Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Romance

3  

Irfan Juneja

Romance

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૬

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૬

9 mins
13.9K


શાહિદ સોની અને માલવ વિશેના વિચારોમાં એ રાત્રે પણ ન ઊંઘી શક્યો. સવાર પડતા જ શાહિદ રેડી થઇ ગયો અને ઓફીસ જવા નીકળી રહ્યો હતો ત્યારે જ મનમાં અનેક સવાલો ઉદ્દભવ્યા, 'શું આજે મારે સોની સાથે જવું જોઈએ ? શું હજી પણ સમય છે આ સંબંધમાંથી પાછા ફરવાનો ? શું સોની હવે માલવ પાસે પાછી જશે ?' આવા અનેક સવાલો એના મગજમાં ઉદભવી રહ્યા હતા. એ પોતાની જાત સાથે જ ઝગડો કરી રહ્યો હતો. મન સોની સાથે ફરીવાર એ જ રીતે દિવસો વિતાવાનું કહી રહ્યું હતું અને મગજ એનાથી દૂર થવા. જ્યારે મન અને મગજ સહમત ન થાય ને ત્યારે એ માણસને ચકડોળે ચળાવે અંતમાં શાહિદ એ નિર્ણય કર્યો કે આજે તો એ એકલા જ જશે. શાહિદ થોડો સમય પોતાની જગ્યા એ જ લમણે હાથ દઈને બેઠો.

શાહિદ આજે પણ બીજા રૂટથી ઓફીસ પહોંચ્યો. સોનીનો ચહેરો આજે પણ ઉતરેલો જ હતો. દિવસ દરમિયાન ઓફીસ નું કામ પતાવીને આજે પણ શાહિદ થોડો મોડો ઓફીસથી નીકળ્યો. બસ સ્ટેન્ડ પહોંચી એને ત્યાં ઉભેલા લોકો સામે જોયું, સોની પણ એક થાંભલાના ટેકે ત્યાં ઉભી હતી. મોબાઇલમાંથી સોની ની નજર શાહિદ પર પડી. શાહિદ એનાથી પાંચ ફુટની દુરી પર ઉભો હતો. પેહલા તો શાહિદ કઈ બોલ્યો નઈ પણ બસ આવીને બંને બસમાં બેઠા શાહીદ આગળ અને સોની પાછળની સીટમાં બેસી. સોની એ બેસતાંની સાથે જ શાહિદ ને મેસેજ કર્યો.

"સોરી...."

"કેમ સોરી કે છે?" શાહિદ એ જવાબ આપ્યો.

"તું હવે મારી સાથે વાત નઈ કરે ? "

"હા નઈ કરું"

"ઓકે તો હવે હું ઘરે જતી રહીશ મારે નથી કરવી જોબ."

"ના, તું આવું નઈ કરે, પ્લીઝ"

"મારાથી તને આમ નઈ જોઈ શકાય."

"હા તો શું કરશું કે સોની, તે જ તો આ દીવાલ ઉભી કરી છે."

"પ્લીઝ પાછો આવી જાને."

"ના હું નહિ આવું."

"મારે તો માલવ પણ જતો રહ્યો ને તું પણ , હવે મારે રેહવું જ નથી અહીં."

"ના તું ક્યાંય નઈ જાય..."

"તો પ્લીઝ આવી જા ને.. "

શાહિદને પણ મનમાં ઘણું લાગી આવતું કે સોની આટલી ઉદાસ છે તો એની સાથે વાત કરે એટલે અંતે એના મન એને એની પાસે જવા કહ્યું. શાહિદ પોતાની સીટ પરથી ઉભો થઇ પાછલી સીટમાં સોની ની બાજુ વાળી સીટ પર જઈને બેઠો. સોનીની આંખોમાં પાણી આવી ગયું હતું. શાહિદ સાથેનું વિરહ એની આંખોમાં ઝરી આવતું હતું.

"બસ આવી ગયો. હવે એક સ્માઈલ તો કરી દે."

સોનીએ ચહેરા પર હળવા સ્મિત સાથે શાહિદ સામે જોયું. આંખમાં અશ્રુ ને ચેહરા પર સ્મિતમાં સોની ખુબ જ નાજુકને શાહિદ ના પ્રેમ માટે તરસી રહી હતી. સોનીને આમ જોઈ શાહિદ પણ ભાવુક બની ને એને સાંત્વન આપી રહ્યો હતો. જે થયું એ એક ખરાબ સપનું સમજી ભૂલીને આગળ વધીએ એમ કહી શાહિદ સમજાવી રહ્યો હતો.

બસ શાહિદના સ્ટેન્ડ એ પહોંચી, આજે તો શાહિદને ઉતારવાનું મન પણ થતું ન હતું. એને તો બસ સોની પાસે જ રેહવું હતું જ્યાં સુધી એ પછી હસતી ખીલતી ના થઇ જાય. મન પર પત્થર રાખી શાહિદ બસના પાછળના દરવાજેથી નીચે ઉતર્યો.

ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. શાહિદ અને સોની ફરીથી પોતાના જુના અંદાજમાં આવવા લાગ્યા, બંનેના ચહેરા પર ફરીવાર ખુશીનું મોજું ફરી વળ્યું. થોડા દિવસોમાં વાતો દરમ્યાન શાહિદ ક્યારેક "મિસ યુ, લાઈક યુ " કહી દેતો. પણ સોની શાહિદ ને "વોટ ?" કહેતી તો શાહિદ કહેતો ભૂલથી આવી ગયો મેસેજ. એમ કરતા કરતા એક દિવસ ચેટમાં મોડી રાતના શાહિદએ સોની સાથે આ ટોપિક પર વાત વધારી.

"સોની આપણે આટલા સમયથી એક બીજને ઓળખીએ છીયે, એક બીજા કેરની કરીયે છીયે તો શું આપણે ફક્ત ફ્રેન્ડ જ છીયે ?"

"ના શાહિદ આપણે ફ્રેન્ડ નથી એથી વિશેષ છીયે. તું મારી કેર કરે, હું ઘરે ના પહોંચું ત્યાં સુધી હવે તો તું જમતો પણ નથી. એ ખાલી ફ્રેન્ડ માટે કોઈ ન કરે."

"તો શું તું મને લાઈક કરે છે ?"

"પહેલા તું કે શાહિદ તું મને લાઈક કરે છે ?"

"હા, કરું છું. ક્યારેક કોશિસ કરતો મેસેજમાં કહેવાની પણ તું વોટ ? કહેતી તો હું ડરી જતો કે તને ખોટું લાગી જશે તો, એમ વિચારીને ના કહેતો.. અને તું ?"

"હા, હું પણ તને લાઈક કરું છું.તને મેં જયારે પહેલીવાર નંબર આપ્યો ત્યાર થી જ કરવા લાગીતી પણ, માલવ મારા જીવનમાં હતો ત્યાં સુધી હું આ સંબંધને કઈ નામ આપવા નહોતી માંગતી."

"ડુ યુ લવ મી ?"

"તને લાઈક કરું છું, તારી સાથે વાતો કરવી, ઓફીસ સાથે જવું ગમે છે. પણ આ પ્રેમ છે એવું મને ખબર નથી. હજી આ વિશે હું સ્યોર નથી."

"ઓકે સોની, તું મારી જેટલી કેર કરે છે એ મારા માટે ઘણું છે."

આમ જ આગળ દિવસો વીતવા લાગ્યા. અને સોની અને શાહિદ બને એટલો સમય વધુ ને વધુ વાતો કરી એકબીજાની નજીક આવવા લાગ્યા.

એક દિવસ શનિવાર હતો, સોનીને પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો અને સમય ખુબ ઓછો બાકી હતો. સોનીને દિનેશ ચડીમલ ઓફીસ આવવા કહ્યું. સોની સવારે અગિયાર વાગે ઓફીસ પહોંચી. સોની ઓફીસ પહોંચી તો ઓફિસમાંકોઈ ન હતું. દિનેશ ચંદીમલ સોની ઓફીસ પહોંચ્યાના થોડા સમય બાદ આવ્યો. એની પાસે ડેવલપમેન્ટ સેન્ટરની ચાવી હતી. એને જાવાનું ડેવલોપમેન્ટ સેન્ટર ખોલ્યું. સોની એના પી.સી. પર અને દિનેશ ચંદીમલ એની જગ્યા એ ગોઠવાયો. સોનીને થોડી બીક લાગી રહી હતી. એને ફોન કાઢીને શાહિદને મેસેજ કર્યો.

"હેલ્લો, શું કરે છે ? હું આજે ઓફીસ આવી છું.."

"હાય સોની, બસ જો આરામ કરું છું. કેમ આજે ઓફીસ ?"

"આ ખડુશ છે ને એણે બોલાવી છે, ફોન કરી ને."

"ઓહ દિનેશ ચંદીમલ સરની વાત કરે છે.. કેમ બોલાવી આજે ?"

