Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajesh Dave

Others

4  

Vrajesh Dave

Others

ભાગતા રહો

ભાગતા રહો

13 mins
15K


“કોઈ નવી કથાની તલાશમાં છો? લાગે છે કે તે હાથમાં આવીને પાછી સરકી જાય છે.” બસની અંદર મારી બાજુની સીટ પર બેઠેલી એક આદિવાસી જેવી લગતી છોકરીએ મને અંગ્રેજીમાં પૂછી લીધું.

સફરની શરૂઆતથી જ એ મારી બાજુની સીટ પર સવારી કરી રહી હતી. હું બારી પાસેની સીટ પર બેઠો હતો. મારા ખોળામાં લેપટોપ ખુલ્લું થઈને બેસી ગયું હતું. મારી સામે તેની ખુલ્લી સ્ક્રીન મને આમંત્રી રહી હતી. મારે કશુંક લખવું હતું. હું તે માટે વિચારતો હતો અને કશુંક મનમાં બરાબર જામે તો તે તરત જ લેપટોપમાં ટપકવવા અધીર હતો. પણ હજુ કશું ય નક્કર મારા મગજમાં આવતું નહોતું.

બસ ચાલુ થવાની ચાર પાંચ મિનિટ પહેલાં જ એ મારી બાજુની સીટ પર આવીને બેસી ગઈ હતી. બસ ચાલુ થાતાં પહેલાં મેં બસનાં સાથી મુસાફરો પર એક ઊડતી નજર નાંખી લીધેલી. તમામ મુસાફરો આદિવાસી હતા. તેઓનો પહેરેશ પણ આદિવાસી જ હતો. ડ્રાઈવર અને કંડક્ટર થોડા ભણેલા હોય તેવું લાગતું હતું. બાકી બધા જ પોતાની ભાષા સિવાય અન્ય ભાષા જાણતા હોય તેવું નહોતું લાગતું. બાજુની સીટ પર બેઠેલી એ છોકરી પણ તે સૌથી અલગ હોય તેવું માનવના કોઈ ચિન્હો દેખાયા નહોતા. મેં તેને પણ આદિવાસી યુવતી ધારીને અવગણી.

હું શહેરની દુનિયાથી ખૂબ દૂર દૂર આવી ગયો હતો. કદાચ નગર સભ્યતા ધરાવતું આ છેલ્લું ગામ હતું.

અહીંથી દિવસમાં બે જ વખત જતી આ બસ મને આ ગામથી પણ દૂર પહાદીઓ વચ્ચે વસેલા આદિવાસીઓની વસ્તી તરફ લઈ જતી હતી. જેઓની દુનિયા આપની દુનિયાથી અલગ હતી.

એ વસ્તી તરફ યાત્રા કરતાં પહેલા મેં અનેક રિસર્ચ કરીને એ જગ્યા વિષે લગભગ બધું જ જાની લીધું હતું. આ શહેરથી આશરે ૮૮ કિલોમીટર દૂર આદિવાસીઓની વસાહત વસેલી છે. આ ૮૮ કિલોમીટરના રસ્તા વચ્ચે કોઈ જ માનવ વસ્તી નથી. આ રસ્તો સંપૂર્ણપણે પહાડી અને દુર્ગમ છે. થોડાક કિલોમીટર પાકા જેવો રસ્તો છે. તે પછી શરૂ થાય છે પહાડી ચડાઈ અને ખૂબ જ જોખમી વળાંકો.

હું એ વળાંકો વાળા રસ્તામાં ઓગળવા લાગ્યો. મારૂ અસ્તિત્વ પણ ખરવા લાગ્યું. હું કુદરતના અગાધ સૌંદર્ય જોતો રહ્યો. ધીરે ધીરે શહેર અને તેની સભ્યતા પાછળ છૂટવા લાગી. રસ્તાઓ વધુ વળાંક લેવા લાગ્યા. દૂર દૂર દેખાતા પહાડો લીલા થવા લાગ્યા. રસ્તાની એક તરફ દોડતી ખીણોની ઊંડાઈ વધવા લાગી. બીજી તરફ સાથે સાથે ચાલતા પહાડના ખડકો પરસેવે રેબઝેબ થઈ ગયા હોય તેમ ભીના ભીના થવા લાગ્યા. થોડીવારમાં એ ભીનાશ પ્રવાહી થવા લાગી જે ધીરે ધીરે નાના નાના ઝરણાઓમાં વહેવા લાગી. વહેતી વહેતી તે રસ્તા પર આવવા લાગી.

ઝરનાઓ વધુ મોટા થવા લાગ્યા. રસ્તા પરથી વહેવા લાગ્યા. રસ્તાને નવડાવી તેનું પાણી ખીણમાં પાડવા લાગ્યું. ભીનો રસ્તો વધુ જોખમી લાગતો હતો. મને દર લાગ્યો કે આ બસ ક્યાંક લપસી તો નહિઁ પડે ને? કોઈ વાર્તાની શોધમાં નીકળેલો હું સ્વયં કોઈ વાર્તાના અંત જેમ...

હું મારી જ કલ્પનાથી ડરી ગયો. મેં ડ્રાઈવર તરફ નજર કરી. તેના ચહેરા પર કોઈ તણાવ નહોતો. તે સહજ રીતે જ બસ ચલાવતો હતો. રસ્તાના વળાંકો, તેની ભીનાશ કે ખીણોની ઊંડાઈ તેને વિચલિત નહોતી કરતી. તેનો આત્મવિશ્વાસ ગજબ હતો. મેં બાકી મુસાફરો તરફ નજર કરી. કોઈના ચહેરા પર કોઈ જ ભય નહોતો. સૌ સહજ હતા. બધા ચહેરાઓના ધૈર્યને જોઈ મેં પણ મારી જાતને હિમ્મત આપી, ઊંડો શ્વાસ લીધો અને બહારના સૌંદર્યને પીવાની ચેષ્ટા કરવા લાગ્યો.

બસ ખૂબ જ સરળતાથી તેની મંઝિલ તરફ ગતિ કરતી હતી. વર્ષો પહેલા આવા જ કોઈ પહાડી અને જોખમી વળાંકો વાળા રસ્તા પરથી પસાર થતી વખતે એક હોર્ડીંગ્સ પરનું લખાણ વાંચેલું એ યાદ આવી ગયું - બી જેન્ટલ ટૂ માય કર્વસ - મારા વળાંકો પ્રત્યે સજ્જન બનજો. કેટલું ટૂંકું પણ કેટલું ધારદાર? કેટલું ઊંડું? જાણે જિંદગીનું તમામ જ્ઞાન માત્ર આટલા શબ્દોમાં સમાઈ ગયું ના હોય!

કોણ હશે આ શબ્દોનો સર્જક? નક્કી કોઈ મહાન ફિલસૂફ હશે! કદાચ સાવ સાદો માણસ પણ હોય જે કશું ભણ્યો પણ ના હોય! જીવનના જ્ઞાનને સમજવા અને તેને જીવનમાં ઉતારવા ભણવું ક્યાં જરૂરી છે? એ માણસ કદાચ ભણ્યો ના પણ હોય પણ તેને જિંદગીના અનેક રંગો જરૂર જોયા હશે, અનુભવ્ય હશે. અને એટલે જ આખી જિંદગીનો સાર માત્ર પાંચ શબ્દોમાં! એ માણસ અદભૂત હશે. એની કથા તો એથી પણ અદભૂત હશે.

મને એ પત્ર ગમી ગયું. હું તેના પર વિચારવા લાગ્યો. મને તેમાં મારી નવી નોવલની વાર્તા દેખાવા લાગી. હું ખુશ થઈ ગયો. હું મનમાં મારી વર્તને ગોઠવવા લાગ્યો.

વિચારો આવતા ગયા. લેપટોપમાં તેને નોંધતો ગયો. પહાડ, ખીણ, ઝરણા અને રસ્તો બધુ જ બારી બહાર છૂટી ગયું. હું મારી નવી વર્તના જન્મની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો. હું બધુ જ ભૂલી ગયો. મારી બાજુમાં બેઠેલી યુવતીને પણ.

મારી વાર્તાના પત્રો, ઘટનાઓ અને વળાંકોમાં ખોવાઈ ગયો. પાત્રોના ચરિત્રો રાચવા લાગ્યો. ઘટનાઓના ક્રમ નક્કી કરવા લાગ્યો. વાર્તાના નાયકને ઘડવા લાગ્યો. જરૂર પડ્યે નવા પાત્રોને નવી ઘટનાઓ ઊનેરવા લાગ્યો તો જૂના પાત્રોને અને ઘટનાઓને ડિલીટ કરતો રહ્યો. ક્યારેક વાર્તા ખૂબ સારી જામતી હતી તો ક્યારેક તે જ પાત્રો અને વાર્તા સાવ ક્ષુલ્લક લાગતી હતી. વાર્તા રાચતી હતી અને ફરી હાથમથી છટકી જતી હતી. વાર્તાના વળાંકો રસ્તાના વળાંકો કરતાં વધુ ગૂઢ હતા. કેટલીય ઉલઝનને અંતે હું મારી વાર્તા નક્કી ના કરી શક્યો. હું હારી ગયો, થાકી ગયો. મેન લેપટોપ બંધ કરી દીધું. બારી બહાર નજર કરી. દૂર કોઈ પહાડી વચ્ચે વસ્તી દેખાતી હતી. કદાચ ૮-૧૦ કિલોમીટર જેટલી દૂર હશે. કદાચ મારે ત્યાં જ જવાનું હશે. ઈનો અર્થ એ હતો કે બસ ઘણો લાંબો રસ્તો કાપી ચૂકી હતી. તે માંઝીલ તરફ પહોંચી રહી હતી. પણ મારી વાર્તા હજુ પણ ક્યાંક અટવાયેલી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારા ઉચ્છવાસની લંબાઈ થોડી વધી ગઈ. મારી નિરાશા તેમાં વ્યક્ત થઈ ગઈ. હવામાં ફેલાઈને કદાચ બાજુની સીટ પર બેઠી યુવતીને સ્પર્શી ગઈ.

એટલે જ કદાચ તે પૂછી બેઠી હતી, “કોઈ નવી કથાની તલાશમાં છો? લાગે છે કે તે હાથમાં આવીને પાછી સરકી જાય છે.” તેણે અંગ્રેજીમાં પૂછ્યું હતું. “બારી બહાર જોતાં જોતાં જ મેં સાવ સહજ જવાબ આપી દીધો હતો, હા. એમ જ.”

જવાબ તો આપી દીધો પણ તરત જ આશ્ચર્યનો એક ઝટકો મારા દિમાગને હલબલાવી ગયો. હું તેના તરફ ફર્યો. તેના ચહેરાને જોવા લાગ્યો. મારા ચહેરા પર વિસ્મય અને પ્રશ્નો એક સાથે હતા.

કોણ છે આ આદિવાસી યુવતી? તે અંગ્રેજી ક્યાથી જાણે છે? તેનો પહેરવેશ બિલકુલ આદિવાસી છે. મેં તેને ધ્યાનથી જોવા માંડ્યું, મેં તેને ઉપરથી નીચે સુધી નિહાળી. તે હજુ પણ મને આદિવાસી જ લગતી હતી. તેના કોઈ પણ ચિન્હો શહેરી નહોતા લગતા.

