Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Crime Others Romance

3  

Vishwadeep Barad

Crime Others Romance

અધુરું સ્વપ્ન!

અધુરું સ્વપ્ન!

4 mins
7.6K


‘ડેની, મને ઊંઘ નથી આવતી, બહુંજ અન્કોમ્ફોર્ટેબલ લાગે છે” નીશા, ડેનીના માથાના વાળ પર સુંવાળો સ્પર્શ કરતાં બોલી.

‘હની, હવે માત્ર બે દિવસ બાકી છે, પછી તું ફ્રી..’

‘ડેની, પછી તું તારા પ્રિન્સને દુધ પિવરાવીશ, ડાયપર્સ બદલીશ ? જોબ પર કોણ જશે ?’

‘હું જોબ પરથી એક અઠવાડીયું રજા લઈ તને મદદ કરીશ.’

‘યસ, ડાર્લિંગ..પણ અત્યારે તો તારો પ્રિન્સ બહું જ સતાવે છે, જરીએ સુવા દેતો નથી.’

ડેનીએ એમનો જમણો હાથ વ્હાલથી નીશાના પેટ પર ફેરવતા બોલ્યો..’પ્રિન્સ બંટી, તારી મમ્મીને બહું નહીં પજવવાની ઓકે ?

નીશાને પ્રેગનન્સીનો નવમો મહિનો ચાલતો હતો અને બે દિવસ પછી બેબી આવવાની તારીખ ડોકટરે આપેલી હતી. નીશા અને ડેની બન્ને અહીં અમેરિકામાં જ જન્મેલા, હ્યુસ્ટનમાં સુગરલેન્ડ નેબરહૂડમાં એક જ સબડીવિઝનમાં રહેતા હતાં. એક જ સ્કુલમાં એલીમેન્ટ્રીથી સાથે ભણેલાં. એક દિવસ નીશા સ્કુલબસ ચુકી ગઈ અને બહાર ધોધમાર વરસાદ પડતો હતો અને ડેનીને સ્કુલ-પ્રોજેકટ માટે રહ્યો હતો. નીશા પાસે ડેની આવી કહ્યુ:

‘નીશા, શું બસ મીસ થઈ ?

‘હા, યાર, ઠંડીથી ધ્રુજતા, ઘ્રુજતા નીશા બોલી.

ડેનીએ પોતાનું જેકેટ કાઢી નીશાને આપ્યું.

‘પણ તું જેકેટ વગર શું કરીશ ? તને ઠંડી નથી લાગતી ?’

‘ના,’ ડેનીએ ટુંકમાં જવાબ આપ્યો.

બીજી લેઈટ પીક-અપ બસ આવી તેમાં બન્ને બેસી ઘર આવ્યા..

ડેની બે દિવસથી સ્કુલમાં નહોતો આવતો તેની ખબર પડતા નીશાએ ડેનીના ઘેર ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેની શરદી થઈ ગઈ હતી. નીશાને બહુજ બેડ ફીલ થયું: ‘મારે લીધે જ ડેનીને શરદી થઈ ગઈ છે તેણે તેનું જેકેટ કાઢી મને આપી દીધું..ખરેખર એક સારો વ્યક્તિ છે! નીશા મનોમન બોલી.

બસ ત્યારેજ પ્રણયના અંકુર ફૂટ્યા !

વર્ષોથી અમેરિકા રહેતા ડેનીની મમ્મીને આ સંબંધ મંજુર નહોતો. નીશા એમના મા-બાપની એકની એક છોકરી હતી. ટીન-એજર લવ એ અમેરિકામાં કોમન છે અને તેમાં તેમને કશો વાંધો નહોતો.

‘ડેની, આ રખડેલ છોકરી સાથે તું ફરે છે મને જરીએ મંજુર નથી. ડેનીની મમ્મી તાડુકી બોલી..

‘મમ્મી, તમે શું બોલો છો, તેનો તમને ખ્યાલ છે, શું નીશા રખડેલ છોકરી છે ?’

'જો ડેની આ ઘરમાં તારે રહેવું હોય તો અમારું કહ્યું તારે માનવું પડશે..

‘નહીતર ? ડેની પણ અપસેટ થઈ બોલ્યો.

‘તું હવે અઢાર વર્ષનો થઈ ગયો છે, એડલ્ટ છો..’

‘એટલે તમે મમ્મી શું કહેવા માંગો છો ? હા, હું સમજી શકું છું.’

બસ ત્યારથી ડેની એ ઘર છોડ્યુ. ડેનીના ફાધરે ઘણું સમજાવ્યું: ‘બેટા, તારી મમ્મીના સ્વભાવ પર ના જા. તારા ભવિષ્યનો તું વિચાર કર. મારે તારા મમ્મી સાથે આ પનારા પડ્યા છે. ઘરમાં કંકાશને લીધે હું એકે બાજું બોલી નથી શકતો.

‘ડેડી, હું તમારી સ્થિતી સમજી શકું તેમ છું. ચિંતા ના કરો બધું સારું જ થશે.!’

ડેની એ સ્કુલ છોડી. જોબ શરું કરી. નીશાએ ડેનીને પુરે પુરો સાથ આપ્યો.

નીશાએ પોતાના મા-બાપને કહ્યું: ’આવી પરિસ્થિતીમાં મારે ડેનીને કપરા સંજોગોમાં સાથ આપવો જોઈએ. અને હવે હું પણ એમની સાથે રહીશ.’

બન્નેએ એક બેડરૂમનું એપાર્ટમેન્ટ રાખી સાથે રહેવા લાગ્યા. એક વરસ બાદ નીશા પ્રેગનન્ટ થઈ.

‘ડેની, આ બાળકના જન્મબાદ આપણે લગ્ન કરી લેવા જોઈએ. ક્યાં સુધી હું કોમન-વાઈફ તરીકે તારી સાથે રહું ? મારે લગ્નજીવનની એક સાચી પત્ની તરીકે તારી સાથે જીવન જીવવું છે.’

'યસ, ડાર્લીંગ, મને પણ એજ ઘડીની આતુરતા છે..બાળકના જન્મબાદ આપણે ધામ-ધૂમથી લગ્ન કરીશું. તારી આ વાતથી આજે હું પણ બહું ખુશ છું. થેન્ક્યુ ડાર્લિંગ. કહી ડેની એ નીશાને વ્હાલ ભર્યું ચુંબન આપી ભેટી પડ્યો. ડેની દિવસભર જોબ કરતો અને સાંજે પાર્ટ-ટાઈમ ઈલેકટ્રીક ઈન્જીનયરનું સ્ટડી કરતો હતો અને નીશાનો એમાં પુરેપુરો સહકાર હતો.

‘ડેની, તારે સવારે ઉઠી જોબ પર જવાનું છે, તું સુઈ જા ? હું પણ આડી પડી છું, ધીરે ધીરે ઊંઘ આવી જશે.

સવારે ૫.૩૦નો આલાર્મ વાગ્યો, ડેની ઉઠી પોતાના માટે અને નીશા માટે ચા બનાવી.

‘હની.. ઉઠવું છે ? રાતે પછી ઊંઘ આવી ગઈ હતી ? નીશાના કપાળ પર વ્હાલભર્યું ચુંબન આપતા ડેની બોલ્યો.’

‘યસ, ડેની થોડીવાર ઉઠીસ, તારી સાથે ચા-નાસ્તો કરી, તું જોબ પર જઈશ એટલે ફરી સુઈ જઈશ !’

બન્નેએ સાથે ચા અને ટોસ્ટ નો નાસ્તો કર્યો. જોબ પર જવા તૈયાર થઈ ગયો. છ વાગે એમની રાઈડ આવે. એમનો મિત્ર માઈક દરરોજ એમને રાઈડ આપતો હતો. ડેની પાસે હજું કાર નહોતી.

‘હની, હું બહાર રાઈડ માટે ઉભો છુ. બસ હવે બેબી આવવાને એક દિવસ બાકી છે. કાલે હું મારા બૉસને કહીશ: મારી વાઈફને સીઝીરીનથી બેબી લેવાની છે તેથી હું કાલે નહી અવી શકું.’

‘થેન્કયુ, ડાર્લીંગ !’

બાય ! કહી ડેની નીશાને કીસ કરી ઘર બહાર આવ્યો. નીશા ઘરની બારીમાંથી ડેનીને નિહાળી રહી હતી. ધડ..ધડ..ધડ ત્રણચાર ધડાકા બોલ્યા..જાણે કે ગોળીઓનો વરસાદ.

નાશાએ ચીસ પાડી…’ડેની ! માંડ, માંડ ઘર ખોલી બહાર આવી. લોહી લોહાણ અવસ્થામાં ડેની બહાર પડ્યો હતો..પ્લીઝ હેલ્પ.. હેલ્પ... હેલ્પ...ની ચીસોથી નેબર જાગી ગયા. કોઈ પોલીસને ફોન કર્યો. સૌ મદદે ધસી આવ્યા. કોઈએ ત્રણ જણને ગન સાથે ગેટ-વે કારમાં નાસી જતાં જોયા. રૉબરી ! કે શું ?

પોલીસ, એમ્બ્યુલન્સ બધા દસ મિનિટમાં આવી પહોચ્યાં. પેરામેડીકે ડેનીને સી.પી.આર. આપવાનું શરું કર્યું..આ બાજું નીશા બે-ભાન અવસ્થામાં હતી. બન્નેને જુદી જુદી એબ્યુલન્સમાં નજીકના હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા. એજ હોસ્પિટલમાં ડેનીનું મોત અને હોસ્પિ઼્ટલમાં એજ સમયે તાત્કાલીક ડોકટરે સીઝીરીયન કર્યું, નીશાએ એક નવજાત બાળકને જન્મ આપ્યો ! એક જ્યોત બુઝાઈ સાથો સાથ બીજી જ્યોત પ્રગટી !


Rate this content
Log in

Similar gujarati story from Crime