Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ansh khimatvi

Others

1.0  

ansh khimatvi

Others

સંજના...

સંજના...

2 mins
7.5K


Hi... કેમ છે? કેમ ઘણા દિવસથી online નથી આવતી? એ સાંભળને! ચાલને વધારી ઝડપભેર કરી પાંપણો જમીન પર રાખી મૌન થઈ સંજના ચાલી ગઈ. ઘેર આવી રૂમમાં ગઈ. ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. આંખ ફૂટું ફૂટું થઈ રહી હતી. થોડીક ક્ષણોમાં ચોધાર આંસુઓ ગાલ પર આવી ગયાં!

 ...કેમ બોલતી નથી? વાત તો કહે, શું થયું છે? ઘણાં દિવસથી તું આમ જ સૂનમૂન આવે છે ને પછી વહી જાય છે, બોલ પ્રશ્ન શું છે? અંતિમના આ બોલ જાણે સીધા હૃદય પર અસર કરતાં હોય એવું લાગતું હતું. પણ અંતિમ તો સાવ નિર્દોષ હતો. અંતિમ ઘેર ગયો. સાંજની વેળાએ સંજનાના વિચારોના ચકડોળે ચડ્યો. કેમ સંજના આજકાલ મારાથી દૂર ભાગે છે? મને એ પસંદ નથી કરતી કે શું? પણ, હું તો એનો પાક્કો યાર છું. ચલ, કાલે આવવા દે કોલેજમાં; એનાં પ્રશ્નનો હલ કરી જ લઉં.

...સવાર પડી. અંતિમનાં મનમાં એ જ વિચારો વલોવાતા હતા. અંતિમ ઝડપથી બસમાં બેસી ગયો. રોજ કરતાં એ આજે વહેલો કોલેજમાં આવી ગયો હતો. એની નજર સંજનાને આમતેમ શોધતી હતી. પણ ક્યાંય એ દેખાતી ન હતી. સમય વીતી ગયો હતો. પણ સંજના ક્યાંય મળી નહિ. આજે એ આવી કેમ નહિ? અંતિમના ચહેરા પર ઉચાટ દેખાઈ આવતો હતો. એ મળવા માટે તડપતો હતો. એક દિવસ, બે દિવસ એમ કરતાં આજે અઠવાડિયું વીતી ગયું હતું.

આ બાજુ અંતિમનાં ઘરે ઢોલ ને શરણાઈઓ ગૂંજવા માંડી. ચારે બાજુ આનંદ ઉલ્લાસ હતો. વરઘોડાની તૈયારી થઈ રહી હતી. ચારે દિશામાં આનંદ છવાયેલો હતો. આ બાજુ સંજનાની હાલત એ જ હતી. દિવસ અને રાત ક્યાં જાય છે કશુંય ભાનમાં ન હતું. બસ, એક જ વાતનું ભાન હતું કે એ "અંતિમને પ્રેમ કરે છે...!"

 

 

 

 

 

 


Rate this content
Log in