Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics Others

0  

Zaverchand Meghani

Classics Others

ગંગોત્રીને કાંઠે

ગંગોત્રીને કાંઠે

4 mins
271


બા મુંબઇ ચાલી ગઇ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી; પણ રોટલી અને રોટલા ઉપર હર વખતે લોંદો લોંદો ઘી 'ખા ને ખા જ !' એવી જિકર એને કડવી ઝેર જેવી લાગતી. શિયાળાની રજામાં મૂસળીપાક ને સાલમપાકના મસાલેદાર લાડુ ભાણાને જોરાવરીથી ખાવા પડતા.ખારેકનો આથો એને દુર્ગંધ દેતો, અને વારંવાર એને બોલાવવા આવતી થાણદારની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઇ ગઇ હતી.

છીંટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે ! એની રાજકોટની જ નિશાળમાંથી શીખેલી ચટક-ચટક ચાલ શું સારી કહેવાય ! ને એના કાનમાં એરિંગો તો ચિરાઇ ઉતરડાઇ ગયેલી ચામડી જેવાં લબડે છે !

રૂખડ શેઠની ઘોડી બે દિવસ રોકાવી રાખી પોતે સવાર-સાંજ ગંગોત્રીના ઘૂનામાં પાણી પીવા જતો. ગંગોત્રીનો કૂવો આખા ગામને માટે પીવાનું હળવું પાણી પૂરું પાડતો. નદીઓ ત્યાં ત્રણ ત્રણ છતાં પીવાને માટે અણખપની હતીઃ કેમ કે એ તો હતી ગીરની વનસ્પતિનાં મૂળિયાંના અનેક રોગો ચૂસીને ચાલી આવતી નદીઓ.

ગંગોત્રીનો કૂવો નમતા બપોરથી ગાજવા લાગતો. એની ગરેડીઓ પર તસુતસુ ઊંડા કાપા પડી રહેતા. પાણિયારીઓની કતાર ગંગોત્રીના આંબાવાડિયાને ગામ તેમજ થાણાની જોડે તાંબા-પિત્તળની હેલ્યોની સાંકળીએ બાંધી લેતી. બધાં જ ત્યાં આવતાં, તો પછી પુષ્પાને એકાદ ગાગર માથે માંડી ત્યાં આવતાં શું થઇ જતું હતું ! અમલદારની દીકરીને માટે શું એ મજાની મનાઇ હતી ?

ગંગોત્રીના કુંડ ઉપર તે દિવસે બપોરે ધોણ્ય ધોનારાઓનો ડાયરો મચ્યો હતો. પોલીસોના ધીંગા પોશાકની ધોણ્‍ય, ગામડાંનાં કોળી શકદારો જેવી, ધોકાના માર વગર માનતી નહોતી. ધોતાં ધોતાં વચ્ચે વાતો ચાલતી હતીઃ

"દાદુ સિપાઇની બાયડી તો ગજબ જોરાવર, ભાઇ !"

"કાં ?

"ગંગોત્રીને ઘૂને એણે તો મગરને મીણ કહેવરાવ્યું."

"શી રીતે ?"

"બકરી લઇને ધોવા આવી'તી. પોતાનું ધ્યાન ધોવામાં ને આંહીં બકરીએ બેંકારા દીધા. જોવે તો બકરીના પાછલા પગ ઘૂનાની મોટી મગરના ડાચામાં, ને મગર ખેંચવા જાય છે પાણીમાં, ત્યાં તો દાદુની વહુ પોંચી ગઇ. 'અરે તારાં વાલાં મરે રે મરે, નભાઇ !' એમ કરતી ઇ તો બકરીના આગલા પગ લઇને મંડી ખેંચવા. ત્યાં તો મગરની હારે રસાકસીનું જુદ્ધ મંડાઇ ગયું. આખરે મગરે થાકીને બકરી મેલી દીધી. એવી લોંઠકી દાદુની વહુ!"

"એવો જ એક પાઠ આવે છે અમારે પાંચમી ચોપડીમાં." ગંગોત્રીને કાંઠે કપડાં ચોળતાં બેઠેલા ગામના સ્કૂલ-માસ્તર બોલ્યા.

"પણ માસ્તર," થાણદારનો પટાવાળો તુળજારામ બોલ્યો: "છોકરાંના લૂગડાં તો ઠીક, પણ તમે માસ્તરાણીનાં લૂગડાંય શીદ ધોવા લાવો છો?"

"ન ધોયે ત્યા જાય ક્યાં ? માસ્તરાણીની એક હાક પડે તે ભેળું તો..." જમાદારનો 'ઓર્ડરલી' કહેતો અટક્યો.

"હવે ઠીક..." માસ્તર ઝંખવાણા પડ્યા.

"વાઘજી ફોજદારનો મામલો સાંભળ્યો?"

"ના ભઇ; શો મામલો?

"વઢવાણ જંકશને લોમાપરના જાલમસંગ જોડે ધિંગાણું રમ્યો વાઘડો."

"જાલમસંગજી ! વાઘ ફોજદારના દિલોજાન દોસ્ત ?"

"દોસ્ત તો હતા તે દી, બાકી તો એ દોસ્તીએ જ દાટ વાળ્યો ને!"

"કાં ?"

"વાઘ ફોજદાર જાણે કે વેશ કાઢવાનો અતિ શોખીન. આજ પઠાણ બને, તો કાલ વળી બાવો બને; પરમ દા'ડે પુરબિયો બને. બને તો બને પણ ભેળાં છોકરાંઓને પણ વેશ કઢાવે. પ્રાંત સા'બ, સુપરીટન સા'બ - જે કોઇ સા'બની સવારી હોય તે-તે વખતે વગડામાં વેશ કાઢીને સાહેબોની જોડે મુલાકાત કરે. સાહેબો થાય રાજી, ને ઘેરે દરબારો પણ આવતા જતા થયા. જાલમસંગજીનો કાંઇક વધુ પગરવ, ને એમાં પૂરજુવાન દીકરી હોય ઘરમાં : લાજમાલાજો રાખ્યો નહિ : પછી જાલમસંગ કાંઇ ઘા ભૂલે ?"

"કેમ ભૂલે! ગરાશિયા ભાઈ..."

"હવે, ભાઇ, ગરાશિયાનું નામ દિયો મા ને! એક રજપૂત સિપાઇએ આંખ ફાડીને વાંધો લીધો.

"ઠીક, મેલો નામ પડતું, મેલો ગરાશિયાના નામમાં ટાંડી!"

“હા, પછી ?"

“પછી તો જાલમસંગ વાઘ ફોજદારની દીકરીને લઇને ભાગ્યો. વાઘડો કહે કે ફરિયાદ નહિ કરું : ભુજાઓથી ભરી પીશ. એમાં પરમ દા'ડે જાલમસંગ રાજકોટ જાય; વાઘ વઢવાણ સ્ટેશન આવે. સ્ટેશન પર જ જામી. વાઘ વગર હથિયારે દોડ્યો. જાલમસંગ પાયખાનામાં સંતાણો."

"પાયખાનામાં !" ધોનારા રજપૂતે વિસ્મય ઉચ્ચાર્યું.

"હા, હા, દરબાર!" વાત કહેનારે પેલા રજપૂત સિપાઇને શબ્દોના ડામ આપ્યા.

"હવે સંડાસને તો બેય બાજુ બારણાં. એક બાજુથી જાલમસંગ નીકળી જાય તો ? સ્ટેશનની ગાડીઓ થંભી ગઇ. માણસોની હૂકળ મચી. પણ વાઘ તો વાઘ હતો; વીફરેલો વાઘ ! કોણ રોકે ? ચડ્યો જાજરૂ માથે. માથેથી અંદર જાલમસંગને માથે ત્રાટક્યો. શત્રુના હાથમાં ખુલ્લો છરો : આંચકવા જતાં વાઘનાં ત્રણ આંગળાં ભીંડાનાં ફોડવાં માફક સમારાઇ ગયાં. ને વાઘ ફોજદાર આંગળાં સંભાળે, ત્યાં જાલમસંગ રફુ થઇ ગયો."

"ક્યાં ગયો ?"

"હરિ જાણે."

"પતો જ નહિ ?"

"ના."

આગગાડીથી વીસ ગાઉના અંતરે પડેલા કાળા પાણીના ટિબા ઉપર આઘેના બનાવો આટલા વેગથી પહોંચી જતા. ગંગોત્રીના કુંડને કાંઠે પિનાકી પણ નહાવા જતો. આ વાતો એને વાતાવરણ પાતી. રાતે એ સિપાઇઓની 'ગાટ' પર જઇ બેસતો. નાનકડો ખાટલો રોકીને ત્યાં વાતો સાંભળતાં ઊંઘી જતો.

વળતા દિવસે સાંજે એક નાનો-સો બનાવ બન્યો. ગામડેથી ભેંસના દૂધનાં બે બોઘરાં ભરીને પસાયતા ઘરે આવ્યા. જમાદારે કહ્યું: "લઇ જાવ ઘરમાં."

ગરીબડા લાગતા પસાયતા બહાર આવ્યા ત્યારે જમાદારે પૂછ્યું: "એલા તમામ ઘેરેથી દૂધ ઉઘરાવ્યું છે કે ?"

"હા સાબ. બધેથી. એક ઘેર ધાવણા છોકરાને પાવા જેટલુંય નથી રહેવા દીધું."

"ઠીક, જાવ."

પસાયતાઓના છેલ્લા શબ્દો પિનાકીને કાને પડ્યા, ને એ બહાર ઓટલા પર જઇ ઊભો. આભનાં ચાંદરણાં, કોઇ મધપૂડા ઉપર ચોંટી ગયેલ પતંગિયા જેવાં, પાંખો ફટફટાવતાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Classics