Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Romance Others Abstract

3  

Irfan Juneja

Romance Others Abstract

એક અધૂરી ખ્વાહિસ

એક અધૂરી ખ્વાહિસ

6 mins
14.2K


ધોરણ ૧૦ પછી એક નવા જ અભ્યાસની શરૂઆત હતી. નેહા ભણવામાંમાં ખુબ હોશિયાર હતી એટલે એના પિતા એ એને વધુ અભ્યાસ માટે ઈમ્ફોર્મેશન ટેકનોલોજીમાં એડ્મીસન અપાવ્યું હતું. પોતાના પિતાને મદદરૂપ કેમ જલ્દી થઇ શકશે એમ સમજીને નેહા ભણવામાં ખુબ જ મન લગાવીને ભણતી. કમ્પ્યુટરના કીબોર્ડ પર ફરતી એની આંગળીઓ સાથે સાથે એના મનમાં પણ ઘણા સપનાઓ હતા કે પોતાના શહેરમાં પણ પોતાનું જ એક ઘર હોય. સુરત શહેરની આ નેહા રોજ કોલેજ જતા સમયે મનમાં અવનવા સપનાઓ લઈને જતી. એક દિવસ કમ્પ્યુટર લેબમાં એની નજર એક છોકરા પર પડી, નેહા ખુબ જ સાદગી ભર્યું જીવન જીવી રહી હતી પણ કેહવાય છે ને કે "દિલ એના જ માટે ધડકે જેને આપણે ખરા અર્થમાં પોતાનું બનાવવા મંગતા હોય". બસ નેહા સાથે પણ કઇક આવું જ થયું. અચાનક જ એ છોકરાને જોઈ ને એના મનમાં કંઈક અલગ જ એહસાસ થયો. એ ખુબજ શરમાળ હતી એટલે કોઈને એ કશુ કહી શકે એમ ન હતી.

રોજ સવારે કોલેજ જવાનું અને એ છોકરો આજે કૉલેજ આવ્યો હશે કે નહિ એ જ વિચારો મનમાં ચાલતા, ભણતર ની સાથેસાથે એના મનને ખુશ કરવાનું કામ પણ નેહા સાથે કરતી. એ છોકરાને જોઈને નેહાનું મન ખુશીથી પાગલ થઇ જતું અને એની ઝલક એના ચેહરા પર ક્યાંકને ક્યાંક વર્તાતી. જેમજેમ સેમેસ્ટર પસાર થતા ગયા એમએમ એના મનમાં લાગણીઓ વધતી જ ગઈ.

થોડા સમય બાદ નેહા અને આનંદની વચ્ચે વાતો થવા લાગી. એ છોકરાનું નામ આનંદ હતું. ભણવાના કોઈને કોઈ કામથી એ બે વચ્ચે વાતો થવા લાગી. છેલ્લું સેમેસ્ટર બાકી હતું પણ નેહા અને આનંદ વચ્ચે કોઈ પ્રેમના એહસાસ વિષે વાત નહોતી થઇ. આનંદને પણ ખબર હતી કે નેહા એને પસંદ કરે છે. અને નેહાના મનમાં તો આનંદ માટે અનહદ પ્રેમ હતો. પણ નેહાના એને કઈ શકે ના. આનંદને છેલ્લા સેમેસ્ટરમાં પ્રોજેક્ટ કરવાનો હતો બધાના પ્રોજેક્ટસ બની ગયા હતા. પણ આનંદને એમાં થોડી મુશ્કેલી પડી રહી હતી. નેહા આ બાબતે ખુબ જ હોશિયાર હતી એને ખબર પડતા જ એને આનંદના પ્રોજેક્ટને પૂરો કરવામાં ખુબ જ મદદ કરી. આનંદ પણ આ વાતથી ખુબ જ ખુશ થયો અને નેહાને પણ અંદરથી ખુશી થઇ કે એને એના મનના માનેલા પ્રેમ માટે કંઈક કર્યું.

આજે એ દિવસ આવી ગયો હતો કે ડિપ્લોમાના ત્રણ વર્ષ પુરા થવાના હતા. નેહા ખુબ જ દુઃખી હતી, એને એમ હતું કે હવે એ આનંદને ક્યારેય નઈ જોઈ શકે. મનમાંને મનમાં એનું રુદન ચાલી રહ્યું હતું. કોલેજના છેલ્લા દિવસે પોતાના ખાસ મિત્રોથી છુટા પાડવાનું દુઃખ પણ હરેકને હોય જ છે. આ દિવસો અમૂલ્ય હોય છે. જીવનની સૌથી સુંદર યાદોમાં આ એક હોય છે. કેટલાક મિત્રોના છુટા પાડવાના દુઃખમાં તો કેટલાક પોતાના ગમતા પાત્રોને નઈ જોઈ શકે એના દુઃખમાં તો ક્યાંક પોતાનાના પ્રેમી થી છુટા પાડવાના દુઃખમાં અને કેટલાક પ્રોફેસરો જેમના મિત્ર જેવા વર્તનો હવે અનુભવવા નહિ મળે એના દુઃખમાં ઉદાસ હોય છે.

કોલેજના આ છેલ્લા દિવસે નેહા અને આનંદ બધાં મિત્રો અને એક બીજાને મળીને છુટા પડ્યા, નેહાને વિશ્વાસ જ નહોતો થતો કે ત્રણ વર્ષ પુરા થઇ ગયા. એને તો આ ત્રણ વર્ષ ત્રણ દિવસ જેવા લાગી રહ્યા હતા. હવે સમય હતો ડિગ્રી (બી.ઈ.)માં એડ્મીશન લેવાનો, નેહા મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે એને ત્યાંજ એડ્મીશન મળે જ્યાં આનંદ ને મળે. કેહવાય છે ને કે "જબ તુમ કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત તુમ્હે મિલાને કી સઝિશ કરતી હૈ". બસ પછી શું હતું. ભગવાન એ એમની સાંભળી લીધી અને બંનેને અમદાવાદની એક નામચીન કોલેજમાં એડ્મીશન મળી ગયું.

હવે સમય હતો ફરીવાર જીવનના અમૂલ્ય ૩ વર્ષ સાથે જીવવવાનો. નવું શહેર નવી કોલેજ અને નવા મિત્રો. સાથે સાથે ઘરથી દૂર પી.જી.માં રહેવાના અનુભવ સાથે આ પ્રેમી યુગલનું અમદાવાદમાં આગમન થયું. શબ્દો નથી મારી પાસે એ નેહાના એહસાસને વર્ણવવા કે એ કેટલી ખુશ હતી. જુના અને નવા મિત્રોના સંપર્ક માં રહી નેહા એ પોતાના મનની વાત મિત્રોને કહી. એ આનંદને કહી શકે એમ નહોતી. સમય વીતતો ગયોને મિત્રો નો કોશિશ વધતી ગઈ.

આનંદને એના એક મિત્ર વરુણ એ ખુબ જ સમજાવ્યો કે તમારા બંનેની જાતિ એક છે. નેહા સુંદર છે અને હોશિયાર પણ તો તું કેમ એની સાથે જોડવામાં સંકોચ અનુભવે છે. આનંદનો જે જવાબ હતો એ કદાચ વરુણ ક્યારેય નઈ ભૂલી શકે. "જો વરુણ, તારી વાત સાચી છે. તું કહે છે એ બધું જ બરાબર છે, પણ મારુ લેવલ એના કરતા ઓછું છે, હજી હું આ ડિગ્રી સફળતા પૂર્વક મેળવી શકીશ કે નહિ એનું પણ મને કઈ સમજાતું નથી. તું તો જાણે જ છેને કે હું ભણવામાં થોડો કાચો છું. હું એક વાર સેટલ થઇ જઇ પછી આ બાબતે વિચારી શકું" વરુણ એની આ વાત સાથે સહમત થયો પણ એને સમજાવ્યું કે દોસ્ત પ્રેમ પૈસા કે લાયકાત જોઈને નઈ થતો એ તો મન અને સ્વભાવ જોઈને થાય છે. પણ હવે હું તને ફોર્સ નહિ કરું આ બાબતે પણ તું જીવન માં જયારે પણ એમ અનુભવે કે હવે તું સધ્ધર થઇ ગયો છે , પોતાના પગ પર ઉભો છે ત્યારે નેહા ને જરૂર અપનાવજે.