"એ કેછે કે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે આવતા અઠવાડિયા સુધીમાં."

"ઓહ.. તો કરો કામ બીજું શું..."

"મને ડર લાગે છે.. શાહિદ ઓફીસ માં બીજું કોઈ નથી આ ખડુશ સિવાય..."

"અરે ડર નઈ એ કઈ ના કરે. ઓફીસમાં પણ રૂલ્સ એન્ડ રેગુલેશન હોય. એને પોતાની પોસ્ટની પડી હશે.. એ કઈ નઈ કરે તું કામ કર...

થોડો સમય આમ જ વાત ચાલી પછી દિનેશ ચંદીમલ એની ડેસ્ક પરથી ઉભો થઇ ને સોની પાસે આવી ચેર લઇ ને બેઠો. સોની એનો કોડ કરી રહી હતી. દિનેશ ચંદીમલ દેખાવમાં ખડુશ હતો પણ માણસ ખુબ જ જેન્યુઅન હતો. એણે સોની ને કોડમાં પડી રહેલી મુશ્કેલી દૂર કરવા મદદ કરી. પણ સ્વભાવ તો ખડુશ જ. અને જો એ ખડુશ જેમ ન રહે તો લોકો એના કન્ટ્રોલમાં ના રહે એવી વિચાર ધારા ધરાવતો હતો. વાતો વાતોમાં એને સોની ને ટોરન્ટ મારતા કહ્યું

"આપકી પરફ્યુમ સટ્રોન્ગ હે..."

સોની તો એના પાસે બેસવાથી જ ગભરાયેલી હતી અને ઉપરથી આવી કમેન્ટ. થોડા સમય સુધી સોનીને કોડ માં મદદ કર્યા બાદ દિનેશ ચંદીમલ ત્યાંથી બહાર ગયો. જતાની સાથે જ સોની એ શાહિદ ને મેસેજ કર્યો.

"મારી પરફ્યુમ સટ્રોન્ગ છે ?"

શાહિદ પણ આ મેસેજ વાંચી થોડો વિચારમાં પડ્યો..

"હે ? મેં તો ક્યારેય તને સ્મેલ નથી કરી."

"આ ખડુશ મને કઈ ને ગયો. હવે મારે નવી પરફ્યુમ લાવી પડશે."

"હા..હા...હા... કેમ એને વળી કેવી રીતે સ્મેલ આવી ગઈ ?"

"અરે એ મારી બાજુમાં આવી ને બેઠો તો, કામ તો કરવા ના દે અને એવા એવા સોલ્યુસન આપે કે ચાલે જ નઈ. એનાથી ના થયું તો ઉભો થઇ ને જતો રહ્યો.."

શાહિદ પણ સોનીની વાતમાં હામી ભરી રહ્યો હતો ને વોટ્સઅપ સ્માઈલીના ઉપયોગ થી હાસ્ય પ્રગટ કરી રહ્યો હતો. એમ કરતા કરતા સાંજ પડી. સોની શાહિને ફોન કરી ને જણાવ્યું કે આજે એને લેટ થઇ ગયું છે. શું આજે શાહિદ એને ઘરે મુકવા આવશે ?, શાહિદએ સોનીને હા પાડી અને શાહિદ ઓટો સ્ટેન્ડ પાસે જઈને સોનીની રાહ જોવા લાગ્યો. સોની આજે પહેલીવાર શાહિદની પાછળ ટુ વ્હીલર પર બેઠી.

શાહિદ મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે આ એ જ સોની છે જેને એન્યુઅલ પાર્ટીમાં એક ફોન પણ રિસીવ ના કર્યો ને મુકવા આવવાની વાત કરીને બેઠી પણ નહિ. પણ પોતાના મનને માનવી એને ખરાબ સપનું માની શાહિદને પણ આગળ વધવું હતું. બંને જણ શહેરના વિભિન્ન રસ્તાઓ પરથી પસાર થતા થતા સોનીના ઘર તરફ પહોંચી રહ્યા હતા. ફર્ક કઈ ખાસ ન હતો બસ આજે બસની બાજુની સીટની જગ્યાએ સોની શાહિદની પાછળ બેઠી હતી. એજ ઓફીસની વાતો ને એ જ વર્તન. આજે શાહિદ પેહલીવાર સોનીને મુકવા જઈ રહ્યો હતો એટલે સોની થોડા થોડા સમયએ રસ્તા બતાવી રહી હતી. એમ કરતા કરતા બંને સોનીના ઘર તરફ પહોંચ્યા. સોની ત્યાં રોડ પર જ ઉતરીને શાહિદને હાથ હલાવી આવજે અને પહોંચીને ફોન કરવા કહ્યું.

