Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Others

3  

#DSK #DSK

Others

દોસ્ત! તને યાદ કરું છું

દોસ્ત! તને યાદ કરું છું

8 mins
7.3K


તને યાદ કરુંં છુંં, યાદ કરીને તો યે!
ન જાણે કેમ? દિલમાં તારી યાદ ખટકે?

લે! તુંં?
હા, હુંં! કેમ? હું જીવું છું!!
બસ, હવે, રે’વા દે!! અક્કડ ન બન.

લે! હું તો પે’લેથી જ રૂજુ છું! તને ખબર નથી?

પલક: હા, હો, ખબર છે. હાય, કેમ છે તુંં?

પરમ: સ્ટડી છોડ્યા પછી થોડી અગડંબગડં અને હવે ખુશ છું.

પલક: ઘણા સમય પછી પ્રત્યક્ષ મળ્યા છીએ. જો કે ઓનલાઈન અને કોલ તો થતો જ નહીંં કેમ કે નંબર તો હતો નહીંં, મારી પાસે.આજે ભગવાન ઓફલાઈન લાગે નહીંંતર આપણો ભેટો ન થાય.

પરમ: બસ હવે ! ઈશ્વર!!! ઈશ્વર છે!!! એ બોલ! ! તુંં કેમ છે અને તારુંં ફેમીલી?

પલક: બિન્દાસ, બોલે તો હેપ્પી હેપ્પી [ખુશીથી કહે છે.] મેરેજ પણ થઈ ગયા મારા તેને પણ સાત વર્ષ થયા અને તારે?

પરમ: હમમ... મારા પણ!!! ખુશ છું પણ ક્યારેક, તારી યાદ આવી જતી: પણ છૂટાં પડ્યા પછી ક્યારેય મળ્યા જ નહીં.

પલક: મને ભૂલવાનો કોઈ અક્સીર ઉપાય નથી મિસ્ટર!

પરમ: રોજ રાત્રે તારામંડળ જોઉં છું ને તને યાદ કરું છું પછી મારી જવાબદારીને યાદ કરતો સૂઈ જાઉં છું.

પલક: હું પણ દરેક ખુશી અને દરેક દુ:ખમાં યાદ કરું છું.

પરમ: હમમ....

પલક: તુંં કે તારી વાઈફ શુંં કરે છે? અને બાળકો છે તારે?

પરમ: હા, છે! હો, પાગલ બે! તારા જેવાં.

પલક: લે, તે મારાં જેવાં થોડાં હોય? તમારા છે તો તમારા જેવા જ હોય ને?

પરમ: એટલે? તુંં અમને બેને પાગલ કહી ગઈ એમને?

પલક: મારો તો નિયમ જ છે કે હું ક્યારેય કોઈને હોય એવું કહેતી જ નથી. [બંને હસે છે.]

પરમ: 'નવ્યા' મારી વાઈફનું નામ છે. 'વેદ' અને 'મૈત્રી' બે સંતાન છે. અમે ખુશ છીએ. મારી જિંદગીનાં શુંક્ન છે કે તું મારી લાઈફમાં આવીને, મને પ્રેમ કરતાં શીખવ્યુંં.

પલક: હમમ

પરમ: નવ્યા, એ મને શિસ્ત શીખવી. તેની નિતનવી વ્યુંહરચનાથી મને સમયનું મહત્વ સમજાવ્યુંં, તમે બે સ્ત્રીઓએ મારી આખી જિંદગી બદલી નાખી. મને માણસ બનાવ્યો.

મારી નજર સામે નવ્યાની મૌજુદગી મને રોમાંચિત કરી મૂકે છે.

પલક: વેરી ગુડ ફિલીંગ હેપ્પી.

પરમ: અને તું?

પલક: 'રવિ' મને ખૂબ જ ખૂબ જ પ્રેમ કરે છે. તે અને હું સારી જોબ પર છીએ. મારી પાસે બધું જ છે બસ... રડતા-રડતા મારું કોઈ સંતાન નથી. અને રવિ કહે છે સારું, ના હોય તો બાગબાનના અમિતાભ જેવું થાય તેના કરતા સંતાન ન હોય તે સારું.

પરમ: એ પલક! તું આમ રડતી બિલકુલ સારી નથી લાગતી હો! [તેનાં ખભ્ભા પર હાથ મૂકીને] તે મને આટલો મજબૂત બનાવ્યો છે તું મજબૂર અને લાચાર બને એ કેમ ચાલે? જો જે ભગવાન તને એક સાથે બે સંતાન આપશે અને એટલા તોફાની આપશે કે તું મને કહીશ પરમ તારે જોતા હોય તો બેય લઈજા, મારે એક પણ નથી જોતું! [બંને હસી પડે છે.]

"જિંદગીથી હારીને નહીં, જિંદગીને પ્રેમથી જીવ. તેની લાચારી કરીને નહીં મજબૂત બનીને જીવ." પરમ પલકને જુસ્સો આપવાની કોશીશ કરે છે. અને એની અસર પલક પર થાય છે. પલકને પણ આશા જીવંત થાય છે. બંને એકબીજાનો નંબર અને સરનામું પૂછીને છૂટાં પડે છે.

રવિ નામથી રવિ પણ પલકનું પૂરું ધ્યાન રાખતો તેને ખબર કે પલક બહુ જ લાગણીશીલ છે અને સંતાનની ખોટ તેને રોજ દુ:ખ આપતી, તે ક્યારેય એવું કશું જ ન કરે જેથી પલકને દુખ થાય. પણ રોજેરોજ ન્યૂઝપેપર, ટી.વી. મોબાઈલ આ બધું તેને જાણે એમ જ કહેતું તારે સંતાન નથી જ.

રવિ: તું આજે ઘેર રહિજા, દિવાળીનું કામ કરીલે, થોડું છે એ પછી તું કાલે કહેતી હતીને કે તારો કોલેજનો દોસ્ત મળ્યો, તેના ઘેર જઈ આવ. હમમ, તેની સાથે રહેવાથી તને તારો વિતેલો સમય વાગોળવાની મજા આવશે.

પલક: ઓકે.

રવિ: તો હું જવ... મારી પલક

પલક: ઓકે રવું... લવ યુ

રવિ:લવ યુ ટુ

[પલક કામ પતાવીને પરમના ઘેર જવા નીકળે છે. તે સરનામા મુતાબીત ઘેર પહોંચી જાય છે અને ડૉકટરર બેલ મારે છે. દરવાજો ખુલ્યો, પલકે ઘરની જે સ્થિતિ જોઈ અવાક્ રહી ગઈ. આટલી બધી અસ્ત્વ્યસ્તતા, નવ્યા આટલી બધી ગંદી છે કે પછી પરમ અને બાળકોને મૂકીને જતી રહી છે ખેર...]

પલક: મમ્મા, ક્યાં છે?

મૈત્રી: સૂતી છે, કાયમ સુઈ જ રહે છે. [પલકને ફાળ પડી, પરમ બોલતો બોલતો આવ્યો કોણ છે મૈત્રી બહાર?]

પરમ: અરે! પલક તું? બેસ [શેટી સાફ કરતા – કરતા બોલ્યો.]

પલક: ઓકે, નો પ્રોબ્લેમ. [પરમ પાણી આપે છે, અંદરથી જોર-જોરથી ઉધરસનો અવાજ આવે છે પરમ દોડીને જાય છે પાછળ પલક પણ જાય છે. પરમ પાણી આપે છે દવા આપે છે અને કહે છે, આ પલક છે મારી સાથે કોલેજમાં હતી એ, મેં તને વાત કરી’તી એ જ. નવ્યા કશું જ બોલ્યા વગર સૂઈ જાય છે. બંને બહાર આવે છે, બંને બાળકો રમતા હોય છે.

પરમ: નવ્યાની એક કીડની ફેલ છે અને બીજીનો કોઈ ભરોસો નથી. હું કોઈની કીડની ખરીદીને ટ્રાંસ્ફર કરાવી શકું એવી સ્થિતિ નથી. બીજુ મારી કીડની મેચ થતી નથી અને નવ્યાના માતા-પિતા એટલા ગરીબ છે કે તેનાં કોઈનાં જીવનું બલિદાન મારી નવ્યા માટે આપવા માંગતો નથી.

પલક: એ... દિ... વસે... તે.. મ... ને, કશું.... ન.. કહ્યું....

પરમ: તું દુ:ખી હતી એટલે મે વાત ન કરી.

પલક: પણ મારા કરતાં તારું દુ:ખ અસહ્ય છે.

પરમ: હું મારી દોસ્તને વધારે દુ:ખી કરવા નહોતો ઈચ્છતો!

