Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Horror Others Tragedy

4  

Pramod Mevada

Horror Others Tragedy

જીવતું સ્વપ્ન........ Part- 3

જીવતું સ્વપ્ન........ Part- 3

3 mins
14.4K


અસિત હજુ તો કઈ કહે એ પહેલાં ફરી મહારાજ બોલ્યા 'નવલ કથા કેટલે પહોંચી?' અસિત બે પળ કશું બોલી જ ન શક્યો. આખરે એણે સ્વસ્થતા ધારણ કરી ફક્ત એક જ વાક્ય બોલ્યો "આપને આ બધી કેમની ખબર?" જવાબમાં ફક્ત માર્મિક સ્મિત વેરતા મહારાજ આંખ બંધ કરી બેસી રહ્યા. અકળાવનારું મૌન ઘણી વખત વ્યક્તિની સહનશીલતા છલકાવી દે એમ જ બન્યું. અસિત આ બધું એમને કેમ ખબર છે એ જાણવા અધીરો બન્યો પણ મહારાજ જાણે કે ધ્યાનમાં સરી પડ્યા હતા. લગભગ વીસેક મિનિટ એમજ વીતી ગઈ. ધીમે રહી એમણે આંખો ખોલી. અસિતને એમની આંખોમાં એક અલગ ભાવ દેખાયો. એને લાગ્યું કે આ આંખો.....આ અકથ્ય ભાવ પહેલાં પણ ઘણી વખત જોઈ ચુક્યો છે. 

        લગામ વગરનો ઘોડો એના પર સવાર થયેલ સવારને ફગાવવા હવાતિયાં મારે એમ અસિત મનમાં ચાલતા વિચારોને દબાવી રાખવાની મથામણ કરી રહ્યો હતો. જાણે કે એનું મન વાંચી લીધું હોય એમ મહારાજ બોલ્યા 'એકદમ કશુંય ખ્યાલ નહિ આવે પણ હા તને એક વાર્તા કહું જે સમજવા પ્રયત્ન કરજે અને પછી ફરી મારી પાસે આવજે.' 

અસિતે કહ્યું "જી મહારાજ."

પછી એમણે આંખો બંધ કરી દ્રશ્ય જોઈ રહ્યા હોય એમ વાત કહેવી શરૂ કરી...... 'ઘણા સમય પહેલાની વાત છે. એક બ્રાહ્મણ હતો. આમ તો બધી વાતે સુખી પણ એક સંતાનના સુખથી વંચિત હતો. એણે ઘણા વરસોની તપસ્યા પછી મહાકાલે દર્શન આપ્યા અને એની તપસ્યાનાં ફળસ્વરૂપ એને એક દીકરો વરદાનમાં આપ્યો પણ સાથે એક ચેતવણી પણ આપી કે આ દીકરો ફક્ત એના જીવનના ત્રીસ વર્ષ જ એની પાસે રહેશે અને પછી તે પાછો એના સમૂહમાં ભળી જશે. એ ગમે તેટલો પ્રયત્ન કરશે પણ એ દીકરો એની પાસે ત્રીસ વર્ષ પછી નહિ રહે. મનમાં હર્ષ અનુભવતો બ્રાહ્મણ ઘરે આવ્યો અને એની પત્નીને સઘળી વાત કરી. એક તરફ ખુશી અને બીજી તરફ ચિંતા કે ત્રીસ જ વરસ દીકરો સાથે રહેશે! બ્રાહ્મણની પત્નીએ એને હિંમત બંધાવી કે આપણે એનું પાલનપોષણ એ રીતે કરીશું કે એ ક્યાંય નહિ જાય આપણને મૂકીને. બ્રાહ્મણ પણ એની વાતથી સંતોષ પામી સંસારમાં રત થઈ ગયો. સમય જતાં એને એક દીકરો થયો. એક તરફ દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો ને બીજી તરફ બ્રાહ્મણ મહાકાલની ભવિષ્યવાણી ખોટી સાબિત કરવા એનું પાલનપોષણ અને સંસ્કાર સીંચનમાં કોઈ બાધા ન આવે એનું ધ્યાન રાખવા લાગ્યો. દીકરો ક્યારે વીસ વરસનો થયો ત્યારે એના લગ્ન એક સુશીલ..ગુણવાન બ્રાહ્મણી સાથે સંપન્ન કરાવ્યા. બ્રાહ્મણને મનમાં થયું કે હાશ.... હવે દીકરો એના સંસારથી બચી ક્યાંય જઈ નહિ શકે. કાળ નું કદી મિથ્યા થયું છે કે આનું થાય!? દીકરાના ત્રીસ વર્ષ પુરા થવાના બીજા જ દિવસે ગામમાં અઘોરી સાધુઓની એક જમાત આવી. અઘોર પંથના રીત રિવાજ મુજબ બધા સાધુઓ ભિક્ષા નહી પણ જે મળે તે ખાઈ લેતા....મોહ.....માયા...આદિ કોઈ અસર ન કે પ્રલોભીત ન કરી શકતી તેમને. બ્રાહ્મણ એ અઘોરી સાધુઓની જમાતના મહંતને મળવા ગયો ને દીકરા વિશે વાત કરી. અઘોરી સાધુએ એમને કહ્યું કે એ એને જ લેવા આવ્યા છે. જો એની ઈચ્છા હશે તો એ સાથે આવશે નહીતો નહિ આવે. બ્રાહ્મણે આખી જમાતને ઘરે જમવા આવવા આમંત્રણ આપ્યું. બીજા દિવસે આખી જમાત બ્રાહ્મણના ઘરે જમવા પધારી. બ્રાહ્મણે એની પત્નીના શીખવ્યા મુજબ એ મહંતના જમવામાં કાતિલ વિષ ભેળવી દીધું. આખી જમાતમાં એમના સીવાય કોઈને કશું ન થયું એટલે આખી જમાતના સાધુઓને બ્રાહ્મણના કાવતરાનો અંદેશો આવી ગયો. એ લોકોએ બ્રાહ્મણ અને તેની પત્નીને જ આહાર બનાવી દીધા અને તેના દીકરાને સાથે લઈ ચાલી નીકળ્યા.' આટલું કહી એમણે આંખો ખોલી અને અસિતની સામે જોઈ કહ્યું. 'આ વાર્તા સાચી કે ખોટી એ ન વિચારતા એનો મર્મ સમજવા પ્રયત્ન કરજે અને કાલે ફરી પાછો આવજે.' અસિત કશું જ બોલ્યા વગર એમને પ્રણામ કરી નીકળી ગયો. 

       ગાડીમાં બેસતા જ અસિતને માથું પકડાતું હોય એમ લાગ્યું. એ હમેશ એની માથાની ગોળી પાસે જ રાખતો એટલે એણે એક ગોળી ગળી અને ગાડી સ્ટાર્ટ કરી ઘર તરફ જવા નીકળી પડ્યો. 

       રીટા ઉંઘમાંથી જાગી એટલે એણે અસિતને ન જોતા એને ફોન કર્યો. અસિત ડ્રાઈવ કરતો હોવાથી એણે ફોન રિસીવ ન કર્યો એટલે રીટા ફરી ફરી એણે ફોન લગાવતી રહી. આખરે કંટાળી અસિતે ફો. રિસીવ કરી કાને ધરવા ગયો ત્યાં જ એક ધડાકો થયો અને....................(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Horror