Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ekta Doshi

Thriller

3  

Ekta Doshi

Thriller

મિશન મૂન

મિશન મૂન

6 mins
14.4K


“હેલ્લો ... હેલ્લો! અમારું મિશન કમ્પ્લીટ થયું છે. અમે પાછા આવીએ છીએ.”

અવાજ સાંભળી ઈસરોના તમામ સ્ટાફમાં ખુશીની લહેર દોડી ગઈ. ભારત તરફથી ‘મિશન મૂન’ માટે ગયેલા બે અવકાશયાત્રીઓ પાછા આવી રહ્યાં હતાં. સ્મૃતિ શાહ અને અર્જુન મહેતા, મૂન ઉપર બાર દિવસ વિતાવીને આવવાના હતાં. ઈસરો અને ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશ આનંદના હિલોળા લેતો હતો. બધાં તેમને આવકારવા થનગનતાં હતાં. થ્રિ….ટુ… વન અને અવકાશયાન પૃથ્વીમાં પ્રવેશવા ધસ્યું અને એ જ સમયે ઇસરોની રડાર ઉપરથી ગાયબ …..

ભયાનક ઘર્ષણ અનુભવતું યાન પોતનું સંતુલન જાળવી ન શક્યું, એક મોટા ધડાકા સાથે યાન ફૂટ્યું. સ્મૃતિ અને અર્જુન ફંગોળાયા અને કોઈ ગીચ લીલોતરીવાળા જંગલમાં પછડાયાં. તેમને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ એક અત્યંત શીતળદાઈ જગ્યામાં હતાં. કાળીમાટી, ઘાસ અને રૂથી બનેલી નરમ પથારી ઉપર તેમનો ઉપચાર થયેલો હતો. તેમના ઉઝરડા અને દાઝેલા ભાગો ઉપર હળદર અને ઝાડ-પાનના લેપ હતાં, જે તેમને અનેરી શાતા આપતાં હતાં.

“ સ્મૃતિ, લાગે છે આપણે આદિવાસીઓ વચ્ચે આવી ગયાં છીએ !”

“હા ! અર્જુન જોતાં તો એવું લાગે છે. લેટ્સ ગેટ અપ અને કંઈક કોમ્યુનિકેશન કરીએ. ઘરે જવાનો રસ્તો શોધીએ.”

“આ શું! સ્મૃતિ જો, આપણાં કપડાં !”

“તું પાંદડાંના સ્કર્ટમાં બહુ હેન્ડસમ લાગે છે હોં, અર્જુન !” સ્મૃતિ હસી.

“અને તું પાંદડાંના ટુ પીસમાં હોટ!” અર્જુને પણ મજાક કરી. બંને રૂમની બહાર નીકળ્યાં. ત્યાં અમુક લોકો દેખાયા જે ઝાડ-પાનનો મલમ, રસ વગેરે બનાવતાં હતાં. મતલબ આ દવાખાનું હતું. આટલીવારમાં તેમને કોઈ જાતની વાતચીતનો અવાજ સંભળાયો નહીં.

“શું લાગે છે અર્જુન, આ લોકો એટલા બધા પછાત છે, કે અહીં હજુ ભાષા જ નથી વિકસી !”

“ અરે ! જો ને, કોઈ હસતાં બોલતાં પણ નથી.”

કોની સાથે વાત કરવી અને કેવી રીતે ! આગળ વધ્યાં તો એક સરખાં સુંદર ગાર-માટીના નાના નાના ઘર હતાં. કોઈ દરવાજામાં તાળા મારવાની વ્યવસ્થા નહોતી, જો કે ઘરમાં ખાસ કોઈ સમાન પણ નહોતો.

“હજુ પણ આ લોકો રોજનું રોજ ખાવામાં માનતા લાગે છે. આગળ-પાછળની કોઈ વ્યવસ્થા જ નથી.” અર્જુને સ્મૃતિ તરફ જોયું .

આગળ નાના-મોટા બાળકો મેદાન જેવી જગ્યામાં રમતાં હતાં.

“બિચારા ! ભણવાની ઉંમરમાં ભણી નથી શકતાં.” સ્મૃતિએ વિચાર્યું પણ તેમના ચહેરા ઉપરથી તો તેઓ ખુશખુશાલ લાગતાં હતાં.

તેઓએ થોડા ધ્યાનથી રમત જોઈ તો કોઈ ચેસ પ્રકારની રમત રમતું હતું, તો કોઈ “લૉ ઑફ મોશન”ના પ્રેક્ટિકલથી રમતું હતું. કોઈ માટીમાં ચિત્રો દોરતું હતું. ઘાસ-પાંદડાંના કપડામાં રમતાં બાળકો અભણ કે જંગલી તો નહોતા જ લાગતાં. કૌતુક એ વાતનું હતું કે તેઓ પણ કંઈ બોલતાં નહોતાં. જીતનારની આંખો થોડી મોટી થતી તો હારનારનું મોઢું જરા પડી જાતું.

“આ લોકો સાથે વાત કેમ કરીશું ? કોને પૂછીએ આ જગ્યા વિશે ? કયા પ્રદેશમાં છીએ ? ઈસરો ટીમ તો આપણને મૃત જ સમજતી હશે, ફૂટેલા સ્પેસશીપમાંથી સિગ્નલ પણ ક્યાંથી મળે !” બંનેના મગજમાં સવાલો ઉઠતાં હતાં.

થોડીવારમાં એક નાનકડી બાળકી આવી તેમનો હાથ પકડી ખેંચવા લાગી. અર્જુન-સ્મૃતિએ એકબીજાની સામે જોયું અને બાળકી સાથે ગયાં. સૂર્યાસ્ત થતાં પહેલાં ‘वसुधैव कुटुम्बकम’ની જેમ બધા લોકો સાથે મળી જમવા બેઠાં હતાં. મોટાં પાંદડાની થાળી અને પડીયામાં લીલા મસાલાથી બનેલાં શાકભાજી, બામ્બુમાં પકાવેલાં ભાત અને બાફેલાં લીલા અનાજ પીરસાયા. કુદરતી રીતે પકાવેલ રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હતી. જમ્યા પછી બધા પાંદડા અને વધેલો ખોરાક ભેગું કરી ખાતર બનાવવા માટે એકઠું કર્યું. વધારે નિરીક્ષણ કરતાં સોલાર એનર્જી કન્વર્ટર અને ગોબર ગેસ પ્લાન્ટ પણ નજર આવ્યાં. ત્યાંના સ્ત્રી-પુરુષો શરીર સૌષ્ઠવથી ખૂબ સોહામણા હતા. તેમની પાસે અર્જુન અદોદરો તો સ્મૃતિ સુકલકડી લાગતાં હતાં.

સૂર્યાસ્ત થઈ ગયો અને સોંપો પડી ગયો. એક યુવાન આવી તેમને સુવા માટે એક ઘર બતાવી ગયો જેમાં માટીથી બનેલાં ઘાસ-રૂની બે પથારી હતી. ઠંડા પાણીનો કુંજો અને કુલડી હતાં. અર્જુન અને સ્મૃતિને ઘરના એ.સી.માં ન આવે તેવી મીઠી ઊંઘ આવી.

વહેલાં ઊંઘી ગયેલાં એટલે સૂરજની પહેલાં કિરણ સાથે આંખ ઉઘડી ગઈ. બહાર જોયું તો મોટાં ભાગના લોકો અલગ અલગ ધ્યાન-યોગ કરતાં હતાં. સ્મૃતિને ચા પીવાની ઈચ્છા થઈ. તેણે આજુબાજુ નજર દોડાવી ત્યાં ચમત્કારની જેમ એક મોટી ઉંમરના કાકા એક કુલડીમાં ગરમ પીણું આપી ગયા. તાજી લીલી વનસ્પતિનો બનાવેલો કાવો અનોખી તાજગી આપી ગયો. દૈનિક ક્રિયાઓ માટે તેઓને અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા. જ્યાં કુદરતી અને વૈજ્ઞાનિક અભિગમનો સુયોગ થતો હતો. દરેક ડ્રેનેજનો રિયુઝ, દરેક વેસ્ટને ખાતર બનાવવાની વ્યવસ્થા, નવા પાંદડાનો પોશાક. એટલું તો નક્કી હતું, કે ન તો આ પ્રજા પછાત હતી ન તો અભણ!

ફ્રેશ થયાં પછી તેઓ કોઈની સાથે વાત કરવા તરસતાં હતાં ત્યાં એક સુંદર સ્ત્રી તેમની પાસે આવી અને તેમને એક ઘરમાં લઈ ગઈ.

“નમસ્તે, હું શાશા ! તમને તમારા બધા સવાલોના જવાબ આપવા આવી છું. તમે જોયું હશે કે અહીં કોઈ બોલતું નથી, કારણ કે અમે મનમાં જ સંવાદ સાધવાની કળા મેળવી લીધી છે. અમે કુદરત પાસેથી જેટલું લઈએ છીએ તેટલું જ પાછું વાળીએ છીએ. કપડાં-જમવાના વાસણ, રસોઈનું બળતણ, ગટર બધું જ કુદરતી રૂપમાં વાપરવાથી અહીં પ્રદુષણ નથી. અહીંનું કુદરતી વાતાવરણ એટલું સંતુલિત છે કે અમારે કોઈ ઉપકરણની જરૂર. નથી પડતી. અહીં ઓક્સિજન લેવલ પૂરું સો ટકા છે. તમે જોયું હશે કે, આટલું ગીચ જંગલ હોવા છતાં અહીં પશુ-પક્ષી નથી. એનું કારણ એટલું જ છે કે અમે તેમના વિસ્તારમાં નથી જતાં અને તેઓ અમારા વિસ્તારમાં નથી આવતાં. અમે કોઈ પ્રાણીને ખાતાં નથી એટલે તેઓ પણ અમને હેરાન કરવા નથી આવતાં.”