પલક: બસ, ને ! કરી દીધીને પરાઈ?

પરમ: ના, આ ગંભીરને ઉત્પાતી સમસ્યામાં નાખવા નહોતો માંગતો. આ તો તું આવી એટલે, બાકી?

[ત્યાં તો પલક ઊભી થઈને બંને બાળકોને પ્રેમથી ન્હાવા માટે લઈ જાય છે, તૈયાર કરે છે, ઘર સાફ કરવા લાગે છે, સાથે પરમ પણ હેલ્પ કરતો જાય છે. બંને પોતાનાં જૂનાં દિવસો વાગોળતા - વાગોળતાં કામ કરે છે. પછી રડતા-રડતા જ ઘેર આવે છે, ઈશ્વરને કહે છે હે ભગવાન!! મારા દોસ્ત સાથે જ કેમ આવું? શા માટે? આખરે શા માટે? ખૂબ જ રડે છે. સાંજનાં ઓફિસ પરથી રવિ ઘેર આવે છે, તો પલકની આંખો રડી-રડીને થાકી ગયેલી અને જાણે આખો દિવસની ભૂખી-તરસી બેઠી છે.]

રવિ: શું થયું? કેમ આટલી રડેલી છે? મેં તને કહ્યું હતુંને કે બહાર જતી રહેજે? કેમ ન ગઈ?કેમ કશું બોલતી નથી? કોઈ સાથે ઝઘડી છે કે શું?

પલક: રવિ હું માંગુ તે તું આપીશ? ના, તો નહીં પાડે ને? તારો જીવ ચાલશે?

 

ડૉકટરર બેલ વાગી,
દરવાજો ખુલ્યો, આવનાર વ્યક્તિની આંખો બે નહીં ચાર થઈ ગઈ!

બાપરે! બાપ, અલ્યા... આ... શું?... તમારી મમ્મી... ક્યાં છે? આવનાર સ્ત્રી બોલી.

સૂતી છે... મમ્મા... ચુ...પ... ખબર પડશે તો મારશે, એક બાળક બોલ્યું.

છાનાંમાનાં આવતા રહો... બીજું બાળક બોલ્યું.

[સ્ત્રી પાછળના રૂમમાં જાય છે, પલક એ પલક]

પલક: ઓહો તું?

સ્ત્રી: હા, હું પે’લા બહાર જો તું!

[બંને બહાર આવે છે. રૂમમાં ધમાચકડી છે, કપડાં, રમકડાં, નાસ્તો]

પલક: ખરેખર, હું આનાથી કંટાળી ગઈ છું, પરમ... તું આ બંનેને લઈ જાને થોડા દિવસ.

પરમ: તને યાદ છે મે તને કહ્યું હતું... એક સાથે બે.....

"હા....યાદ...છે." પલક બોલી.

એક માની દુઆ અને બાળકોનાં આશીર્વાદ કામ કરી ગયા બાકી... એ દિવસ કેમ ભુલાય? હું, તું અને નવ્યા...

દવાખાને ગયા, મારી કીડની નવ્યા સાથે મેચ થઈને તેનાંમાં ટ્રાંસફર કરવામાં આવી અને પે’લી લેડી ડૉકટર...

ડૉકટર: તમારું ઓપરેશન કર્યુ છે બરાબર બેને માણસ ધ્યાન રાખજો.

પલક: હમમ

ડૉકટર: બે મહિના પછી સાહેબે ચેકઅપ માટે બોલાવ્યાં છે અને કહ્યું છે તમે બે માણસ મળતા નહીં, સમજાય છે ને હું શું કહું છું?

પલક: હા,મેડમ.

[બે મહિના પછી બતાવવા જાય છે. પે’લી લેડી ડૉકટર સોનોગ્રાફી કરે છે.]

ડૉકટર: ખબર નહીં માણસો રહી કેમ નથી શક્તા. આટલું મોટું ઓપરેશન અને રોમાંસ વ્હાલો. રહી જ નથી શક્તા. હું એબોરશન કરવાની નથી, મને ભગવાને એક દિકરો આપ્યો છે, તમારું બાળક મારી હું પાપ કરવા ઈચ્છતી નથી. સાહેબ કહેશે તો પણ, હું નહીં કરું તમારે બીજે જવું પડશે? મેં સમજાવ્યા હતા સમજી જવું જોઈએ, તમારે?