તેનો પહેરવેશ આદિવાસી હતો. વાળ આદિવસીઓની જેમ જ અલગ રીતે બાંધેલા હતા. કદાચ ઘણા લાંબા સમયથી ધોયેલાં નહોતા. થોડા બરછટ પણ થઈ ગયા હતા. તેનું કપાળ પણ મેલુ હતું. કાન પાછળ છૂટી પડી ગયેલી વાળની લટો હતી. કાન થોડા મોટા હતા. તેમાં કોઈ ઘરેણું પહેર્યું હતું. જેના ભારથી તેના કાન લચી પડેલ હતા. વીંધાયેલા કાનનું કાણું તો મોટું થઈ ગયું હતું. આંખ મોટી અને તીક્ષ્ણ હતીજેના વળાંકો સુંદર લગતા હતા. આંખમાં કાજલ વધારે પડતું હતું જે ફેલાઈને ગાલ પર પણ પ્રસરી ગયું હતું. ગાલ સુકકા પણ લીસ્સા હતા. હોઠો થોડા ફુલેલા હતા. લિપસ્ટિક જેવુ કાશું જ તેના પર નહોતું પણ કુદરતી રીતે તે ગુલાબી હતા.

મારી નજર આગળ વધી. ડોક લાંબી અને પાતળી, ખભા પહોળા હતા. તેને શરીર પર એક કપડું પહેર્યું હતું જે તેના શરીરના ઉપરના ભાગને ઢાંકતું હતું. તેની પીઠ કદાચ અર્ધ ખુલ્લી હતી. કદાચ પૂરી પણ હોય. તેનાં કપડાં પરથી સ્પષ્ટ લાગતું હતું કે તેને કોઈ અંતરવસ્ત્ર નથી પહેર્યું.

તેની કમર ખુલ્લી હતી. કમર નીચે ફરી કોઈ એક કપડું વીંટાળેલું હતું. પગ ખુલ્લા હતા. નીચે ચપ્પલ પણ નહોતા પહેર્યા. તેનાં હાથમાં કોઈ જંગલી ધાતુની જાડી બંગડી પહેરેલી હતી. તેનું શરીર પાતળું હતું. તેના શરીરનો રંગ શ્યામ હતો. તેનામાં એક અનોખુ સૌંદર્ય છલકતું હતું. મને તે ગમવા લાગ્યું હતું.

તે મારા તરફ જોઈ રહી હતી, નિરપેક્ષ ભાવે. મને તેનાં બોલાયેલા શબ્દો વિચલિત કરતાં હતા. આ છોકરી પૂરેપૂરી આદિવાસી લગતી હતી અને છતાંય કેટલું સરસ અઙ્ગ્ર્રેજી બોલતી હતી. ટીટીઈને ખૂબ જ વિવેકથી પ્રશ્ન પૂછ્યો હતો. તેના ઉછરનો પણ શુદ્ધ હતા, સ્પષ્ટ હતા.

શું આ છોકરી આદિવાસી જ હશે કે પછી કોઈ... હું તેનાં વિષે વિચારતો ગયો તેમ ઉલઝતો ગયો. મને એ યુવતી કોઈ પહેલી જેવી લગતી હતી.

તે મારા ચેહરાના ભાવોને વાંચતી રહી. તેની મજા લેતી રહી. મારી મૂંઝવણ સાથે રમતી રહી. તેના હોઠો પર સ્મિત રમતું રહ્યું. તે મૌન બની મારા ઉચાટને માણતી હતી.

શું કરવું અને શું કહેવું એની મૂંઝવણમાં હું મૌન જ રહ્યો. બારી બહાર જોતો રહ્યો.

“તમે મારા સવાલનો જવાબ ના આપ્યો.” તેણે મને યાદ અપાવી. ફરી શુદ્ધ અંગ્રેજી!

હું પહાડો અને ઝરનો અને ખીણોને બારી બહાર જ મૂકી અંદર વાળ્યો. તેની નજર હજુ પણ મારા તરફ જ હતી. અને આંખમાં હજુ પણ એ જ સવાલ. મારા મનમાં સવાલો કરતા તેની આંખનો સવાલ વધુ ધારદાર લાગવા માંડ્યો.

“તું કોણ છે?” એવો સવાલ પૂછવાનું મને મન થયું પણ મેં સવાલ બદલી નાંખ્યો, “તો તારી નજર મારા લેપટોપ અને મારી વાર્તા પર હતી, ખરું ને?” 

