Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

એક ડગ ધારા પર - ૬

એક ડગ ધારા પર - ૬

4 mins
13.7K


પ્રકરણ : માતા પિતાનો અકસ્માત

શાળા નિયમિત ચાલુ થઈ ગઈ. દાદા, દાદી રજા ગાળવા મહાબળેશ્વર જવાનો વિચાર કરતા હતા. શાન કુટુંબ સાથે શનિ, રવી જવાની હતી. પાપાએ ગાડી અને ડ્રાઈવર આપ્યા. મહાબળેશ્વર ખૂબ સુંદર જગ્યા છે. રસ્તામા ઘાટ પરથી ગાડી જઈ રહી હતી ત્યાં સામેથી આવતી લોરીનો ડ્રાઈવર પીધેલો હશે. કાબૂ ગુમાવ્યો અને દાદા, દાદી તથા

ડ્રાઈવર સહિત ગાડી ખીણમા ગઈ. આખા ઘરમા સન્નાટો છવાઈ ગયો. પાપા તો પાગલ જેવા થઈ ગયા.

આવી રીતે અકસ્માતમાં મૄત્યુ થયા પછી જે કનડગતમાંથી પસાર થવું પડે છે તે હાલતનું વર્ણન કરવાની શક્તિ મારામાં નથી. વહાલા માતાપિતાના અવસાનનું દુઃખ અને સાથે પોલિસખાતાની તુમારશાહી. સહુ ત્રાસી ગયા. માંડ માંડ તેમના શરીરના છૂટાછવાયા અસ્થિ

મેળવી સહુ ઘરે આવ્યા અને અંતિમ ક્રિયાપાણી કર્યા. ચારે તરફ ગંભીર વાતાવરણ છવાઈ ગયું હતું.

આશાનો સૂરજ વાદળ પાછળથી ડોકિયા કરતો હતો. હજુ તેની પણ હિંમત ચાલતી ન હતી. યંત્રવત સવાર અને સાંજ થતા હતા. ઘર મંદિરમાં ફેરવાઈ ગયું હતું. માતાપિતાનો પ્રેમ, તેમની યાદો, તેમનું અચાનક ચાલી જવું સઘળે ફેલાયા હતા. શું બોલવું, શું કરવું કાંઈ

સમજમાં આવતું ન હતું. જીંદગી શું ? એ પ્રશ્ચ ચારે તરફ ઘુમરાઈ રહ્યો હતો.

ભર જુવનીમા, મા અને બાપ બંને ગુમવવા અને તે પણ આવી રીતે

અકસ્માતમા એ આઘાત જીરવવો ઘણો કપરો છે. સોનમ અને સાહિલ બંને હતપ્રભ થઈ ગયા. બાળકોને સંભાળે કે પોતાની જાતને. કહેવાય છે પ્રભુના દરબારમા ન્યાય પ્રવર્તે છે. કયા પાપ કર્મોની આ સજા હતી. હા, જન્મ છે તેનું મૃત્યુ ચોક્કસ છે. પણ આ રીતે ! ખેર જો બેમાંથી એક પાછળ રહ્યું હોત અને તે પણ પાછી અપંગ હાલતમાં તો શું દશા થાત ! એ એક જ આશ્વાસન આપી શકાય. બાવરો સાહિલ અને બેબાકળી સોનમની વહારે ધાયા સોનમના માતાપિતા.

લગ્ન થયાને સોળ વર્ષના વહાણા વાયા હતા. દુધમા સાકર ભળે તેમ સોનમ સાહિલની જીંદગીમા ઓતપ્રોત થઈ ગઈ હતી. સાહિલના માતાપિતાની તેણે કદીય અવહેલના કરી ન હતી. એકવીસમી સદીની હતી પણ પ્યાર આપવામા 'સીતા' અને 'રાધા' તેના આદર્શ હતા. સાહિલ તેના પર જાન છિડક્તો. તેણે ખરેખર સાહિલની અર્ધાગંના

બની જીવન સફળ પૂર્વક જીવવાનો પ્રયત્ન કર્યો હતો. આવા સુંદર કાર્યમા તેને સહુનો સોનેરી સંગાથ સાંપડ્યો હતો. શાન મમ્મીની વ્યથા સમજી શકતી હતી. દાદા દાદી તેને પણ ખૂબ વહાલા હતા. દાદીનો પ્રેમાળ વહાલ નિતરતો ચહેરો યાદ આવતા આંખમાંથી

આંસુ સરી પડતા. શાળામા તેની એક સહેલી જેની સાવકીમા હતી તેણે શાનને સંભાળી. શાન તેને હંમેશા ઘરે લાવતી, દાદી તેને પ્રેમે જમાડતી. સુલુ જ્યારે પણ શાનને ત્યાં આવે ત્યારે દાદીનો પ્રેમ પામવા ભાગ્યશાળી બનતી. દાદી તેને સાચી સલાહ આપતા. સુલુ જાણતી

હતીકે સગી મા પણ બાળક્ને વઢે યા મારે. પણ તે એ પણ જાણતી કે પછી મા મનાવી ખવડાવે પણ ખરી. કિંતુ તેની 'મા' જે કહે તે જ કરે. મારે ને રડતા રડતા સૂઈ જાય તો આખી રાત ખૂણામા ગાળે.

જીંદગી ધીરે ધીરે પાટા પર ચડી રહી હતી. માબાપ ગુમાવ્યાનું દુઃખ વિસરવું સહેલું નથી. પણ જનાર પાછળ કોઈ ગયું નથી ! દુનિયા તો ચાલ્યાજ કરે. દુઃખને હૈયામા સંઘરીજીવવું એ નાનુ સુનું કામ નથી. સાહિલની ઉદાસી સોનમની છાતી ચીરી નાખતી હતી.

અસહાયતા તેને ચૂભતી પણ ઈલાજ જડતો ન હતો.  

નાના નાની ખૂબ ધિરજ પૂર્વક સમયની નાજુકતા પારખીને મદદ રૂપ થયા. જેને લીધે સહજતા આવી માત્ર ઉપરછલ્લી. શાન સુલુની સહાયથી શાળાનું કાર્ય કરતી. કોલેજમા જવાનું હતું. આગળ ભણીને

મનની મુરાદ પૂરી કરવી હતી. પોતાને તો કોઈ કઠીન પરિસ્થિતીનો સામનો કરવાનો ન હતો. પણ બહેનપણીને જો કોઈ મુશ્કેલી જંણાય તો શાન ખડે પગે ઉભી રહી તેને ઉકેલવામા મદદ કરતી. શાન, સુલુ અને નેહાની ત્રિપુટી ઘણાની આંખમા આવતી. ગણકારે તે બીજા. આમ પાછી

ભણવામા ચિત્તને પરોવી વાત વિસારે પાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. દાદા, દાદી વગર ઘર સુનુ લાગતું હતુ. પણ કોઈ ઈલાજ ન હતો! નાના, નાની પાછા પોતાને ઘરે જતા રહ્યા. સોહમને બહુ ખબર પડતી નહી. પોતાના દિલની વ્યથા કેવી રીતે પ્રદર્શિત કરવી તેની ગતાગમ પડતી ન હતી. શાન ભાઈલાને સાચવી લેતી. સોનમ, સાહિલને સાચવવા માટે હરપળ તૈયાર રહેતી. માતા અને પિતા સાથે ગુમાવવા એ ઘા ભલભલાને હલાવી નાખવા પૂરતા છે. કહેવાય છે "જે દુઃખ આપે છે , તે દુઃખ સહન કરવાની શક્તિ પણ આપી રહ્ર છે."

સઘળા દુઃખની એક જ દવા છે. તે છે ‘સમય’. સમય ભલભલું કઠીન દર્દ મિટાવવા સમર્થ છે. માતા પિતાની જગ્યા કોઈ પણ વ્યક્તિ પૂરવાને સમર્થ નથી. તેમની મધુરી યાદ અને શીળી છાયાના સંભારણા જીંદગી જીવવા માટે પૂરતા હોય છે. દરેકને એ રસ્તે વહેલા કે મોડા જવાનું છે. સોનમ અને સાહિલ જીવનની ઘટમાળમા પરોવાઈ ગયા.

શાન કોલેજમા આવી અને પ્રગતિને પંથે ચાલવા લાગી તેની સહેલી સુલુ, જેને સાવકીમા હતી એક દિવસ કહે મારા લગ્ન નક્કી થઈ ગયા. સુલુ પણ ભણવામા ખૂબ હોંશિયાર હતી. શાન તો સાંભળીને

છળી પડી. કહે શું વાત કરે છે ? કોની સાથે? ક્યારે ? કેમ આટલા જલ્દી ? સુલુ બિચારી શું બોલે ! એનું રડવું માતુ ન હતું. એને ભણીને પોતાની જીંદગી સુંદર રીતે જીવવી હતી. તેના પિતાજીનું કશુંજ નવી

મા પાસે ચાલતું ન હતું.


Rate this content
Log in