Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others Romance

3  

Vijay Shah

Others Romance

કયા સંબંધે ?

કયા સંબંધે ?

5 mins
14.2K


“તું ય જબરી છે ભારતી ! મારે લીધે તે વળી તારાથી પપ્પા સાથે ઝઘડો થાય ?” રક્ષીત બોલ્યો.

”હા. પપ્પાએ તો સમજવુ જોઇએ ને આપણી વચ્ચેનાં સંબંધો કંઇ સ્ત્રી પુરુષનાં સંબંધો નથી. કેમ સમાજ શું વિચારશે એવા ડરથી મારે તારા જેવા દોસ્તની દોસ્તી ખોવી ?”

”પણ પપ્પા શું કહેતા હતા કે તારે તેમની સાથે ગુસ્સે થઇ ને લઢવું પડ્યું ?”

”બસ મને એમ કહે કે સરખી ઉંમરનાં સ્ત્રી અને પુરુષ વચ્ચે મૈત્રી સંભવી જ ના શકે, અને હું કહું કેમ ના સંભવી શકે ?”

“પછી ?”

અને મારું ફટક્યું “જુઓ પપ્પા રક્ષીત મારો મિત્ર છે. તેની સાથે હું મારા મનની બધી વાતો અને પ્રશ્નો ચર્ચી શકું છું. અને તે મને સમજી શકે છે.”

“છતા પણ ભુલવું ના જોઇએ કે તે પુરુષ છે અને તે પણ પરાયો પુરુષ. તારા તેની સાથે દુર દુરનાંયે સગપણ નથી. તો પછી તમારી આ સંગતને કયા સંબંધનું નામ આપીશ ?”

મેં કહ્યું ”મેં કદી તેની આંખમાં લોલુપતા જોઇ નથી કે નથી મારા મનમાં તેના માટે તે પ્રકારનું આકર્ષણ જનમ્યું નથી તો મારે શીદને એ ચિંતા કરવાની ?”

“હં !”રક્ષિતે હું કારો પુરાવ્યો અને મછી ટીખળ કરતા બોલ્યો વાત તો તારી સાચી છે તું ક્યાં માધુરી દીક્ષીત જેવી રુપાળી છે અને હુંપણ ક્યાં અનીલ કપૂર જેવો છું ખરું ને ?”

”આડે પાટે વાત ના ચઢાવ. તારે પપ્પાની વાતો સાંભળવી છે ને ?”

”હા” છેલ્લે કોણ જીત્યુ તે જાણવાની રક્ષીતને ઇંતેજારી તો હતી જ.

” પપ્પા કહે આગ અને ઘી સાથે હોય તો ગરમીથી ઘી પીગળે પીગળે અને પીગળે જ, બસ એમ જ મૈત્રી એ ગમવાનું પહેલુ પગથીયું છે. ગમતી પરિસ્થિતિ હોય અને એકાંત હોય ત્યારે જે આજ સુધી નથી થયું તે થઇ શકે છે.”

”પછી ?”

” થાય તે પહેલા તમે તમારા સંબંધને નામ આપી દો. કાં લગ્ન કરો કાં દોસ્તી તોડો.”

થોડા સમયની ચુપકીદી પછી ભારતી બોલી..

“પપ્પાની જબરી દાદા ગીરી છે નહીં ?”

રક્ષીત પુરી ગંભિરતાથી બોલ્યો ”એમની એ ચિંતા છે”

થોડીક્ષણો શાંતી રહી અને રક્ષીત બોલ્યો ”એમણે તેમની જિંદગીમાં સ્ત્રી પુરુષ મૈત્રી જોઇ નથી તેથી તેમને ધાસ્તી લાગે છે કે સમાજ આવા સંબંધને મૈત્રી નામ આપતો નથી. તેઓ તો આ સંબંધ હોઇ શકે તે વાતને સ્વિકારતો નથી. તેથી તો કહે છે ઘી અને અગ્નિ વચ્ચે પીગળવા સિવાય કોઇ જ અંત હોતો નથી. તેથી તેઓ જુદા રહે તો જ અસ્તિત્વ ટકે. અને તેઓને એ જ ચિંતા છે કે તારું નામ બગડી ન જાય. તને કોઇ જીવન સાથી ના મળે અને આ મૈત્રી નો પતંગ ક્યારે કપાઇ જાય તે બીકે કંઇક તુ સ્થિર થાય તે જ તેમની ભાવના હોય ને ?"

"તો શું જે પરણેલા હોય છે તેમાં પણ પતંગો નથી કપાતી હોતી?” કડવાટથી ભારતી બોલી. અને ઉમેર્યું તેઓ તેમના જમાના પ્રમાણે સાચા હોય તોય બદલાતા જમાના પ્રમાણે હવે તેઓએ જોવું જોઇએ. મિત્ર સમલિંગી હોવો જરુરી કદાચ તેમના સમયે હશે પણ હવે આતો એકવીસમી સદી…"

રક્ષીતે ટીકળ કરતા કહ્યું “ભારતી તને ખબર છે પ્રેરણાનાં પપ્પા મને આજ વસ્તુ કહી રહ્યા હતા. આજના જમાના એ મનમેળ ને વધુ મહત્વ આપ્યુ છે જે પાછલી ઉંમર માટે સારું છે. તન મેળ તો ભ્રામક હોય છે અને આજે ક્યાં હીર અને રાંઝા જેવા જોડા સર્જાય છે ?”

ભારતી એ ટીખળ્ નો જવાબ ટીખળથી જ આપ્યો. "મને પણ મિત્રતામાં બંધનો નથી જોઇતા. હું સારું કમાઉ છું અને મારું પોતાનું ઘર છે.. બેંક બેલેન્સ છે અને ઇચ્છા થાય ત્યારે શરીર સાચવીને જીવવાનું.”

ભારતીના બાપા જે બબડતા હતા તે બબડાટ ભારતી ને ફરી સંભળાયો અને તે બોલી બાપા આજે બબડતા હતા ”હમણાં તો જુવાની છે ત્યાં સુધી બધી ગરમી છે.. જ્યારે યુવાની ઢળી જશે ત્યારે સાથીની જરૂર પડશે. ઘર ઘર જેવું ત્યારે લાગ્શે કે જ્યારે સુખ અને દુઃખ ને વહેંચવા વાળો કોઇ સાથી હોય. સૌ છુટા ત્યાં કોણ કોનુ ધ્યાન રાખશે ? અને કયા સંબંધે ?”

પ્રશ્નાર્થ ચિન્હ ભારે થતો જતો હતો ત્યારે રક્ષિત બોલ્યો “મૈત્રી હોય એટલે મિત્ર વહારે ધાવાનો છે તે વાત કેમ ભુલી જાય છે ?. ભારતી રોઝી અને અદમની વાત તો તેં જ મને કહી હતીને ?”

”કઇ વાત?”

“એક વખત અદમ નાસ્તો ઝડપથી કરતો હતો ત્યારે તેં એને પુછ્યુ હવે શાંતિથી નાસ્તો કરને? ત્યારે અદમ કહે રોઝી મારી રાહ જોતી હશે ત્યારે તેં કહ્યુ હતું રોઝીને તો અલ્હાઇમર થયો છે તે તો તને ઓળખતી પણ નથી. થોડોક મોડો જઇશ તો ચાલશે. ત્યારે અદમનાં જવાબથી તુ સ્તબ્ધ હતીને ?”

”હા એ કહે રોઝીને ભલેના ખબર હોય કે ના હોય પણ મને ખબર છે ને ? તેને સમય સર ખવડાવવું બહું જરુરી છે.”

“આવું મૈત્રીમાં થાય કે ના પણ થાય. આવું સહજીવનમાં જરૂરથી થાય”

”એમ કેમ બોલે છે રક્ષીત ?”

”જો તારા પપ્પાની અને તારી બંને વાતો સાચી છે. મનમેળ કોઇ જવાબદારી સાથે અને જવાબદારી વિનાની એ બે ઘટનામાં સમજણ હોય તો જ દીર્ઘજીવી બને”

”કંઇ સમજાય તેવું બોલ રક્ષીત.”

“સમજણ ભરેલી જવાબદારી અને સુદીર્ઘ સંગાથ થાય તે માટે લગ્નના નામે અસમલીંગી મૈત્રી સમાજે અપનાવી છે. મુક્તિ તમને સમજ્ણથી છટકવાની તક આપે છે. રોઝી રોગ ગ્રસ્ત છે ત્યારે મૈત્રી તેને હોસ્પીટલમાં મુકીને નિભાવાય પણ સમજણ જે અદમ બતાવી રહ્યો છે તે દીર્ઘ સહ જીવનથી આવતી હોય છે.”

“તો ?”

"તો શું ? આપણી મૈત્રીને સમજણનું અમી આપવા સંબંધ બાંધવો જોઇએ. સંબંધ મુક્તિને ટાળે છે અને સમજણને વધારે છે. પ્રેમને જન્માવે છે."

ભારતી રક્ષિતને જોઇ રહી. તેનું ઉદંડ મગજ ગરમાવો પકડતું હતું. તેને દલીલો સુજતી હતી. બળવો કરવો હતો ત્યાં રક્ષિતે કહ્યું,

"હું માનું છું કાંઠાનું બંધન ના હોય તો નદીને ખાબોચીયું બની જતા વાર નથી લાગતી. કીનારો છે તો સમુદ્ર ભરતી ઓટમાં મહાલે છે. અને ભુલથી એવું ના વિચારીશ કે આ પુરુષ સ્ત્રીનો કિસ્સો છે. ના. આ બે માનવનો અને સમજણનો કિસ્સો છે. મને તારી સાથે મૈત્રી પૂર્ણ વહેવાર પણ ગમે છે અને સમજણ ભર્યો સંબંધ પણ મંજુર છે."

ભારતી તેનાં વિચારોમાં રહેલા ગુસ્સાને પીતી ગઈ. રક્ષિત સારો મિત્ર તો છે જ પણ આજની વાત સંબંધનું બંધન પહેરાવી રહ્યો છે કે પહેરી રહ્યો છે તે વિચારતી રહી. રોઝી અને અદમનો પ્રેમ પૂર્ણતઃ વિકસેલો પરિપકવ પ્રેમ છે તે વાત તેને ગમતી તે રક્ષીતને માનથી જોતી અને તેને લાગ્યું કે તે સાચો છે. અને કદાચ મુક્તિનાં નામે તે જવાબદારીથી ગભરાતી હતી.

ભારતીએ પપ્પાને ફોન કર્યો

”પપ્પા તમે સાચા છો. હું સંબંધથી સમજણ ને ખીલવી રહી છું.

"પપ્પા ફોન પર પુછતા હતા કયા સંબંધે તું કોની સાથે સંબંધથી સમજણ ખીલવે છે?"

"પપ્પા હું અને રક્ષિત સાથે તો રહીયે છીએ પણ હવે સમજ્થી સમાજ્માં સ્વિકૃત એવા લગ્ન સંબંધને ખીલવી રહ્યા છીએ. ફોનનાં બંને છેડા આનંદથી ઝુમી રહ્યા હતા."


Rate this content
Log in