ્ટર - 12

4 mins
14K


અંશુમનનો ફોન જોઈને પિયોનીની આંખો પહોળી થઈ ગઈ. તેણે જે હાથમાં મોબાઈલ પકડ્યો હતો તે હાથ ધ્રુજવા લાગ્યો. હું શું વાત કરીશ? કેવી રીતે વાત કરીશ? ફોન ઉપાડીને હું શું કહું? શું બોલું? 5 સેકન્ડમાં તો પિયોનીના મગજમાં વિચારોનું વમળ ઉઠી ગયું? હજી પણ ફોન વાઈબ્રેટ થઈ રહ્યો હતો. પિયોનીએ ધ્રુજતા હાથે ફોનનું ગ્રીન બટન દબાવ્યું. સામેથી અવાજ સંભળાયો. ‘હાય ડિયર...' ‘હાય, હાઉ આર યુ?' પિયોની ધ્રુજતા સ્વરે બોલી. ‘આટલું ફોર્મલ વેલકમ માન્યા? મને તો લાગ્યું કે ફર્સ્ટ ટાઈમ મારો અવાજ સાંભળીને તુ બહુ ઉત્સાહમાં આવી ગઈ હોઈશ બટ આઈ થિંક તને મારો અવાજ એટલો ક્રેઝી નથી લાગ્યો કે પછી મારી સાથે તને ફોન પર વાત કરવાનું તારું મન નહોતું.' અંશુમન વાતને ટ્વિસ્ટ કરવામાં અવ્વલ હતો. ‘અરે ના, ના!!! એવું કંઈ નથી. સાચું કહું તો હું તારો ફોન જોઈને શોક થઈ ગઈ હતી કે હું તારી સાથે કેવી રીતે વાતની શરૂઆત કરું?' ‘શોક તો મારે થવાનું હોય!! ફોન તો સૌથી પહેલા તે જ કર્યો હતો ને??? ‘હા એ તારો રિપ્લાય ના આવ્યો એટલે.' ભોળાભાવથી પિયોનીએ સાચું કારણ જણાવી દીધું. ‘અચ્છા...તો તું મારા મેસેજનો વેઇટ કરી રહી હતી?' છોકરીને વાતમાં કેવી રીતે ફસાવવી તેના ઉપર તો અંશુમને પીએચડી કરી હતી. ‘હાસ્તો યાર, છેલ્લા 3 કલાકથી મારા મનમાં તારા જ વિચારો ચાલતા હતા કે તારો રિપ્લાય કેમ ના આવ્યો?' પિયોની બોલતાં તો બોલી ગઈ પણ તેને લાગ્યું કે કંઈક વધારે પડતું જ બોલાઈ ગયું તેનાથી. ‘ઓકે...સો મિસ માન્યા મને મિસ કરી રહી હતી!!!' અંશુમન મનોમન હસી પડ્યો. અંશુમનને ખબર હતી કે છોકરીને ઈમ્પ્રેસ કરવાની શરૂઆત ક્યારે અને ક્યાંથી કરવી? અંશુમનની આ તરકીબ કામ પણ કરી ગઈ કારણ કે, પિયોની અત્યારે બ્લશ કરી રહી હતી. ‘હા, હું તને મિસ કરતી હતી બસ, પણ તને ક્યાં મારી યાદ પણ આવતી હતી?' પિયોનીએ સેડ ઈમોજી મોકલ્યું. ‘કોણે કીધું કે હું તને યાદ નહોતો કરતો? મારા દિલોદિમાગમાં માન્યા અને ખાલી માન્યા જ છવાયેલી હતી.' ‘ઓહ રિયલી? તો તે મને આટલા ટાઈમ સુધી મને મેસેજ કેમ ના કર્યો? અંશુમનની વાતોમાં પિયોની ભોળવાતી જઈ રહી હતી. ‘કારણ કે, તુ મને કહ્યા વગર ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. એટલે હું પણ તારી જેમ ગાયબ થઈ ગયો.' ‘એટલે તે મારી સાથે બદલો લીધો?' પિયોની અને અંશુમન જાણે વર્ષોવર્ષના મિત્રો હોય એમ વાત કરી રહ્યા હતા. ‘હા પણ અને ના પણ. બાય ધ વે, યોર વોઈસ ઈઝ બ્યુટીફુલ.' પિયોની આ સાંભળીને ખિલખિલાટ હસી પડી. ‘એન્ડ યોર સ્માઈલ ઈઝ મોર સેક્સી ધેન યુ. હાય....મને લાગે છે કે આ અવાજે મને દીવાનો બનાવી દીધો!!!' છોકરીને લાઇન મારવાનો એક પણ ચાન્સ અંશુમન છોડે એવો નહોતો. ‘બસ બસ...હવે બહુ મસકા ના માર.' પિયોની બોલી. ‘ઓકે એટલે તને મારી તારીફની કદર નથી. સારું હવે નહીં કરું તારી તારીફ.' અંશુમને ગુસ્સો કરવાનું નાટક કર્યું. ‘અરે, સોરી બાબા. મેં ક્યાં એવું કીધું? થેન્ક યુ સો મચ ફોર યોર અપ્રિસિએશન.' ‘મને લાગ્યું હતું કે આપણે હવે બહુ સારા ફ્રેન્ડ્સ બની ગયા છીએ પણ તે તો ફરી ફોર્માલિટીવેડાં શરૂ કરી દીધા.' ‘ઓહ...સોરી...સોરી!!!' પિયોની પણ હવે અંશુમનને ખોટું લગાડવાનો એકપણ ચાન્સ આપવા નહોતી માંગતી એટલે તેણે તેની માફી પણ માંગી લીધી. ‘જાનેમન, દોસ્તી મેં નો સોરી નો થેન્ક યુ. યે તો તુમને સુના હી હોગા.' ‘જાનેમન????' અંશુમનના મોઢે આ શબ્દ સાંભળીને પિયોનીને ઝાટકો લાગ્યો. ‘કેમ તુ મારી જીગર જાન દોસ્ત નથી?' ‘છું ને!!!!' ‘તો પછી તું મારી જાનેમન જ કહેવાય ને!!!' અંશુમને ખુલાસો કર્યો.

પિયોની અંશુમનની એક એક વાત ઉપર બ્લશ કરી રહી હતી. તે બેડમાં આડી પડી હતી અને તેની સાઈડમાં પડેલા તકિયાને વળગીને મનમાં ને મનમાં હસી રહી હતી. આજે તેનો હેપીએસ્ટ ડે હતો. અંશુમનનો ફોન જોઈને તે જેટલી ટેન્શનમાં આવી ગઈ હતી તેટલી જ તે તેની સાથે વાત કરીને અત્યારે રીલેક્સ ફીલ કરી રહી હતી. છેલ્લી 45 મિનિટથી અંશુમન અને પિયોનીએ વાતો કરી રહ્યા હતા. એકબાજૂ અંશુમન પિયોની સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો અને તેની આ વાતો સાંભળીને પિયોની પોતાની જાતને બહુ સ્પેશિયલ ફીલ કરી રહી હતી. તેને અંશુમન સાથે વાત પૂરી કરવાનું મન જ નહોતું થઈ રહ્યું અને ના તો તે બંનેની વાતો ખૂટી રહી હતી. પિયોનીને ઘરમાં રોકવા-ટોકવાવાળું તો કોઈ હતું નહીં. તેથી તે બિંદાસ બનીને અંશુમન સાથે વાતો કરી રહી હતી. ‘બાય ધ વે, તું એ તો મને કેહ કે તું આમ મને એકલો મૂકીને ક્યાં ગાયબ થઈ ગઈ હતી?' અંશુમનના આ સવાલ પર પિયોનીને શું જવાબ આપવો તે સુઝ્યું નહીં. તે માન્યા વિશે તો જણાવી શકતી નહોતી કારણ કે, અત્યારે તે અંશુમન સામે પિયોની નહીં પણ માન્યા બનીને વાત કરતી હતી. તેથી તેણે વાત ટાળતા કહ્યું. ‘સોરી, બપોરનો ટાઈમ હતો અને જમીને બેડમાં સૂતા-સૂતા તારી સાથે વાત કરતી હતી અને ક્યારે ઊંઘ આવી ગઈ તે મને ખબર જ ના પડી. અચાનક મારી આંખ ખૂલી ને મેં તારા આટલા મેસેજીસ જોયા. રિયલી આઈ એમ સો સોરી.' ‘તારું આ સોરી હું એક જ શરતે સ્વીકારીશ?' અંશુમનના મગજમાં એક ભેદી પ્લાન ઘડાઈ રહ્યો હતો. ‘કઈ શરત?' પિયોનીએ પૂછ્યું. ‘પહેલા એમ કહે કે તું મારી શરત માનીશ?' ‘હા માનીશ ને કેમ નહીં માનું? તને મનાવવા હું તારી બધી શરતો માનવા તૈયાર છું.' પિયોની ઉત્સાહમાં આવીને બોલી ગઈ. ‘ઓકે ધેટ્સ ગ્રેટ...તો મારે માન્યાને સૂતેલી જોવી છે. માન્યાનો આટલો સ્વીટ વોઈસ છે...તો મારે જોવું છે કે માન્યા સુતેલી કેટલી ક્યુટ લાગે છે?' પિયોની અંશુમનની આ ફરમાઈશ પર જોરજોરથી હસવા લાગી અને અંશુમન તેના ખડખડાટ હાસ્ય ઉપર ફરી મોહિત થઈ પડ્યો અને મનમાં બોલી ગયો લડકી પટ ગઈ!!!!

(અંશુમન અને પિયોનીની આ પહેલી ટેલિફોનિક ટોક પછી હવે બંનેની લાઈફમાં કયો નવો ટ્વિસ્ટ આવે છે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama