Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrut Patel 'svyambhu'

Tragedy

4  

Amrut Patel 'svyambhu'

Tragedy

સફેદ લૂંટેરે ભાગ-૧

સફેદ લૂંટેરે ભાગ-૧

3 mins
625


ઉનાળાની હજુ તો શરુઆત થઈ પણ ગરમી કહે મારું કામ. કારનું એસી આ ગરમીને રોકવા અસમર્થ બન્યું. અજયને ઉતાવળ હતી તે પુરપાટ ઝડપે ગાડી હંકારી રહયો છે. ત્યાં તેને એકાએક પેટ્રોલ ભરાવવું યાદ આવ્યું. પટ્રોલ ભરાવી હવા ચેક કરાવવા માટે ગાડી રોકી. 

આમ તો અજય ગામડાંનો જીવ પણ વધુ અભ્યાસ માટે મહાનગરમા આવ્યો ત્યારથી ગામ પાછળ રહી ગયું. તે સાથે તે પણ શહેરી રંગથી રંગાયેલો એટલે તેણે પણ શહેરી સ્ટાઇલમાં જ ગાડીમાં બેઠાં બેઠાં હવા ભરાવી. પણ ધોમધખતા તાપમાં હવા ભરનાર પર તેને દયા આવી ગઈ. 'કોઈએ ગિફ્ટ આપવી નહિ' તેવું બોર્ડ જોયું તેમ છતા તેણે પાંચનો સિક્કો આપ્યો! સિક્કો હાથમાં લેતા તે બોલ્યો;'સાહેબ, પાછલાં વીલમાં હવા ઓછી છે, પંચર લાગે છે ચેક કરવી લો.' તેને ઉતાવળ હતી છતાં પંચરની વાત, રસ્તામાં ક્યાંક રખડી ન પડીએ તે વિચારે હવા પુરવાવાળાની વાત માનીને પંચર ચેક કરાવવા તે રોકાયો…!

હવા પુરવાવાળો તો સાવ ગરીબડો હોય તેમ તેના કામમાં વ્યસ્ત બની ગયો. પંચરવાળો પંચર બનાવવામાં વ્યસ્ત. થોડી વારે પંચરવાળો અજય સામે જોઈ બોલ્યો, 'સાહેબ, ટાયરમાં નાનું સ્ક્રુ છે.' તેણે સ્ક્રુ બહાર કાઢીને બતાવ્યું. 

અજયને થયું હવા ભરવાવાળાની વાત માની ટાયર ચેક કરાવી દીધું તે સારું થયું નહિતર...

તેણે કહ્યું; ' બનાવી દો ભાઈ.'

અજય ગેરેજ પાસે ઊભો છે. પંચર બનાવવની મંજૂરી મળતા કામગીરી ચાલુ થઈ. સૂરજદાદા આગ ઓકી રહ્યા છે એટલે અજય નજીકમાં આવેલ ઝુપડીના છાયડામાં ઊભો રહ્યો. ત્યાં બીજી ગાડી આવી. હવા પુરાઈ ગઈ. બક્ષીસ મળતાજ- "સાહેબ, હવા ઓછી છે. પંચર ચેક કરાવી લો !

અજય આશ્ચર્યથી જોઈ રહ્યો. ગાડી બાજુમાં પાર્ક થઈ. બે-ત્રણ ગાડી પસાર થઈ. ત્યાં બીજી નવી ગાડી આવતા ફરી હવા ભરાઈ ફરી પંચર!! અજય હજુ કંઈ વિચારે તે પહેલાં પંચરવાળાએ તેને બોલાવીને કહ્યું, 'સાહેબ, બીજું પંચર છે અને આ વાલ્વ પણ ખરાબ થઈ ગયો છે બદલવો પડશે !'

 અજય ક્યારનોય આ બંનેનો ખેલ જોઈ રહ્યો હતો. તેમ છતાં તેણે ભોળાભાવે પૂછ્યું;'વાલ્વના કેટલા થશે ?

'બસો પચાસ રૂપિયા.

ત્યાં તેનો પિત્તો ગયો-'*** ભાઈ ટાયર લગાવો ગાડીને ને બોલો પંચરનું શું આપવાનું છે ? દુ બનાવો છો બધાને !' તે બંનેની ચોરી પકડાઈ ગઈ હતી તેમ છતાં પંચરવાળો ભોળો બની બોલ્યો; 'શું થયું સાહેબ ?'

'*** હવે જવા દો વાત અને હા, ભગવાનનો ડર રાખો. બોલો કેટલા થયા પંચરનાં?' પંચરવાળો નીચું જોતા બોલ્યો; 'બસો રૂપિયા.'

તેણે બસો રૂપિયા આપ્યા ત્યાં સુધીમાં ભોળા ગરીબ જેવો દેખાતા હવાવાળાએ અન્ય બે શિકારને તેની જાળમાં ફસાવી દીધા હતા.!

 અજય એક ક્ષણ માટે વિચારતો રહ્યો, 'પંચર હોય એવું તો આગળના ટાયરમાં લાગતું હતું. તો આ પાછળના ટાયરમાં પંચર ક્યાંથી પડ્યું? અને ટાયર પણ નવું છે તો વાલ્વ કઈ રીતે ખરાબ થઈ ગયો !'

ત્યાં તેને એકાએક ઝબકારો થયો. તે ગાડીમાં બેઠાં બેઠાં હવા પુરાવી રહ્યો હતો ત્યાં પેલા ગરીબડા જેવો લોગતો હવાવાળો તેની હાથ ચાલાકી સાથે કરામત કરી ગયો હતો ! હવા ભરતા સમયે પાછળના ટાયરનાં વાલ્વને કોઈ ખેડૂત તેના આળસુ બળદનું પૂંછડું આમળતો હોય તેમ વાલ્વને આમળી નાખ્યો હતો ! તે કારણે તેમાંથી હવા લીક થતી રહી. તે પછી પંચરવાળો બધાંને બતાવતો રહેતો !

'હવે આનો શો ઉપાય ?' અજય વિચારી રહ્યો.  તેને મોડું થઈ રહ્યું છે. આ વાત કોને કહેવી ? કોને ફરીયાદ કરવી, આનો પુરાવો પણ શુ ?

તેની જેમ જ ફસાયેલા અન્ય શિકારને જોતા તેણે ગાડી સ્ટાર્ટ કરી. ગાડી હંકારતા તે મનોમન વિચારી રહયો- 'આ સફેદ લૂંટેરેનાં શિકારમાંથી બધાને છોડાવવું તો પડશે જ. ત્યાં તેના માનસપટ પર એક ચહેરો તરવરી ઊઠ્યો. મનોમન કંઈક નક્કી કરતો હોય તેમ તેણે એક નંબર ડાયલ કરી મોબાઈલ સ્પીકર મોડ પર રાખી બળબળતી બપોરે ગાડી હંકારતો રહ્યો… હંકારતો રહયો.

(અજયએ કોની મદદથી સફેદ લૂંટેરેનો પર્દાફાશ કર્યો તે માટે  "સફેદ લૂંટેરે" ભાગ-૨)

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy