Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Tragedy Action Crime

3  

Pramod Mevada

Tragedy Action Crime

એક સબંધ આવો પણ... (ભાગ - 4)

એક સબંધ આવો પણ... (ભાગ - 4)

3 mins
7.2K


સામેનું દ્રશ્ય જોતાજ ઈશાના હાથમાંથી ટ્રે નીચે પડી ગઈ. રિયા બેડ પર સુતી હતી ને એનો હાથ નીચે તરફ લટક્યો હતો અને એમાંથી લોહી વહી રહ્યું હતું. ખાસ્સું લોહી વહી જવાથી નીચે ફર્શ પરલોહીનું  ખાબોચિયું ભરાઈ ગયું હતું. ઈશા એ હદે સ્તબ્ધ બની ગઈ કે એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ઘડિકવાર તો શું કરવું એ જ ન સમજાયું એને. એણે તરત જ ઇમર્જન્સી સર્વિસને ફોન લગાવ્યો અને પછી રિતેશ પટેલને પણ ફોન કરી જાણ કરી. પાંચ કે સાત મિનિટમાં તો એમ્બ્યુલન્સ અને રિતેશ બન્ને આવી ગયા. એમ્બ્યુલન્સ સાથે આવેલ ડોક્ટરે રિયાને તપાસી કહી દીધું કે એ હવે આ દુનિયામાં નથી રહી. ઇશાને ગહેરો આઘાત લાગ્યો. ઈશા મનમાં વિચારી રહી. હજુ બે દિવસ પહેલા બનેલી ઘટના અને રિયા પાછી આવી એ પછી ચોથા દિવસે આ બનું ગયું એટલે આનું રહસ્ય શું હશે એ જ સમજાતું ન હતું. આખરે એવી તો શું ઘટના બની ગઈ રિયા સાથે કે એણે આ પગલું ભર્યું! 

અચાનક રિતેશ પટેલે એનું ધ્યાન દોર્યું. રિયાના બેડ પર એક ખુણામાં ડાયરી પડી હતી. રીતેશે એ ડાયરી ઉઠાવી અને છેલ્લે શું લખેલું હતું એમાં એ વાંચી એને ઇશાને ડાયરી આપી. અત્યારે એ ડાયરી ઠેકાણે મુકવા કહ્યું અને રિયાના કોઈ સગા વ્હાલા અહીં રહેતા હોય તો એમને જાણ કરવા કહ્યું. ઈશા ભલે રિયાના ખાસ પરિચયમાં ન હતી પણ એના ક્યાં સગા અહીં રહે છે એ ખ્યાલ હોવાથી એમને ફોન કરી અહીં બોલાવી લીધા. રિતેશ પણ રિયાની અંતિમવિધિ પુરી થઈ ત્યાં સુધી સતત ઇશાની પડખે જ હતો. 

લગભગ પંદરેક દિવસના સમયગાળા પછી ઈશા એની જોબ પર હાજર થઈ. હજુય એના મનમાં આ ઘટના તરવરી રહી હતી. એ દિવસ જોબ પુરી થતા જ એ એની રૂમમાં આવી અને જમીને આડે પડખે થઈ. અચાનક કશુંક યાદ આવતા જ એણે રિયાની પેલી ડાયરી નીકાળી અને વાંચવી શરૂ કરી. સહુથી પહેલા એણે લાસ્ટ પેજ વાંચવું શરૂ કર્યું જે રિયાએ મરતા પહેલા લખ્યું હતું.

'ડિયર ડાયરી  આ બધું અચાનક જે બની ગયું એ મનમાંથી ખસતું જ નથી. શોપિંગ કરવા ગઈ ને અચાનક જ એ કાળી ગાડીમાં ચાર જણા આવ્યા ને મને ખેંચી ને લઈ ગયા. ગાડીમાં હું ચીસો ન પાડી શકું એ માટે મારા મોં પર ટેપ લગાવી અને મારા હાથપગ પણ ટેપથી બાંધી દીધા એ લોકોએ. એ પછી એ નરાધમોએ એક પછી એક મારા પર પાશવી બળાત્કાર ગુજાર્યો. કદાચ એ તો સહી ન શકત પણ એથીય વધુ દુઃખદ ને આંચકા જનક એ હતું કે એ લોકોએ બિયરની બોટલ અને પાછું આખી ઘટનાનો વિડિઓ ઉતારી પાશવી ને હીનતાભર્યું કૃત્ય વારે વારે આચરતા રહ્યા. આખરે એ લોકોનું મન ભરાઈ જતા મને એવી હાલતમાં રસ્તાના કિનારે ફેંકી એ લોકો જતા રહયા. એક સ્ત્રીને માટે એના જીવ જેટલું જ વ્હાલું એનું સ્વમાન અને શીલ હોય છે. એ જ તો એક હતું મારી પાસે જે હવે બચ્યુ નથી. મને હતું કે મારી વ્યથા મારો પ્રેમી સમજી શકશે. મે એના પર ભરોસો કરી આ વાત કહી ત્યારે એણે પણ દગો જ આપ્યો મને. હવે હું એના માટે કામની નથી રહી અને એને જ આ લોકોને મોકલી વિડિઓ બનાવ્યો હતો એ સ્વીકાર્યું. બસ આ છેલ્લી વ્યથા મેં ઠાલવી દીધી તારી સમક્ષ. હવે નથી રહેવું આ દુનિયામાં. અલવિદા ' 

ઈશા આટલું વાંચી ક્યાંય સુધી રડતી રહી. એને રિયાની હાલત પર દયા આવી અને તેની સાથે શુ બન્યું કે આમ પગલું ભરવું પડ્યું તેનો ખ્યાલ આવ્યો. ધીમે ધીમે આ ઘટનાની અસરથી ઈશા બહાર આવવા લાગી. એ દરમ્યાન એ સોશિઅલ મીડિયા પર ગગન રાહ જોઈ રહ્યો હશે એ વાત જ ધ્યાન બહાર જતી રહી હતી. એક દિવસ રાત્રે જમીને એણે લેપટોપ ચાલુ કરી મેસેન્જર ઓપન કર્યું. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ગગનનું આઈ ડી જ દેખાતું ન હતું. ઈશા વિચારી રહી. કેમ આ ગગનનું આઈડી કે એનો પ્રોફાઈલ દેખાતો નથી ! શુ થયું કઈ નેટમાં પ્રોબ્લેમ થયો છે કે બીજી કોઈ વાત છે સમજાતું નથી. ઇશાને ગગન સાથેની ચેટ દરમ્યાન એણે આપેલો મોબાઈલ નંબર યાદ આવ્યો. 

ઇશાએ કૈક અચકાતા ને ધડકતા હૈયે ગગનનો નમ્બર પોતાના મોબાઈલમાં લગાવ્યો અને કોલનું બટન દબાવ્યું. રિંગ વાગી રહી હતી કોઈ જ રીપ્લાય ન મળતા આખી રિંગ પુરી થઈ ગઈ. ઇશાની ચિંતા એના આંખના ખૂણે ભેજ બની છલકવા તૈયાર જ હતી કે અચાનક એનો મોબાઈલ રણક્યો...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy