Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Crime Inspirational Others

3  

Vishwadeep Barad

Crime Inspirational Others

સબવે-સેન્ડવીચ

સબવે-સેન્ડવીચ

4 mins
14.3K


‘બા, આજ કેમ મોડા ?’

‘તમારા માટે આજે શીલા ઘેરથી તમારા ભાવતી ખાંડવી લાવી છે’

‘બેટા, રસ્તામાં કેટલો મોટો એક્સિડ્ન્ટ થયો છે !

‘ક્યાં ? કયાં ?‘

'હિલક્રોફ્ટ અને પેલા ઇન્ડીયન શૉપિંગ સેન્ટર પાસે, એમ્બુલન્સ, બે ત્રણ પોલીસ કાર.’

‘કોઈ આપણા દેશી?’

‘હા, એક બહેન પંજાબી પહેર્યું હતું પણ ક્રાઉડ અને પોલીસ આજુબાજુ હતા એથી કોણ હતુ એ જાણી ના શકી. એક કાર તો બહુંજ ડેમેજ થયેલી હતી.'

’કોઈને બહું વાગ્યું નથી ને બા ?’

‘ખબર નહી બેટા, એક વ્યક્તિ કાર પાસે પડી હતી અને એના પર સફેદ ચાદર ઓઢાડેલી હતી ! ભગવાન સારાવાના કરે !

‘બા, અંદર આવો. શીલા, બહાર આવ, બા આવ્યા છે.’

‘બા, જયશ્રી કૃષ્ણ, હું જરા ઓફીસમાં બેઠી બેઠી દિવસનો હિસાબ કરતી હતી.’

‘કઈ વાંધો નહી. બેટી ! દિવસમાં એકાદ વખત હર્ષદ અને તને ના મળું તો ગમતું નથી’

‘હા, બા ગયા જનમની કઈ લેણાં-દેણી.’

‘હાજ તો અને એ પણ અહીં અમેરિકામાં આવીને.’

‘બા આજે તમારે સેન્ડવીચ નથી ખાવાની, તમારા માટે આ ખાંડવી બનાવી છે’

‘હા બેટા હર્ષદે મને આવતાની સાથે જ કીધું હતું.’

હર્ષદ અને શીલા પટેલની સબ-વે સેન્ડવીચ હિલક્રોફટ પાસે હતી અને શાંતા-બા , સબ-વે સેન્ડવીચથી ત્રણ બ્લોક જ એપાર્ટમેન્ટ-કોમપ્લેક્સમાં રહેતાં હતાં. દિવસમાં એકાદ વખત તો સબ-વે સેન્ડવીચમાં હર્ષદ-શીલાને મળવા જરૂર આવે અને વેજી-સેન્ડવીચની મજા માણે. હર્ષદ-શીલાને પોતાના દિકરા અને દીકરીની જેમ ગણતા. એમના પતિ, રોહિત શાહ, બે-વર્ષ પહેલાંજ હાર્ટ-એટેકમાં ગુજરી ગયાં. એમનાં બે દિકરા હ્યુસ્ટનમાં રહે છે, પતિ ગુજરીગયા પછી છ મહિના જેવું દિકરા સાથે રહ્યાં પણ આજ-કાલની નવી પેઢીના વલણ સાથે ફાવ્યું નહિ, દિકરાને કહી દીધુઃ “હું એકલી એપાર્ટમેન્ટ રાખીને રહીશ. હજુ મારી ઉંમર ક્યાં થઈ છે ! હું સ્વતંત્ર રહેવા માગું છું અને તેમાં મારા અને તમારા સૌના સંબંધ પણ જળવાઈ રહે.’

‘બા, લોકો શું કહેશે ? બબ્બે દિકરા અને મા એકલી રહે છે !’

‘બેટા, સમાજના મોઢે ગરણાં બાંધવા ન જવાય. મને કોઈ પુછસે તો મને જવાબ દેતા આવડે છે.'

શાંતા-બાની ઉંમર સિત્તેરેની હતી પણ શરીર એકલવડું અને તંદુરસ્ત. નાનાને પણ શરમાવે એટલી એમનામાં તાજગી હતી. શાંતા-બાને પૈસે ટકે કશી ચિંતા નહોતી, સોસિયલ સિક્યોરિટિ, તેમજ એમના પતિના ઈન્સ્યોરન્સના પૈસા, અને મેડીક્લેઈમ, બધાનો લક્ષમાં રાખતાં બા બાકીની જિંદગી આરામથી જીવી શકે તેમ હતાં. કોઈની સાડા-બારી નહી ! કાર પણ ચાલાવે, સિનિયર-સિટિઝનમાં પણ ઉપ-પ્રમુખ હતાં, બીજી ઘણી માનવ સેવા આપી રહ્યાં હતાં. એલિમેન્ટ્રી સ્કુલમાં વૉલીનટીયર તરીકે સેવા આપતા હતાં. ઘણીવાર ઘેર એકલાં પડી જાય તો એમની ઉંમરની બહેનપણીને ઘેર બાલાવે, મોડે સુધી બેસી કોઈ સારું મુવી આવતું હોય તો ટીવી પર જુએ અથવા પત્તા રમે. આ બધી સ્વતંત્રતા દિકરાના ઘેર ના મળે એ સ્વભાવિક છે.