“એ મારા સવાલનો જવાબ નથી.”

“કોઈના અંગત કામ પર આમ ચોરી છૂપીથી નજર રાખવી એ સજ્જનતા નથી.”

“એ પણ મારા સવાલનો જવાબ નથી.”

“તું કોણ છે?” મેં આખરે પૂછી જ લીધું.

“પ્રશ્ન પહેલા મેં પૂછ્યો છે, તો જવાબ પણ હું જ પહેલા માંગીશ.” તે મક્કમ હતી તેના સવાલનો જવાબ મેળવવામાં.

“તો શો હતો તારો સવાલ?” હું થાક્યો.

તેણે સવાલ ફરી પૂછ્યો.

“હું એક લેખક છું. મને નવી વાર્તાની તલાશ છે. કોઈ નવી વાર્તાની શોધમાં હું અહીં આવ્યો છું. આ બસ જે વસ્તી સુધી જાય છે ત્યાંથી પણ ૧૦ કિલોમીટર દૂર પહાડી વચ્ચે એક નદી વહે છે તે નદી કિનારે રહીને મારે વાર્તા લખવી છે. પણ...” હું વિગતે કહેતા કહેતા અચાનક જ અટકી ગયો.

“પણ શું?”

“એ જ કે વાર્તા મળતી નથી. મળેલી વાર્તા બરાબર જામતી નથી. પાત્રો અને ઘટનાઓ બંધ બેસતા નથી. કશુંક હાથમાં આવીને પણ છટકી જાય છે.”

“તો પેલી નદીના શાંત કિનારે બેસીને વાર્તા લખશો?”

“હા. શહેરથી દૂર, વસ્તિથી દૂર રહીને હું મારી વાર્તા જરૂર શોધી લઈશ. અને પૂરી પણ કરી જ લઈશ.”

“તો તમે વાર્તા શોધશો પણ અને લક્ષો પણ!”

“હા, બિલકુલ એમ જ.”

“પેલા પહાડમાં કે તેની વચ્ચે વહેતી નદીમાં કોઈ વાર્તા છુપાઈને બેઠી હશે? જે તમારા જેવા લેખકની પ્રતિક્ષા કરતી હશે. તમે ત્યાં જશો એટલે તે સ્વયં પ્રકટ થશે અને કહેશે કે મને પૂરી કરો. હું યુગોથી તમરી જ પ્રતિક્ષા કરતી હતી. આજે મારૂ તપ સફળ થયું, મારી સાધના પૂરી થઈ. હવે મને પૂરી કરો અને કોઈ ક્રોધી ઋષિ મુનીના શ્રાપમાથી મુક્ત કરી મારો ઉદ્ધાર કરો, મને મોક્ષ અપાવો. કેમ ખરું ને”

હું તેની વાતનો મર્મ સમજી ના શક્યો.

“ના, એવું નહિઁ. એમ કોઈ વાર્તા કોઈ પહાડ વચ્ચે, કોઈ નદી કિનારે કોઈની પ્રતિક્ષા થોડી જ કરતી હોય?”

“તો તમરી પાસે વાર્તા છે નહિઁ, પહાડી વચ્ચે કોઈ કરતાં પ્રતિક્ષા કરતી નથી. તો પછી કેવી રીતે...’

“હું ત્યાં મારી વાર્તાને શોધીશ. મને એ મળી જશે. “

“ક્યાં? પેલા નિર્જીવ પહાડ પર? કે વર્ષોથી કે યુગોથી જે નદીએ માણસ જાતને જોયો નથી તે નદીના વહેતા પાણીમાં? ક્યાંથી મળશે તમારી વાર્તા?”

“તે પહાડ કે નદી મને પ્રેરણા આપશે, કોઈ નવી વાર્તા માટે.”

“પહાડ કે નદીમાં કોઈ વાર્તા છુપાયેલી નથી હોતી. “

“તો ક્યાં હોય છે એ વાર્તા?”