[પલક અને રવિ સાંભળી રહ્યાં કેમ કે રવિની જીદના કારણે પલકને ઝૂકવું પડ્યું અને ડૉકટર ખીજાય છે પણ કશું સમજાતું ન હતું કે તે આટલી બડબડ કરે છે તો શું કેહવા માંગે છે.]

ડૉકટર: નવ મહિને સીઝીરીયન કરીને જ બાળક લેવું પડશે, ડીલીવરી ન કરાવાય, હજુ નવું જ કીડનીનું ઓપરેશન કર્યુ છે. તમે નાના નથી લગ્નને સાત વર્ષ થયાં છે કશું સમજવું જોઈએ. એવું નથી એવું ન કરવું પણ મુશ્કેલી તમને છે, લેડી એ ઉમેર્યુ.

પલક: ડૉકટર તમે એવું કેહવા માંગો છો કે હું પ્રેગનંન્ટ છું?

ડૉકટર: ક્યારનીય તો કહું છું તમારું ધ્યાન ક્યા છે?

પલક: ડૉકટર સાચે જ?

ડૉકટર: હા સાચું, પણ હું માનું ત્યાં સુધી બાળકો વચ્ચે બહુ સમયગાળો ન રાખવો જોઈએ. બે બાળક ક્યારેય હળીમળી ન શકે.

પલક: પણ ડૉકટર બાળક હોય તો સમયગાળો નડે ને? બાળક હોય તો હળવા-મળવાનો સવાલ છે ને?

ડૉકટર: એટલે?

પલક: ડૉકટર મારે જ્યારે પહેલીવાર બાળક હતું ત્યારે બાળક નળીમાં જ રહેલું જેના કારણે ઓપરેશન આવેલું અને ડૉકટર કહ્યું કે હવે તમને બાળક થવાની શક્યતા ખૂબ જ નિહ્વત છે,રડી પડે છે.

ડૉકટર.:પલક, તું એક એવી ‘મા’ છે કે એક ‘મા’ને તેના બાળકથી વિખુટા પડતી બચાવી છે, તું એક એવી છોકરી છે કે બે બાળકોને તેની માતા વિહોણાં થતાં બચાવ્યાં છે. તો ઈશ્વર પણ તને ‘મા’ બનતા કેમ રોકી શકે? બીજું સોરી મને ખબર જ ન હતી?

પલક: ઓકે

રવિ: પલક..પલક......

 

 

[જ્યારે ત્રીજા મહિને બતાવવા જાય છે ત્યારે ડૉકટર.]

ડૉકટર: પલક, એક બાળકને ધબકારા આવી ગયા છે અને બીજુ બીજ ફલન થાય છે એટલે તને બે બાળક છે અને બંને વચ્ચે બે મહિનાનો ગેપ રહેશે, પણ પહેલાં બાળકનાં નવ મહિને જ સીઝીયન કરી બંને બાળકો લેવા પડશે.

પલકને રવિ ડૉકટરનો બીજો ધડાકો સાંભળી જ રહ્યાં.

[ત્યાં રવિ આવી જાય છે ને પરમને મળે છે, બેસે છે.]

રવિ: પરમ ભગવાન કોને કઈ રીતે મદદ કરે છે અને કોની પાસેથી છીનવે છે કશું કહી શકાતું નથી.

નવ્યા: હા....રવિભાઈ

બંને દોસ્તોએ આપણને હરાવી દીધા તેની દોસ્તી નિભાવીને, બંનેનો એકબાજા પ્રત્યેનો પ્રેમ તો જુઓ કોણ કહે છે એક છોકરો અને છોકરી દોસ્ત ન હોય શકે? આજે ચાર સંતાન અને બે માતાનું જીવન સુરક્ષીત આ બેની દોસ્તીનાં કારણે તો છે?

રવિ: હમમ

નવ્યા: પલક, જ્યારે હોય ત્યારે પરમ કેહતો પલક આમ કરતી, પલક આમ કરતી, પલકે મને આ શીખવ્યુંં, પલકે મને તે શીખવ્યું. ક્યારેક તો કહેતી જાવ લઈ આવો તેને બહુ જાદુ કર્યો છે તમારા પર. ત્યારે પરમ કહે ચિંતા ન કર મારી દોસ્ત છે અને હા, તારા જેવી નથી. સાચે જ પરમ... પલક મારા જેવી બિલકુલ નથી.


Rate this content
Log in