“વૉઉં, શાશા! તમે લોકો તો બહુ સરસ જીવો છો.” સ્મૃતિના મોઢામાંથી સરી પડ્યું.

“તમારા બધાના શરીર આટલાં સુડોળ, સુદ્રઢ કેવી રીતે છે ?” અર્જુનથી પૂછ્યા વિના ન રહેવાયું.

“કારણ કે અમે જાતે ખેતર ખેડીએ છીએ, પાણી સિંચયે છીએ. વહાનનો ઉપયોગ નથી કરતાં. તાજું ખાવાનું ખાઈએ છીએ.” શાશાએ શાંતિથી જવાબ આપ્યો.

“અમે તો માનતાં હતાં કે તમે આદિવાસી છો, તને અમારી ભાષા કેવી રીતે આવડે છે ?” અર્જુન-સ્મૃતિ સાથે બોલી ઊઠ્યાં.

“જેમ મેં હમણાં કહ્યું તેમ અમે મનથી સંવાદ સાધી શકીએ છીએ, હું કાલથી તમારી સાથે છું. તો તમારા મનની વાત સમજી લીધી તો મને બોલતાં આવડી ગયું.” શાશાએ બહુ સામાન્ય વાત કરતી હોય તેમ કહ્યું.

“અહીં બાળકો કેમ શાળામાં ભણતાં નથી ?” સ્મૃતિના મોઢામાં આગલી સાંજથી ઘુમરાતો સવાલ આવી જ ગયો.

“કારણ કે અમારા બાળકો ચોવીસે કલાક ભણતાં હોય છે. અત્યારે પણ આઠથી બાર વર્ષના ચાર બાળકો તમને ઘરે પાછા મોકલવા માટે યાન તૈયાર કરી રહ્યાં છે.”

સ્મૃતિ અને અર્જુનના મોંઢા ખુલ્લા રહી ગયાં.

“ક્યાં?”

“અમારા સાયન્સ સેન્ટરમાં. એ એક આઇસોલેટેડ જગ્યા છે, ત્યાંની કોઈ અસર અમે બાહ્ય વાતાવરણમાં આવવા દેતાં નથી. અમે વૈજ્ઞાનિક શોધખોળોમાં ઘણાં આગળ છીએ પણ એની કોઈ ખરાબ અસર અમે બહાર લાવવા માંગતા નથી. બહાર કોઈની સાથે અમારે સ્પર્ધા નથી. અમારી જરૂરિયાતો અહીં જ પૂરી થઈ જાય છે એટલે અમે સાદગીથી સુખી રહેવામાં માનીએ છીએ.”

“વાહ, ખૂબ સુંદર વિચાર છે.” અર્જુન આગળ બોલે તે પહેલાં શાશાએ જણાવ્યું, કે તેમનું યાન તૈયાર થઈ ગયું છે. ચૂપચાપ તેઓ સાયન્સ સેન્ટરમાં ગયાં. જે બહારથી ગાર-માટીનું ઘર જ લાગતું હતું. ત્યાર બાદ અંદર કાચના દરવાજા આવ્યા અને પછી મેટલના. તે દરેકની અંદર જવા માટે રેટિના સ્કેનર હતું જે પ્લેટિનમથી બન્યું હોય તેવું લાગતું હતું. છેલ્લે મેટલનો દરવાજો વટાવ્યાં પછી તેમને અવકાશયાત્રા માટે જરૂરી સૂટ આપવામાં આવ્યાં. અંદર પહોચ્યાં તો કાલે સાંજે ચેસ જેવી રમત રમતાં જોયેલા છોકરાઓ અત્યારે મોટા વૈજ્ઞાનિક પેઠે કામ કરી રહ્યાં હતાં. શાશાએ અમને થોડો ખાવાનો સામાન આપ્યો અને કહ્યું,

“અમારી ગણતરી પ્રમાણે તમે ત્રણ કલાકમાં પહોંચી જશો છતાંય રસ્તા માટે. ભલે ત્યારે અલવિદા!”

“ના, શાશા! અમે તમને મળવા ફરીથી આવીશું અને તમે પણ ગુજરાત આવજો.” સ્મૃતિએ વિવેક બતાવ્યો.

“ ના…. આપણે ફરી કદી નહીં મળીએ. અમારે તમારા જેવા નથી બની જવું. આ તમારો ગ્રહ નથી. આ અમારી ધરતી છે નામ છે ‘પ્લાનેટ થિઆ’ અને અમે છીએ કુદરતનો એક હિસ્સો. અમને પૃથ્વી અને પૃથ્વીવાસીઓની બધી ખબર છે પણ ન તો અમારે પૃથ્વી જોઈએ છે કે ન અમને બધાથી આગળ સાબીત કરવા છે.”

થ્રિ ….ટુ… વન ...અચાનક ઇસરોની રડાર ઉપર કંઈક દેખાયું અને વૈજ્ઞાનિકો ‘મિશન મૂન’ વિશે જાણવા અને પોતાનો રેકોર્ડ નોંધાવવા ઉતાવળા થયાં…


Rate this content
Log in

Similar gujarati story from Thriller