‘બેટા, તારી દિકરી નૈનાને કાલે હું તારા ઘેરથી સવારે ૮.૩૦ વાગે પીક-અપ કરી લઈશ તો કહેજે કે તૈયાર રહે જેથી નવ વાગે ડૉકટરના કલિનિક પર પહોંચી જઈએ.

’બા તમને અમો બહું તસ્દી આપી એ છીએ.

‘જો હર્ષદ બેટા, તમારો ધંધો છે અને હું નવરી ધુપ-જેવી ! તમો બન્ને માણસો મારું કેટલું ધ્યાન આપો છો. તમારી સેન્ડવીચ-શૉપ પરના આવું તો મને ચેન ના પડે.’

’બા, આ “સબવે” તમારી જ છે ને !’

‘હા તો કાલે સવારે બરાબર ૮.૩૦.’

‘ બા થોડા વહેલા આવજો. ઘરે ચા-પાણી નાસ્તો કરી પછી...'

‘ના બેટા તને તો ખબર છે મારે સવારે છ વાગે ઉઠી, યોગા કરી પછી નાહી-ધોઈ, ચા સાથે નાસ્તો. પછી જ મારી સવાર પડે.’

‘ઓકે બા..ખાલી ચા..’

‘હર્ષદ બેટા ! ડોકટરે કીધું છે, નૈના ને વાયરસ અને શૉર-થ્રોટ છે, એને લીધે થોડું ટેમ્પરેચર રહે છે અને એન્ટી-બાયોટીક લખી આપી છે. બે-ત્રણ દિવસ સ્કુલે ના જાય. નૈનાને પણ આરામ મળે અને બીજા બાળકોને ચેપ ના લાગે.

‘થેન્ક્યુ બા. હા, બા ગઈ કાલે તમે જે કાર-એક્સીડન્ટની વાત કરતા હતાં એમાં તમે ઓળખો કે નહી પણ બાબુ પટેલનો ૧૩ વરસનો છોકરો એ એકસીડન્ટમાં ગુજરી ગયો ! આજના છાપામાં છે.’

‘રામ…રામ.. હા, હા ઓળખું ને એમનાં પિતા જશભાઈ અમારા સિનિયર-સિટિઝ્નમાં આવે છે. ચાલ મને જવાદે હું એમના ઘેર અહીંથી સિધ્ધી જાવ છું.’

‘શીલા ! આ શાંતા-બા આટલી ઉંમરે કેટલી દોડા-દોડી કરી શકે છે. આ ઉંમરે એમને સેવાની જરૂર હોવી જોઈએ એના બદલે એ સમાજની સેવા કરે છે, ધન્ય છે બાને એ ખરેખર દયાની દેવી છે.’

‘હેરી( હર્ષદ), સાચી વાત છે. થોડા વખત પહેલાં મંછામાસીને બાય-પાસ કરાવી ત્યારે શાંતા-બા જ એમની પાસે ત્રણ દિવસ હોસ્પિટલ ઉભા પગે રહેલાં.’

‘શીલા ! શાંતા-બા અહીં પચ્ચીસ વરસથી રહે છે અને હોસ્પિટલ-એડમીનીસ્ટ્રેટર તરીકે જોબ પણ કરતા હતાં એથી એમનું ઈગ્લીશ પર પાવર-ફૂલ છે.'

'શાંતા-બા તમો આ ઉંમરે દોડા-દોડી કરી થાકી નથી જતાં? અમો તમારાથી ઘણાંજ નાના છીએ છતાં ઘેરે જઈએ એટલે સીધા બેડમાં.'

‘બેટા, ભગવાનની દયા ! અને શરીરની કાળજી, રોજ સવારે વહેલા ઊંઠી એકાદ કલાક યોગા-આસન કરવાના પછી બાકીના કામ. હર્ષદ-શીલા હવે તો શૉપ બંધ કરવાનો સમય થઈ ગયો છે, હું હવે થોડીવારમાં નિકળી ઘેર જાવ છું.’

‘ના બા અંધારું થઈ ગયુ છે. તમો બેસો, આ હિસાબ-કિતાબ પતાવી અમો તમને ઘેર મુકી જઈશું.’

’ના મારે તો રોજનું થયું બેટા. મારું ઘર ક્યાં દૂર છે. પાંચ મિનિટનો રસ્તો છે. એ બાને થોડું વૉક પણ થઈ જાય.’

વાત ચાલતી હતી ત્યાં બે માસ્ક(બુરખો) પહેરેલા યુવાન શૉપમાં આવ્યા !

‘ગીવ મિ ઓલ યોર મની.'( તમારા બધા પૈસા મને આપી દો)

એકના હાથમાં ગન હતી. શાંતા-બા હર્ષદભાઈ પાસે ઉભા હતાં. હર્ષદભાઈએ બધાજ પૈસા કેશ-રજીસ્ટરમાંથી કાઢી પેલા બુરખાવાળા યુવાનને આપ્યાં પણ જતાં જતાં ગન ચલાવી. શાંતા-બા એકદમ હર્ષદભાઈની આગળ ઉભા રહી ઢાલ બની ગયાં ! છુટેલી ગોળી સીધી શાંતા-બાની છાતીમાં. હર્ષદભાઈતો બચી ગયાં. શાંતા-બા જમીન પર લોહી-લોહણ. હર્ષદ તરફ ખુલ્લી આંખ. માત્ર એકજ શબ્દ સરી પડ્યો, ”બેટા”… કહી એમનો મૃત-દેહ હર્ષદભાઈના ખોળામાં ઢળી પડ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Crime