Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Others

2  

Falguni Parikh

Others

ગણતરી

ગણતરી

3 mins
1.6K


“સુનંદા, પ્લીઝ મારા માટે પાણી લઈ આવને, જોને મને ખૂબ ખાંસી ઉપડી છે…” અલય ખાંસી ખાતા બોલ્યો. અલયની બૂમ સાંભળતા સુનંદા ઊભી થઈને પાણી લેવા ગઈ. પાણીનો ગ્લાસ આપતા બોલી,

“લો, પાણી પી લો; થોડું સારું લાગશે.” પાણી પીને ગ્લાસ તેના હાથમાં આપતા અલય બોલ્યો,

“તું પાછી સૂઈ જા. તને ટ્રેનનો થાક લાગ્યો હશે.”

“અરે નહીં, તમે બેસો હું તમારા માટે ચ્હા બનાવી લાવું. તમારી ચ્હા પીવાનો સમય થયો છે જુઓ, 5.30 વાગ્યા સાંજના.”

“રહેવા દે સુનંદા, બે વખતથી વધારે ચ્હા થશે તો વહુ ગુસ્સે થશે.

“અરે, કેમ આમ બોલો છો? વહુ કેમ ગુસ્સે થશે?” 

“સુનંદા, તું ખૂબ ભોળી છે. તને દુનિયાદારીનું  ભાન નથી.” આ વાત ચાલતી હતી, ત્યાં જ અમર અને કોમલ ઓફિસથી ઘરે આવ્યા.

કોમલ આ વાકય સાંભળતા જ અમરને બોલી, “જોયું અમર, હું તમને કહેતી હતીને પપ્પાજીની અમરવાણી… તે આ છે, સાંભળો!”

“ઓહહ! પપ્પા, તમને કેવી રીતે સમજાવું? તમે ઘરમાં કેમ ચૂપચાપ પડ્યા રહેતા નથી? તમારા કારણે કોમલને કેટલી અગવડો પડે છે. તે બિચારી  તમારી કેટલી સંભાળ રાખે છે અને તમે તેને કડવા વાકયો જ બોલો છો!  પપ્પા પ્લીઝ, હવે તો બંધ કરો. હું ઓફિસનું કામ કરું કે ઘરનું જોવું? અને  પ્લીઝ, તમે થોડા એડજસ્ટ થતાં શીખો. તમે તો હતા જ ત્યાં તો મમ્મી પણ બહેનના ઘરેથી પાછા આવી ગયા. અમારે ડબલ ખર્ચો ઉપાડવાનો હવે! એક તો મોંઘવારી કેટલી છે, તેમાં સરકારે, 500 અને 1000ની ચલણી નોટો ચલણમાંથી રદ કરી. બેંકોમાં લાઇનો છે. રૂપિયા મળતા નથી. તેમાં તમારા બંનેની દવાના ખર્ચા, તમારા કપડાંના, પપ્પા, આ બધા માટે રૂપિયા કયાંથી લાવું? તમારા ખર્ચાઓમાં જ અમારા બંનેનો પગાર ખર્ચાઈ જાય છે. તમારા કારણે અમે કદી બહાર કે હોટલમાં નથી જઈ શકતાં.”

દીકરાની આવી ગણતરી ભરી વાણી સાંભળી સુનંદાની આંખો છલકાઈ ઊઠી. સુનંદાની પીડા અલયથી ના જોઈ શકાઈ. ગુસ્સામાં બોલ્યો, “દીકરા, અમે તમને એટલા જ ભારે પડીએ છીએ તો તમે લોકો ભાડાનું મકાન શોધી ત્યાં જતા રહોને.”

“ઘર! ભાડાનું?” કોમલ બોલી ઊઠી... “પપ્પાજી, આ ઘર અમારું છે અને તમે જે કહ્યું એ જ હું કહેવાની હતી.”

“અમર… કોમલ શું બોલી રહી છે?”  અલયે ગુસ્સાથી અમર તરફ જોયું.

અમરે આંખો નીચી ઢાળી અને બોલ્યો, “હા પપ્પા, કોમલ સાચું કહે છે. આ ઘર તેના નામ પર જ છે! આ ઘરની તે માલિક છે!”

“બેટા, આ ઘરના કાગળિયાં તો મેં તને તારી મમ્મીના નામે કરવા આપ્યા હતા ને!?”

“હા પણ, હવે તમે લોકો કેટલું જીવશો? તેથી આ ઘર મેં કોમલના નામે કરી દીધું છે. તે જ માલિક છે!”

“અને પપ્પા, તમને લોકોને અમારી સાથે ના ફાવતું હોય તો  તમે લોકો કોઇ 'ઘરડાઘર' કે ભાડાનાં ઘરમાં રહેવા જતા રહોને! તમારા કારણે અમને સ્વતંત્રતા નથી. તમે પણ સુખી ને અમે પણ સુખી.”

“વાહ બેટા, વાહ, કહેવું પડે! તારી ગણતરી તો એકદમ સાચી છે. સુનંદા જોયું! તું દીકરો દીકરો કરતી હતી, કહેતી હતી- દીકરો કુળદિપક હોય છે! તે આના જન્મવખતે કેટલા કષ્ટો સહન કર્યા, ઓપરેશન ના કરાવતા કષ્ટ સહન કરી તેને કુદરતી રીતે જન્મ આપ્યો. રાત -દિવસ તેના માટે ઉજાગરા કર્યા. જો આજે આ દીકરો શું કહે છે? કંઇક તો બોલ સુનંદા! સુનંદા!”

“તમે શાંત થાઓ, આમ ગુસ્સે ના થાઓ. તમારૂ બ્લડપ્રેશર વધી જશે.”

“શું શાંત થાઉં? લોકો દીકરો દીકરો કરતાં હોય છે, કેમ? કેમ કે એ દીકરો ઘડપણમાં મા-બાપનો સહારો બને. એમનો મજબૂત હાથ બને. આવા દીકરા જ કપાતર નીકળે તો, હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તે કોઇને આવા દીકરા જ ના આપે! જે મા-બાપને જ બોજ સમજતા હોય!”

“અમર બેટા, અમે તો જતા રહીશું 'ઘરડાઘર'માં, પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારી પાછલી ઉંમરે આ દિવસો જોવા ના મળે. કેમ કે નિયમ છે, ‘જેવું વાવશો એવું લણશો’."

 

“જોયું અમર, તારા પપ્પા આપણને કેવી દુવાઓ આપે છે? હવે તો તમે લોકો વહેલી તકે જ અહીંથી નીકળો.”

“વહુ અમને પણ હવે શોખ નથી તમારા મુખેથી વધુ અમારું અપમાન કરાવવાનું, અમે જતાં રહીશું.”

“અલય, આપણે હવે આ ઉંમરે કયા જશું?”

“સુનંદા તું ચિંતા ના કર આવા રોજ અપમાનજનક વેણ સાંભળવા એના કરતાં એકલા રહેવું સારું.”

 


Rate this content
Log in