Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

કદરૂપી વાસ્તવિકતા

કદરૂપી વાસ્તવિકતા

4 mins
7.4K


વેકેશનને કારણે સ્ટેશન પર ખૂબજ ભીડ હતી. નાના બાળકોનાં ચ્હેરા પર ટ્રેનમાં બેસવા માટેનો ઉત્સાહ દેખાતો હતો. ત્યાં વડીલોના ચ્હેરા પર અનિશ્ચિતતાના ભાવો દેખાઈ આવતા હતા. મારે મારી કોલેજના ભૂતપૂર્વ આચાર્યને શૈક્ષણિક કારણસર મળવાનું હતું. આજે સાંજેજ તેઓ મુંબઈ જવા માટે નીકળી જવાના હતા. તેથી કોઈ પણ રીતે મારે સાંજ પહેલા એમને મળવું જરૂરી હતું.

અણગમતા વાતાવરણમાં સમય પણ જાણે થંભી જાય છે. જ્યાં જગ્યા પરથી ખસવાનો પણ અવકાશ ન હતો. ત્યાં આંખો એનો રસ્તો બનાવી ક્યારેક પ્લેટફોર્મની મોટી ઘડિયાળ ઉપર તો ક્યારેક કાંડા ઘડિયાળ પર પોતાની જગ્યા બનાવી લેતી હતી.

ટ્રેન આવી પહોંચી હતી. એક બાજુ મુસાફરો ઉતરવા માટે ઉતાવળા હતા ત્યાં બીજી બાજુ ટ્રેનમાં ચઢવા માટે તત્પર બનેલા મુસાફરો બેબાકળા હતા. ક્યાંકથી બાળકોનો રડવાનો અવાજ, તો ક્યાંકથી ફૂલીના કર્કશ અવાજો કાને અથડાતા હતા. હું પણ ટ્રેનમાં ચઢી ગઈ. ખીચોખીચ ભરેલા ડબ્બામાં ધીરે ધીરે સરકીને હું અંદર સુધી પહોંચી ગઈ. પાસેજ બેઠેલા એક વૃદ્ધ માજીએ મને બેસવાની જગ્યા કરી આપી. થોડો હાશકારો અનુભવ્યો ત્યાંજ ફરીથી કંઈક ખળભળાટ થયો.

"અહીંયાં ઊભા રહેવાની જગ્યા નથી ને…"
"ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે?"

અકળાઈ ગયેલા લોકો કોની ઉપર આક્રમણ કરી રહ્યા છે, એ જાણવા હું ઘોંઘાટ વાળી દિશામાં જોઈ રહી. ત્રીસેક વર્ષની એક સ્ત્રી રડમસ અવાજે લોકો પાસે ભીખ માંગી રહી હતી. એના હાથ માનું સાત આઠ મહિનાનું નાનું બાળક સતત રડી રહ્યું હતું. લોકો પાસે આ બાળકના કરુણ આક્રંદને સાંભળવાનો સમય ન હતો. બિચારી સ્ત્રી અથડાતી, ધક્કા ખાતી, લોકોના અપશબ્દો સાંભળતી ભીડને ચીરતી આગળ આવી.

"કુછ તો દેદો ઇસ ગરીબ કો…" મારી બરાબર સામેની બાજુ એ એક શેઠ અંગ્રેજી સમાચાર પત્ર વાંચવામાં વ્યસ્ત હતા. એ શેઠને સંબોધીને પેલી સ્ત્રી પોતાની આપવીતી સંભળાવી રહી હતી પરંતુ બધાજ સાંભળી શકે એ રીતે :

"શેઠજી મેરી તરફ નહીં તો ઇસ નન્હી જાન તરફ દેખકર હી કુછ દેદો…" માતાનાં વાત્સલ્ય ભર્યા હાથથી પણ જેનું રુદન બંધ થતું ન હતું. એ બાળકના ગાલ પર માતાનું આંસુ ચમકી ઊઠ્યું.

"બડે સાબ ! બચ્ચા બીમાર હે. ડોક્ટરને બડી બીમારી બતાઈ હે. ઓપરેશન કરના જરૂરી હે. ગરીબ કે પાસ ઇતના પૈસા નહીં કી…"

શેઠે સમાચાર પત્રનું પાનું ફેરવ્યું.

દુનિયાની વાસ્તવિકતા વાંચી રહેલા એ ધનિક શેઠને પોતાની સામે ઊભેલી વાસ્તવિકતા જોવાની પરવાહ ન હતી. શેઠની બાજુમાં ગોઠવાયેલા એક પરિવારના નાના બાળકોને માતા જમાડી રહી હતી. પેલી સ્ત્રીનું બાળક હજી પણ સતત રડી રહ્યું હતું.

"કિતને દીનો સે બચ્ચા બહોત બીમાર હે બહેન, કુછ દેદો…"

એ પરિવાર તરફ આગળ વધવા જતા એ સ્ત્રીના ધક્કાથી સીટ પર બેસી ખાઈ રહેલો એક છોકરો ગબડી પડ્યો.

"અંધી હે ક્યાં? દેખ નહીં શકતી?"

આટલું કહી એ મહિલા પોતાના રડતા બાળકને ચૂપ કરાવવામાં વ્યસ્ત થઈ ગઈ. અપશબ્દો સાંભળવા કાન ટેવાઈ ગયા હોય તે રીતે એ સ્ત્રી ચુપચાપ અમારી બેઠક પાસે ગોઠવાઈ ગઈ અને મને જગ્યા આપનાર માજીને જોઈ ફરીથી આજીજી કરવા લાગી. "માજી બચ્ચે કી જિંદગી કા સવાલ હે !"

પણ માજીને આ કદરૂપી હકીકત કરતાં બહારની પ્રાકૃતિક સુંદરતા વધારે આકર્ષક લાગતી હતી. નિર્દયતા અસહ્ય બનતા મારી લાગણી શબ્દ રૂપે પ્રગટ થઈ.

"કેટલી કરુણ પરિસ્થિતિ છે !"

"કરુણ?" માજીએ મારા તરફ જોયું, "બેટા તેં હજી દુનિયા નથી જોઈ ! નાટક, બધુજ નાટક છે." આટલું બોલી તેઓ ફરીથી પોતાની દુનિયામાં ખોવાઈ ગયાં. કેટલી કદરૂપી હોય છે જીવનની વાસ્તવિકતા !

અનાયાસે જ મારો હાથ પર્સમાં ગયો અને સાચવી રાખેલી નોટોની એક થોકડીમાથી સોની બે -ત્રણ નોટ પેલી સ્ત્રી તરફ આગળ ધરી ત્યારે પહેલી વાર એ સ્ત્રીના ચ્હેરા ઉપર વેદનાને પાછળ હડસેલી એક ફિક્કું હાસ્ય ડોકાયું.

થોડીજ વાર પછી એક સ્ટેશન પર ટ્રેન થોભી. મારે પીવાના પાણીની બોટલ લેવાં ટ્રેનમાંથી ઉતરવું પડ્યું. ત્યાં એક પરિચિત અવાજ કાને અથડાયો. બે સ્ત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. ધ્યાનથી સાંભળતા મેં એક અવાજ ઓળખી કાઢ્યો. એ પેલી ગરીબ સ્ત્રીનો અવાજ હતો.

"લડતી કયૂં હે? પૈસા ભી તો ઉતના હી દિયા ના?"

"પૈસા? યહાઁ મેરા બચ્ચા રો રો કે આધા હો ગયા ઉસકા ક્યાં?

"એય ! ખિટપિટ બંધ કર ! એક તો પહેલે સે તેરે બચ્ચેને રો રો કર સર ઘુમા દિયા હે!" ભિખારણ સ્ત્રીનાં અવાજમાં તુમાખી હતી.

"દૂસરી બાર કભી ભી મેરે બચ્ચે કો તેરે હવાલે નહીં કરુંગી !" અજાણી સ્ત્રી બોલી.

"અરે જા જા, બહુત મિલતે હે તેરે જૈસે. બસ પૈસે ફેંકો ઔર ખેલ ખતમ !"

ભિખારણ સ્ત્રીનું આ સ્વરૂપ જોઈ મને આઘાત લાગ્યો. ટ્રેન ઉપડવા માટે અપાયેલા સિગ્નલે મને જગાડી. હું ઝડપથી ટ્રેનમાં ચઢી. સીટ ઉપર ગોઠવાઈ ગઈ. ટ્રેન નવા મુસાફરોથી ભરાઈ રહી હતી, પણ મારી અંદર કંઈક ખાલી થઇ રહ્યું હતું. ટ્રેન થોડીજ આગળ વધી ત્યાં એક સ્ત્રીનો અવાજ સંભળાયો :

"બહેનજી બચ્ચેને સુબહ સે કુછ નહીં ખાયા !"

કઈ પણ જોયા વિના હું એકદમ શાંત ચિત્તે બારીની બહાર વૃક્ષો, મેદાનો, પક્ષીઓ જોઈ રહી.


Rate this content
Log in