Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Classics Drama Inspirational

3  

Pravina Avinash

Classics Drama Inspirational

ઘડિયાળ

ઘડિયાળ

4 mins
14.8K


ટિક, ટિક, ટિક..

ઘડી, પળ, વિપળનો હિસાબ રાખતું યંત્ર! જે પોતે એક કદમ ચાલવાની તકલીફ લેતું નથી પણ સમગ્ર વિશ્વને સદા ધબકતું, દોડતું અને ચાલતું રાખે છે. નિર્જીવ હોવાં છતાં સજીવને બરાબર દોડાવે છે. તેનાં વગર જીવી ન શકે! કેટલી તાકાત છે તેનામાં! જેનો ગણવાં બેસીએ તો પાર ન આવે! જેમ સૂરજ અને ચંદ્ર ઉગવાનાં એ નક્કી, તેમ ઘડિયાળ ૨૪ કલાક પોતાની ટીક, ટીક દ્વારા ગુંજતી રહેવાની. સમગ્ર જગતને તેના બે કાંટા દ્વારા થઈ થઈ નચાવતી રહેવાની.

તેને કદી થાક ન લાગે! 'મારે કેમ ચાલતા રહેવાનું?' એવો બેહુદો સવાલ પણ ન પૂછે! ફરજ બજાવવામાં નિપુણ! ત્યારે જ બિમાર પડે જ્યારે “બેટરી” બદલવાની થાય. મરી ત્યારે જાય, જ્યારે પછડાય અને એકાદ સ્ક્રૂ ઢીલો થઈ જાય યા ટૂટી જાય.

એને લાગણી સાથે નજીકનો નાતો છે. મને નાનપણમાં મારાં દાદાએ સુંદર ઘડિયાળ અપાવી હતી. જેને દરરોજ સવારે ચાવી આપવાની. દાદાએ ખાસ કહ્યું હતું, ‘બેટા દર ૧૨ કલાકે ચાવી ભરવાની. જો વધારે વાર ફેરવીશ તો તેની કમાન છટકી જશે! ઓછી વાર ફેરવીશ તો બરાબર ૨૪ કલાક નહીં ચાલે.‘ હવે ‘કમાન છટકવી’ એ શબ્દ મારાં માટે નવો હતો.

મેં દાદાને પૂછ્યું, ‘દાદા કમાન છટકવી એટલે શું?'

દાદા જોરથી હસ્યા. ‘મારી આંગળી પકડ, આપણે રસોડામાં જઈએ.

અમે બન્ને રસોડામાં આવીને બેઠાં, દાદીને કહે, ‘મારે ચા પીવી છે. મુન્નીને ને દૂધ’.

દાદી નાહીને નિકળી હતી. સેવાનું મોડું થતું હતું. દાદાને પ્રેમથી કહે, ‘હમણાં તો તમે ચા અને નાસ્તો કરીને ગયાં. મુન્નીએ પણ દૂધ અને કેળું ખાધું.’

‘અમારું પેટ ભરાયું નથી.'

હવે દાદી ગુસ્સે થઈ, ‘તમને ખબર નથી, મારે લાલાને (કૃષ્ણ) જગાડવાનો સમય થઈ ગયો છે.

દાદાએ હસતાં હસતાં કહ્યું, ‘મુન્ની આને કમાન છટકી એમ કહેવાય’. અમે બન્ને રસોડાની બહાર હાથ ઝુલાવતાં નિકળી ગયાં. ત્યાર પછી મારે, 'ક્યારેય સવાલ કરવો ન પડ્યો!'

એ જ ઘડિયાળ જોવાં જ્યારે દાદા મને શિખવતાં ત્યારે મારું માથું ફરી જતું. દાદા જરાય ધિરજ ખોયાં વગર મને શિખવે. હું, કંટાળીને કહું દાદા હવે કાલે.'

દાદા કહેશે કાલ કરવાનું કામ આજે કરવાનું. સમય કોઈને માટે થોભતો નથી. આજે જ્યારે સમય જોંઉ તારે દાદા વિચારોમાં ઝબકી જાય. કેટલાં બધાં વર્ષો અને મહિના થઈ ગયાં! આ ઘડિયાળ ક્યાં ટક ટક કરતી બંધ થાય છે. બસ ચાલ્યા જ કરે!

ઘડિયાળ છે ને તેનાં તો કાંટા જ ગોળ ગોળ ફરે છે. પેલો સેંકડનો કાંટો એક મિનિટમાં આખું ચક્કર મારે. તેને તો જાણે શ્વાસ લેવાનો સમય ન હોય. મિનિટનો કાંટો ૬૦ સેકંડ પછી માંડ માંડ એક કાપો ખસે. અને કલાકનો કાંટો તો એટલો આળસુ ૬૦ મિનિટ થાય પછી એક આંકડો ખસે. આમ જ્યારે બાર આંકડાં પૂરાં થાય ત્યારે હજુ માંડ અડધો દિવસ ગુજર્યો હોય. ફરીથી જ્યારે આ બાર આંકડાં બધાં કાંટા ચક્કર પૂરાં કરીને શ્વાસ લે ત્યારે એક દિવસ પસાર થયો એમ કહેવાય.

ઘડિયાળ જો બગડે તો નવી આવે. બેટરી ખલાસ થઈ ગઈ હોય તો નવી મૂકીએ એટલે મેમ સાહેબ ફરીથી ટિક ટિક કરવાનું ચાલુ કરે. પેલી વિજળીથી ચાલતી ઘડિયાળને જ્યાં સુધી વિજળીનો પ્રવાહ સતત વહેતો રહે તો તેને વાંધો ન આવે. હવે પેલું નવું તૂત નિકળ્યું છે. ‘સોલર પાવર’. સૂરજ તો કોઈ દિવસ રજા પર હોય જ નહીં એ ઘડિયાળને કાંઇ થાય જ નહીં!

આપણાં દેશમાં તો વળી ‘સૂરજનાં પ્રકાશ ને આધારે ઘડિયાળ' ચાલતી જોવા મળે છે. મોટાં પથ્થર ઉપર ઘડિયાળ દોરેલું છે. જેમ સૂરજ ફરે તેમ તેનાં પરથી સમય નક્કી થતો. આવું ઘડિયાળ શ્રી જગન્નાથપુરી પાસે કોનારક ગામ છે, ત્યાં તેને “સન ડાયલ” કહેવામાં આવે છે.

૨૪ કલાક ઘડિયાળની આંગળીએ નાચતો માણસ, ક્યારેય વિચારતો નથી કે આ ઘડિયાળ તો સદાય ચાલતી રહેવાની. પોતાની ઘડિયાળ (શ્વાસ) ક્યારે બંધ પડી જશે તેનાથી તે અજાણ છે. છતાંય દિવસ રાત જોયાં વગર સમયનો સદ્ ઉપયોગ કરતો નથી. અરે કામ પર જાય ત્યારે પણ ઘડિયાળ પર અંદર જવાનો અને નિકળે ત્યારે ઘરે જવાનો સમય નોંધતો હોય છે. ના નોંધે તો પગાર કપાઈ જાય.

એક અગત્યની વાત કહ્યા વગર નહીં રહેવાય. ઘડિયાળનાં પ્રકાર કેટલાં? પેલાં નરસિંહ મહેતા યાદ આવી ગયા, ”ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવાં અંતે તો હેમનું હેમ હોયે!"

અ ધ ધ ધ પ્રકારની ઘડિયાળ. સમજુ માણસો વાંચે છે તે સહુ જાણે છે. જો તેનાં નામ ગણાવીશ તો તમને ઉંઘ આવી જશે!

ખબર નથી આ “ઘડિયાળ” ની શોધ કયાં ફળદ્રુપ ભેજાની ઉપજ છે? જેણે પણ કરી હોય તેણે નિયમિતતા જાળવવાનાં સદ વિચારથી કરી હશે? સવારનાં પાંચ વાગે ઉઠવું હોય તો ઘડિયાળ ટીન ટીન કરીને ઉઠાડે. માનવી દસ મિનિટમાં ઉઠું છું કહી બીજો અડધો કલાક લાંબી નિંદર તાણે અને પછી જોઈ લો મજા, આખા ઘરમાં દોડમ દોડ. જે અડફેટે આવે તેનું આવી બને! પછી આખાં દિવસમાં થતાં બબાલની સજા ભોગવે !

યાદ છે, ભારતમાં બચપનમાં ટેલિફોન વગર જીંદગી આરામથી ગુજરતી હતી. પણ તેને ઠેકાણે જો ઘડિયાળ ન હોય તેવો પ્રશ્ન ખડો થાય તો? યાદ રહે ઘડિયાળ એ એક એવી બલા છે કે તેનાં વગર ચાલે નહીં તે હોય તો ખમાય નહીં.

એક પળની કિંમત પેલાં અકસ્માત થનારને પૂછી જો જો! જેણે જાન ગુમાવ્યો!

મિનિટની કિંમત જેણે ટ્રેન ગુમાવી હોય તેને પૂછજો. નોકરી પર પહોંચતાં મોડું થવાને કારણે શેઠનો ઠપકો સાંભળવાનો!

એક મહિનાની કિંમત પેલી માતાને જેનું બાળક મહિનો વહેલું આવ્યું, જેને કારણે સ્વસ્થ થવાં કેટલા વર્ષો લાગ્યાં?

એક વર્ષની કિંમત જે બાળકે પરિક્ષામાં ચોરી કરતાં પકડાતાં નપાસ થયો!

મૂકો ને માથાકૂટ એવી વાહિયાત વાતમાં શું કામ કિંમતી સમય બરબાદ કરવો. આ મમ્મીની બૂમ સંભળાઈ, ઉઠ શાળાએ જવાનો સમય થઈ ગયો છે! ક્યારનું ઘડિયાળ ટીન ટીન કરે છે તને સંભળાતું નથી ?


Rate this content
Log in

Similar gujarati story from Classics