સમય વીતતો ગયો અને નેહાએ પણ હવે વિચારી લીધું હતું કે ભલે એને રાહ જોવી પડે પણ એ આનંદને પામવા બધું જ કરવા તૈયાર છે. જેમ ડિપ્લોમા પૂરું થયું એમ ડિગ્રી પણ પૂર્ણ થઇ ગઈ. ફરીવાર એ નવા મિત્રો સાથે છુટા પાડવાના દિવસો આવી ગયા. દરેકના મનમાં આજે પણ એજ દુઃખનો માહોલ હતો. બધા એક બીજા સાથે અમદાવાદની અલગ અલગ જગ્યાઓ જેમ કે રિવરફ્રન્ટ, કાંકરિયા, હિમાલયામોલ, લૉ ગાર્ડન, ફરી છેલ્લા દિવસો વિતાવીને છુટા પડ્યા.

અમુક મિત્રો નોકરી એ લાગ્યા ને અમુક હાજી પણ નોકરી શોધી રહ્યા હતા. નેહાને પણ અમદાવાદમાં જ નોકરી મળી ગઈ હતી. એ અમદાવાદમાં નોકરી કરવા લાગી હતી આનંદ હવે ઈમ્ફોર્મેશન સિવાય કંઇક કરવા માંગતો હતો. ખુશ નસીબે એને એક બેન્કમાં નોકરી મળી ગઈ. આ સમાચાર મળતા જ નેહા ખુશ ખુશાલ થઇ ગઈ. એની અધૂરી ખ્વાહિસ ફરી જાગી ગઈ હતી. હવે આનંદ જલ્દી સેટલ થઇ જશે અને એની આ ખ્વાહિશ પુરી થઇ જશે એ ખુશીમાં એના ચેહરા પર નૂર આવી ગયું હતું.

પણ કુદરત હંમેશા વાતમાં કંઈક બદલાવ જરૂર લાવે છે. નેહા માટે પણ જાણે કુદરતે એ આવું જ કંઈક કર્યું. એક દિવસે સવારના નેહા ને ખુબ જ દુઃખદ સમાચાર મળ્યા જે સાંભળીને નેહા ના માથે આભ ફાટ્યું હોય અને જમીન ખસી ગઈ હોય એવો જ કંઈક એહસાસ હતો. એ ખરાબ સમાચાર હતા કે આનંદ હવે આ દુનિયામાં નથી રહ્યો. નદીના પાણી માં એને પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. આનંદ ખુબ જ બહાદુર હતો એટલે એને કોઈનો જીવ બચાવવા પોતાના જીવની આહુતિ આપી દીધી. અને નેહાની છેલ્લી ઉમ્મીદ પણ એ નદીના પાણીની જેમ વહી ગઈ. 

એક વર્ષ પછી નેહા આજે રાબેતામુજ્બનું જીવન શરું કરી ચુકી છે અને પિતાને હવે મદદ રૂપ થઇ રહી છે. અમદાવાદથી નોકરી છોડી સુરતમાં એ હવે રેહવા લાગી છે. અને મિત્રોની સાથે ખુશ રહી ને પોતાનું જીવન આગળ વધારી રહી છે. પણ એના મનની આ "એક અધૂરી ખ્વાહિશ" હવે કોઈ પુરી નઈ કરી શકે.


Rate this content
Log in

Similar gujarati story from Romance