“વાર્તા તો જીવતા જાગતા ચહેરાઓમાં હોય છે. તમે જે શહરને, જે લોકોને, જે ચહેરાઓને અને જે ધબકારને છોડીને ભાગી આવ્યા છો તેની પાસે છે વાર્તાઓ.”

“હું ભાગીને નથી આવ્યો.”

“તમે લેખકો સદાય ભાગતા રહેતા હોવ છો. તમે પણ ભાગીને જ આવ્યા છો. શહેરથી ભાગીને આવ્યા છો. તમે ડરપોક છો.”

“ના, હું ડરપોક નથી. હું માત્ર મારી વાર્તાની શોધમાં...”

“માણસ જ્યારે સ્વયમનો સામનો ના કરી શકે ત્યારે તે જ્યાં હોય છે ત્યાંથી દૂર ભાગી છૂટે છે. તેની પાસે કોઈ કારણ નથી હોતું, સિવાય દર. પણ પોતાના દરને છુપાવવા કોઈ બહાનું બનાવી લે છે, કોઈ વાર્તા લખવાનું તો કોઈ કુદરતના ખોળે રહેવાનું. સાવ અર્થહિન હોય છે તે બહાનાઓ.”

“મારે બહાનાઓની જરૂર નથી. નથી હું ડરપોક. બસ મને મારી વાર્તા મળી જશે અને તે લખાઈ જશે એટલે હું ફરી...”

“શું, શું પાછળ છૂટી ગયું છે? કોને કોને છોડીને આવ્યા છો? કોઈ ખાસ...”

“કદાચ કશું જ નહીં, કદાચ કોઈ જ નહિઁ.”

“તમારી વાર્તાના નાયક કે નાયિકા પણ આમ જ બધુ છોડીને કોઈની તલાશમાં દુનિયા છોડીને ભાગી જતાં હોય છે. કોઈ અજાણ્યા સ્થળે જઈને વસવા લાગે છે. કોઈ નવી દુનિયા વસવી લે છે. અને જે દુનિયા અને સવાલોને પાછળ છોડીને આવ્યા હોય છે એ સવાલો તેની નવી દુનિયામાં પણ તેને ઘેરવા લાગે છે. ફરી ત્યાંથી ભાગી છૂટે છે.”

“એવી કોઈ વાર્તા કે નાયક કે નાયિકા...”

“ઘણી કથાઓ છે. હરમન હેસનો સિધ્ધાર્થ, પાઉલો કોહેલોની અલ્કેમિસ્ટનો સાંતીયગો, રામાયણનો રામ, મહાભારતનો કૃષ્ણ, સવી શર્માનો વિવાન કે દિવ્યપ્રકાશ દુબેનો ચાંદર... કેટકેટલા દાખલાઓ છે. બધા જ ભાગી છૂટ્યા છે- પોતાની જાતથી. કેટકીટલી ફિલ્મો છે જ્યાં નાયક કે નાયિકા ભાગી જાય છે. ભાગે નહિઁ ત્યાં સુધી તેને તેની મંઝિલ માલતિ નથી હોતી. શું તેઓનું ભાગવું જરૂરી છે? ઈતિહાસમાં બુદ્ધ કે મહાવીર કે ઈસુ પણ આમ જ ભાગી છૂટ્યા હતા. શું તેઓ ભાગ્યા ન હોત તો તેઓને જ્ઞાન પ્રાપ્ત ન થાત?”

“તમારા ઘણા સવાલોના જવાબો આપી દીધા. હવે મારો વારો. મારા સવાલનો જવાબ આપો. તમે કોણ છો? તમને આ બધાનું જ્ઞાન કેવી રીતે છે? તમે તો આ આદિવાસી વસ્તીમાં જ રહો છો.” મારા વિસ્મયનો પાર નહોતો.

તે મુક્ત મને હસી. આખી બસ ભરાઈ જાય તેટલું મોટું હતું તેનું હાસ્ય.

“હું આ વસ્તીમાં રહું છું પણ હું આદિવાસી નથી.”

