Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

કેટલું... કેટલું... કેટલું...!

કેટલું... કેટલું... કેટલું...!

6 mins
386


ઊજાસી બેગ તૈયાર કરતી હતી ત્યારે ખુબ ખુશ હતી. પંદર વર્ષમાંએ પહેલીવાર ભારત જઈ રહી હતી. કુટુંબ પ્રેમ કેવો હોય એ પણ એને કયાં ખબર હતી ! જોકે મમ્મી એમનાં કાકા કાકી સાથે વિડીયો કોલીંગ કરતાં ત્યારે બધાને જોયા હતા. પરંતુ રૂબરૂ પહેલી વખત માટે એ વિચારે એ ખુશ હતી. નાના અને એમના ભાઈ વચ્ચે કેટલો બધો પ્રેમ હતો ! ઉજાસીને થતું કે મારે પણ ભાઈ કે બહેન હોત તો સુખદુઃખ વહેંચાઇ જાત. ભારતમાં નાના નાની એકલાં હોવા છતાંય એ લોકો એકલાં હોય એવું લાગતું જ કયાં હતું !

પહેલાં નાનીને કોરોના થયો પરંતુ એ બચી ના શક્યા. ત્યારબાદ નાનાને પણ કોરોના થયો. જો કે ત્યાં સુધી ઘણી બધી રકમ તથા બચત ખર્ચાઈ ગઈ હતી. ખાનગી દવાખાનામાં પુષ્કળ ખર્ચ થતો હતો. તેથી તો નાના એ ફોન પર કહ્યું હતું, "બેટા, તારી મમ્મીની માંદગી પાછળ ઘણો ખર્ચ થઈ ગયો છે. હવે મારી પાછળ કેટલો ખર્ચ થશે એ ખબર નથી. તારી મમ્મી પાછળ લગભગ આઠેક લાખ ખર્ચ થયો છે. અત્યાર મારી માંદગીમાં કેટલો ખર્ચ થશે એ ખબર નથી. હું સાજો થઈ જઈશ પછી પણ હું કેટલા વર્ષ જીવીશ એ ખબર નથી. તું થોડા પૈસા મોકલે તો સારું. "

ત્યારબાદ મમ્મી પપ્પાએ પાંચ લાખ મોકલ્યા. પરંતુ મોંઘીદાટ દવાઓ તથા ઈંજેક્શનના ખર્ચમાં એ પૈસા ખલાસ થઈ ગયા. નાનાને વેન્ટિલેટર પર રાખવા પડે એમ હતું. તેથી વધુ પૈસા માંગ્યા ત્યારે તમે કહી દીધું, "તમારી પાછળ અમે કંગાળ થઈ જઈએ. પપ્પા ને સરકારી દવાખાને દાખલ કરી દો. હવે અમારી પાસે પૈસાની કોઈ અપેક્ષા રાખતાં જ નહીં. "

જો કે ત્યારે સરકારી દવાખાનામાં પણ જગ્યા ન હતી. નાનાના મૃત્યુ ના સમાચાર મળતાં જ મમ્મી પપ્પાએ ઉજાસીને લઈને ભારત જવાનો નિર્ણય લીધો હતો. જો કે ઉજાસીની મમ્મી કહી રહી હતી કે, બને તેટલા જલદી ભારત પહોંચી જઈએ. મમ્મી પપ્પાએ ઘણી વસ્તુઓ વસાવી છે, ત્યાંના મિડલક્લાસ લોકો નું શું ઠેકાણું, વસ્તુઓ લઈને પોતાના ઘર ભરી દે. "

ઉજાસી ને મમ્મી પપ્પાનું વર્તન ગમ્યું ન હતું. પરંતુ એના જન્મબાદ પહેલીવાર ભારત જઈ રહી હતી. જો કે પ્રસંગ તો દુઃખદ હતો. કારણ એને તો સાંભળ્યું હતું કે નાનાનાની દીકરીને વાર્તાઓ કહે અને ખૂબ વહાલ કરે. પરંતુ કુટુંબના બીજા સભ્યો પણ હતા જ.

ઉજાસી ભારત આવી ત્યારે મમ્મીના કાકા એરપોર્ટ પર લેવા આવ્યા હતા. ઉજાસી બહુ જ ખુશ થઈ ગઈ હતી. પરંતુ મમ્મી એ તો કહી જ દીધું હતું કે, "અમે તમને લેવા આવવાનું કહ્યું ન હતું" ઉજાસીને મમ્મીનું વર્તન ગમ્યું ન હતું. ઉજાસી એના મમ્મી પપ્પાના સ્વાર્થી સ્વભાવથી હમેશાં નારાજ જ રહેતી હતી. ઉજાસી ને તો પ્રેમ જોઈતો હતો અને મમ્મી પપ્પા ને પૈસા. જયારે મમ્મી ના કાકા એ કહ્યું કે ઘેર તારી કાકી તારી રાહ જુએ છે રસોઈ તૈયાર કરી ને બેઠી છે. ત્યારે પણ મમ્મી એ કહ્યું, "હું મારા માબાપનું ઘર ખાેલી ને રહીશ. મને ઘરની ચાવી આપી દો. ઘરમાં બઘું જ ભરેલું છે. મારે કોઈનું અહેસાન લેવાની જરૂર નથી. "

ઉજાસીને થતું કે આ તો તોછડાઈની પરાકાષ્ઠા કહેવાય. એને તો ભારતીય સંસ્કૃતિ વિષે કેટલું બધું વાંચ્યું હતું અને સાંભળ્યું પણ હતું.તેથી તો એ વારંવાર એની મમ્મી ને કહેતી હતી કે , "મારે ભારત જવું છે" પણ દર વખતે એક જ જવાબ મળતો," અમે જઈએ ત્યારે. એકલા નથી જવાનું." ઉજાસી ને થતું કે એ માબાપને કહી દે કે, " મમ્મી પપ્પા, દુનિયામાં પ્રેમ જેવી કોઈ વસ્તુ છે. "પણ એ ચૂપ રહી. જ્યારે એ લોકો ઘેર પહોંચ્યા ત્યારે કાકી એ મમ્મીનો હાથ પકડી ને કહ્યું, " બેટા, માબાપ ના હોય તો શું થયું ? કાકા કાકી પણ માબાપ સમાન જ હોય."

"માબાપ સમાન છે પણ માબાપ તો નથી ને ? મારો હાથ છોડો, કાકી કોઈ આગ્રહ કરે એ મને પસંદ નથી. તમે તો કેટલા જિદ્દી છો." ત્યારે કાકીની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઉજાસીની આંખોમાં પણ આંસુ આવી ગયા. એને તો વાંચેલું કે ભારતીય સંસ્કૃતિમાં કાકી, મામી અરે મોટી ભાભી પણ મા સમાન ગણવામાં આવે છે. જયારે મમ્મી તો ભારતીય હોવા છતાં પણ સંસ્કાર વગરની છે. ઉજાસીએ કહ્યું, "કાકીબા, તમે શું બનાવ્યું છે ? " કાકી કંઈ પણ જવાબ આપે એ પહેલાં જ એની મમ્મી બોલી ઊઠી, "ઉજાસી, કોઈ ને પણ ઘેર જમવાનું નહિ. "સગા કાકી પણ જેને મન કોઈ હોય તો એની જિંદગીમાં પોતાનું કોણ ! માત્ર અને માત્ર પૈસા જ.! ઉજાસી આ વિચારે જ ઉદાસ થઈ ગઈ હતી. પરંતુ મમ્મી પપ્પા તો ઘરવખરી વેચવામાં જ પડેલા. અને મકાન પણ વેચાઈ જવા આવેલું. ઉજાસી જાણતી હતી કે મમ્મી પપ્પાએ અમેરિકાથી જ ઓનલાઇન મકાન વેચવાની જાહેરાતો આપવા માંડી હતી. કારણકે એમને તો બને એટલા જલદીથી અમેરિકા પાછા આવવું હતું. મકાનનો સોદો પતી ગયા બાદ કાકાએ કહ્યું, " આ બધા તારા મમ્મી પપ્પાના બિલો છે અને આ હિસાબ છે. તારા પપ્પા ને સરકારી દવાખાનામાં જગ્યા નહીં હોવાના કારણે ખાનગી દવાખાનામાં જ રાખેલા. આ હિસાબ જોઈ લેજે. મારે ૧ લાખ ૩૫ હજાર લેવાના થાય છે. તારા પપ્પાએ કહેલું કે ઘર વેચાય ત્યારે તું એમાંથી તારા પૈસા લઈ લેજે. "એટલે તમે પ્રેમ બતાવતાં હતાં. હું તો તમને કંઈ જ આપવાની નથી. મેં તમને કહ્યું ન હતું કે તમે ખર્ચ કરજો. "

