Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama Inspirational Thriller

3  

Vijay Shah

Drama Inspirational Thriller

“છબી એક- સ્મરણો અનેક”

“છબી એક- સ્મરણો અનેક”

3 mins
7.6K


જયારે સુમિતના પપ્પા મમ્મી અહીં આવ્યા તે દિવસે વિચારોથી આર્દ્ર મને સવારે વહેલો ઉઠી ગયો. રેણુ તો બે દિવસથી રસોઈ અને તેમની આગતા સ્વાગતના કાર્યોમાં સક્રિય હતી અને તેની દશા મનથી હરખાતી પણ અંતરમન થી દ્રવિત હતી તે જોઈને_ ચીનીને એક નજર જોઈ ત્યારે મારા મનનાં ભાવો આ કવિતામાં મુર્તિમંત કર્યા.

મારા ઘરની લાડલી અલ્લડ ચંચળ પ્રેમાળ ચીની

પુખ્તતા પામી ચાલી પ્રિયતમને દ્વાર

તે ઘર મળતા ભુલજે સર્વ ભુતકાળ અને માનજે

આ એક વાતનો મોટો ભાર પિયર અને સાસરુ બને એક સમાન

હાસ્ય, અર્પણ ને સ્વિકાર આવે જો એક સાથ.

નિજ ને ઓગાળી વેરવાના છે પુષ્પો હાસ્યના

સારુ – નરસુ જે છે તે તારુ સઘળુ સ્વિકારી

વહેવાનુ છે જીવન એક સાથ જેમ

સમાયે સરિતા ઉદધિ ને દ્વારા…..

ચીની બને ઉદાસ છોડતા પિયરવાસ પણ

હૈયે આનંદ અપાર જાતા પ્રિયતમ ને દ્વાર.

આ કવિતા જયારે ડો. બંસી મહેતા અને સુશીલા બહેને સાંભળી ત્યારે તેમને આનંદ હતો – કુલિન પુત્રવધુ મેળવવાનો.

જિંદગી જેમ ઝડપથી વહે છે તેમ તે વિદાયના દિવસોની કલ્પનાથી પિતૃહ્દય આર્દ્ર રહે છે. બધા ભલે ગમે તે કહે પણ મારી તો એક જ દિકરી છે – અને કન્યાદાન નું કંકુ ભાલે એક જ વખત લાગે તેવી ભાવના સતત રહે છે.

આને ઘણી વખત પેલી પર્વતરાજાની વિદાય વાળી વાત પણ મનમાં ઘુમરાતી રહે કે…

જાણે કેવી દીધી હશે વિદાય……. કે પર્વતરાજાનાં ઘરે થી

નીકળેલી કોઇ નદી કયારેય પાછી પિયર આવી નથી…..

ભારતિય સંસ્કૃતિના ઘણા સદગુણો રેણુ લઈને મારે ઘરે આવી છે. અને તે જયારે મુ.કાકા (મારા સસરા ચિનુભાઇ ગાંધી) ની વાત કરે ત્યારે એ વાત ઘણી જ ગમે…..

તેઓ ને છ દીકરી અને બે દિકરા નો વસ્તાર…. તેમને તેમની બધી જ દિકરીઓ ખુબ વહાલી – અને એક વાત બહુ જ ઠાવકાઇથી દરેક દીકરીઓ ને શીખવેલી અને તે એ કે “તમારા સંસાર – સાસરીમાં કદી માથુ નહીં મારીયે પણ તમે તમારુ ભાગ્ય લઈ ને આવ્યા છે. સુખ મળે કે દુ:ખ તે તમારુ ભાગ્ય – રડતા આ ઘરના ઓટલે આવશો તો સાચી સલાહ મળશે – પણ છાવરશે કોઈ જ નહીં.”

તે જ વાત ચીની ને હું લગ્ન પછી સમજાવીશ…….. પણ કોણ જાણે કેમ એ દુ:ખી થશે તો એ દુ:ખ ના પડઘા અમને બંને ને તેને જેટલુ દુ:ખ પડતુ હશે તેટલુ જ પડશે. સંવેદનાની અને લાગણીની વાત છે – પણ ચીની ના જન્મ વખતે શારદાબા એ સમય સુચક્તા વાપરી બંને જીવો ને પીડાતા બચાવ્યા હતા – અને નાની દિકરી આવ્યાની વધાઈનો ફોન આવ્યો ત્યારે લક્ષ્મી માતા આવ્યા….. કહી હેતની હેલી વરસાવી હતી તે વાત આટલે વરસે યાદ આવે છે.

ખરી વાત તો તે જ છે. ચીનીનાં જન્મ પછી કદી પૈસાની તંગી પડી નથી. ગરીબાઈનું ઘડતર જરુર છે પણ દરિદ્રતા મનમાં કયાંય નથી – અને એ વાતને અહેસાસ સુમિત ને તેણે બહુ જ સલુકાઈથી કરાવ્યો. મારા બાપાના રાજમાં તડકો છાયડો ઘણો જોયો છે. તેથી પૈસાની કોઈ જ આછલકાઈ મારામાં નથી અને તેની કોઈ ઘેલછા પણ નથી.

આવી રુડી દિકરીને ઘણી જ તકલીફો પડી પણ – મમ્મી – કહી ને આજે પણ મમ્મી નાં ખોળામાં સરકી જતા અને કૃત્રિમ ગુસ્સો કરીને મમ્મીની રીસ ને ક્ષણવાર માં હસાવી દેતી સુમિત સાથે તે રંગે ચંગે મઝા કરે – ફરે પણ તેમની વાતો માં જો સુમિત કયાંક કશુક બોસીઝમ કરવા જાય તો…. મારા પપ્પા પાસે તારે ટ્રેઈનીંગ લેવી જોઈએ……. ખબર પડે છે કે પત્નિ નું મહત્વ શું છે? એક ગાડી ના બે પૈંડા છીયે…… કોઈ એ ઘાયલ થવાનુ નહીં અને ન કોઈને ઘાયલ કરવાનું.


Rate this content
Log in

Similar gujarati story from Drama