Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Classics Inspirational

4  

Vrajlal Sapovadia

Classics Inspirational

કાઠિયાવાડમાં ક્રિકેટ

કાઠિયાવાડમાં ક્રિકેટ

3 mins
402


એપ્રિલ 2011માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ ક્રિકેટ વર્લ્ડ કપ જોવા અમે કોલેજમાં ખાસ સ્ક્રીન બનાવેલ અને એક જમાનાના મશહૂર કૉમેન્ટેટરને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આમંત્રિત કરેલ હતા. 1970-80 ના દાયકામાં તેઓ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં રનિંગ કૉમેન્ટ્રી આપતા અને ખુબ લોકપ્રિય હતા. ક્રિકેટની રમતમાંથી મેનેજમેન્ટ સ્ટ્રેટેજી શીખવા અંગે મેચ શરુ થાય તે પહેલા વ્યાખ્યાન રાખેલ તેમાં તેઓએ પોતાના અનુભવો ખુબ રમૂજ સાથે વર્ણવેલ હતા.

તેમણે 1960ના દશકાની ક્રિકેટની એક શાનદાર વાત કરી. એ સમયમાં વેસ્ટ ઇન્ડિઝના 3W (સર એવર્ટન વિક્સ, સર ફ્રેન્ક વૉરેલ, સર કલાયડ વોલ્કોટ) તરીકે ઓળખાતા મહાન ક્રિકેટર હતા તો વેસ્લી હોલ અત્યંત ઝડપી બોલર હતા. મુંબઈ ટેસ્ટ પહેલા 4-5 દિવસ કોઈ રમત નહોતી એટલે એક જમાનાના બીલખા રાજવીએ ભારતના મહાન બેટ્સમેન વિજય મર્ચન્ટને વાત કરી કે આ દિવસોમાં વેસ્ટ ઇન્ડિઝની ટિમ લઈને બીલખા આવો. બીલખા રાજવીએ સરસ ક્રિકેટ મેદાન બનાવેલું અને તેમને રમવાનો અને રમાડવાનો બહુ શોખ હતો. વિજય મરચન્ટ શરૂઆતમાં તો આશ્રર્ય પામ્યા અને રાજવીને સમજાવ્યું કે એમ એ લોકોના આવે, પણ બાપુના આગ્રહથી કેશોદ સુધી વિમાનમાં અને પછી ખાસ સલૂનમાં ટ્રેન દ્વારા જૂનાગઢ ટિમ આવી અને આગળના દિવસે મેદાન અને પીચ જોવા ગયા. વેસલી હોલે કહ્યું પીચ ઉપર બહુ ઘાસ નથી. બાપુને અંગ્રેજી આવડે નહિ એટલે વિજય મરચન્ટને પૂછ્યું કે આ લોકો શું કહે છે? વિજય મરચન્ટની ઘાસ ઓછું છે તે વાત સાંબળી બાપુ બોલ્યા આ લોકો રમવા આવ્યા છે કે ચરવા ?

કાઠિયાવાડમાં નાના મોટા 200 ઉપરાંત રજવાડા હતા. પાજોદ દરબાર અને માણાવદર દરબાર ક્રિકેટના બહુ શોખીન. દુનિયાભરમાં પાંચ ભાઈ ક્રિકેટર હોય તેવું એકજ કુટુંબ તે મહમદ બંધુઓ જૂનાગઢ નવાબની રૈયત. પંદર વરસ અને એકસો ચોવીસ દિવસની સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટ રમનાર મુસ્તાક મહમદ, હનીફ, વઝીર, સાદિક અને રઈશ પાકિસ્તાન વાટી ક્રિકેટ રમ્યા, તેમના અડધો ડઝન પિતરાઈભાઈ પણ ક્રિકેટર અને તેમના માતા અમીર બ્રિટિશ સમયના ભારતના બેડમિંગ્ટન ચેમ્પિયન જૂનાગઢના. પાકિસ્તાનના બે વડાપ્રધાન ઝુલ્ફીકાર અને બેનઝીર ભુટ્ટોના પિતા અને દાદા શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના છેલ્લા દીવાન હતા. પરવીન બાબીથી વિખ્યાત કુટુંબના પૂર્વજો ઈ.સ. 1730 આસપાસ શેર દિલાવરખાન માણાવદરના અને ઝમાનખાન બાંટવાના નવાબ હતા, તેઓ બંને સંયુક્ત રીતે ગીદડ (સરદારગઢ)ના પણ નવાબ હતા. કઠિયારાને ત્યાં જન્મનાર દિલાવર બહાઉદ્દીન જૂનાગઢના લોકપ્રિય દીવાન હતા. જૂનાગઢ અને માણાવદર દરબાર પોતે ક્રિકેટ રમતા અને ઘણા યુવાનોને તાલીમ અપાવતા તેમજ બંને શહેરમાં સરસ ક્રિકેટ મેદાન હતા ત્યાં નિયમિત ક્રિકેટ મેચ રમાતી હતી. બીલખા રાજવી પરિવારના યજુવેન્દ્ર સિંહ માત્ર 4 ટેસ્ટ રમ્યા પણ એકજ મેચમાં 7 કેચ લેવાનો વિક્રમ પોતાના નામે લખાતા ગયા તે કાંઈ નાનીસૂની વાત નથી. 

જામનગર રાજવી જામ સાહેબ અને તેના પરિવારમાં પણ ક્રિકેટ પ્રત્યે અત્યંત પ્રેમ હતો. રણજી ટ્રોફી જેના નામે રમાય છે તે રણજિતસિંહ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમેલ અને તેઓ એક પ્રખર બેટ્સમેન હતા. મહારાજા રણજિતસિંહજી અને દુલીપસિંહજી બંને મહાન ક્રિકેટર હતા. તેમને કાઠિયાવાડમાં ક્રિકેટને ખુબ વેગ આપેલ હતો. એમ કહેવાતું કે રણજિતસિંહ આંખે પાટા બાંધીને બેટિંગ કરતા! નકુમ અમરસિંહ લાધા (1910-1940) એક અત્યંત ઝડપી બોલર હતા જેમને 22 રનની સરેરાશથી 7 ટેસ્ટમાં 28 વિકેટ લીધી હતી. ખુબ યુવાન વયે મૃત્યુ પામતા એક મહાન સિતારાનો મધ્યાહને અંત આવ્યો હતો. 

બીજા વિશ્વ યુદ્ધ પછીના તબક્કામાં ઓલ રાઉન્ડર વિનુ માંકડની ગણના દુનિયાના સર્વકાલીન ઓલ રાઉન્ડરમાં થાય છે. પંકજ રોય સાથે પહેલી વિકેટની ભાગીદારીમાં કરેલ 455 રન એક અદ્વિતીય વિશ્વ રેકોર્ડ છે. તેમના દીકરા અશોક માંકડ જેઓ મુંબઈમાં ઉછરેલ તેઓ પણ એક સારા બેટ્સમેન હતા પણ તેઓ જેટલું રણજી ટ્રોફીમાં સરસ રમ્યા તેવું ટેસ્ટમાંના ઝળક્યા, એ પછીના 1970-80ના દાયકામાં રાજકોટ સામાન્ય પરિવારમાં જન્મેલ કરસન ઘાવરી એક સરસ ઓલ રાઉન્ડર હતા. તેઓ શ્રીલંકન ટીમના કોચ પણ હતા. રણજી ટ્રોફીમાં ધીરજ પરસાણા (જેઓ 1 ટેસ્ટ પણ રમેલ) અને બકરાણીયા, હરેશ પુજારા અગ્રગણ્ય બેટ્સમેન હતા. આધુનિક યુગમાં અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા જેવા ક્રિકેટર કાઠીયાવાડને નામના અપાવે છે.  


Rate this content
Log in

Similar gujarati story from Classics