ઉજાસી એની મમ્મીની વાત સાંભળી સ્તબ્ધ બની ગઈ. નાના નાની પાસે તો કોઈ જ ન હતું બધી દોડાદોડ કાકાએ અને એમના દીકરાએ કરેલી. એ પણ એમનો સમય બગાડીને. ઉજાસી કાકા દાદા પાસે છાનીમાની ગઈ અને બોલી, "હું જ્યારે કમાતી થઈશ ત્યારે તમારા પૈસા આપી દઈશ. મમ્મીને પૈસા સાથે જ પ્રેમ છે. તમે ચિંતા ના કરતાં. "

"ઉજાસી બેટા, દીકરીને આપવાનું હોય એની પાસેથી લેવાનું ના હોય, આ તો મોટાભાઈ એ કહેલું એટલેજ. બાકી મારો દીકરો ઘણું જ કમાય છે. મારી તથા તારા કાકીબાની સરકારી નોકરી હતી. બંનેને સારૂ એવું પેન્શન આવે છે. દીકરાની વહુ પણ કમાય છે. આમ પણ અમે નક્કી કરેલું કે આ રકમ તારા લગ્ન વખત તને કન્યાદાનમાં જ આપી દેવાના હતાં. બેટા, તારા લગ્ન બાદ અમારા આશીર્વાદ લેવા જરૂરથી આવજે. " અમેરિકા જતી વખતે પણ ઉજાસી ને કહી દીધેલું કે, "આપણે જતી વખતે પણ કોઈ ને પણ મળવાનું નથી. "

અમેરિકા પહોંચ્યા બાદ ઉજાસી એ કહી દીધું, "હવે હું તમારી સાથે રહેવા જ નથી માંગતી. હું તો અમેરિકામાં જન્મી છું છતાંય મને ભારતીય સંસ્કૃતિ ગમે છે. જયાં માત્ર અને માત્ર પ્રેમ જ છે. જયારે તમે તો જન્મે પણ ભારતીય છો છતાંય તમને પ્રેમ કરતાં પૈસો વહાલો છે. તમે તો મારા જન્મ પહેલાંના અહીં રહો છો. બે કાકાઓ તથા ફોઈ પણ અહીં જ છે. દાદા દાદી કાકા સાથે જ રહેતાં હતાં. મારે પણ દાદા દાદી પાસે જઉં હતું. તમે મનાઈ કરતાં રહ્યા. દાદા દાદીના મૃત્યુ બાદ તમે મિલકતમાં ભાગ માંગવા પહોંચી ગયા. દાદા માટે કાકાએ કેટકેટલી વસ્તુઓ ખરીદેલી. ! દાદીને ઘરેણાંનો શોખ હતો તેથી ઘરેણાં પણ કાકા એ બા માટે ખરીદેલા. મમ્મી તેં તો એમાંથી પણ ઝગડો કરીને ભાગ માંગ્યો. દાદાની સેવામાં ઠાકોરજીના વાસણોમાં ભાગ માંગીને લીધો પરંતુ ઠાકોરજીની સેવા ના લીધી. કાકા અને ફોઈ જોડે પણ બોલવા વ્યવહાર નથી. સાસરીમાં તો પૈસા માટે સંબંધ તોડ્યો. પિયરમાં પણ પૈસા માટે સંબંધ તોડ્યો. તમે આટલાં વર્ષોમાં ઘણા પૈસા કમાયા છો અને ઘણી બચત કરી છે. મને તો ઘરેણાંનો શોખ જ નથી. મારે લડાઈ ઝગડા કરી માંગી માંગીને લીધેલી કોઈ વસ્તુ કે પૈસા ના જોઈએ. હું આ ઘર છોડીને જઉં છું. જતાં જતાં એટલું જ કહીશ કે તમારે જીવવા માટે કેટલું જોઈએ ? અમેરિકાની સંસ્કૃતિ મુજબ તો અહી લોકો જેટલું કમાય છે એટલું વિક એન્ડમાં ખર્ચી કાઢે છે. તમારી ન તો અમેરિકન સંસ્કૃતિ છે કે નથી ભારતીય.

તમે ડાયાબિટીસના લીધે કંઈ ગળ્યું ખાઈ શકતાં નથી. તેં બાયપાસ સર્જરી કરાવી છે પપ્પાને પણ તકલીફ છે તમે તળેલું ખાઈ શકતાં નથી. ઘી પણ ખાસ ખાતા નથી તો આ બધું શા માટે ? પિયરમાંથી મિલકત મળી. સાસરીમાંથી મળી તમારે કેટલું.. જોઈએ. પિયરમાંથી કેટલું.. અને તમારી બચત કેટલી ! કેટલું.. કેટલું.. જોઈએ છે. મારે એમાંનું કશું જ ના જોઈએ. હું કાયમ માટે જઉં છું." કહેતાં ઉજાસી બેગ લઈને જતી રહી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy