Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jigisha Patel

Children Classics

5.0  

Jigisha Patel

Children Classics

ભૂલું ના એક ક્ષણ તુજને

ભૂલું ના એક ક્ષણ તુજને

3 mins
977


અમેરિકાના વસવાટને લગભગ ૧૨ વર્ષ થયા અને ગ્રીનકાર્ડ સાથે સાત. બંને બાળકો,નજીકના કુટુંબીજનો અને હ્રદયથી ખૂબ નજીક એવા મિત્રો ,બધા અમેરિકા હોવાથી ટ્રમ્પના રાજમાં કંઈ બદલાઇ જાય તો ,એમ વિચારી અમે પણ છેવટે અમેરિકન સિટીઝનશીપ લેવાનું નક્કી કર્યું. પચ્ચીસમી જાન્યુઆરીએ સવારે ફીંગરપ્રીંટની વિધિ પતાવી સાંજે ટી.વી સામે અમેરિકન સિટીઝનશીપ માટે પૂછવામાં આવતા સવાલોની ચોપડી લઈને વાંચતા વાંચતા સાથે ટી.વી પર ભારતમાં દિલ્હીમાં ચાલતી ૨૬મી જાન્યુઆરીની પરેડ પણ જોઈ રહી હતી. તનથી અમેરિકામાં હતી પણ મન તો ભારતમાં મ્હાલી રહ્યું હતું.ગુજરાતનો ટેબ્લો આવ્યો .કબીરજી ના દોહા સાથે ગાંધીબાપુ ની દાંડીયાત્રા ની સુંદર ઝાંખી,
સાથે હ્રદયકુંજ,ગાંધીબાપુ જેલમાં અને સરદાર અને બાપુની મંત્રણા.વાહ શું સુંદર પ્રદર્શન !!
બધાં રાજ્યોના ટેબલો નું પ્રદર્શન સરસ હતું પણ ગુજરાત સાથેનું એક અનોખું જોડાણ તો ખરું જ ને!
અમિતશાહની સાથે હું પણ આંખોમાં આંજેલ આનંદની ભીનાશ સાથે ઊભી થઈને તાળીઓ પાડી રહી હતી.ટી.વી મા જાહેરાત આવતાં ચોપડીમાં સવાલ પર નજર ગઈ તો.....
What is one promise you make when you become a United States Citizen?
First option - give up loyalty to other countries...
આ વાંચી મારું ભારતીય હ્રદય ખળભળી ઊઠ્યું.ગુનાહીત સંવેદનાનું એક લખલખું મારા શરીરના
એકેએક હિસ્સાને ઝંઝોડી ગયું.મને અમેરિકા કે બીજા કોઈ દેશ સાથે કોઈ અણગમો નથી.તેની સારી
વાતો ,વિચાર અને લોકોને પણ હું આવકારું જ છું.પણ મારી માતૃભૂમિ માટેનો મારો પ્રેમ તો અતુલનીય છે.હું તો આખેઆખી મારાં દેશની દુનિયામાં ખોવાઈ ગઈ!!!!!!!પિતા દેશપ્રેમની એક મિસાલ ,જેમણે મારામાં બાળપણથી જ દેશપ્રેમ ઠાંસી ઠાંસીને ભર્યો છે.પંદર વર્ષની થઈ ત્યાં સુધી ખાદી પહેરી.અનેક દેશભક્તોને દેશસેવકોને આવકાર્યા.અને હવે હું..... મારા દેશ પ્રત્ચેની નિષ્ઠા કેવી રીતે ત્યજી શંકુ????? જુદીજુદી સંસ્થાઓમાં નાની હતી ત્યારથી જ જઈને પિતા સાથે કરેલા એકેએક ૨૬મી જાન્યુઆરીના ધ્વજવંદન અને દેશ માટે ખાધેલ કસમો યાદ આવી ગઈ.સંવેદનાની હેલીએ આંખમાં અનરાધાર આંસુની વર્ષા વરસાવી દીધી. દેશપ્રેમના વિરહની વેદનાએ મારી છાતી ને ભીંસીંને ચૂરચૂર કરી દીધી. વતનની માટીની સુગંધ અને સાબરમતી નદીનાં લહેરાતાં પાણીની યાદોં એ મન ને વિચલિત કરી મૂક્યું.અને પેલા ગીતે મનને ઘેરો ઘાલ્યો.
એય મેરે પ્યારે વતન,એય મેરે બિછડે ચમન,તુજ પે દિલ કુરબાન.
તુહી મેરી આરઝૂ,તુહી મેરી આબરૂ,તુજ પે કુરબાન મેરી જાન.
તેરે દામનસે જો આયે ઉન હવાઓકો સલામ,
ચુમ લૂ ઉસ જુબાનકો જિસપે આએ તેરા નામ,
અત્યાર સુધીના વતનના વિરહની જે વેદનાને ધરબી રાખી હતી તે વંટોળ બની મને ઘેરી રહી હતી.
ઘરના નાકા પરના મંદિરનાં આરતીના ઘંટારવથી શરુથતી સવાર ને સંધ્યાકાળ. ઉનાળાની બપોરનો કોયલ નો મીઠો ટહૂકાટ,વરસાદ આવતાં આંગણામાં મોરનો થનગનાટ,ખુલ્લા ધાબા પર તારલાંની ચાદર ઓઢીને ,ઠંડા પવનના વીંઝણાં લેતી નીંદરનો મધુર અહેસાસ....
આપણા માતા-પિતા ,ભાઈ-બહેનો તથા આત્મીયજનો સાથે વિતાવેલ દિવસો જે માતૃભૂમિ પર
વિતાવ્યા હોય તે દેશપ્રત્યેની નિષ્ઠા તો મારા શરીરના શ્વાસ પૂરા થશે ત્યારે જ ત્યજાશે. હા, બદલાએલ સંજોગો ને વંશ થઈ, આજમાં જીવીને ચોક્કસ અમેરિકાને વફાદાર રહીશ, તેના કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીશ પણ મારી નિષ્ઠા તો મારા માટે જે સ્વર્ગથી પણ અધિક છે તે મારા મહાન ભારત પર જ રહેશે. આટ આટલા વર્ષથી અમેરિકામાં રહી છું પણ મારું અચેતન મન હજુ ભારતમાં જ લાગે છે કારણકે મને હજુ રોજ સપના ભારતના જ આવે છે. પહેલાં હકીકત અને બોર્ડેર પીક્ચર જોઈને દેશપ્રેમમાં રડતી હતી તેવીજ રીતે અહીં આવીને રાજી, ઊરી-સર્જીકલ સ્ટ્રાઈક અને મનીકર્ણિકા જોઈને દેશપ્રેમમાં એટલી જ ઉત્તેજિત થઈ જાઉં છું અને ગાઈ ઊઠું છું.
દેશ સે હૈ પ્યાર તો હર પલ યે કહના ચાહીએ ,મેં રહું યા ન રહું ભારત યે રહના ચાહીએ.
મેરી નસ નસ તાર કરદો ઔર બના દો એક સિતાર,રાગ ભારત મુઝપે છેડો, ઝનઝનાઓ બારબાર.
દેશસે યે પ્રેમ આંખોસે છલકના ચાહીએ, હૈ મુઝે સૌગંધ ભારત,ભૂલું ના એકક્ષણ તુઝે
ભૂલુંના એક ક્ષણ તુઝે।
( આ વાંચનારમાંથી કેટલાય ,વર્ષોથી કે હમણાં અમેરિકન સિટીઝનશીપ ધરાવતા હશે .શું તમે
પણ મારા જેવાેજ અહેસાસ વતન માટે અનુભવો છો? જન ગણ મન ગાતા એક અનોખા સ્પંદનની
સંવેદના અનુભવો છો? તો વાંચીને દરેક જણ “જયહિન્દ”જરુર લખજો.)


Rate this content
Log in

Similar gujarati story from Children