Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

શિરસ્તો

શિરસ્તો

2 mins
6.7K


‘ફરી પાછું મારે મમ્મીજી પાસે પૈસા માગવા જવાનું ?’

ઝરણા નિરવને ફરિયાદ કરી રહી હતી. નિરવ તું ઈ.એ થયેલો છે. તારી ધિકતી કમાણી છે. આ ૨૧મી સદીમાં હું કમપ્યુટર એંજીનિયર કાંઈ ન કરી શકું. ચાલ એ તો મેં ચલાવી લીધું. હા ઘરની બહાર નોકરી કરવા સ્ત્રીઓ ન જાય તે આમન્યા તો મેં રાખી. હું ઘરમાંથી કામ કરું છું. સારું છે કોઈને ખબર નથી. તારી પરવાનગી મળી એટલે બસ ! આ રોજ રોજ કાંઈ પણ જોઈતું હોય તો મમ્મીજીને પૂછીને કરવાનું.

'ઝરણા, તું કુંવારી હતી તો તને તારી મમ્મી પાસે માગતાં શરમ આવતી હતી?’

‘એ વાત જુદી છે.'

'કેમ?’

'તે મારી મમ્મી હતી.'

'આ મારી મમ્મી છે. ‘

'તને ખબર છે આ છબરિયા કુટુંબનો રિવાજ છે. મારા પપ્પા પણ એમ જ કરે છે. આ ઘરમાં દાદા છે ને તે પણ!'

'ઓ બાપરે’!

સંયુક્ત કુટુંબમા રહેતું છબરિયા કુટુંબ ખૂબ ધનિક હતું. કદાપિ ઘરમાં કલહ ન હતો. ધંધો પણ એક અને રસોડું પણ એક. દીકરા વહુ ફરવા જાય ત્યારે લાખો રૂપિયા વાપરે કોઈ પ્રતિબંધ નહી. ઘરની સ્ત્રીઓ લક્ષ્મી ગણાતી. નવી પરણેલી આજકાલની છોકરીઓને આ વાત સમજતાં ખૂબ વાર લાગતી. ત્રણ ભાઈઓને ત્યાં ત્રણેય દીકરાની વહુઓ નાની હતી.અંદર અંદર વાતો કરે. ‘બાપરે આવું આખી જીંદગી કેવી રીતે સહન કરીશું ?’

‘રોજ નવા પ્લાન બનાવે, પણ હિંમત કોની કે વાઘની બોડમાં હાથ નાખે ?’

ઝરણા નિરવને અનહદ પ્રેમ કરતી. આમ જોઈએ તો પ્રેમ લગ્ન હતાં. નિરવને આવી નાની ઘરની વાત પહેલેથી બતાવવામાં રસ ન હતો. હવે તો લગ્ન થઈ ગયા હતાં.

ઝરણાએ મમ્મીને વાત કરી. મમ્મી તો તેની આ વાત માની ન શકી. મમ્મી દીકરીના ઘરમાં માથુ ન મારે. ‘બેટા નિરવ તારી પસંદ હતો. હવે તમે બન્ને તેનો ઈલાજ શોધો.'

'નિરવે વિચાર કર્યો, ઝરણા તારા પપ્પાએ તારા નામના ૧૦ લાખ વ્યાજે મૂક્યા છે. તેનું થોડું વ્યાજ તું તેમાથી વાપર. વખત આવ્યે તારા પૈસા પાછા આપી દઈશ, બાકી તારો પક્ષ લઈ હું મારી મમ્મી તથા પપ્પાને કાંઈ નહી કહું. આ ઘરનો શિરસ્તો દાદા, દાદી, પપ્પા અને મમ્મીને નારાજ કરી મારાથી નહી બદલાય !'


Rate this content
Log in