Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

ભવ બગડ્યાનો ભાર

ભવ બગડ્યાનો ભાર

4 mins
13.7K


સુધા હતી તો સુશીલ અને સમજુ… પરંતુ કોઈક નબળી ક્ષણે એના બાપુજીની વાતમાં આવી જઈને ના પાડી ન શકી. એની જીંદગીના સોદાને… એ સોદા એના બાપુજીને મન તે વખતે બે ભાર માથા પરથી ઉતારનારનો સોદો હતો. જેવો કે છોકરીનો ભાર અને ઓછી કમાણીને લીધે વધતો જતો દેવાનો ભાર.

કપડાં સિવવાના મશીન સાથે પોતાની જાતને જોડી મશીનની જેમ વર્તતી સુધા બાપની ટૂંકી આવકને પૂરી કરવા સોળ વર્ષથી જ લાગી ગઈ હતી. નાના ત્રણ ભાંડુરા, ગાંડીમાં અને સવારે સાત વાગ્યા સુધી મજૂરી કરતો બાપ એ બધાંને સમજણી થઈ ત્યારથી તે સાચજવવા લાગી હતી. જી.આઈ.ડી.સીમાં બે ઠેકાણે પાણી ભરતો બાપ… ગાંડી માના ગાંડપણથી ત્રાસી જઈ ક્યારેક આવીને લુસલુસ ખાઈને સૂઈ જતો. ગાંડપણે ચઢેલી કે વધુ પડતી બબડાટ કરતી સુધાની માને કાંતો ઝુડી પાડતો… અને બધા છોકરાને નસીબને હવાલે મૂકી દઈ એનાથી ત્રણ માઈલ દૂર નાના ગામડામાં એના મિત્ર હસમુખને ત્યાં જઈ સૂઈ જતો.

ગાંડી મા ઊઠે ત્યારથી જ… અલી સુધા ! ઊઠને… સવારનાં સાત વાગી ગયા ! તારા બાપા જતા રહ્યા… ચા મૂક. મારા દેવ ક્યાં ગયાં… અલી સુધા નાનો ભાઈ રડે છે… દૂધ પાને.. વગેરે ડાહીડાહી સૂચનાઓથી દિવસ શરૂ કરતી…અને જેમ જેમ સૂરજ ઊંચે ચઢે તેમ તેમ તેના ગાંડપણના પોતને પ્રકાશતી.

એક દિવસ શું ગાંડપણ સૂઝ્યું કે ઉઠતાંની સાથે જ કાતર લઈને તૈયાર સિવેલા દસ જોડી કપડાને કાપીને ઝીણા ઝીણા ટુકડા કરીને ચુલામાં નાખી દીધા. સ્ટીલનું કબાટ… તોડીફોડીને નવરું કરી નાંખ્યું… બીચારી સુધા ! તે દિવસે રાત્રે બે વાગ્યા સુધી જાગીને તૈયાર કરેલા કપડાં… તે વહેલી સવારે ઊઠી શકી નહીં ને તેથી કલ્યાણ થઈ ગયું.

એની મા એની વસ્તુને અડે નહીં તેથી તો પૈસા ભેગા કરીને સ્ટીલની આલમારી લાવી હતી અને તે કાયમ લોકમાં મૂકી રાખતી… તે રાત્રે બહુ મોડી ઊંઘ આવી હતી અને ઉંઘમાં સ્વપ્ન પણ કેવા વિચિત્ર આવતા હતા. એનું માથું લોખંડના બખ્તરમાં વીંટળાયેલું હતું…. અને ભીમ જેવો તગડો સિપાહી માથામાં હથેલા મારતો હતો… ધમ… ધમ… ધમ અવાજ થતો હતો. પણ તેને વાગતું જ નહોતું.

અચાનક ફરીથી ચમકતો ગોળો આવ્યો અને ભીમ જેવો સિપાહી એને જાઈને ભાગી ગયો… અને પછી શાંતિ…

નવ વાગે જ્યારે ઊઠી ત્યારે ખબર પડી કે માથામાં વાગતા પ્રહારો કબાટ પરના ગાંડી માના પ્રહારો હતાં અને પછી શાંતિમાં એની સત્યનાશી… થઈ ગઈ હતી.

અરજંટ કપડાં લેવા આવનાર ઘરાકે જીવ લઈ લીધો. કેટલાય શ્રાપ દઈ દીધા. ગામ ગજવ્યું અને પૈસા લઈ કલાકે ગયો ત્યારે સુધા ખરેખર ભાંગી જ પડી હતી. એવો તો કાળ ચડતો હતો. એની મા પર કે… જાણે એનો જીવ કાઢી લઉં… પણ… આખરે મા હતી… ને વળી ગાંડી…

પટેલની નાત એટલે પોતાના જાગુ તો કરવું જ પડે ! એટલે થોડા થોડા પૈસા ભેગા કરીને આ કબાટ વસાવેલ… પણ ! આ માને શું કહેવું ? એના પેટે જન્મ્યાનો જ આ અભિશ્રાપ ! જો કે નાણાકીય પાતળી પરિસ્થિતિ અને ગાંડી માના લાગેલા સિક્કા સાથે કોઈ રાજકુમાર મળશે તેવી તો એને આશા નહોતી જ… પણ છતાંય જો બચત કરી કરીને કંઈ આછું પાતળું લેતા જઈએ તો એટલી સાસરે રાહત રહે… એમ વિચારીને કરકસર અને મશીનની સાથે સાથે મશીનની જેમ જીવીને ભેગું કરતી હતી.

‘સુધા બેટા !’ એના બાપુજીએ આટલા વહાલથી ક્યારેય નહોતી બોલાવી – હં બાપુજી !’ ‘તારી માને સાજી કરવની હોય તો કેટલું ખર્ચ આવે તેની ખબર છે ?’

‘ના’ ‘ઓછામાં ઓછા દસ હજાર.’ બાપુજી દસ હજાર ભેગા કરતાં મને દસ વર્ષ નીકળી જાય અને વળી આવી ધમાલ કરે તો દસને બદલેવીસ વર્ષ પણ નીકળી જાય. તારે એની ચિંતા કરવાની જરૂર નથી, સુધા’ – એ તો હરસુખ વ્યવસ્થા કરી આપશે.

‘હરસુખકાકા પાસેથી, પહેલાનું દેવું છે વળી વધારે કેટલું લેવું ?’

‘દીકરી ! લેણીદેણી તો વ્યવહાર છે. ચાલતું જ રહેવાનું – એનાથી વધુ ચિંતા તો તારી છે. દીકરી ! આ બાવીસમું ચાલવા માંડ્યું અને દહેજ સાથે નહીં નહીં તો ય દસ હજાર તો લગ્નમાં જોઈએ જ ને ! એ ક્યાંથી કાઢીશું ?’ શું બોલવું તે ન સમજાતા સુધા ચૂપ રહી.

‘હસમુખ આમ તો મારો જીગરી ભાઈબંધ અને સંકટમાં કામ ન આવે તો તે ભાઈબંધ શાનો. કેમ? એણે એક વાત કહી. જા તારે ગળે ઉતરે તો !’

‘શું?’

‘હરસુખ આમ તો ઘરભંગ થયેલો છે અને મારું પણ એ એક જ ઠેકાણું છે. તે તું જાણે છે કેકંટાળીને હું એને ત્યાં જ જતો રહું છું. એ આપણી પાસેથી દહેજ પણ નહીં લે અને તારી માને સાજીકરવા પૈસા આપશે… અને વળી દેવું માફ… પણ, દીકરી તું રાજી હોય તો…’

‘પણ.. બાપુજી ? હલસુખકાકા… મારા માટે…’

‘જો દીકરી, તું માને તો…બાકી ઉંમર તો બહુ મોટી વસ્તુ નથી… ભરેલું ઘર છે… ધીકતી આવક છે.. અને હું વચન આપીને આવ્યો છું... જો તું ના પાડીશ તો મારે ઝેર પીવું પડશે… તારી મા સારી થવાનો જશ પણ તને મળશે… જા તું હા પાડે તો... અને ના પાડીશ તો બાપ હત્યાનું પાપ !’ ‘બાપુજી...!’ એનું મન ચિત્કારી ઊઠ્યું… ધ્રૂસકે ધ્રૂસકે રડતી સુધાને એના બાપજીએ ન શાંત રાખી કે ન ગાંડી માને એના આંસુને કોઈ મૂલ્ય સમજાયું…

એના મૌનને ‘હા’ માની એના બાપુજીએ કોર્ટ સ્ટેમ્પ ઉપર ત્રણ જણાની હાજરીમાં પરણાવી દીધી. હાશ.. કરીને મન ઉપરનાં બે ય બોજ ઉતારી નાખ્યાં…

પછીની વાત બહુ ટુંકી હતી.

બાપ જેટલી ઉંમરના ઘરભંગ થયેલા ધણી સાથે ઘર માંડવાની સુધા કોઈ માનસિક તૈયારી થાયતે પહેલા ગાંડી માને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી. વધુ પડતાં ગાંડપણે ચઢેલી મા… ગાંડપણમાં પહેલા માળેથી નર્સના હાથ છોડાવીને કૂદી પડીને મરી ગઈ.

હરસુખ સાથે દીકરીને વળાવવી કે નહીં તેની દ્વિધામાં સુધાનો બાપ ગુંચવાતો હતો.. હરસુખ કાયમ તેડા કરતો હતો પણ દીકરીનો ભવ બગડતો હવે કેમ રોકવો તે વૃત્તિમાં હરસુખને કોઈ ને કોઈ બહાના બતાવતો રહેતો.

અને સુધા… દહેજના ખપ્પરમાં હોમાયેલી દિવસો ગણતી હતી એક ને એક દિવસ એવો આવશે કે જ્યારે હરસુખ કોર્ટને પગલે પગલે એને લઈ જશે… એ કેવી રીતે બાપ જેવા માણસનું ઘર માંડશે ? જ્યારે એના બાપુજી… બે ભાર ઉતારતા ઉતારતા એથી પણ મોટો ભાર માથે ચઢાવી બેઠા… દીકરીનો ભવ બગડ્યાનો ભાર…


Rate this content
Log in

Similar gujarati story from Tragedy