“તો? તમે પણ...” મારું વિસ્મય વધું પહોળું થઈ ગયું.

“હા, હું પણ તમારી જ જેમ એક દિવસ બધું જ છોડીને ભાગી છૂટી હતી, મને પણ એક વાર્તાની તલાશ હતી.” બસ ઊભી રહી ગઈ. આદિવાસી ગામ આવી ગયું હતું. સૌ ઉતરવા લાગ્યા. હું અને પેલી યુવતી પણ.

કંડકટરે બધાને સંભળાય તેમ કશુંક કહ્યું. મને તે ન સમજાયું, “કંડકટરે શું કહ્યું? કોઈ સૂચના આપી?”

“એક કલાક આ બસ અહીં રોકાશે. પછી તે શહેર તરફ પછી ફરશે. જેને શહેર આવવું હોય તે સમયસર બસમાં આવી જાય.”

“તે દરરોજ આમ જ સૂચના આપે છે?”

“હા, દરરોજ.” તે ચાલવા લાગી. હું તેની પાસે દોડી ગયો. તમારી વાત અધૂરી રહી ગઈ.” મેં ઉત્સુકતા બતાવી. મારે પણ જાણવું હતું કે એ કોણ હતી. ક્યાંથી આવી હતી? અહીં શું કરતી હતી?

“તમારી નદીનો રસ્તો આ તરફ છે. મારે પણ એ જ દિશામાં જવું છે. થોડે દૂર સુધી હું સાથ આપીશ. આપણે સાથે સાથે ચાલીતા રહીશું અને વાતો કરતા રહીશું.

તે ચળવ લાગી. હું તેણે અનુસરવા લાગ્યો. તે આગળ કહેવા લાગી.

“લગભગ સદા ત્રણ વર્ષ પહેલા શહેરના અગણિત ચહેરાઓને છોડીને અહીં દૂર વસતા થોડાક ચહેરાઓમાં હું કથા શોધવા ભાગી છૂટી. અહીં આવી ગઈ. અહીં જ વસી ગઈ. તે કહેતા કહેતા રસત્તા પર જ અટકી ગઈ. હું પણ.”

“કોઈ નવી જગ્યાએ આવીએ ત્યારે મંઝિલ તરફ જવા ઊતાવળ ના કરાય. આ સ્થળ, આ પહાડ, આ વસ્તી વગેરેને જરા ધ્યાનથી જોઈ તો લો.” તેણે સમગ્ર સ્થળ તરફ ઈશારો કરી દીધો. હું તેના ઈશરને અનુસર્યો. મન ભરીને જોવા લાગ્યો. તે આગળ કહેવા લાગી.

“તો પાછી તમને કથા મળી ખરી?”

“ના. હજુ સુધી મને કોઈ જ કથા નથી મળી. ”

“તો આ સાડા ત્રણ વર્ષથી અહીં શું કરો છો?”

“તેઓની જિંદગીમથી કોઈ કથા શોધવા હું પણ આદિવાસી બની ગઈ. તેઓ સાથે જ ભળી ગઈ.”

“તો પણ કથા ના મળી?”

“ના. કથા તો ના મળી, પણ અંગ્રેજી ટીચરની નોકરી મળી ગઈ.”

“આ લોકો અંગ્રેજી જાણે છે?”

“મારા આવ્યા પછી કેટલાક લોકોએ શીખી લીધું છે.”

“તમે ભાગીને આવ્યા ત્યારે તમને તમારા નજીકનાં લોકોનો વિચાર ન આવ્યો, કે તેઓ પર શું વિતશે?”

“જે પાછળ રહી જનારા લોકો વિશે વિચારવા બેસે તે કદી ભાગી ના શકે. ભગવું હોય તો બસ ભાગી છૂટવું.”

“તમે રસપ્રદ વ્યક્તિત્વ છો. તમારું નામ શું છે?”

તે ફરી મુક્ત મને હસી, “નામ યાદ કરાવીને તમે મારા મનનાં બધા જ પડળો તોડી નાંખ્યા. મને મારા એ બધા જ લોકો યાદ આવી ગયા જેને હું પાછળ છોડી આવી હતી.”

“એ છોકરીને કોઈ નામ તો હશે જ ને?” મેં તેની આંખમાં આંખ પરોવી, મારો પ્રશ્ન તેની આંખમથી આરપાર વહીને તેના દિલના કોઈ અજ્ઞાત ખૂણે પહોંચી ગયો. ત્યાં તેને કશુંક ખૂંચ્યું, કહુંક અંદરથી વહ્યું જે એ જ રસ્તે બહાર આવવા મથવા લાગ્યું. સફળ થયું. તેના કાળા અને શુષ્ક ગાલ ભીંજાઈ ગયા.

“હું લેખિકા કેડ કૂક.” તે બસ આટલું જ બોલી. દૂર પેલી બસનો સમય થઈ ગયો હતો. તેના ડ્રાઈવરે ચાલુ કરેલ એન્જિનનો અવાજ પહાડીઑમાં પડઘવા લાગ્યો. હું તેના નામને મનોમન બોલી ગયો. આ નામ તો... અરે હા ખૂબ જાણીતી લેખિકા છે એ તો. તેની કથાઓ અદભૂત હોય છે. મેં પણ એકાદ બે વાંચી હતી. પણ છેલ્લા ઘણા સમયથી તેની કોઈ નવી બુક બજારમાં આવી નથી. તે ક્યાં છે એ પણ જગતને નથી ખબર. ત્રણ ચાર વર્ષ પહેલા તે ગુમ થયાના સમાચાર આવેલા. તે પછી તેના વિષે કોઈને કોઈ જ માહિતી નથી.  લોકો જાત જાતની તેના વિષે વાતો કરતા હતા. કોઈ કહેતા હતા કે તે પાગલ થઈ ગઈ છે તો કોઈ કહેતા કે તે મૃત્યુ પામી છે તો કોઈ કહેતા કે સન્યાસી બની ગઈ છે તો કોઈ એમ પણ કહેતા કે તે હિમાલયની પહાદીઓમાં તપ કરે છે. તેનું રહસ્ય લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો હતો. હું વિચારતો રહ્યો. કદાચ આ બધી જ કલ્પનાઓ આ છોકરી માટે સાચી હતી. અહીં તે પાગલ પણ હતી, ગુમ પણ હતી, સન્યાસી પણ હતી અને તપ પણ કરતી જ હતી.

“તમારા વિષે તો જગત...” હું તેને તેના ગયા પછી દુનિયાએ તેના વિષે શું શું વિચાર્યું હતું અને છાપ્યું હતું તે કહેવા તેના તરફ ફર્યો, પણ તે ત્યાં નહોતી. તેને શોધવા મેં નજર દોડાવી. તે બસની દિશામાં દોડતી હતી. બસ ચાલુ થઈ ગઈ હતી. તે દોડીને બસમાં ચડી ગઈ. તે ફરી ભાગી ગઈ, આ વસ્તીને છોડીને, મને પણ છોડીને.

હું મનોમન વિચાતો રહ્યો. “તેને પાછળ છૂટી જતી આ વસ્તી કે મારો વિચાર ન આવ્યો? બસ ભાગી ગઈ.”

“જે પાછળ રહી જનારા લોકો વિશે વિચારવા બેસે તે કદી ભાગી ના શકે. ભગવું હોય તો બસ ભાગી છૂટવું.” તેના શબ્દો મારા કાનમાં ગુંજવા લાગ્યા. હું હસતો રહ્યો, વળાંકો પર જતી બસને જોતો રહ્યો. તે રસ્તાના વળાંકો સાથે સજ્જન બનીને જ્યાં રહી હતી. બસ આ જિંદગીનાં વળાંકો મારી સાથે સજ્જન નહોતા. મારા સાથમાંથી કેદ ઊક નામની નાયિકા છૂટી ગઈ હતી. હાથમાંથી એક વાર્તા પણ.


Rate this content
Log in