પહેલા તો શાહિદને નવાઈ લાગી કે હું આ છોકરીને અહીં સુધી મુકવા આવ્યો અને એને તો ઘરનો દરવાજો પણ ન બતાવ્યો. પણ પછી એમ જ મન વાળ્યું કે આમાં પણ એની કોઈ મજબૂરી રહી હશે. શાહિદ ત્યાંથી રવાના થઇને રૂમ એ પહોંચ્યો.

આમ જ દિવસો વીતતા ગયા હવે તો સોની પણ શાહિદને અઠવાડિયામાં એકાદ વાર મુકવા લઇ જતી. જેથી શહેરની ખુલ્લી હવા અને સાંજની અનોખી રોનકમાં એને શાહિદ સાથે એક લોન્ગ ડ્રાઇવ મળી જતી. ક્યારેક પાણીપુરીની લારી એ તો ક્યારેક ફ્રેન્કકી તો પછી ક્યારેક દાબેલી તો ક્યારેક આઈસ્ક્રીમ. બંને હવે એક બીજા સાથે વધુ નજીક આવવા લાગ્યા.

શાહિદ સોની ને એક દિવસ આજ રીતે મુકવા જઈ રહ્યો હતો. એરપોર્ટ નજીકના વિસ્તારમાં હરિયાળી હોવાથી ઠંડી વર્તાઈ રહી હતી. ઉનાળામાં આવી ઠંડક એક અલગ જ એહસાસને જન્મ આપે. સોની સાથે પણ કઈંક આવું જ થઇ રહ્યું હતું. સોની શાહિદની એકદમ અડોઅડ બેસીને પોતાના બંને હાથ શાહિદના બંને હાથ વચ્ચે નાખીને શાહિદની છાતી પર બાંધી દીધા. એકદમ ટાઈટ હગ સાથે એને પોતાનો ચહેરો શાહિદના ડાબી તરફના ખભા પર રાખ્યો. શાહિદ તો ડ્રાઇવ કરતા કરતા સોનીનું આ વર્તન અનુભવી રહ્યો હતો. એક અલગ જ એહસાસ કદાચ શબ્દોમાં એ વર્ણવવું ખુબ મુશ્કેલ છે. સોની એ પોતાના લજામણીના છોડ જેવા એ કોમળ હોઠથી શાહિદના ગાલને ચૂમી લીધૂ. અને શાહિદ પાછું ફરીને જોવા જતા જ સોની પોતાની બંને આંખો બંધ કરી લીધી. શાહિદનું મન તો થઇ રહ્યું હતું કે ટુ વ્હીલર સાઈડમાં રાખી સોનીને હુગ કરી લે. પણ એને એ યોગ્ય ન લાગ્યું.

ત્યાં જ એકદમ ઝીણા અવાજમાં એને "આઈ લવ યુ.." સંભળાયું શાહિદ ખુબ જ ખુશ થઇ ગયો સોની એ આજે પેહલી વાર એને આટલો નજીક આવવાનો મોકો આપ્યો. એ ગાલ પર પેહલી કિસ, કોમળ હાથો વડે પોતાની બાહોમાં ભરીને સોની એ આજે શાહિદને સાતમા આસમાને પહોંચાડી દીધો હતો. અને સોનામાં સુગંધ ભળે એ રીતે એ રોમેન્ટિક વાતાવરણમાં શાહિદને સોનીનો પ્રપોઝનો આ અંદાજ ખુબ જ ગમ્યો. ક્યારેક ગુલાબના એ લાલ ફુલ કરતા પણ વધુ એના એ કોમળ હોઠનો પહેલો સ્પર્શ શાહિદને એનો દીવાનો બનાવી ગયો. થોડી વાર મૌન સ્થપાઈ ગયું. જાણે બધું સુમસાન હોયને એ રસ્તા પર શાહિદ અને સોની જ હોય એવું અનુભવાઈ રહ્યું હતું. થોડા સમય બાદ શાહિદએ સોની ને "લવ યુ ટૂ..." કહ્યું. અને એના એ સ્પર્શ અને સ્પેસિઅલ હગ માટે સોનીને ખુબ જ દિલ થી આભાર વ્યક્ત કર્યો. સોનીનું ઘર આવ્યું એને મૂકી શાહિદ એક નવી જ ઉર્જા સાથે આજે રૂમ એ પરત ફર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance