Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Classics Drama Inspirational

3.5  

Daxa Ramesh

Classics Drama Inspirational

ગુરુ

ગુરુ

2 mins
14.6K


"સાઇબ!! સાઇબ!

જુઓ, જુઓ .. આ સુઈ ગયો!"

છોકરાઓએ સરને ફરિયાદ કરી.

ગણિતનાં સર નવમાં ધોરણમાં ચોથો પિરિયડ લેવાં આજે આવ્યા હતાં. એ પેલાં વિદ્યાર્થીને જગાડીને ખીજાવાને બદલે ઇશારાથી, બીજાઓને ચૂપ કરી દીધાં.

વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું!! સરે કાંઈ કીધું કેમ નહીં? આ ઊંઘણસીને માર ખવડાવવાની મજા મરી ગઈ !

કોઈને ગમ્યું નહિ પણ.. શું થાય??

સરે, પિરિયડ પૂરો કર્યો અને પછી તરત જ રીસેસ પડ્યો.

વચ્ચે,વચ્ચે, ઘણી વાર કલાસનાં છોકરાઓએ અવાજ પણ કર્યા..!!

સરે જોયું કે પેલો છોકરો હજુએ નિરાંતે સૂતો હતો. પિરિયડ પૂરો થતાં, સર જાય એ પહેલાં, હવે રીસેસ હોવાથી, બાજુવાળાએ પેલા નિંદ્રાળ, જેનું નામ નિમેષ હતું એને જગાડી દીધો. સરે એને કહ્યું, તું રીસેસ માં મને મળી જાજે!!

બધાં હસવાં લાગ્યા, હવે આ નો વારો પડશે!!

નિમેષ ડરતો અને મૂંઝાતો રહયો.. ઘણાં બધાં વિદ્યાર્થીઓ એને રાડો પાડી, ખીજવીને.. સર પાસે ધકેલ્યો.

નિમેષને સરે પૂછ્યું, કેમ બેટા!! તબિયત નથી સારી??

એમ કહી એને માથે હાથ મુક્યો..અને.. એ છોકરો, નિમેષ એકદમ રડવાં લાગ્યો. સરે જ્યારે એને છાનો રાખ્યો ત્યારે એ બોલ્યો, 'મારે પપ્પા નથી અને ઘરમાં હું મોટો દીકરો છું. એટલે રોજ રાતની પાળીમાં કારખાનામાં કામ કરવા જાવ છું. ત્યાંથી આવીને પછી, સ્કૂલે આવું છું એટલે મને ઊંઘ આવી ગઈ હતી, ઘણીવાર મને બધાં ખીજવે છે અને ટીચર પણ ગુસ્સો કરે છે અને એટલે જ ઘણીવાર હું સ્કૂલે જ નથી આવતો અને મને થાય છે કે મારે સ્કૂલમાંથી નીકળી જવું જોઈએ !!'

..આજે તમે મને, આટલાં પ્રેમથી પૂછ્યું તો મને પપ્પાની યાદ આવી ગઈ" કહી છોકરો રડવાં લાગ્યો. સરે એને શાંત પાડીને જણાવ્યુ, "તને ભલે ઊંઘ આવે.. તું અહીં ચાલુ કલાસ, સુઈ જા ભલે, પણ, ભણવાનું ન છોડતો! તને બીજા કોઈ ટીચર પણ નહીં ખીજાય હું એમને વાત કરી દઈશ!! પણ, દીકરા! તું અધવચ્ચે સ્કૂલ છોડી ન દેતો!! સાવ બંધ કરવાને બદલે ભણાય એટલું તો ભણ!! "

તે દિવસથી એ વિદ્યાર્થી મન મક્કમ કરી આત્મ વિશ્વાસથી ભણવા લાગ્યો. દસમા ધોરણમાં પાસ થઈને ટેક્નિકલ કોર્સ કર્યો અને એને એસ ટી માં જોબ પણ મળી ગઇ. ખૂબ સારી રીતે, પોતાનાં પરિવાર સાથે જીવે છે અને એ નિમેષ, આ શિક્ષકને પોતાનાં જીવનનાં માર્ગદર્શક માની પૂજા કરે છે અને ખાસ ગુરુ પૂર્ણિમાનાં દિવસે એમને મળવાં પણ આવે છે.

ભગવાનનાં આપેલાં સંબંધોમાં આવાં સંબંધો પણ પ્રેમનાં સરવાળા કરે છે ..!!


Rate this content
Log in

Similar gujarati story from Classics